Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શ્રીનગરમાં શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં જાહેરસભાને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળ પાઠ

શ્રીનગરમાં શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં જાહેરસભાને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળ પાઠ

શ્રીનગરમાં શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં જાહેરસભાને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળ પાઠ

શ્રીનગરમાં શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં જાહેરસભાને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળ પાઠ

શ્રીનગરમાં શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં જાહેરસભાને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળ પાઠ

શ્રીનગરમાં શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં જાહેરસભાને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળ પાઠ

શ્રીનગરમાં શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં જાહેરસભાને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળ પાઠ

શ્રીનગરમાં શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં જાહેરસભાને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળ પાઠ

શ્રીનગરમાં શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં જાહેરસભાને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળ પાઠ

શ્રીનગરમાં શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં જાહેરસભાને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળ પાઠ

શ્રીનગરમાં શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં જાહેરસભાને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળ પાઠ

શ્રીનગરમાં શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં જાહેરસભાને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળ પાઠ

શ્રીનગરમાં શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં જાહેરસભાને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળ પાઠ

શ્રીનગરમાં શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં જાહેરસભાને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળ પાઠ

શ્રીનગરમાં શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં જાહેરસભાને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળ પાઠ

શ્રીનગરમાં શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં જાહેરસભાને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળ પાઠ

શ્રીનગરમાં શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં જાહેરસભાને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળ પાઠ

શ્રીનગરમાં શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં જાહેરસભાને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળ પાઠ

શ્રીનગરમાં શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં જાહેરસભાને પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળ પાઠ


વિશાળ સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,

મારું સૌભાગ્ય છે કે કદાચ કોઈ પ્રધાનમંત્રીને કાશ્મીરની ધરતી પર સૌથી વધુ આવવાનું સૌભાગ્ય મળ્યું હોય, તો તેમાં મારું નામ પણ સામેલ થયું છે. અને કાશ્મીર મને ખેંચીને લઈ આવે છે. મેં કાશ્મીરીઓના પ્રેમનો અનુભવ કર્યો છે. હું જ્યારે ભારતીય જનતા પક્ષમાં સંગઠનનો કાર્યભાર સંભાળતો હતો, ત્યારે અહીં અનેકવાર આવતો હતો. મને દૂર-દૂરના વિસ્તારોમાં જવાનું સૌભાગ્ય મળતું હતું. અને મેં અહીંના પ્રેમનો અનુભવ કર્યો છે. અને આ પ્રેમ છે, જ્યારે ગયા વર્ષે પૂરને કારણે જમ્મુ – કાશ્મીર, જ્યારે પીડાનો અનુભવ કરતું, ત્યારે મને પણ હૃદયમાં એટલી જ પીડા અનુભવ થતી હતી, જેટલી તમે કરી રહ્યા હતા. અને એટલે જ હું તરત આવી પહોંચ્યો હતો. એ સમયની સરકાર સાથે ખભેખભા મિલાવીને તમારા દુઃખ-દર્દ વહેંચવાનો પ્રયાસ કર્યો હતો.

જ્યારે દિવાળીનો તહેવાર આવ્યો, ત્યારે દિલ્હીમાં મિત્રો સાથે દિવાળી ઉજવવી ઘણી સહેલી હતી. પરંતુ મારા મને કહ્યું કે, જે ધરતી પર હમણાં – હમણાં લોકો આપત્તિમાંથી પસાર થયા છે, હું દિવાળી ઉજવવાને બદલે શ્રીનગર જાઉં, એ સારું રહેશે અને હું અહીં ચાલ્યો આવ્યો હતો. જ્યારે અહીં આપત્તિ આવી, તે સમયે ચીનના રાષ્ટ્રપતિ ભારત પ્રવાસે આવ્યા હતા. અને તેમણે તારીખ પણ એવી પસંદ કરી હતી કે તેઓ 17મી સપ્ટેમ્બરે મારા વતન ગુજરાત જવા માંગતા હતા અને 17મી સપ્ટેમ્બર તેમણે એટલે પસંદ કરી હતી કારણ કે તે દિવસે મારો જન્મદિવસ હતો. અને ચીનના રાષ્ટ્રપતિ ઘણા ઉત્સાહભેર મારો જન્મદિવસ ઉજવવાની યોજના ઘડીને આવ્યા હતા. પરંતુ મેં એ સમયે જાહેર કર્યું હતું કે કાશ્મીરમાં પૂરને કારણે મારા બાંધવો દુઃખી છે, હું જન્મદિવસ ન ઉજવી શકું. અને મેં તેમનું સ્વાગત કર્યું, સન્માન કર્યું, પરંતુ જન્મદિવસ ઉજવવાની ના કહી. હું મારી માતાને પગે લાગવા, આશીર્વાદ લેવા ગયો હતો. મારી જે સામાજિક પૃષ્ઠભૂમિ છે, જે સંજોગોમાં હું જન્મ્યો અને મોટો થયો, તેમાં અગાઉ જ્યારે પણ જન્મદિવસે જતો, ત્યારે મારી માતા મને આશીર્વાદમાં સવા રૂપિયો કે પાંચ રૂપિયા આપતી હતી. વધુમાં વધુ 11 રૂપિયા આપતી હતી. 11 રૂપિયાથી વધારે મારી માતાએ મને નથી આપ્યા. પરંતુ એ દવિસે જ્યારે હું ગયો, તો હું પરેશાન થઈ ગયો હતો. આ સંસ્કાર છે, આ ભાવના છે, જે મારી નસેનસમાં ભરેલી છે. મારી માતાએ મને – મારા માટે પણ આશ્ચર્ય હતું – 5000 રૂપિયા આપ્યા, મારા જન્મદિવસ પર – અને માતાએ કહ્યું, “બેટા, આ પૈસા કાશ્મીરના પૂરપીડિતો માટે લઈ જજે.“ આ સંસ્કારની તાકાત છે, જે મને તમારા દુઃખ – દર્દ વહેંચવા માટે પ્રેરણા પણ આપે છે, શક્તિ પણ આપે છે.

