Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સફાઇગીરી સમિટ એવોર્ડ્સ 2015 દરમિયાન પ્રધાનમંત્રીનું સંબોધન

સફાઇગીરી સમિટ એવોર્ડ્સ 2015 દરમિયાન પ્રધાનમંત્રીનું સંબોધન

સફાઇગીરી સમિટ એવોર્ડ્સ 2015 દરમિયાન પ્રધાનમંત્રીનું સંબોધન

સફાઇગીરી સમિટ એવોર્ડ્સ 2015 દરમિયાન પ્રધાનમંત્રીનું સંબોધન

સફાઇગીરી સમિટ એવોર્ડ્સ 2015 દરમિયાન પ્રધાનમંત્રીનું સંબોધન

સફાઇગીરી સમિટ એવોર્ડ્સ 2015 દરમિયાન પ્રધાનમંત્રીનું સંબોધન

સફાઇગીરી સમિટ એવોર્ડ્સ 2015 દરમિયાન પ્રધાનમંત્રીનું સંબોધન

સફાઇગીરી સમિટ એવોર્ડ્સ 2015 દરમિયાન પ્રધાનમંત્રીનું સંબોધન

સફાઇગીરી સમિટ એવોર્ડ્સ 2015 દરમિયાન પ્રધાનમંત્રીનું સંબોધન

સફાઇગીરી સમિટ એવોર્ડ્સ 2015 દરમિયાન પ્રધાનમંત્રીનું સંબોધન

સફાઇગીરી સમિટ એવોર્ડ્સ 2015 દરમિયાન પ્રધાનમંત્રીનું સંબોધન

સફાઇગીરી સમિટ એવોર્ડ્સ 2015 દરમિયાન પ્રધાનમંત્રીનું સંબોધન

સફાઇગીરી સમિટ એવોર્ડ્સ 2015 દરમિયાન પ્રધાનમંત્રીનું સંબોધન

સફાઇગીરી સમિટ એવોર્ડ્સ 2015 દરમિયાન પ્રધાનમંત્રીનું સંબોધન

સફાઇગીરી સમિટ એવોર્ડ્સ 2015 દરમિયાન પ્રધાનમંત્રીનું સંબોધન


ઉપસ્થિત તમામ મહાનુભાવ,

મારી શક્તિની ખૂબ જ ચર્ચા છે આજે. જોકે ગળું ખરાબ છે. અને ખરાબ એટલા માટે છે કે સવારથી હું નીકળ્યો છું, ઘણા ભાષણો કરીને આવ્યો છું. એનો થોડો તો પ્રભાવ રહેશે જ, કાલે સારું થઇ જશે. અરુણ જી એક વખત મને મળવા આવ્યા અને એમ જ કંઇક વાત નીકળી અમારા સ્વચ્છતાના સંબંધમાં, અને વાત વાતમાં મેં કંઇક વાતો તેમને જણાવી. જોકે હું હેરાન છું કે તેમણે દરેક વાતને લેટર અને સ્પિરિટમાં પકડ્યાં, તેમની પાછળ લાગી ગયા અને લોકોને પ્રેરિત કર્યા, લોકોને જોડ્યા. હું તેમના આ પ્રયાસ માટે તેમને હ્દયથી ખૂબ જ અભિનંદન કરું છું ધન્યવાદ કરું છું.

જે મહાનુભવોને આજે એવોર્ડ મળ્યો છે, મને તેમને સન્માનિત કરવાની તક મળી છે. મને વિશ્વાસ છે કે તમે લોકોએ જે કામ કર્યું છે તે ઘણા લોકો માટે પ્રેરણાનું કારણ બનશે અને એ સિલસિલો ચાલતો જ રહેશે. તમારી સિદ્ધિ આગામી દિવસોમાં હજી ઘણા વધારે લોકોને આ કામ કરવાની પ્રેરણા આપશે અને એટલા માટે જ હું તમને અભિનંદન આપું છું, જોકે હું તમારી પાસેથી એ અપેક્ષા પણ રાખું છું કે જ્યાં પણ તક મળે, તમે લોકો આ વિષય દર્શાવો, તમારો અનુભવ શેર કરો, જે પ્રકારે તમે આ કામ કર્યું, કેવી રીતે અમલમાં લાવ્યા, કેવું પરિણામ મળ્યું, તે ખૂબ જ પ્રેરણાનું કામ કરવાનું છે. આજે તમામ કલાકાર મિત્રોએ રંગ જમાવ્યો છે, મારી પાસે તો એટલો સમય નથી, હું લાભ લઇ શક્યો નથી પરંતુ આ તમારું યોગદાન છે. દેશની યુવા પેઢીને કામ કરવા માટે પ્રેરિત કરશે. હું તમને સહુંને અભિનંદન પાઠવું છું કે તમે આ કામને માથે લીધું.

