Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શાસન અને વિકાસમાં અંતરીક્ષ પ્રૌદ્યોગિકી આધારીત સાધનો અને એપ્લીકેશન્સના સંવર્ધન પર આયોજીત રાષ્ટ્રીય અધિવેશનના વિશેષ સત્રને પ્રધાનમંત્રીનું સંબોધન

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ આજે (7 સપ્ટેમ્બર, 2015) નવી દિલ્હી ખાતે શાસન અને વિકાસમાં અંતરીક્ષ પ્રૌદ્યોગિકી આધારીત સાધનો અને એપ્લીકેશન્સના સંવર્ધન પર આયોજીત રાષ્ટ્રીય અધિવેશનને સંબોધ્યું હતી.

સત્ર દરમિયાન ટોચના અધિકારીઓ દ્વારા પ્રધાનમંત્રીને લગભગ બે કલાક સુધી જુદા જુદા વિષયોના પરિણામ અંગે પ્રસ્તુતિઓની એક શ્રૃંખલા દર્શાવવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ વિશેષ સત્ર દરમિયાન પોતાની ટિપ્પણીઓમાં સ્પેસ ટેક્નોલોજી એપ્લિકેશનના ઉપયોગથી શાસનના તમામ ક્ષેત્રમાં નવી પહેલ અપનાવવા અંગે ભાર મૂક્યો હતો. તેમણે જૂન 2014માં તેમણે ઇસરોમાં કરેલી પોતાની મુલાકાતને યાદ કરી હતી, તે વખતે તેમણે ઇસરોને આ અંગે કામ કરવા જણાવ્યું હતું અને તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો કે મોટાભાગના સરકારી વિભાગો સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે તથા તેમની મુલાકાતથી અત્યાર સુધી તેમાં નોંધપાત્ર વધારો થયો છે.

પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયોને બોલાવીને 2015ના વર્ષ દરમિયાન તેમના ઓછામાં ઓછા એક કામમાં સ્પેસ એપ્લિકેશનનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ તે દરમિયાન ભારતીય સ્પેસ પ્રોગ્રામ અંગે સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇએ કહેલા શબ્દોને યાદ કર્યા હતા, તેમણે જણાવ્યું હતું કે ભારતના સામાન્ય નાગરિકની જરૂરિયાતો પૂરી કરવા માટેના ઉદ્દેશ્યમાં કોઇ કસર બાકી ન રહેવી જોઇએ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમને એ વાતનો આનંદ છે કે મોટા ભાગના સરકારી વિભાગો પોતપોતાના કાર્યમાં સ્પેસ ટેક્નોલોજીનો ઉત્સાહપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે. તેમણે યોગ્ય પરિણામ મેળવવા માટે તમામ ઉપલબ્ધ સ્ત્રોત અને ડેટાનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ સામાન્ય માનવીને લાભ માટે શક્ય એટલી સ્પેસ ટેક્નોલોજીની એપ્લિકેશનના ઉદાહરણ આપ્યા હતા, માછીમારો માટે માછલીઓની દિશા, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ સિંચાઇ માટેની માળખાગત સુવિધા, ગેરકાયદેસર ખનન પર નજર રાખવા વગેરે.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સુશાસન, પારદર્શકતા અને યોગ્યતા લાવવા માટે સરકાર પાસે ટેક્નોલોજી જ સૌથી શક્તિશાળી માધ્યમ છે. તેમણે સામાન્ય માનવી અને સ્પેસ વચ્ચે કોઇ પણ પ્રકારનું અંતર ન હોવા પર ભાર મૂક્યો હતો.

UM/AP/J.Khunt/GP