Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સતર્કતા જાગૃતી સપ્તાહ – 2016ના સમાપન સમારંભ વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

સતર્કતા જાગૃતી સપ્તાહ – 2016ના સમાપન સમારંભ વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ


ઉપસ્થિત તમામ મહાનુભાવ,

31 ઓક્ટોબરથી આ અભિયાનનો પ્રારંભ થયો એક સપ્તાહ માટે, સરદાર સાહેબની જન્મ જયંતીથી પ્રારંભ થયો છે. અને આ વખતે આ અભિયાનમાં જન સામાન્યને ભાગીદાર બનાવવાનો પ્રયાસ થયો છે. આ બાબત આપણે બધા જ જાણીએ છીએ કે કંઇક તો કારણ હશે કે 1964માં કેવી વ્યવસ્થાને જન્મ આપવામાં આવ્યો હતો. તે પહેલા કદાચ જરૂર લાગી નહીં હોય અને અન્ય પણ કારણ હશે કે 2004માં એક નહીં ત્રણ જોઇએ નહીં તો કંઇક ગરબડ થાય છે. એટલા માટે 3 સભ્યો થઇ ગયા. અને આપણે બધા જાણીએ છીએ કે આજથી પચાસ વર્ષ પહેલા જે લોકો અહીં એ ઉંમરના છે. પચાસ વર્ષ પહેલા ક્યાંક એવું બોર્ડ તો વાંચવા મળતું નહોતું, ‘ શુદ્ધ ઘીની દુકાન ’ મોટું જ રહેતું હતું, ‘ઘીની દુકાન’. માની લેવામાં આવતું હતું કે તે ‘શુદ્ધ જ છે’. પરંતુ હવે બોર્ડ લગાવવું પડે છે ‘ શુદ્ધ ઘીની દુકાન ’.

સમાજ જીવનમાં મૂલ્યોનું અવમૂલ્યન કેવી રીતે થાય છે અને ચિંતા સૌથી વધારે ત્યારે થાય છે, જ્યારે સમાજ જીવનમાં મૂલ્યોનું અવમૂલ્યન થાય છે. આપણે બધા જ જાણીએ છીએ કે આજથી પચાસ વર્ષ પહેલા પણ અમુક વિદ્યાર્થી તો એવા હશે જે નકલ કરતા હશે , ચોરી કરવા બાજુમાં જોતા હશે, હશે જ, પરંતુ તે કામ પણ ખૂબ જ સંકોચ સાથે કરતા હતા, ડરતા હતા, એ પણ ભરપૂર પ્રયત્ન કરતા હતા કે કોઇને ખબર ન પડે કે હું શું કરી રહ્યો છું. મૂલ્ય એવા બદલાઇ ગયા કે વિદ્યાર્થી ચપ્પુ રાખે છે અને બહાર આવીને કહે છે, કોણ છે સુપરવાઇઝર, હું જોઉં છું. હું તો આખી નોટ લઇને બેસી ગયો હતો, લખી લીધું. આ જે મૂલ્યોનું અવમુલ્યન છે, જ્યારે તે સદગુણ બનવા લાગે છે, નહીં, નહીં! કહે છે, એવું જ થાય છે સર, ભાઇ એ તો કામ જ એવું છે એમાં શું છે, એ તો થાય જ છે. ત્યારે મોટું સંકટ પેદા થાય છે.

ભારતની સામે અને આપણા જેવા ગરીબ દેશોને આ ભ્રષ્ટાચારનો વૈભવ અનુકૂળ ન થઇ શકે, જી ગરીબ ફરીથી. પૂછો લોકોને કે ખીસ્સામાં બધુ જતું રહે તો સામાન્ય માનવી તેના હક માટે ક્યાં સુધી પહોંચશે. અને ક્યારેક ક્યારેક સવાલ રૂપિયાનો નથી હોતો, સન્માનનો હોય છે. એક માણસની મજબૂરી છે તેના કારણે તેને આમ કરવું પડે છે. અને આ તમામ સ્થિતિઓને બદલવા માટે જ્યારે ચેતના, સતર્કતા, સામાન્ય માનવીનું ચેતનાનું સ્તર, એને હલાવવું દરેક પળે જરૂરી હોય છે. અને ત્યારે જઇને આ પ્રકારના અભિયાનોથી આપણે તે શક્તિ એકઠી કરી શકીએ છીએ. વધારેથી વધારે આપણા સપના પૂરા કરવા માટે આ કામમાં આવે છે. અને આપણે બધા જાણીએ છીએ કે આ રમતમાં જે રમવા માટે ટેવાયેલા હોય છે, તે ખૂબ જ સમર્થ હોય છે. ખૂબ જ ક્ષમતા ધરાવતા હોય છે. જો પ્રદર્શન પ્રમાણે જોઇએ તો, દસ ઓફિસરોમાં સૌથી વધારે સારું પ્રદર્શન કરવાની તાકાત પણ તેનામાં હોય છે, અને એટલા માટે સરકારમાં બેઠેલા લોકોને જાણવા છતાં પણ તેને કામ આપવું પડશે. કેમ, કારણ કે તે સારું કાર્ય કરે છે. એનો મતલબ એ થયો કે આ પ્રકારના આચરણની જેને આદત લાગે છે, તેમાં સર્જનશીલતા પણ ખૂબ જ હોય છે. અદભુત સર્જનશીલતાનો તે માલિક હોય છે. તે એવી જગ્યાએથી શોધી લાવે છે. હા, અહીંથી થઇ ગયું. આપણે વિચારી પણ શકતા નથી.

