પીએમઇન્ડિયા
આદરણીય સ્પીકર મહોદયા,
દુનિયામાં પર્યાવરણની ચર્ચા તો લાંબા અરસાથી કરવામાં આવતી હતી પરંતુ છેલ્લા અમુક વર્ષોથી સામાન્ય માનવીના જીવનમાં તેની અસર અનુભવાઇ રહી છે. નકારાત્મક અસર અનુભવાઇ રહી છે અને તેના કારણે એક તરફ પર્યાવરણ એક ચિંતાનો વિષય બન્યો છે અને માનવ જાતિની સામે પડકાર છે કે આ સમસ્યાના સમાધાન માટે આપણે કેવા પ્રકારનો રસ્તો શોધીએ.
હાલમાં પેરિસમાં COP 21ના સમયે વિશ્વના નેતાઓએ મળીને સંકલ્પ કર્યો તેનું મહત્વ તો છે જ , પરંતુ ત્યાં બે મહત્વપૂર્ણ પહેલ લેવામાં આવી છે. એક શોધની દિશામાં કામ કરવું જેથી આપણે ઇંધણથી મુક્ત થઇને શક્તિમાં કેવી રીતે આગળ વધીએ. અમેરિકા, ફ્રાન્સ, ભારત ત્રણેયે મળીને શોધની પહેલ કરી છે. બિલ ગેટ્સ ફાઉન્ડેશન પણ તેની સાથે જોડાયેલું છે. એનું એક સકારાત્મક પરિણામ ભવિષ્યમાં જોવા મળશે.
બીજો મહત્વપૂર્ણ નિર્ણય ત્યાં કરવામાં આવ્યો હતો કે દુનિયામાં લગભગ 122 દેશ એવા છે કે જ્યાં 300 દિવસ સૂરજ તપે છે, સૂર્ય પ્રકાશનો લાભ આ દેશોને 300 દિવસથી પણ વધારે મળે છે. ભારતની પહેલથી એ દેશોનું એક સંગઠન થયું અને તે સંગઠનનું મુખ્ય કાર્યાલય ભારતમાં રહેવાનું છે અને સૂર્ય ઉર્જાનો ઉપયોગ ભવિષ્યમાં કેવી રીતે કરવામાં આવે તેનાં પર આ દેશ મળીને કામ કરવાના છે.
મેક ઇન ઇન્ડિયા જે આપણી પહેલ છે એમાં આજે એક નવું નજરાણું… આ દુનિયાને પણ કામમાં આવવાનું છે કારણ કે બેટરીની નવા પ્રકારથી રચના કેવી રીતે થાય, બેટરીનું આયુષ્ય કેવી રીતે વધારે હોય અને બેટરી પોષાય તેવી કેવી રીતે કરી શકાય. તેની પર સંશોધન થયું અને તેનું પરિણામ એ છે કે જુની બસમાં થોડો ખર્ચ કરીને અત્યારે તમે જોયું હશે કે બસ ચાલી રહી હતી પરંતુ અવાજ ક્યાંય પણ આવતો નહોતો. જો બસ ચાલું કરીએ તો ખબર પડશે કે… બસ ચાલૂ જ છે અત્યારે, તો તેનો જરા પણ અવાજ નથી અને પ્રદુષણની તો કોઇ શક્યતા નથી.
અત્યારે તો સાંસદ લોકોને તેનો લાભ મળશે પરંતુ જો સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયામાં જો નવી પેઢીના લોકો આ બેટરી બનાવવાના કામમાં આગળ આવશે તો ખૂબ જ ઝડપથી આપણે, આપણું પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા છે તેમાં નવી રચનાને લાવી શકીએ છીએ.
આપણા નિતિનજીને આ વિષયોમાં રુચિ પણ છે, તે વાંચે પણ છે અને કંઇક ને કંઇક નવું શોધતા રહે છે, તો હું તેમને અભિનંદન આપું છું કે તેમણે પર્યાવરણની દ્રષ્ટિથી ટેક્નોલોજીનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે જેથી મેક ઇન ઇન્ડિયાને બળ આપતા કેવી રીતે અાગળ વધી શકાય, તેમાં એક સફળ પ્રયાસ કર્યો છે. હું તેમને અભિનંદન આપું છું અને આદરણીય સુમિત્રા જી, તેમણે સંસદની ગતિવિધિઓને સંસદના સદનના કાર્યકાળ સિવાય પણ કંઇક ને કંઇક નવું આપવાનો પ્રયાસ કર્યો છે તેમાં એક નવું નજરાણું જોડાઇ રહ્યું છે, તેમને પણ અભિનંદન.
ધન્યવાદ.
J.Khunt
In Paris during #COP21, leaders of the world came together & focus was placed on innovation (in energy): PM @narendramodi @India4Climate
— PMO India (@PMOIndia) December 21, 2015
Another initiative, where India played a key role, is solar alliance. It consists of nations blessed with lot of sunlight: PM @India4Climate
— PMO India (@PMOIndia) December 21, 2015
This bus here (launched today), it is not making noise and scope of pollution also does not arise: PM @narendramodi https://t.co/ztQyG5hBNU
— PMO India (@PMOIndia) December 21, 2015
The Retrofit Electric Bus launched in Parliament today is a part of our larger efforts to create clean public transport & minimise pollution
— Narendra Modi (@narendramodi) December 21, 2015
Retrofitted Electric Bus is cost effective & is at the core of @makeinindia initiative- @isro is making Lithium–Ion batteries.
— Narendra Modi (@narendramodi) December 21, 2015
Highlighted why clean energy matters & key outcomes of #COP21 to mitigate #ClimateChange. @COP21 @India4Climate https://t.co/cOS5SqWNNR
— Narendra Modi (@narendramodi) December 21, 2015