Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સંસદના બજેટ સત્રના બીજા તબક્કા પહેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના મીડિયાને નિવેદનનો મૂળપાઠ

સંસદના બજેટ સત્રના બીજા તબક્કા પહેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના મીડિયાને નિવેદનનો મૂળપાઠ


મિત્રો,

તમારું સ્વાગત છે,

સંસદના બજેટ સત્ર દરમિયાન રિસેસ પછી આપણે બધા એક વખત ફરી ભેગા થયા છીએ. બજેટ પર વિસ્તૃત ચર્ચા વિચારણા થશે અને મને ખાતરી છે કે ચર્ચા અને વિચારણાનું સ્તર સારી ગુણવત્તાયુક્ત હશે. તે ગરીબોના કલ્યાણ સાથે સંબંધિત મુદ્દાઓ પર કેન્દ્રીત હશે. અમને જીએસટીમાં સફળતા મળવાની આશા છે. અમારી આશાનું એક કારણ એ છે કે તમામ રાજ્યોએ સકારાત્મક રીતે સહકાર આપ્યો છે. તમામ રાજકીય પક્ષો પણ તેમના પ્રતિસાદમાં અતિ હકારાત્મક વલણ ધરાવે છે અને સહકાર આપી રહ્યા છે. આ મુદ્દા પર લોકતાંત્રિક રીતે વિગતવાર ચર્ચા કર્યા પછી ચોક્કસ નિર્ણયો પર સર્વસંમતિ પર આવ્યા બાદ આપણે આ દિશામાં આગળ વધી શક્યા છીએ. આ સત્ર સુધીમાં જીએસટી લાગુ થાય તેવી સુનિશ્ચિતતા કરવા તમામનો સહકાર મેળવવા પ્રયાસ ચાલુ છે. હું તમારા બધાનો ફરી એક વખત આભાર માનું છું.