તમારો પ્રેમ મારી હિંમત ટકાવી રાખે છે. અને જે મંત્ર સાથે અમે શાસન વ્યવસ્થા સંભાળી છે, તે મંત્ર છે – સૌનો સાથ, સૌનો વિકાસ. જો હિન્દુસ્તાનનો કોઈ પણ ખૂણો સાથે ન હોય તો મારું સ્વપ્ન અધુરું રહે છે. હિન્દુસ્તાનનો કોઈ ખૂણો વિકાસથી વંચિત રહે તો પણ મારું સપનું પૂરું નથી થતું. અને એટલે જ, હિન્દુસ્તાનના પ્રત્યેક ખૂણા, હિન્દુસ્તાનની સમગ્ર ભૂમિ, હિન્દુસ્તાનના પ્રત્યેક લોકોનો અમારે સાથ જોઈએ છે અને પ્રત્યેક ખૂણાના પ્રત્યક વ્યક્તિનો વિકાસ જોઈએ છે. અને આ સ્વપ્નને મારે પૂરું કરવું છે, તો મારે પણ કાશ્મીરમાં એ દિવસો પાછા લાવવા પડશે, જ્યારે હિન્દુસ્તાનભરના લોકો ધરતી પરના આ સ્વર્ગમાં આવવા ઘેલા થતા હતા. આ માટીને માથે ચઢાવવા તેઓ તલપાપડ રહેતા હતા. જો થોડા પૈસાની બચત પણ હોય, તો પરિવારનું સપનું રહેતું કે આ રજાઓમાં કાશ્મીર જઈશું. કેરળ હોય, તામિલનાડુ હોય, આસામ હોય, નાગાલેન્ડ હોય, મહારાષ્ટ્ર હોય કે ગુજરાત હોય. પ્રત્યેક પરિવારનું સ્વપ્ન રહેતું કે બચત કરો, આવતા વર્ષે કાશ્મીર જવાનો કાર્યક્રમ બનાવીશું. મારે એ દિવસો પાછા લાવવા છે.

સવાસો કરોડ દેશવાસીઓમાં મારે ફરી એ ઉત્સાહ જગાવવો છે, એ ઈચ્છા જગાવવી છે, જેથી તેઓ કાશ્મીરની પ્રકૃતિની ગોદમાં આવીને તમારા પ્રેમનો અનુભવ કરે, તેમારી સેવાનો અનુભવ કરે અને પ્રકૃતિએ અહીં જે સ્વર્ગ રચ્યું છે, તે સ્વર્ગ જીવતેજીવ અનુભવ કરે, એવું સ્વપ્ન લઈને હું ચાલી રહ્યો છું. કોણ કહે છે કે મુશ્કેલીઓ છતાં આગળ ધપી શકાતું નથી ? હું એવા વિશ્વાસ સાથે જીવવાવાળો માણસ છું, અને મેં મારા જીવનમાં જોયું છે, મુશ્કેલી ગમે એટલી મોટી કેમ ના હોય, પરંતુ મુશ્કેલીઓને હંફાવી દેવાનો એક જુસ્સો હોય છે અને તે જીવવાની આશા જન્માવે છે.

