પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નીચે જણાવેલ બાબતોને મંજૂરી આપવામાં આવી –
1. સજા મળેલ વ્યક્તિના હસ્તાંતરણ પર થયેલી યુરોપીય પરિષદની સમજૂતિ સુધી ભારતની પહોંચ માટે યુરોપીય પરિષદથી પત્રના માધ્યમથી ઔપચારિક આગ્રહને સ્વીકૃતિ આપવામાં આવી.
2. સમજૂતિનો પક્ષ બનાવવા માટે યુરોપીય પરિષદમાં ઔપચારિક નિમંત્રણની પ્રાપ્તિને મંજૂરી આપવામાં આવી છે, જેથી સજા મળેલ વ્યક્તિઓના હસ્તાંતરણ સંબધી સમજૂતીમાં સમાવેશ થઇ શકે.
સજા મળેલ વ્યક્તિના હસ્તાંતરણ સાથે સંકળાયેલ યુરોપીય પરિષદની બહુસ્તરીય સમજૂતિમાં સમાવેશ થવા અંગે એક બીજા દેશ સાથે અલગથી સમજૂતિ કરવાની રહેતી નથી. આ સમજૂતિમાં 64 દેશનો સમાવેશ થાય છે. આ સમજૂતિમાં સામેલ થવાથી યુરોપિય દેશોમાં બંધ ભારતીય કેદીઓ અને ભારતીય જેલોમાં બંધ યુરોપીય કેદીઓને એકબીજાના દેશમાં લાવી શકાશે. તેનાથી તેઓ પોતાના દેશમાં સજા કાપી શકશે. આને કારણે તેમના સામાજીક પુનર્વાસમાં પણ મદદ મળી શકશે.
J.Khunt/PIB Ahmedabad