પીએમઇન્ડિયા

શ્રી સીતારામ કેદિલયા ભારત પરિક્રમા પદયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં. શ્રી કેદિલયાનાં જણાવ્યા મુજબ, તેમણે ભારત પરિક્રમા પદયાત્રા 9 ઓગસ્ટ, 2012નાં રોજ કન્યાકુમારીથી શરૂ કરી હતી અને ચાલુ વર્ષે 9 જુલાઈનાં રોજ કન્યાકુમારીમાં પૂર્ણ કરી હતી.
શ્રી કેદિલયાએ જણાવ્યું હતું કે, તેમણે યાત્રા દરમિયાન 9000 ગામડાઓની મુલાકાત લીધી હતી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, યાત્રાનો સંદેશ પરોક્ષ રીતે વધુ 20,000 ગામડાઓમાં પહોંચ્યો હતો. તેમણે યાત્રા દરમિયાન લાખો ખેડૂતો અને યુવાનો સાથે આદાનપ્રદાન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ શ્રી કેદિલયાનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં તેમનાં પ્રયાસ બદલ શુભેચ્છા પાઠવી હતી.
J.Khunt