વર્ષ 2001માં જ્યારે ગુજરાતમાં વિનાશક ધરતીકંપ આવ્યો, મોતની ચાદર ઓઢીને અમે સૂતા હતા. સમગ્ર દુનિયાએ માની લીધું હતું કે હવે ગુજરાત બેઠું નહીં થઈ શકે. હજારો લોકો મૃત્યુ પામ્યા હતા, લાખો ઘર નષ્ટ થઈ ચૂક્યા હતા, પૂરેપૂરી અર્થવ્યવસ્થા ભાંગી પડી હતી, અને સૌથી મોટી વાત સ્વપ્નાં વિંખાઈ ગયા હતા. આંસુ લૂછવાવાળું કોઈ બચ્યું ન હતું. એ દિવસો મેં જોયા હતા, પરંતુ મનમાં નક્કી કરી લીધું હતું કે મારે ગુજરાતને આ સ્થિતિમાંથી બહાર કાઢવું છે. અને ભાઈઓ, બહેનો, દુનિયા કહે છે, વર્લ્ડ બેન્ક કહે છે કે આવો ભયાનક ભૂકંપ થયા બાદ જો કોઈ રાજ્યને ચારેકોરથી મદદ મળે તો પણ બહાર નીકળતા ઓછામાં ઓછા સાત વર્ષ લાગી જાય. પરંતુ ભાઈઓ, બહેનો, અમે જે રીતે એક પછી એક યોજનાઓ લઈને આગળ વધ્યા, ત્રણ વર્ષની અંદર અંદર તો ભૂકંપ પીડિત વિસ્તારો ધમધમવા લાગ્યા હતા અને વિકાસની નવી ઊંચાઈઓ આંબવા લાગ્યા હતા. જે કચ્છ, ભૂજને ભૂકંપનું સૌથી મોટું નુકસાન થયું હતું, તે આજે હિન્દુસ્તાનના સૌથી ઝડપી વિકાસ કરી રહેલા જિલ્લાઓમાં સ્થાન ધરાવે છે. અને એટલે જ હું કહું છું – કાશ્મીરે ઘણું ભોગવ્યું છે, અનેક મુશ્કેલીઓમાંથી તે પસાર થયું છે. બે-બે પેઢીઓના યુવાનોના સ્વપ્ન વેરવિખેર થયા છે. આ બધી વાતો જાણવા છતાં, હું વિશ્વાસ રાખીને નીકળ્યો છું કે, મારું કાશ્મીર ફરી એકવાર એ જ સ્વર્ગ, એ જ જુસ્સો, એ જ સુખ-સમૃદ્ધિ હાંસલ કરશે અને અને એ દિવસ હું મારી આંખો સામે જોઈ રહ્યો છું. અને હું ખાલી સ્વપ્ન જોઉં છું, એમ નથી. એ સ્વપ્નાં સાકાર કરવા એક પછી એક પગલાં લઈને તે ચીજોને સાકાર કરવા માટે પ્રત્યેક વ્યક્તિને સાથે લઈને સફળતાપૂર્વક આગળ ધપવાના પ્રયાસ કરી રહ્યો છું.

17 મહિના અગાઉ હિન્દુસ્તાનનું કોઈ પણ છાપું ઉઠાવો, કોઈ પણ ટીવી ચેનલની ચર્ચા યુ ટ્યુબ પર જઈને કાઢીને જુઓ, વિશ્વની કોઈ પણ એજન્સી હોય, બધાનો એક જ અવાજ હતો, હવે ભારત બરબાદ થઈ ચૂક્યું છે, ભારત બચી નહીં શકે. ભારત સંકટોના દ્વારે જઈને ઊભું છે. આર્થિક સ્થિતિ, ભ્રષ્ટાચાર, કુશાસન, ભાઈ-ભત્રીજાવાદ, કંઈ કેટલીય બીમારીઓએ ભારતને સંકટોમાં ફસાવી દીધું છે. 17 મહિના અગાઉ આવા શબ્દો આપણા કાને સંભાળાતા હતા. પરંતુ આજે 17 મહિનાની અંદર-અંદર સમગ્ર વિશ્વમાં મોટા દેશોમાં ઝડપભેર વૃદ્ધિ નોંધાવતા અર્થતંત્ર તરીકે હિન્દુસ્તાને પોતાનું નામ નોંધાવી દીધું છે.

ક્યારેય ભારતની સરખામણી ચીન સાથે કરવાની કોઈ હિંમત નહોતું કરતું. કારણ કે ચીન આપણાથી ઘણું આગળ નીકળી ચૂક્યું હતું. આજે ભારતના વિકાસની કોઈ પણ ચર્ચા થાય છે, આર્થિક વિકાસની ચર્ચા થાય છે, તો દરેક વખતે ચીન સાથે સરખામણી થાય છે અને અવારનવાર સંભળાય છે કે હવે તો ભારત ચીનથી પણ આગળ નીકળી ગયું, આ 17 મહિનામાં થઈ શક્યું છે.

હું આજે હમણાં આવતાં-આવતાં એક અહેવાલ વાંચી રહ્યો હતો, દર વર્ષે નિયમિત એક અહેવાલ આવે છે – ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ. વિશ્વભરમાં કયા દેશોમાં ભ્રષ્ટાચારની શી સ્થિતિ છે ? ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, ઘટી રહ્યો છે ? એ બધાનો હિસાબ કરાયો છે. મેં આજે એ અહેવાલ વાંચ્યો – છેલ્લાં 50 વર્ષોમાં પહેલી વાર ભારત – અને તેમણે સરખામણી કરી છે કે હંમેશા ચીન આ બાબતે સારી પ્રતિષ્ઠા મેળવતું હતું અને ભારતથી આગળ હોવાનું મનાતું હતું – પહેલી વાર પારદર્શિતાના મુદ્દે ભ્રષ્ટાચારથી છૂટકારો મેળવવાની દિશામાં, ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની દિશામાં ભારત, ચીનથી દસ ડગલાં સફળતાપૂર્વક આગળ નીકળી ગયું છે. દુનિયામાં અગાઉ આપણો નંબર 95મો હતો, હવે જે અહેવાલ આવ્યો છે, પારદર્શિતાને કારણે ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની દિશામાં મહત્ત્વનાં પગલાં લેવાને કારણે આપણે 95મા સ્થાન પરથી 85મા સ્થાને પહોંચી ગયા છીએ. 17 મહિનામાં ભ્રષ્ટાચાર સામે આટલી મોટી લડત આપીને આગળ નીકળી જવું, એ હિન્દુસ્તાન કરી બતાવે છે. એકવાર હિન્દુસ્તાને નક્કી કરી લીધું, એ કરે જ છે.