હું જોઇ રહ્યો છું કે અ એક કાર્યક્રમ એવો છે, સ્વચ્છ ભારત, જેમાં લગભગ લગભગ તમામ લોકો મદદ કરે છે. વિશેષ કરીને મીડિયા, ખાસ કરીને ઇલેક્ટોનિક મીડિયાએ એક ચળવળ ચલાવી છે અને એ ચળવળમાં સરકારની સામે કંઇ જ નહોતું. લોકોને દેખાડતા હતા, તે કચરાપેટી છે, છતાં પણ તે કચરો બહાર ફેંકે છે. કેમેરાવાળા દર્શાવતા હતા, પછી તેને કેમેરાવાળા પકડતા હતા અને તે શરમ અનુભવતો હતો. બીજા લોકોને પણ લાગતું હતું કે, હાં કચરાપેટી છે તો આપણે કેમ નાંખતા નથી, સ્વચ્છતા મૂળ: સ્વભાવનો વિષય છે. એને એક વખત સ્વભાવ બની જાય તો પછી તમે ક્યારેય ગંદકી બર્દાસ્ત કરશો નહીં, ક્યારેય નહીં કરો. દુર્ભાગ્યથી આપણા દેશની અમુક વિશેષતાઓ છે. આપણે અહીં સમજમાં પર્સનલ હાઇજીન આ વિષયમાં ખૂબ જ મોટી જાગૃતતા રહી છે. જોકે સામાજિક હાઇજીનમાં ઉદાસિનતા છે. તમે જોયું હશે કે જૂના ઘરોમાં બુજુર્ગ હશે. તમે બહારથી આવશો તો કહેશે કે પહેલા પગ ધો, હાથ ધો, પછી ઘરમાં આવજો. જૂતા બહાર રાખીને આવો, અંદર ન આવો. તેમના મનમાં ધાર્મિક કારણો હતા, પરંતુ તે મૂળરૂપે એક પરંપરા છે. નાની વાત હશે કે હાથ ધો, ફલાણું ન કરો, પેલું ન કરો. આ પરિવારમાં જે જૂની પેઢીના લોકો હશે તેમના ઘરોમાં તમને ધ્યાનમાં આવ્યું હશે, શહેર હોય કે ગામ હોય પર્સનલ હાઇજીનમા ખૂબ જ મોટા જાગૃત સમાજને પણ મહત્વ આપવું જોઇએ. જો આપણે આ નહીં કરીએ, બીજું…દેશ આઝાદ થયા બાદ આપણા દેશમાં એક કમી રહી છે. કમી એ છે કે આઝાદીના આંદોલનના કારણે એક માહોલ બન્યો હતો જોકે સાથે-સાથ દિમાગમાં ફિટ થઇ ગયું હતું કે હવે અમારે કંઇ કરવું નથી, દેશ આઝાદ થઇ ગયો, હવે બધુ સરકાર કરશે અને એ એવું દિમાગમાં આવ્યું હતું કે ગામમાં એક નાનો ખાડો હોય, તો સમગ્ર ગામના નેતા લોકો મળીને એક જીપ ભાડે કરશે, 100 કિલોમીટર દૂર જિલ્લા મુખ્યાલય, રાજ્ય મુખ્યાલય પર જશે. અને એક આવેદનપત્ર આપશે કે અમારા ગામમાં અહીં એક ખાડો છે. હવે જે ભાડાના પૈસાથી જ આ ખાડો ભરી દેવાયો હોત તો કામ પણ થઇ ગયું હોત.

જો આઝાદીના આંદોલન બાદ આ જુસ્સો હતો, એ આ બાજુ જો ફરી ગયો હોત તો કે જેમાં આપણે દેશ બનાવવાનો છે. હું વિશ્વાસથી કહું છું કે જે દેશમાં એટલી તાકાત છે. 1960 આવતા આવતા તો આ દેશને બનાવી દીધો હોત દેશના લોકોએ, જોકે બધુ ઉલટું થઇ ગયું, એ કરશે, એનું કામ છે, તે શું કરી રહ્યો છે, કેમ કરતો નથી, આ…આવશક્યતા છે અત્યારે સ્વચ્છ ભારત અભિયાનની પૂંજી શું છે, ચાવી શું છે. જો જે દિવસે લાગશે કે સરકારનો કાર્યક્રમ છે, એ ક્યારેય સફળ થશે નહીં. જે દિવસે લાગશે કે આ મોદીનો કાર્યક્રમ છે તો બિલકુલ નિષ્ફળ થઇ જશે.

