Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સચિવોના બે સમૂહોએ પ્રધાનમંત્રીને વિચાર અને મંતવ્યો રજૂ કર્યા


પ્રધાનમંત્રી તરફથી વહીવટીના વિભિન્ન ક્ષેત્રોમાં પરિવર્તનકારી બદલાવ લાવવા માટે નવા વિચારો સાથેના આહ્વાન બાદ ગુરુવારે (21 જાન્યુઆરી, 2016) સચિવોાના બે સમૂહોએ (અ) સમાવેશ અને ભાગીદારીની સાથે ઝડપી વિકાસ અને (બ) રોજગાર સર્જન રણનીતિ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને પોતાના વિચાર અને મંતવ્યો રજૂ કર્યા.

આ દરમિયાન પ્રધાનમંત્રીએ સચિવોના બધા આઠ સમૂહોની પ્રશંસા કરી અને કહ્યું કે આ આખી પ્રક્રિયા ટીમ નિર્માણ અને દેશને લાભ પહોંચાડનારા વિચારોનું સર્જનની એક કવાયત છે. પ્રધાનમંત્રીએ આ આખી પ્રક્રિયા અંતર્ગત સામૂહિક રૂપથી દસ હજાર કાર્યના કલાકો આપવા માટે આ અધિકારીઓની પ્રશંસા કરી.

આ અવસર પર ભારત સરકારના બધા સચિવો ઉપરાંત કેન્દ્રીય મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ, શ્રી મનોહર પારિકર પણ ઉપસ્થિત હતા. સચિવોની સચિવોના પ્રસ્તુતિકરણ દરમિયાન અને ત્યારબાદ પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રિઓ અને ત્યાં ઉપસ્થિત લોકોને સચિવો તરફથી રજૂઆત થયેલા વિચારો સાથે જોડાયેલ સવાલો પૂછ્યા અને પોતાના મંતવ્યો પણ આપ્યા.

UM/AP/J.KHUNT/GP