આપણે જ્યારે નાના હતા ત્યારે એક ટૂચકો સાંભળતા હતા. ટૂચકો જ હશે, અહીં રેલવે વાળા બેઠા છે ક્યાંક ખોટું ન લગાડી લે. તે રેલવેનો કર્મચારી હતો. અને મોટા ભ્રષ્ટાચારમાં માહેર હતો. અને મોટો માસ્ટર હતો તે, ઓફિસર પણ તેનાથી ત્રાસી ગયા હતા. આ એ છે જેના કારણે અમારો વિભાગ બદનામ થાય છે. એનો કોઇ ઉપાય કરવો જોઇએ. આખરે નક્કી કરવામાં આવ્યું કે ઠીક છે. એને રેલવે પ્લેટફોર્મ પર જે ટ્રેન આવતી – જતી રહે છે તેની જાહેરાત છે, તેની ડ્યુટી આપીએ. અન્ય કોઇ ડ્યુટી નહીં. તેનું કામ એ જ રહેશે કે તે બોલશે કે આટલા વાગ્યે આ ટ્રેન આવશે, આટલા વાગ્યે આ ટ્રેન આવશે અને આ બધાને લાગ્યું કે આ બધાને લૂંટે છે. સારું થયું. તેને બેસાડ્યો …. કોઇ પરેશાની નહીં, તે ખૂબ જ સર્જનાત્મક હતો, ખૂબ જ સર્જનાત્મક, તેને જેવું જ આ કામ મળી ગયું, તેણે શરૂ કરી દીધું. ટ્રેન આવતા જ કઇ સાઇઝની બેગ ઉઠાવવી છે. તો પાંચ રૂપિયા લાગશે. આ સાઇઝની બેગ ઉઠાવવી છે તો દસ રૂપિયા લાગશે. અને સામાનમાં ત્રણ ચીજો છે તો કેટલું લાગે છે. તમામ જે કૂલી હતા તે ભેગા થયા. આ તો મરાવી દેશે. હવે પેસેન્જર પૈસા નહોતા આપતા, જુઓ જરા તે બોલી રહ્યો છે. પાંચ રૂપિયાથી વધારે નહીં આપું. તો તમામ કૂલી ભેગા થઇને તેની પાસે ગયા. કહે ભાઇ તેણે કહ્યું પાક્કો સોદો કરો. તમે કે મેં આ પ્રકારની સર્જનાત્મકતા શોધી છે કે કેમ ? હા, મને ખબર છે કે વિજિલન્સ કમીશન કેવી રીતે તોડશે તેને. તે ખૂબ જ માહેર હોય છે જી.

