પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદ હેઠળ મળેલી કેબિનેટે ભારત અને ફ્રાન્સ વચ્ચે શૈક્ષણિક લાયકાતને પરસ્પર માન્યતા આપવા માટે થયેલા કરાર પર હસ્તાક્ષરને મંજૂરી આપી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા થતાં અભ્યાસના સમયગાળાને અને બંને દેશની શૈક્ષણિક સંસ્થાઓને માન્યતા માટેના કરારને પણ મંજૂર કરાયા હતા. ફ્રાન્સના પ્રમુખની આગામી ભારત યાત્રા દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર થાય તેવી સંભાવના છે.
ભારત અને ફ્રાન્સ વચ્ચેના શૈક્ષણિક સંબધો આ કરારને કારણે મજબૂત બનશે અને બંને દેશ વચ્ચેના શૈક્ષણિક સંબધો લાંબા સમય સુધી ચાલે તે માટે વેગ મળશે. બંને દેશના વિદ્યાર્થી એકબીજાના દેશમાં અભ્યાસ જારી રાખી શકે તે માટેની શક્યતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આ કરાર મહત્વની ભૂમિકા અદા કરશે. આ ઉપરાંત આ અનોખા સહકાર અને ભાગીદારીથી સંશોધન પ્રવૃત્તિ દ્વારા ઉચ્ચ શિક્ષણને પણ વેગ મળશે અને તે ભારતમાં ગુણવત્તાસભર શિક્ષણમાં સુધારો કરશે.
J.Khunt/GP