પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે ફરિદાબાદમાં રિજિયનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી સ્થાપવા અંગે સંસદમાં વિધેયક રજૂ કરવાની મંજૂરી આપી છે. આ વિધેયકનો ઉદ્દેશ સેન્ટરને કાયદાકીય દરજ્જો આપવાનો છે, જેથી તે સ્વાયત્ત એકમ તરીકે સ્વતંત્રપણે કામ કરી શકે અને બાયોટેકનોલોજી ક્ષેત્રે શિક્ષણ, તાલીમ અને સંશોધન માટે ઈન્સ્ટીટ્યુટ ઑફ નેશનલ ઈમ્પોર્ટન્સ તરીકે પણ કામ કરી શકે. આ સેન્ટર કેન્દ્રિય મંત્રીમંડળની મંજૂરી બાદ નવેમ્બર, 2008માં ભારત સરકારના કારોબારી હુકમ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. હાલમાં તે ફરિદાબાદ ખાતે એનસીઆર બાયોટેક સાયન્સ ક્લસ્ટરમાં કાર્યરત છે અને આ તબક્કે અધિનિયમમાં ક્યાંય નાણાંકીય સૂચિતાર્થો સામેલ નથી.
આ કેન્દ્ર બાયોટેકનોલોજીમાં ઉદ્યોગને સંબંધિત નવતર કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે આંતરમાળખાકીય શિક્ષણ, તાલીમ અને સંશોધનનું પ્રાદેશિક કેન્દ્ર છે, જેમાં બાયો-ડ્રગ ડિસ્કવરી સાયન્સ, નેનો-સાયન્સ અને મેડિસીન, ઈમેજિંગ ટેકનિક્સ, ડિઝાઈનર ક્રોપ્સ, બાયોએન્જિનિયરીંગ અને બાયોમટિરિયલ્સ, બૌદ્ધિક સંપદા, ટેકનોલોજી ટ્રાન્સફર અને ભારતમાં કૌશલ્ય ધરાવતા માનવ સંસાધનની તીવ્ર અછત દૂર કરવા નિયમનોની આપૂર્તિ સામેલ છે. સાઉથ એશિયન એસોસીએશન ફોર રિજિયનલ કોઓપરેશન (સાર્ક)ના દેશોમાં તેમજ એશિયામાં તે બાયોટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતોનું કેન્દ્ર રહેશે અને આ ક્ષેત્રમાં માનવ સંસાધનોની જરૂરિયાતો સંતોષશે.
આ કેન્દ્ર લાઈફ સાયન્સીઝ અને બાયોટેકનોલોજીમાં આંતરશાખાકીય સંસ્થા છે અને બાયોટેકનોલોજી ક્ષેત્રે આંતરશાખાકીય અને સંબંધિત ક્ષેત્રોમાં નવીન પ્રકારના શૈક્ષણિક અને તાલીમ અભ્યાસક્રમો ઓફર કરે છે. ઉપરાંત, ભારત અને સાર્ક દેશો સહિત એશિયામાં હાલની યુનિવર્સિટીઓ દ્વારા સ્વીકારાઈ શકે તેવા નવાં અને અવનવાં શૈક્ષણિક અને તાલીમ અભ્યાસક્રમો પણ આ કેન્દ્ર ઓફર કરે છે.
UM/AP/J.Khunt/GP