અને એટલા માટે દરેક પળે સતર્કતા વર્તીએ અને મેં જોયું છે, જી. એ પોતાના કામમાં ખૂબ જ સત્યનિષ્ઠ હોય છે. નીતિના પાક્કા હોય છે. સાચા હોય છે. મારો પોતાનો અનુભવ છે. કદાચ આ સમયે (વ્યાવધાન), ત્રીજી પટ્ટી રહેતી હતી. કદાચ તે સમયની વાત છે. મારે અમદાવાદથી દિલ્હી જવું હતું. અને તે સમય કદાચ એક ટ્રેન ચાલતી હતી, 24 – 25 કલાકમાં પહોંચાડતી હતી. દિલ્હી મેલ કે પછી…. મને યાદ નથી… તો અમે સ્ટેશન પર ગયા, અમે તો ગિરધારી હતા. અમારે શું કરવાનું હતું, અમે તો એમ જ રિઝર્વેશન વગરના કોચમાં ચડી જતા હતા. પરંતુ ત્યાં પ્લેટફોર્મ પર અમારા પરિચિત મળી ગયા. બોલ્યા ક્યાં જઇ રહ્યા છો. મેં કહ્યું ભાઇ જરૂરી કામ આવી ગયું છે. તો દિલ્હી જવું છે. બોલ્યા આવો હું બેસાડી દઉં છું. મેં કહ્યું કે મારી પાસે તો ટિકિટ છે, પરંતુ રિઝર્વેશન નથી ભાઇ. હું તો એમ જ સામાન્ય ડબ્બામાં ચડી જઇશ. અને પહોંચી જઇશ. બોલ્યા, નહીં હું વાત કરું છું. કારણ કે તે તો પરિચિત તો હતા જ. તો કોઇ ટિકિટ ચેકરને પકડતા હતા કે ભાઇ આ અમારા પરિચિત છે અને સમાજ સેવાનું કામ કરે છે. તેમને દિલ્હી જવું છે. તો એક બર્થ મળી જાય તો સારું છે. સમાજ માટે કામ કરે છે. તો તે બોલ્યા સાહેબ આવો આવો, તમે સમાજ સેવક છો આવો. અમને અંદર લઇ ગયા, અંદર એક જગ્યાએ બેસાડી દીધા. રિઝર્વ કોચ છે. આબુ સ્ટેશન … આબૂ રોડ, હું ઘણી વખત તેમની પાસે ગયો કે હું થોડો કાંપી રહ્યો હતો કે ભાઇ મારી પાસે રિઝર્વેશન નથી અને હું અંદર બેસી ગયો છું. હું તેમની પાસે જઇ રહ્યો હતો કે ભાઇ મને બર્થ આપી દો. મારી પૈસાથી મારી ટિકિટ કાપી દો, જોકે તેમણે મને કહ્યું કે તમે ચિંતા ન કરો, ભાઇ હું છું. આબૂ આવ્યું અને ત્યારે લોકો સુવાની તૈયારી કરતા હતા. હું તેમની પાસે ગયો મેં કહ્યું, ભાઇ તમે કહો અથવા તો હું ઉતરીને પાછળ જતો રહું છું, તો શું કહેશો. તેમણે કહ્યું ભાઇ તમે ચિંતા ન કરો. આબૂ રોડ પર નવો ટિકિટ ચેકર આવશે. મારી ડ્યુટી આબૂ રોડ સુધીની જ છે. હું તેમનો તમારી સાથે પરિચય કરાવી દઇશ. અને તે તમને ટિકિટ આપશે. મેં કહ્યું ભાઇ તે મને કેવી રીતે ઓળખશે. તમે મને આપી દો. બોલ્યો નહીં, મારી નીતિ છે. હું પૈસા વગર કામ કરતો નથી. હવે તમારો એક એવા વ્યક્તિએ પરિચય કરાવી દીધો છે કે હું તમારી પાસેથી પૈસા લઇ શકતો નથી. તો હું આગળ જે આવશે તેમને સોંપી દઇશ. તે પૈસા વગર તમને જે જરૂર છે તે ટિકિટ આપી દેશે. સાહેબ નીતિનો આવો પાક્કો માણસ ક્યાં જોયો છે તમે? આ, આ જે અવસ્થા છે, આપણે બધા તેના ભોગી જરૂર છીએ. ક્યાંક ને ક્યાંક પરેશાની, આપણે પદ પર હોઇશું તો પણ. તમે આ પદ પર હશો તો તેને ખબર છે કે તમે આ પદ પર છો, તે કહે છે કે અત્યારે હું આ પદ પર છું. મારો આ હક બને છે, આપી દો. ત્યાર બાદ જ્યારે હું તમારી પાસે આવું. તમે લઇ લેજો. અહીં સુધી કહી દે છે.

આ સ્થિતિ છે પરંતુ આપણા દેશનો સામાન્ય માનવી ઇમાનદાર છે. તેના માટે મજબૂર થઇને કંઇ કરવું પડે છે. અને એટલા માટે જો આપણે સંકલ્પ કરીને આ સામાન્ય માનવીને નજરમાં રાખીએ, અનુભવ એવો છે કે તે કષ્ટ ઉપાડવા માટે પણ તૈયાર હોય છે. જી, તેને મુશ્કેલી નથી. તકલીફ આવશે તો સહન કરવા માટે તૈયાર છે. પરંતુ તેનો ભરોસો વધવો જોઇએ. કોઇ સારાઇ માટે કંઇક થઇ રહ્યું છે. જો એક વખત ભરોસો વધી જાય છે તો તે આપણને સંપૂર્ણ સહયોગ આપે છે. જો તેને ખબર હોય કે ભાઇ હા આ યોગ્ય છે, નિયમ અને કાયદા પ્રમાણે મારે આપવાનું છે. તેને કોઇ પરેશાની નથી. આપણે તે વિશ્વાસ કેવી રીતે અપાવીએ. હવે આ વાત સારી છે કે સૌથી બદનામ બિરાદરી આપણી જે છે આ તમામ કાર્યકલ્પમાં તે મારાવાળી છે. દેશમાં કોઇને પૂછીએ કે સૌથી વધારે ભ્રષ્ટાચારી લોકો કોણ છે, તો અમારા લોકોનું નામ આવે છે, રાજનેતાઓનું. અને એવું નામ મોટું થઇ ગયું છે કે તેની પાછળ બધા લોકો ઘણું બધું કરી શકે છે. દેખાય તે છે પાછ‌ળ બધું થાય છે. હવે આ અનૂભુતિ પણ સામાન્ય માનવીને થવા લાગી છે. છોડો યાર બધા ચોર છે. આ નિરાશાનો માહોલ સામાન્ય વ્યક્તિને આ સ્વચ્છતાના અભિયાનથી ડરાવી દે છે.

