Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ સુશ્રી ચન્દ્રિકા કુમારતુંગા ભંડારનાયકેએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ સુશ્રી ચન્દ્રિકા કુમારતુંગા ભંડારનાયકેએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ સુશ્રી ચન્દ્રિકા કુમારતુંગા ભંડારનાયકેએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ સુશ્રી ચન્દ્રિકા કુમારતુંગા ભંડારનાયકેએ 3 સપ્ટેમ્બર, 2015ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેઓ “સંવાદ – સંઘર્ષ નિષેધ અને પર્યાવરણ ચેતના માટે વિશ્વ હિન્દુ – બૌદ્ધ પહેલ”માં ભાગ લેવા માટે ભારતની યાત્રાએ આવ્યા હતા.

પ્રધાનમંત્રીએ શ્રીલંકામાં શાંતિપૂર્ણ અને સહભાગિતાપૂર્ણ રીતે સંસદીય ચૂંટણીઓના સફળ આયોજનને દેશમાં લોકતંત્રનું પ્રતિબિંબ ગણાવતા તેમનું તેમનું સ્વાગત કર્યું.

તેમણે શ્રીલંકામાં તથા ભારત અને શ્રીલંકા વચ્ચે સંબંધોને પ્રગાઢ બનાવવાની દિશામાં સુશ્રી ચન્દ્રિકા દ્વારા નિભાવાયેલી નેતૃત્વપૂર્ણ ભૂમિકાની ખૂબ સરાહના કરી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સુશ્રી ચન્દ્રિકા શ્રીલંકામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે, જેથી તે વાસ્તવિક સુલેહ અને સામાજિક સદભાવની દિશામાં અગ્રેસર થઈ શકે, જ્યાં સમસ્ત સમુદાયોની મહત્વકાંક્ષાઓ સંયુક્ત શ્રીલંકાના પ્રારૂપમાં પૂર્ણ થઈ શકે.

પ્રધાનમંત્રીએ ફરી જણાવ્યું કે ભારત, શ્રીલંકા સાથેના સંબંધોને સર્વોચ્ચ મહત્વ આપે છે, બંને દેશો વચ્ચેના સંબંધો ઈતિહાસ અને સંસ્કૃતિના ઊંડા અને સ્થાયી સંબંધો રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ આ સંબંધોને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડવા માટે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે મળીને કાર્ય કરવાની પ્રતિક્ષા કરી રહ્યા છે.

UM/J.Khunt/GP