ભાઈઓ, બહેનો, જે હિન્દુસ્તાનનો સ્વભાવ છે, કાશ્મીરનો અલગ ન હોઈ શકે. અને હમણાં મુફ્તી સાહેબ કહેતા હતા તેમ અહીંના લોકોમાં શક્તિ છે, જુસ્સો છે. જો થોડું સુસંચાલન મળી જાય તો પોતાની મેળે કાશ્મીરને નવીં ઊંચાઈઓ પર લઈ જવાની તાકાત રાખે છે. મને મુફ્તી સાહેબની વાત પર ભોરોસો છે, મને તમારા પર ભરોસો છે, નહીં તો 20 વર્ષ સુધી સતત આટલી મુશ્કેલીઓ સહન કર્યા બાદ પણ આ માહોલ ક્યારેય જોઈ ન શકાતો હોત, એ આ વાતનો પુરાવો છે. આ એ વાતનો પુરાવો છે કે તમારી અંદર એ કયો જુસ્સો છે, એ કઈ તાકાત છે અને કાશ્મીરની ઉન્નતિ માટે તમે કેટલા તલપાપડ છો.

ભાઈઓ-બહેનો, આપણે અટલજીના પગલે ચાલવાનું છે. કાશ્મીર માટે મારે દુનિયામાં કોઈની સલાહની જરૂર નથી, મારે કોઈના વિશ્લેષણની જરૂરત નથી. આ જ ધરતી પર, આ જ મંચ પરથી અટલ બિહારી વાજપેયીએ જે વાત કહી હતી, તેનાથી મોટો કોઈ સંદેશ હોઈ ન શકે. તેમણે ત્રણ મંત્ર આપ્યા હતા – તેમણે કહ્યું હતું “કાશ્મીરિયત, જમૂરિયત અને ઈન્સાનિયત (કાશ્મીરીપણું, લોકશાહી અને માનવતા).” હું આજે પણ એ વાત માનું છું કે કાશ્મીરના વિકાસનો રસ્તો આ ત્રણ સ્તંભ પર સ્થાપિત કરવાનો છે. તેને જ મજબૂત બનાવવાના છે.

જ્યારે વાજપેયી જી લોકશાહીની વાત કરતા હતા, ક્યારેય કોઈએ વિચાર્યું હતું કે આટલા ઓછા સમયમાં કાશ્મીરના લોકો લોકશાહીને આટલું મહત્ત્વ આપશે અને લોકસભાની ચૂંટણીમાં, વિધાનસભાની ચૂંટણીમાં કેટલા મોટા પ્રમાણમાં મતદાન કર્યું ? અને આજે જ્યારે મુફ્તી સાહેબ કહી રહ્યા છે કે હું પંચાયતોને અધિકાર આપવા માંગું છું, આ એ જ અટલ જીએ કરેલી લોકશાહીની જ વાત છે. એ જ તો લોકશાહી છે. એક-એક ગામડું કેટલું શક્તિશાળી બનશે. આ લોકશાહી માટે વાજપેયી જીએ જે સપનું જોયું હતું, કાશ્મીરના લોકોએ પૂરું કરી આપ્યું છે. અને એટલે એ મહાપુરુષોના શબ્દો માટે આજે કાશ્મીરના મારા લાખો બહેનો-ભાઈઓને શત-શત નમન કરું છું. હું તેમને અભિનંદન આપું છું કે તેમણે લોકશાહીને આ તાકાત આપી છે.

ભાઈઓ-બહેનો કાશ્મીરિયત વિના હિન્દુસ્તાન અધુરું છે, માત્ર કાશ્મીર જ નહીં. અને એટલે એ કાશ્મીરિયત, જે ભારતની પ્રતિષ્ઠા છે, જો સાચી બિનસાંપ્રદાયિકતા હોય તો આ જ ધરતીમાંથી તો એ સર્જાઈ હતી. એ સૂફી પરંપરા ક્યાંથી આવી હતી ? આ જ ધરતીમાંથી આવી હતી, જેણે જોડવાનું શીખવ્યું છે. સંબંધ સ્થાપવાનું શીખવ્યું છે. અને એ જ પરંપરા, એ જ તો આપણી કાશ્મીરિયત છે.