મેં સાંભળ્યું છે કે, હું થોડું પૂછી રહ્યો હતો અત્યારે. મેં કહ્યું આ પંચનામા શબ્દ હિન્દીમાં છે કે કેમ , તો તે કહી રહ્યા હતા કે હા છે, તમે જોયું હશે કે કોઇ ઘટના બને છે તો તેમાં પંચનામું થાય છે. તમે ક્યારેક ધ્યાન આપ્યું છે કે કેમ? જો ઓફિસર આ છે તો પંચ આ જ હોય છે. કાયમી પંચ. ત્યાં જ ઓફિસર આ કામ કરશે તો પંચ પણ તે જ રહેશે. શું આપણે ક્યારેક તપાસ્યું છે કે આ કુમ્બા સાથે – સાથે કેવી રીતે ચાલતો રહે છે. તેની બદલી થઇ ગઇ હોય તો શું પંચની પણ બદલી થઇ ગઇ હોય ? શું આપણે તે પંચનામામાં જે પંચ લાવીએ છીએ, જેને આપણે સમાજના સારા નાગરિક માનીને લાવીએ છીએ, શું આધાર નંબરથી તેની ચકાસણી થઇ શકે છે કે કેમ? કે એક જ આધાર નંબરવાળો આટલી જગ્યાથી પંચ બનાવીને ગયો છે. અને પછી કોર્ટમાં બદલવા માટે શું – શું લે છે. તેનો ટેલિફોનિક રેકોર્ડ શું છે, કોઇના સંપર્કમાં તે હતો? આપણે વ્યવસ્થાઓને એક – એક ચીજને આ પ્રકારથી પકડવાનો પ્રયત્ન કરીશું. તમામનું ધ્યાન વધી રહ્યું છે, તમામને ખબર છે આ…. આપણે આ ચીજોને બદલી શકીએ છીએ. ટેક્નોલોજી ખૂબ જ મોટી મદદ કરી શકે છે.

વર્તમાન સમયમાં તમે જોયું હશે. હું એક દિવસ હિસાબ લગાવી રહ્યો હતો. અત્યારે તો આંકડા ખૂબ જ આગળ ગયા હશે. ફક્ત આધાર નંબરથી ડાઇરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરને બળ આપ્યું. અમુક તો અત્યારે વીડિયોમાં દેખાડવામાં આવી રહ્યું હતું. મેં હિસાબ લગાવ્યો 36 હજાર કરોડ રૂપિયાની બચત થઇ છે. જે ક્યાંક બીજે જતા હતા. એનો મતલબ એ નથી કે અમે 36 હજાર કરોડ સરકારના ખજાનામાં રાખી દીધા છે. તેને યોગ્ય જગ્યા પર અમે મોકલ્યા છે. જો તેમ ન હોત તો તે પૈસા કોઇના પણ ખિસ્સામાં ગયા હોત. એટલે કે આપણે ટેક્નોલોજીનો ભરપૂર ઉરયોગ કરીએ. ભરપૂર ઉપયોગ કરીએ. પારદર્શકતા લાવવામાં, ચેક અને બેલેન્સમાં આ ખૂબ જ મોટી ભૂમિકા અદા કરી શકે છે. ક્યારેક ક્યારેક આપણે અહીં જે સંઘરી રાખવાની જે પ્રવૃત્તિ છે તેના કારણે એક કાયદો કે એક વ્યવસ્થાનો લાભ બીજા કાયદા કે બીજા વ્યવસ્થાને મળતો નથી. અને એના કારણે પણ લોકો પરિસ્થિતિનો ફાયદો ઉઠાવે છે. તમે હેરાન થશો, અમુક એવા જાગૃત લોકો છે કે જે આટલા પ્રકારની શીષ્યવૃત્તિ લે છે. અને તમને લાગે છે કે તમે એકને આપી રહ્યા છો. હકીકતમાં એક જ વ્યક્તિ આઠ જગ્યાથી પહોંચે છે. જ્યારે આધારથી ચકાસ્યું તો ધ્યાનમાં આવ્યું કે આ વર્ગનો આ પણ ફાયદો ઉઠાવે છે. આ સ્તરનો આ પણ ફાયદો ઉઠાવે છે. આ સ્તરનો આ પણ ફાયદો ઉઠાવે છે અને બીજા સાત જે હકવાળા હતા, તે રહી જાય છે. જો આપણે આ વ્યવસ્થાને ટેક્નોલોજીના માધ્યમથી જેટલું વધારે યોગ્ય કરી શકીશું, તો શક્યતા છે કે આપણે સામાન્ય માનવીના હકની જે ચીજો છે તેને કદાચ આપવામાં સફળ થઇ શકીશું.

