પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે.
તેઓ બલિયા ખાતેથી પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાનો આરંભ કરાવશે. આ યોજના હેઠળ આગામી ત્રણ વર્ષોમાં ગરીબી રેખાની નીચે જીવતા પરિવારોના પાંચ કરોડ મહિલા લાભાર્થીઓને એલપીજી (રાંધણ ગેસ)નાં કનેક્શન્સ પૂરાં પાડવાનું લક્ષ્ય છે.
પ્રધાનમંત્રી તેમના મતવિસ્તાર વારાણસીની મુલાકાત પણ લેશે. તેઓ લાભાર્થીઓને ઈ-રિક્શાનું વિતરણ કરશે. તેઓ વારાણસી ખાતે જ્ઞાન પ્રવાહ – સેન્ટર ફોર કલ્ચરલ સ્ટડીઝ એન્ડ રિસર્ચની મુલાકાત લેશે. તેમજ વારાણસીમાં અગ્રણી નાગરિકો સાથે બેઠક યોજશે.
પ્રધાનમંત્રી પ્રસિદ્ધ અસ્સી ઘાટ ખાતે પર્યાવરણ-મિત્ર (એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડ્લી) ઈ-બોટ્સ માટે યોજનાનો આરંભ કરાવશે. આ ઈ-બોટ્સ માત્ર પ્રદૂષણ જ નહીં ઘટાડે, પરંતુ તેના કારણે તેનો કાર્યકારી ખર્ચો ઘટશે, જેથી ગંગા નદીમાં આ પ્રકારની બોટ દ્વારા પોતાની રોજીરોટી રળતા લોકોની આવક વધશે.
AP/J.Khunt