અને દુનિયા ગમે તેટલી બદલાઈ જાય, માણસ આકાશમાં ઘર બનાવવાની તાકાત હાંસલ કરી લે, પરંતુ માનવતા વિના કશું પણ આગળ વધી શકે નહીં. અને એટલે જ જિંદગી ગમે એટલી આગળ વધી જાય, ટેકનોલોજી આપણને ક્યાંના ક્યાંય પહોંચાડી દે, આર્થિક સમૃદ્ધિ આપણને ગમે એટલી નવી ઊંચાઈઓ સર કરાવે, પરંતુ માનવતા, આપણી અંદરનો જે આત્મા છે, તે જ જીવન માટે, બીજાના જીવન માટે, સહુના જીવન માટે પ્રેરણા આપે છે, શક્તિ આપે છે અને એટલે જ કાશ્મીરિયત, જમ્મુરિયત અને ઈન્સાનિયત – આ મંત્ર લઈને આપણે આગળ વધવા માંગીએ છીએ.

ભાઈઓ-બહેનો છેલ્લા કેટલાક દિવસોમાં મને મુફ્તી સાહેબ સાથે ઘણી વાતો કરવાનો મોકો મળ્યો. આપણા નિર્મલ સિંહ જી સાથે ઘણી વાતો કરવાનો મોકો મળ્યો છે. આપણા ડાગો અનેક મંત્રીઓને લઈને વારંવાર આવતા રહેતા હોય છે, અનેક વિષયોથી મને માહિતગાર કરાવી રહ્યા છે અને એ સહુ સાથે વાતો કરતા – કરતા વિકાસનો જે ઢાંચો મનમાં આકાર પામ્યો છે, તેને આપણે નિર્ધારિત સમયમર્યાદામાં સાકાર કરવાનો છે. મારા માટે પહેલી જરૂરિયાત છે, ગયા વર્ષે પૂરમાં જે ખેડૂતોને મુશ્કેલીઓ પડી, વ્યાપારમાં જે નુકસાન થયું, ઘરોને જે નુકસાન થયું, પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થાઓને જે નુકસાન થયું – વહેલામાં વહેલી તકે તેની ભરપાઈ કરવી અને દરેક પરિવારને મુશ્કેલીમાંથી બહાર લાવવો. અને એ માટે અગાઉ પણ, મેં પહેલા દિવસે આવીને એક હજાર કરોડ રૂપિયાની સહાય જાહેર કરી હતી. પછી પણ જેમ જરૂરત પડી, સહાય કરતા રહ્યા અને આજે પણ આ કામને સંપન્ન કરવામાં જમ્મુ-કાશ્મીર સરકાર સાથે દિલ્હી ખભેખભા મિલાવીને ચાલશે, તેવો વિશ્વાસ હું જમ્મુ-કાશ્મીરના ભાઈ-બહેનોને અપાવું છું. પરંતુ આંસુ લૂછી લઈએ, તેમના ઘર વ્યવસ્થિત કરી લઈએ, હવે દુકાનો પણ વ્યવસ્થિત થઈ જાય – એટલે થી કાશ્મીરની વાત જામતી નથી. એ તો એક સંકટ હતું, તેના માટે તો જે કરવું પડતું હોય, તે કરવાનું જ છે, પરંતુ વાત ત્યાં અટકતી નથી. મારે તો ઘણું આગળ જવું છે, કાશ્મીરને ઘણું આગળ લઈ જવાનું છે.

અને એટલે આપણી સામે સૌથી કામ જે મને લાગે છે,તે છે – જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના નવયુવાનોને રોજગાર આપવાનું છે. આપણી તમામ મુશ્કેલીઓનો ઉકેલ આપણા નવયુવાનોના રોજગારમાં છે. તેમને કામ કરવાની તક મળવી જોઈએ અને હું આજે કાશ્મીરના નવયુવાનોને અભિનંદન આપવા માંગું છું અને સમગ્ર ભારતે તેમના પર ગર્વ લેવા જેવો છે – આજે હિન્દુસ્તાનમાં જે લોકો મને સાંભળી રહ્યા છે, તે આ સમાચાર તમારા સુધી પહોંચાડવા માટે અને લોકોએ મદદ નહીં કરી હોય, હું પહોંચાડવા માંગું છું.

છેલ્લા દિવસોમાં જોઈએ, આઈએએસની પરીક્ષા હોય, આઈપીએસની પરીક્ષા હોય, આઈઆઈટીની હોય, આઈઆઈએમની હોય જેના માટે હિન્દુસ્તાનના બાકીના ક્ષેત્રોના લોકોએ પ્રવેશ મેળવવા ખબર નહીં શું – શું કરવું પડે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી દર વર્ષે કાશ્મીરના નવયુવાનો સૌથી શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરે છે અને આઈએએસ, આઈપીએસ કેડરમાં આવી રહ્યા છે, આઈઆઈટીમાં જોવા મળે છે, આઈઆઈએમમાં જોવા મળે છે. આ તાકાત કાશ્મીરના નવયુવાનોમાં છે, જેને હું સારી રીતે જાણું છું. દોસ્તો, અને જેને હું જાણું છું, તેના માટે હું બધું કરી છૂટવા તૈયાર છું. કેવા હોનહાર યુવાન છે !

