પીએમઇન્ડિયા
શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે આજે નવી દિલ્હી ખાતે આવ્યા છે. આપણા પ્રધાનમંત્રીએ આપેલા આમંત્રણને સ્વીકારીને તેઓ 8 – 11 ફેબ્રુઆરી 2020 સુધી ભારતમાં રાજકીય મુલાકાતે છે. શ્રીલંકાના પ્રધાનમંત્રીની સાથે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ આવ્યું છે. 8 ફેબ્રુઆરી મુખ્ય મુલાકાતોનો દિવસ છે જેમાં તેઓ પ્રધાનમંત્રી સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની મંત્રણા કરશે. શ્રીલંકાના પ્રધાનમંત્રી આપણા રાષ્ટ્રપતિને પણ પણ મળશે અને સવારે વિદેશમંત્રી પણ તેમની સાથે મુલાકાત કરશે.
શ્રીલંકાના પ્રધાનમંત્રી દિલ્હીમાં પોતાની સત્તાવાર મુલાકાતો પછી કોલંબો પરત ફરતા પહેલાં વારાણસી, સારનાથ, બોધ ગયા, તિરુપતિની મુલાકાતે રવાના થશે. બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરની સંખ્યાબંધ મુલાકાતોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ ચૂંટણીમાં વિજય થયા પછી રાષ્ટ્રપતિ તરીકે હોદ્દો સંભાળ્યા બાદ તુરંત સૌથી પહેલા ભારતની મુલાકાત લીધી હતી.
DS/GP