હું જ્યારે એક વખત જોઇ રહ્યો હતો, ચંદિગઢમાં, ચંદિગઢમાં, મોટી સંખ્યામાં એક સ્તરથી ઉપરના લોકો રહે છે. જેમના ઘરમાં ગેસનું કનેક્શન છે, જેના ઘરમાં વિજળી છે. તેમ છતાં પણ ચંદિગઢને ત્રીસ લાખ લિટર કેરોસીનનો ક્વોટા છે. મને જણાવો તો ક્યાં જાય છે તે. તો અમે કહ્યું જરા જુઓ ભાઇ, જરા બારીકાઇથી જુઓ, તો તેમણે આધાર, ગેસ કનેક્શન, વિજળી બિલ આ બધાનો ટેક્નોલોજીથી તાળો મેળવ્યો, તો ધ્યાનમાં આવ્યું કે ફક્ત પાંચ હજાર પરિવાર જ એવા હતા કે જેમને જો ગેસ કનેક્શન આપવામાં આવે તો ચંદિગઢને સો ગ્રામ કેરોસીનની જરૂર પણ ન પડે. સરકારે અભિયાન ચલાવ્યું. તેમને ગેસ કનેક્શન આપ્યું. આજે ચંદિગઢમાં ત્રીસ લાખ લિટર કેરોસીન જતું હતું, તે બંધ થઇ ગયું છે. જે ડિઝલ ક્યારેક બ્લેક માર્કેટમાં વેચાતું હતું. હવે આપણે ચોરોને પકડવા માટે કેટલીય કમિટિઓ બનાવી હોત તો ખબર નહીં કે ક્યારે પહોંચ્યા હોત. પરંતુ આપણે એક એવા હલ તરફ ચાલીએ તો સ્થિતિ બદલી શકીએ છીએ.

આપણને બધાને ખબર છે કે નોકરી મેળવવા માટે લોકોએ શું – શું કરવું પડે છે. અને માતા – પિતાને લાગે છે કે કંઇ પણ થાય એક વખત સરકારમાં ઘૂસી જાય. ડ્રાઇવરના રૂપમાં જાય, પ્યુનના રૂપમાં જાય, કંઇ પણ, એક વખત અંદર જાય તો પછી તો બસ બાકી તો એ પોતાનું કરી લેશે. આ વિશ્વાસ માતા પિતાને હોય છે. આ એવી જગ્યા છે બાકી પોતાનું કરી લેશે. ઘણા લોકો છે પુત્રીના લગ્ન કરવા છે તો યાર જુઓ પીડબ્લ્યુડીવાળો ક્લાર્ક મળી જાય છે કે શું. આ સમાજમાં જે માનસિકતા બનેલી છે. અમે આવીને નિર્ણય લીધો કે ભારત સરકારમાં વર્ગ ત્રણ અને ચાર, કોઇ ઇન્ટરવ્યુ નહીં. હવે તમે મને જણાવો કે સાહેબ આ ઇન્ટરવ્યુનું શું કામ છે. આપણે શું આટલા મહાન વિદ્વાન છીએ કે ત્રીસ સેકન્ડમાં નક્કી કરી લઇશું કે હા આ કામ સારું છે કે ખરાબ. આ ઇન્ટરવ્યુ હોય છે, ત્રીસ સેકન્ડથી વધારે હું નથી માનતો આ ઉમેદવારને મળતો હશે. આ વર્ગ ત્રણ તથા ચારમાં. એનો મતલબ નોકરી કોને મળે છે જેની કોઇ ભલામણ કરવાની વ્યવસ્થા હોય. ભલામણ ક્યાંથી હોય છે. ભલામણ વાયા ખિસ્સામાંથી થાય છે. અમે કહ્યું ભાઇ ચલો બની શકે છે કે પાંચ – દસ ટકા એવા લોકો આવશે. જેમની આ કામ કરવાની પણ ક્ષમતા નથી. પરંતુ ઓછામાં ઓછું ખરાબીમાંથી તો આપણે આ વ્યવસ્થાને બચાવી શકીએ છીએ. અને આજે ભારત સરકારે વર્ગ ત્રણ તથા વર્ગ ચાર ઇન્ટરવ્યુની પરંપરા સમાપ્ત કરી દીધી છે. તેના મેરિટના આધાર પર જુઓ ભાઇ જે ટોપ પર છે. તેમને એક વખત લઇ લો. ગરીબ – વિધવા માના ઘરમાં જ્યારે પુત્રના ઓર્ડરનો કાગળ આવશે, તેને સંતોષ થઇ જશે. આ સંભવ છે, આ સંભવ છે.

