પીએમઇન્ડિયા
નમસ્તે સાથિયો, 26 નવેમ્બર, 1949 આજના દિવસે જ ભારતના સંવિધાનને સ્વીકૃતિ આપવામાં આવી હતી. ભારત સરકારે આને સંવિધાન દિવસના રૂપમાં દર વર્ષે ઉજવવાનો નિર્ણય લીધો છે. દેશભરમાં બંધારણ પ્રત્યે જાગૃતતા વધે, વિદ્યાર્થીઓમાં પણ બંધારણના આમુખને યાદ રાખે અને સહજ રીતે ધીરે ધીરે તેમના સ્વભાવનો હિસ્સા બને, એ અમારો પ્રયાસ છે. એ પણ સૌભાગ્ય છે કે બંધારણ નિર્માણમાં જે મહાપુરુષની મહત્વની ભૂમિકા છે, તે બાબા સાહેબ આંબેડકરની 125મી જયંતિનું આ વર્ષ છે અને આથી સંયોગ પણ ખૂબ જ પ્રેરક છે, અને આ નિમિત્તે આપે જોયું હશે કે આ સંસદ ભવનનું પરિસર આ દિવસોમાં ખૂબજ ચમકી રહ્યું છે અને મને વિશ્વાસ છે કે સત્ર દરમિયાન પણ ઉત્તમ વિચારોથી, ઉત્તમ ચર્ચાથી, ઉત્તમ નવા નવા નવિનતાસભર વિચારોથી અંદરનું સદન પણ ચમકતું જ રહેશે.
ગઈકાલે મારી બધા દળોના મહાનુભાવો સાથે મુલાકાત થઈ, ખૂબ સારી વાતો થઈ, સારા વાતાવરણમાં વાતો થઈ અને સૌનો એક સ્વરે મત રહ્યો કે સદન ઉત્તમ રીતે ચલાવવામાં આવે. સદનથી મોટું કોઈ સંવાદનું કેન્દ્ર ન હોઈ શકે. વાદ થાય, વિવાદ થાય, સંવાદ થાય એ જ સંસદની આત્મા છે. બાકીના કામો માટે તો પૂરા દેશના મેદાન ઉપલબ્ધ જ છે. અને મને ખુશી થઈ કે બધા દળોએ વાદ-વિવાદ અને સંવાદ માટે સકારાત્મક દ્રષ્ટિકોણ પ્રસ્તુત કર્યો છે. અને મને આશા છે કે દેશ સંસદ પાસે જે અપેક્ષા રાખી રહ્યો છે, અમે બધા સાંસદો મળીને એ અપેક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કમી નહીં રાખીએ.
આજે 26 નવેમ્બર, સંવિધાનનો દિવસ છે આપણું બંધારણ એક આશાનું કિરણ છે, પથદર્શક છે, આપણા માર્ગને હંમેશા પ્રકાશિત કરતું રહ્યું છે. જ્યારે હું હોપ કહું છું તો હોપનો મારો મતલપ છે H for Harmony, O for Opportunity, P for Peoples’ participation, E for Equality. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.
UM/J.Khunt/GP
Today we are making Constitution Day: PM speaking before the Parliament session
— PMO India (@PMOIndia) November 26, 2015
People should get to know more about aspects of our Constitution: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 26, 2015
The Parliament session will have good debates, discussions, innovative ideas and the Parliament will shine: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 26, 2015
There is no bigger centre for Samvad than the Parliament: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 26, 2015
Constitution is a ray of hope. H for Harmony, O for Opportunity, P for People's Participation, E for Equality: PM pic.twitter.com/lZZN73qRTn
— PMO India (@PMOIndia) November 26, 2015
As Parliament's Winter Session commences, I hope it will be a productive one, rich in debate & innovative ideas. https://t.co/Vcdz21g4IB
— Narendra Modi (@narendramodi) November 26, 2015