હું આ સ્ટેડિયમમાં અગાઉ પણ આવ્યો હતો, ત્યારે પણ મને મનમાં વિચાર આવ્યો હતો. 30 વર્ષ પહેલાં આ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. જે રાજ્ય પાસે પરવેઝ રસૂલ હોય, તે રાજ્યમાં આજે એક આંતરરાષ્ટ્રીય મેચ કેમ ન યોજાવી જોઈએ ? ક્રિકેટમાં આપણો પરવેઝ પ્રતિષ્ઠા મેળવી રહ્યો છે, એ છોકરો આગળ વધી રહ્યો છે, આપણને ગર્વ થાય છે, આપણે એવું સ્વપ્ન કેમ ના જોઈએ કે, આ સ્ટેડિયમમાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મેચ રમાવી શરૂ થાય અને દેશ-દુનિયા જુએ ? સચિન તેંડુલકર હોય, યુવરાજ હોય, સહેવાગ હોય, ધોની હોય, કોઈ પણ નામ લો. જો તેમણે સિક્સર્સ ફટકારી હોય તો બેટ તો મારા કાશ્મીરની ધરતી પર બનેલુ હતું. અહીંના લાકડામાંથી શ્રેષ્ઠતમ બેટ બને છે. આ શક્તિ છે અહીં અને એ શક્તિને પ્રવાહ આપવાનો છે… અને એટલે ભાઈઓ-બહેનો, હું જે વિકાસના ચિત્રની ચર્ચા કરી રહ્યો છું, છેલ્લા ઘણા સમયથી, તેમાં મારી પ્રાથમિકતા એ છે કે અહીં વિકાસનું એવું મોડેલ બને, જે આપણા નવયુવાનોને રોજગાર આપે, જેમ કે પર્યટન અહીં મુખ્ય ક્ષેત્ર છે.

હવે પર્યટન ક્ષેત્રે આજે આપણી જે વ્યવસ્થા છે, તેને જો આપણે આધુનિક નહીં બનાવીએ, આપણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર નહીં કરીએ, તો પર્યટન વિકાસ નહીં પામી શકે. આજે હિન્દુસ્તાનમાંથી આશરે પોણા બે કરોડ લોકો – અને એ કોઈ ધનવાન લોકો નહીં, મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગના છે – એ વેકેશનમાં પાંચ દિવસ, સાત દિવસ માટે ફરવા માટે વિદેશ જાય છે. ભલે દુબઈ જતા હોય, પરંતુ જાય છે વિદેશ. શું આપણે એવો પ્રયત્ન ના કરી શકીએ કે હિન્દુસ્તાનના જે પોણા બે કરોડ લોકો બહાર-વિદેશ જાય છે, તેમાંથી ઓછામાં ઓછા પાંચ ટકા લોકો તો તાત્કાલિક મારા કાશ્મીરમાં સહેલગાહે આવે ? તમે જુઓ, અહીંનું પર્યટન કેટલું આગળ વધી જાય. આજે વિદેશી પ્રવાસીઓ 40થી 50 હજાર જેટલા હોય છે. વિદેશી પ્રવાસીઓની સંખ્યા પાંચ લાખ કેવી રીતે થાય ? અહીં બારેય મહિના એડવેન્ચર ટુરિઝમ માટે ઘણી સંભાવનાઓ છે, અહીં ઈકો-ટુરિઝમ માટે શક્યતા છે. અહીં શોખથી સહેલગાહે આવેલા લોકો માટે પર્યટનની સંભાવના છે. આપણું દાલ સરોવર, આપણી તમામ બોટ પહેલા કેવું કેવું થતું હતું, પર્યટકોને આકર્ષવા માટે તેમની સંખ્યા વધારવા માટે. એ બધું ફરી કેવી રીતે ચાલુ કરી શકાય ? આપણા જ પ્રદેશમાં વધુ ત્રણ-ચાર એવા વિસ્તારો મારા ધ્યાનમાં છે કે જ્યાં આપણે નવાં પર્યટન સ્થળો વિકસાવી શકીએ છીએ. ઘણા મોટા પ્રમાણમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા તેને આપણે વિકસાવી શકીએ છીએ. અને એટલે જ હું વિકાસનું એવું મોડેલ સ્થાપવા માંગું છું, જે આપણી પરંપરાગત શક્તિ છે તેને વધુ મજબૂત બનાવવા માંગું છું.

આપણે પશ્મીના, કેસર, આપણા સફરજનને વિશેષ મહત્ત્વ આપ્યું છે. પશ્મીનાને પ્રોત્સાહન મળે, વૈશ્વિક બજાર મળે. આપણું કેસર, તેને વૈશ્વિક બજાર મળે, તેના માટે આપણે વ્યવસ્થા કરીએ. તેનો ટ્રેડમાર્ક વિકસાવવામાં આવે, તેનું પેકેજિંગ વિશ્વને આકર્ષે તેવું બનાવીએ. આપણા સ્થાનિક યુવાનોને, આપણા ખેડૂતોને ગામડામાં રોજગારની તકો ઉપલબ્ધ કરાવીએ. અને તે માટે કૃષિ ક્ષેત્ર, જેમાં અપાર શક્યતાઓ રહેલી છે, જે અન્ય પ્રદેશોના નસીબમાં નથી, તે કાશ્મીરમાં છે. આપણે તેને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ.

આપણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનાવવું જોઈએ. જો આજે જમ્મુથી કાશ્મીર આવવું હોય તો નવ, દસ કે અગિયાર કલાક જેટલો સમય લાગે છે, તો પર્યટક પણ 50 વાર વિચાર કરશે કે, યાર ક્યાં જવું… આપણા નિતિન જીની આગેવાની હેઠળ જમ્મુથી શ્રીનગરનો રસ્તો આગામી અઢી વર્ષમાં બની જાય તેવો અમારો પ્રયત્ન છે. 34000 કરોડ રૂપિયાને ખર્ચે જમ્મુ-શ્રીનગરનો એક નવો માર્ગ બનાવીશું, જેને કારણે જમ્મુથી શ્રીનગર પહોંચતા જે આજે 9 કલાક, 10 કલાક, 12 કલાક થાય છે, તે સાડા ત્રણ – ચાર કલાકમાં પહોંચી શકાય અને ટનલ બનવાને કારણે અંતર 65થી 70 કિલોમીટર જેટલું ઘટી જશે.

તમે કલ્પના કરી શકો છો કે વિકાસને કેટલી નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે. અમે રેલવે ટ્રેક વધુ મજબૂત બનાવવા માંગીએ છીએ. મુફ્તી સાહેબે કહ્યું, ચીનમાં બની શકે છે, તો અહીં કેમ નહીં ? બની શકે છે, કાશ્મીરની ધરતી પર પણ બની શકે છે. અને એટલે મારા ભાઈઓ બહેનો, વીજળી હોય, પાણી હોય, રસ્તા હોય સાથે સાથે, હવે માત્ર હાઈવેથી ચાલવાનું નથી. હાઈવેની જરૂરત છે, તેના વિના ચાલતું નથી, પરંતુ માત્ર હાઈવેથી પણ નહીં ચાલે. અને એટલે જ આઈ-વેઝની પણ જરૂર છે. અને એટલે અમારું લક્ષ હાઈવેઝનું પણ છે અને આઈ-વેઝનું પણ છે. ઈન્ફર્મેશન વેઝ – ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક, ડિજિટલ નેટવર્ક વિશ્વ સાથે જોડાવા માટે આપણા મોબાઈલ ફોન પર દુનિયા હોય, એ નેટવર્ક કાશ્મીરની ધરતી પર મળવું જોઈએ. અને જે કોલસેન્ટરની તમે વાત કરતા હતા, જેના કારણે નવયુવાનોને રોજગાર મળે. અહીંના યુવાનો ઘણી સરળતાથી અંગ્રેજી બોલે છે. થોડું વધારે શિક્ષણ મેળવીને તે અંગ્રેજી માટે તૈયાર થઈ જાય છે. જો આપણે કોલ સેન્ટરનું નેટવર્ક વિકસાવીએ, આપણા નવયુવાનોને તેમાં રોજગાર મળી શકે છે અને તેના પર અમે ભાર મૂકવા માંગીએ છીએ.

એ જ રીતે, વૃદ્ધો માટે, બીમારી હોય, સારા દવાખાનાઓનું નેટવર્ક હોય, દવાઓ ઉપલબ્ધ હોય, આપણી હોસ્પિટલો બને, ઓછી જરૂરિયાત હોય ત્યાં નાની અને વધુ જરૂરિયાત હોય ત્યાં મોટી હોસ્પિટલો બને. ભલે જમ્મુ હોય, લદ્દાખ હોય કે શ્રીનગર હોય – આધુનિક એમ્સ હોસ્પિટલ એ દિશામાં આગળ વધી રહ્યા છે, જેનો લાભ જમ્મુને પણ મળશે, શ્રીનગરને પણ મળશે. અમે આઈઆઈટી શરૂ કરવા માંગીએ છીએ, આઈઆઈએમ શરૂ કરવા માંગીએ છીએ, જેથી આપણા નવયુવાનોને શ્રેષ્ઠતમ શિક્ષણ મળે અને ઓછા ખર્ચે શિક્ષણ મળે. આ શ્રેષ્ઠતમ શિક્ષણ, ઓછું ખર્ચાળ શિક્ષણ હોય, પરંતુ તે વૈશ્વિક કક્ષાનું હોય. હવે દરેકના નસીબમાં એવી ઊંચાઈઓ સુધી પહોંચવું શક્ય નથી હોતું. ઓછી આજીવિકા ધરાવતા ગરીબ કે મધ્યમ વર્ગના પરિવારના લોકો પણ હોય છે. તેમનું શું કરવું ?