બીજું સરકારમાં ગુપ્તતા નામની કોઇ ચીજ છે, તે ક્યારેક ક્યારેક મોટો ખતરો બની શકે છે. કોઇ કાયદો અમે લાવી રહ્યા છીએ. એવી ગુપ્તતા જાળવીએ છીએ એટલે કે એક ચેમ્બરમાંથી બીજી ચેમ્બર, વિભાગની ફાઇલ હશે તો તેને ખબર પણ નહીં પડવા દઇએ. કોઇ આવે તો બંધ કરી દઇએ છીએ. મેં કહ્યું કેમ ભાઇ ? અમે કહ્યું કે આ જેટલા પણ ડ્રાફ્ટ છે, તેને પબ્લિક ડોમેઇન પર મૂકી દો. લોકોને ચર્ચા કરવા દો, રસ ધરાવતો સમૂહ મેદાનમાં આવશે. તે કહેશે કે સાહેબ આ ખોટું કરી રહ્યા છો, બીજો કહેશે નહીં કે આ ખોટું કરી રહ્યા છો, ત્રીજો કહેશે આ ખોટું. જો આમ થાય છે તો, ઓછામાં ઓછો ડ્રાફ્ટ તો સારો બનશે. તાજેતરમાં તમે જોયું હશે કે ભારત સરકાર એવા જે પણ કાયદા વિશે વિચારે છે, તેની ડ્રાફ્ટ પોલીસી ઓનલાઇન કરવાનો આગ્રહ રાખ્યો છે. અને તેનું પરિણામ એ થઇ રહ્યું છે કે તમામ રસ ધરાવતા ગ્રૂપ પોતાના મંતવ્ય આપે છે. તેના બે ફાયદા છે. કોઇ સ્થાપિત હિત કારણથી કોઇ રચના થઇ રહી હોય તે અટકી જાય છે. અને બીજું ક્યારેક ઇમાનદારીથી પણ ધ્યાનમાં આવે છે. બે – ચાર બાબતો છૂટી જાય છે. લોકોના મંતવ્યના કારણે તે છૂટેલી બાબતો પણ સમાવેલી હોય છે. અને કુલ મળીને એક આવશ્યક યોગ્ય કાયદાની દિશામાં આપણે પગલા લઇ શકીએ છીએ. તે દિશામાં અમે પગલા લીધા તેનો સકારાત્મક લાભ મળ્યો છે. ત્રીજું મેં જોયું કે આ સમસ્યાના મૂળમાં એક બીજ છે. તે છે ભેદભાવ. અમે જ્યારે નિયમ બનાવીએ છીએ જેમાં અસ્પષ્ટતા રહે છે. એનો અર્થ એ પણ થઇ શકે છે, એનો અર્થ આ પણ થઇ શકે છે. પછી તો એ ભ્રષ્ટાચાર માટે દ્વાર ખોલી દે છે. અને એટલા માટે રાજ્ય નિતિ સંચાલન થવું જોઇએ. વ્યક્તિગતના બીમના આધાર પર.

રાજ્ય ન ચાલવું જોઇએ. રાજ્ય, નિતિ સંચાલિત છે, તો જો અને પણ માટે ઘણી સીમા મર્યાદા આવી જાય છે. અને જ્યાં જો અને પણ નથી હોતા, ત્યાં ભેદભાવ માટે કોઇ જગ્યા રહેતી નથી. બ્લેક એન્ડ વ્હાઇટમાં ઘરે બેસીને કહી શકે છે. આ મારો હક છે. આ મારા કામનું નથી, મને ન મળી શકે. મારે જાણવાની જરૂર નથી. અને હકમાં જેની પ્રાથમિકતા હશે તેને મળશે. જો આપણે નિતિ સંચાલિત રાજ્ય, તેની પર જેટલો ભાર મૂકીશું એટલું જ અર્થઘટન માટે કોઇ એક વ્યક્તિના હાથમાં નહીં આવે. કાયદો જાતે જ બોલતો હશે, નિયમ જાતે જ હોલતા હશે, વ્યવસ્થા સ્વયં બોલવા લાગશે. જેના હકનું હશે તેને એ મળી જશે. અને એટલા માટે અમારો પ્રયત્ન છે કે અમારી બધી જ બાબતો નિતિ આધારિત હોય, બ્લેક એન્ડ વ્હાઇટમાં હોય અને તેના જ કારણે કોઇને પણ અહીં તહીં કરવાનો અવકાશ ન રહે. જો આપણે આ બાબતો તરફ પણ જોર આપીએ છીએ. અને કાયદા બનાવતા સમયે પણ અમે વધારે લોકોના દિમાગનો ઉપયોગ કરીશું એટલો જ કાયદો વધુ સારો બનશે. ગુપ્તતા કોઇ ભાગ ભજવતી નથી. તે ત્રીસ દિવસ, ચાલીસ દિવસ માની લો કાયદા પહેલા ખબર પડી જાય, કોઇ એમાંથી મોટું…. હાં બજેટ બજેટ જેવી જોહવાઈ હોય છે, જેમાં સંભાળવું પડે છે. નહીં તો માલદાર કોઇ પહોંચેલો માણસ માર્કેટમાં જઇને પોતાની દુનિયાના ઊભી કરી લે. પરંતુ જે બાબતો વર્ષોથી ચર્ચામાં છે. તે અથવા તો કોઇને કોઇ રૂપમાં કાયદામાં પડેલી છે પરંતુ સુધારાની જરૂરીયાત છે. આ બાબતો એવી છે જેમાં સમાજના સામાન્ય માનવીને જોડવાથી તેમાં ધાર આવે છે, શુદ્ધતા આવે છે અને મોટાભાગે તે ઉપયોગી સિદ્ધ થાય છે અને એટલા માટે દિશામાં પણ પ્રયાસ કરવો જોઇએ.

