Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સચિવોના બે સમૂહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને પોતાના વિચાર અને મંતવ્યો રજૂ કર્યા

સચિવોના બે સમૂહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને પોતાના વિચાર અને મંતવ્યો રજૂ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના શાસનના જુદા જુદા ક્ષેત્રોમાં પરિવર્તન લાવવા માટે દરેક સચિવોને પ્રોત્સાહિત કરવાના અનુરૂપ સચિવોના બે સમૂહે પોતાના વિચાર અને મંતવ્યો પ્રધાનમંત્રીને રજૂ કર્યા. આ વિચાર અને મંતવ્યો ‘પ્રગતિશિલ બજેટ અને અસરકારક અમલીકરણ ’ અને ‘સ્વચ્છ ભારત તથા ગંગા પુનરોદ્ધાર’થી જોડાયેલા છે.

આ પ્રસંગે પર કેન્દ્રીય મંત્રી શ્રી રાજનાથ સિંહ, શ્રી અરુણ જેટલી, શ્રીમતી સુષમા સ્વરાજ, શ્રી નિતિન ગડકરી, શ્રી મનોહર પારિકર તથા ભારત સરકારના બધા જ સચિવ હાજર રહ્યા હતા. પ્રસ્તુતિકરણ દરમિયાન અને ત્યારબાદ પ્રધાનમંત્રી અને કેટલાક કેન્દ્રીય અન્ય મંત્રીઓએ પ્રસ્તુતિકરણથી સંબંધિત પ્રશ્ન પૂછ્યા અને પોતાના વિચારો વ્યક્ત કર્યા.

આ પહેલા ૧૨ જાન્યુઆરીએ સચિવોના પહેલા સમૂહે “ઊર્જા સંરક્ષણ અને દક્ષતા” વિષય પર પોતાની પ્રસ્તુતિ રજૂ કરી હતી.

UM/AP/J.KHUNT/GP