આપણે કૌશલ્ય વિકાસનું અભિયાન શરૂ કરીએ, અહીં જે હેન્ડિક્રાફ્ટ છે, તેને નવેસરથી ડિઝાઈનિંગ મળે, નવી પ્રતિભા વૈશ્વિક બજારમાં કઈ ડિઝાઈન ખપે તેમ છે તે મુજબ નવી પ્રતિભાઓ એ ડિઝાઈનને આધારે રોજગાર મેળવે. આ બાબતને પ્રોત્સાહિત કરવી છે. હસ્તઉદ્યોગમાં કૌશલ્ય વિકાસ સાથે તેમાં ટેકનોલોજીના ઉપયોગથી કેવી રીતે ઝડપ વધારી શકાય તેમ છે, ગુણવત્તા કેવી રીતે વધી શકે તેમ છે, બગાડ કેવી રીતે અટકાવી શકાય છે, પેકેજિંગ કેવી રીતે બદલી શકાય છે, બ્રાન્ડિંગ કેવી રીતે કરી શકાય છે, વૈશ્વિક બજારને કેવી રીતે સર કરી શકાય છે – એની ક્રમબદ્ધ સમગ્ર વ્યવસ્થાઓ ગોઠવીને આપણા હેન્ડિક્રાફ્ટને પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ.

અને એટલે ભાઈઓ-બહેનો, સારું શિક્ષણ, માનવ સંસાધન વિકાસ પર ભાર મૂકવો છે અને વૃદ્ધો માટે સ્વાસ્થ્ય માટેની વ્યવસ્થાઓ સ્થાપવી છે, જેથી તેમની જરૂરિયાતો પૂરી થાય. ગામડાંઓ અને ખેડૂતો માટે અહીના પાકો છે, તેને પ્રોત્સાહન આપવું, નવયુવાનોને રોજગારની તકો આપવી – આ મુદ્દા લઈને અમે ચાલી રહ્યા છીએ. અને આ સ્વપ્ન પૂરું કરવા માટે ભારત સરકારે જમ્મુ કાશ્મીરને 80 હજાર કરોડ રૂપિયાનું પેકેજ આપવાનું જાહેર કર્યું છે.

80 હજાર કરોડ રૂપિયાનું પેકેજ મારા નવયુવાનો, મારી અંતઃકરણપૂર્વકની ઈચ્છા છે કે આ 80 હજાર કરોડ રૂપિયા તમારું ભાગ્ય બદલવા માટે ઉપયોગમાં આવવા જોઈએ. કાશ્મીરના નવયુવાનોને આગળ ધપાવવા માટે આ નાણાં વપરાવા જોઈએ. એક નવું કાશ્મીર, એક આધુનિક કાશ્મીર, એક પ્રગતિશીલ કાશ્મીર સર્જવા માટે આ 80 હજાર કરોડ રૂપિયા ઉપયોગમાં લેવાવા જોઈએ. આ સ્વપ્ન લઈને હું તમારી પાસે આવ્યો છું અને મારા ભાઈઓ-બહેનો, તમે આને પૂર્ણવિરામ ન સમજતા – આ 80 હજાર કરોડ રૂપિયાને પૂર્ણવિરામ સમજી ન લેતા, આ તો ફક્ત શરૂઆત છે. જે વાતો મેં તમને જણાવી, તે સાકાર કરીને બતાવો. દિલ્હીનો ખજાનો તમારા માટે છે. આ દિલ્હીનો ખજાનો તમારો છે અને દિલ્હીનો ખજાનો નહીં, આ દિલ પણ તમારા માટે છે, મારા ભાઈઓ-બહેનો.

હું લદ્દાખના ભાઈઓનો ખાસ આભાર માનું છું કે છેલ્લા કેટલાક દિવસોમાં જે ચૂંટણી યોજાઈ, હિલ કાઉન્સિલમાં અમારા એમપી સાહેબ અને તેમની સમગ્ર ટીમને લોકશાહીની તાકાત મળી અને સંપૂર્ણ બહુમતિ સાથે જે બોડી રચાયું, તેને માટે લદ્દાખના ભાઈઓનો પણ, હું આજે કાશ્મીરની ધરતી પર આવ્યો છું, હૃદયથી શુભેચ્છાઓ અને આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું. ભાઈઓ-બહેનો આ વિકાસ જમ્મુ હોય, કાશ્મીર ખીણવિસ્તાર હોય, કે લદ્દાખ હોય. દરેકની જરૂરિયાત મુજબ વિકાસને પ્રાથમિકતા આપીને આગળ ધપાવવા માટે મારી ચર્ચા મુખ્યમંત્રી જી અને નાણાં મંત્રી જી સાથે થઈ છે. અને એ જ રીતે તેને આગળ ધપાવવામાં આવશે. હું ફરી એકવાર કાશ્મીરની ધરતીને નમન કરું છું, તમને બધાને શુભકામનાઓ પાઠવું છું અને નવયુવાનોને ભરોસે એક નવું કાશ્મીર, એક શક્તિશાળી કાશ્મીર બનાવવા આગળ વધીએ. હું તમારો ખૂબ-ખૂબ આભારી છું.

AP/J.Khunt