ટેક્નોલોજીના ભરપૂર ઉપયોગનો મતલબ એ નથી કે ફક્ત આધાર કાર્ડ. આપણે માની લઇએ ચેક પોસ્ટ હોય છે. હવે જીએસટીની વાત કરી રહ્યા છીએ તે સંકટમાંથી નીકળી જશે. જુઓ જ્યાં જ્યાં ચેક પોસ્ટ પર સીસીટીવી કેમેરા નેટવર્ક છે અને કામ કરે છે. ક્યારેક ક્યારેક થાય છે કે સીસીટીવી કેમેરા નેટવર્ક તો લાગી જાય છે. તે લગાવવામાં રસ હોય છે. કારણ કે બીલ બને છે. પરંતુ ન ઇચ્છવામાં પણ રસ હોય છે. પહેલા મોટા ઉપાડે લગાવવું જેથી કામ થઇ જાય. પછી ન ચાલે ત્યારે કામ ચાલતું રહે. અને તેનું પરિણામ શું હોય છે. જ્યાં ચેક પોસ્ટ કાર્ય કરે છે, તમે જોયું હશે કે તેની આવક સારી હશે. જ્યાં ચેક પોસ્ટ છે, સીસીટીવી કેમેરા છે. બધું જ છે પરંતુ તે કાર્ય કરતા નથી. તમે અનુભવ કરશો કે આની અને તેની આવકમાં ઘણો મોટો ફેર હોય છે. ત્યાં રોડ હશે એક કિનારા પર એક ચેક પોસ્ટ છે. બીજા કિનારે બીજી ચેક પોસ્ટ છે. જે વાહન ત્યાં ગયું હતું, વાહન આવ્યું. પરંતુ તેની આવક સો રૂપિયા છે, તેની આવક પાંચ સો રૂપિયા. આ ફરક આવે છે. આપણે આ ચીજોને કેવી રીતે લાવી શકીએ છીએ. ટેક્નોલોજીનો જેટલો ઉપયોગ કરીશું. નિતિ સંચાલનની તે વ્યવસ્થા કરશે. આપણે શુદ્ધતા લાવી શકીએ છીએ.

એ વાત સાચી છે કે કાયદાની બીક મોટાભાગના લોકોને રહી નથી. સરકારમાં પણ કોઇ જાણે છે કે સસ્પેન્ડ થઇ જશે તો ભાઇ શું વાત છે અડધું તો આવવાનું જ છે ને. 50 ટકા તો આવવાનું જ છે ને પછી તો. પહેલા વિભાગીય પૂછપરછ તો તેમાં સંભાળી લઇશું, અને વિભાગીય પૂછપરછમાંથી નીકળી જઇશું તો પછી પાછા આવી જઇશું જો જૂનું જે બાકી અટકી પડ્યું છે તે મળી જશે. એવી વ્યવસ્થાઓ એક બીજાની સાથે જોડાયેલી છે. જેના કારણે જે ઇમાનદારીથી લડાઇ લડી રહ્યો છે. ઇમાનદારીથી કંઇ કરવા માગે છે, તેને વધારે તકલીફ પડે છે. તો વ્યવસ્થામાં દરેકની આંખમાં ખટકે છે. આ ક્યાં યાર આપણા વિભાગમાં આવી ગયો. તેણે તો કંઇ કરવું નથી અને આપણને જીવવા દેતો નથી. આ મુસીબત આવે છે. અને એવી મુસીબત ભોગવનારા પણ ઘણા સરકારી અધિકારીઓ છે. તેમને મુસીબત એટલા માટે નથી કે તે બેઇમાન છે. તેમની મુસીબત એટલા માટે છે કે તે ઇમાનદાર છે. અને ત્યારે સરકારનું કામ બને છે. ઇમાનદારોને સુરક્ષા આપવી. ઇમાનદારને હક આપવો. અને તેની પર આપણે જેટલું જોર આપીશું અને પારદર્શકતાથી. તમે જુઓ સામાન્ય માનવી બેઇમાન નથી. સામાન્ય સરકારી અધિકારી બેઇમાન નથી. ઘણો મોટો વર્ગ છે, જે ઇમાનદારીથી પોતાની જિંદગી વિતાવી રહ્યો છે. પરંતુ અમુક લોકો એવા છે જેમના કારણે આ છાપ બનેલી છે. અને સામાન્ય માનવીને પણ લાગે છે કે બની શકે છે કે મારું કામ એટલા માટે નથી થયું કારણ કે મારો હક નહોતો. એટલા માટે ન થયું. અહીં મેં કોઇને પૈસા આપ્યા નથી. અમુક લોકો તો એવા રહે છે. બજારમાં થેલો લઇને ફરતા રહે છે. અચ્છા જી તમારો ઇન્ટરવ્યુ આવ્યો છે, પચાસ હજાર રૂપિયામાં નોકરી થઇ જશે. અને એવા ઇમાનદાર હોય છે સાહેબ નોકરી ન અપાવી શક્યા તો પચાસ હજાર પરત આપી દે છે. હવે સો લોકોમાંથી પાંચ લોકો આપે છે. તો કોઇ તો પાસ થવાના જ છે ને. તે પાંચના તો તેને પચાસ – પચાસ હજાર રૂપિયા તેને મળી ગયાને. બાકી 95ના પરત આપી દીધા. ઇમાનદારીનો ઠેકો ચાલુ રહે છે. એવા કારોબારીઓએ તબાહી મચાવેલી છે.

અને એટલા માટે કાયદો મુશ્કેલ છે હું જાણું છું. પરંતુ પ્રયત્ન કરતા રહેવું જોઇએ. ખૂબ જ વાતો એવી હશે જે આપણા પણ ધ્યાનમાં આવતી નહીં હોય, યાર કેવી રીતે થયું હશે ? શું કામ કરતો હશે ? ક્યારેય ખબર પડતી નથી. પરંતુ આપણે જો આ સ્તર પર જાગૃત છીએ. દરેક સ્તર પર આપણે પોતાની સકારાત્મક ભૂમિકા અદા કરવાનો પ્રયાસ કરીએ છીએ તો સંચિત પ્રભાવ આજે પણ દુનિયામાં ઇમાનદાર દેશ છે, તો હિન્દુસ્તાન કેમ ન હોઇ શકે. આ ઠીક છે કે અત્યારે સીવીસી જણાવી રહ્યા હતા કે પહેલા લગભગ સો નંબરની પાસે હતા, અત્યારે લગભગ 76ની પાસે આવ્યા છીએ. સુધારો થયો છે. પરંતુ આટલા સુધારા પછી પણ, આપણે સંતોષ ન માનવો જોઇએ. આપણે વધારે સુધારા માટે અને વધારે સતર્કતાની રાહ પર જવું જોઇએ. અને ત્યારે જઇને આપણે સારું પરિણામ આપી શકીએ છીએ.

આ સરકારનો ઉદ્દેશ્ય છે એવી શક્તિઓને બળ આપવું, સરકારનો ઉદ્દેશ્ય છે સામાન્ય નાગરિકો તથા ક્યારેક સામાન્ય નાગરિકને અસુવિધા થાય તો તે સહન કરવા માટે તૈયાર રહે છે. આ બૂમાબૂમ કરનારા અમુક જ લોકો હોય છે. જેમના પગની નીચે પાણી આવે છે તો પણ તે બૂમાબૂમ કરે છે. જેથી સામાન્ય માનવી સારી ચીજોની સાથે ચાલવા માટે તૈયાર થાય છે. અમે તે સામાન્ય નાગરિકની તરફ જોઇને ચાલીશું. તો સારાઇને વધારવામાં ખૂબ જ તાકાત મળશે. સમાજનો પણ સહયોગ મળશે. અને સમાજનો સાથ મળે તો પરિણામ પણ સારું મળશે.

હું ફરીથી એક વખત જન ભાગીદારીની સાથે સતર્કતાના અભિયાનને આગળ વધારવાના આ પ્રયાસ માટે સમગ્ર ટીમને અભિનંદન આપું છું. તેમનું અભિનંદન કરું છું. અને મને વિશ્વાસ છે કે સપ્તાહભરનો પ્રયત્ન લાખો લોકોને તમારી સાથે જોડવાના કામમાં આવ્યો છે. અને હવે ત્રણ નહીં લાખો લોકો તમારી સાથે જોડાયેલા છે. અને સારા પરિણામ માટે એક સંભાવનાને જન્મ આપ્યો છે. મારી ખૂબ – ખૂબ શુભકામનાઓ. ખૂબ – ખૂબ ધન્યવાદ.