જો આ રાજકિય દળનો કાર્યક્રમ બને છે, આ સરકારનો કાર્યક્રમ બને છે, તો હું માનું છું કે આપણે એટલું નુકસાન કરીશું આ કામમાં કે જેની કલ્પના નથી કરી શકતા. આ તમામનો કાર્યક્રમ બનવો જોઇએ. પ્રધાનમંત્રીને પણ ક્યારેય કચરો ફેંકવાનો હક નથી. અને કોઇ નાના નાગરિકને પણ હક નથી, આ માહોલ જ્યાં સુધી બનશે નહીં, આપણે દેશને એવી સ્થિતિમાં લાવી શકીશું નહીં. હું જાણું છું આ જે મેં એક દિવસ લાલ કિલ્લા પરથી આ વિષયને પ્રસ્તુત કર્યો હતો, હું કંઇ વિચારીને કે કાગળ પર મોટો કાર્યક્રમ બનાવીને નહોતો ગયો અને મને એ જામતું પણ નથી, એ મારી આદત પણ નથી. મન થયું તો મેં કહી દીધું. જોકે એ વખતે મને અંદાજ આવી ગયો હતો. એક તરફ ભાષણ ચાલતું હતુ અને એક તરફ વિચારણા ચાલતી હતી કે આ મેં ખૂબ જ મોટું રિસ્ક લીધું છે. મારા વાળ ઉખાડી નાંખશે. પરંતુ આ રિસ્ક મેં લીધું છે. અમને મને લાગે છે કે ગાંધીજીથી મોટી પ્રેરણા બીજી કોઇ ન હોઇ શકે આ વિષય પર. ગાંધીજીની 150મી જયંતિ 2019માં છે. શું આપણે ગાંધીજીની એક ઇચ્છા પૂરી ન કરી શકીએ? ગાંધીજીએ આપણને શું નથી આપ્યું ? આજે આપણે જે કંઇ પણ છીએ તે મહાપુરુષના કારણે જ છીએ. અને આપણે કલ્પના પણ કરી શકતા નથી. એટલી મોટી માત્રામાં ચાલી પડ્યું છે. દેશ આઝાદ થયા બાદ મારી ભૂલ હોય તો મને માફ કરજો, જે લોકો મારી પાછળ ખૂબ જ બારીકાઇથી એનાલિસિસ કરે છે, તે લોકો…જોકે મારું માનવું છે કે દેશ આઝાદ થયાં બાદ સાંસદમાં ક્યારેય પણ સ્વચ્છતા અંગે ચર્ચા થઇ નથી. મારો આવો મત છે, જોકે છેલ્લા એક વર્ષમાં કોઇ સત્ર એવું નથી કે સ્વચ્છતા અંગે કોઇ ચર્ચા થઇ ન હોય. અમારી પીટાઇ પણ થઇ છે. કોઇ કલ્પના કરી શકે છે, આ મીડિયા…બાકી વેપાર તો છે જ, બિઝનેસ છે… ફક્ત બ્રેકિંગ ન્યૂઝ જ નથી, જાહેરાત વગર કાર્યક્રમ ચલાવ્યો. એ ક્યારેય વિચાર્યું હતું કે સફાઇ માટે આટલા બધા કલાકાર, આટલા બધા લોકો, આજે દિવસભર એક જ મંત્ર..,સફાઇ…સફાઇ..સફાઇ. આ પહેલા ક્યારેય થયું નહીં હોય. જો કોઇ પ્રમાણપત્ર એની સફળતાનું હશે તો એ છે કે મને જેટલા પણ લોકો મળે છે એમાંથી એક વાત મને સાંભળવા માટે મળે છે. કહે છે, મોદી જી, તમે મારું જીવન હરામ કરી દીધું છે, મેં પૂછ્યું શું થયું ? કહે છે મને પહેલા મસાલો ખાવાની આદત હતી, પરંતુ મારો પૌત્ર મને થૂંકવા દેતો નથી, તે મોદી મોદી કરે છે. હવે જે લોકો આ ક્ષેત્રમાં છે તેમને ખબર છે. એવું નથી કે મોદીએ આવીને સ્વચ્છતાનો વિષય લીધો છે. ઘણા લોકો જેમણે આ કામમાં જ પોતાનું જીવન ખપાવ્યું છે. કેટલાય ગાંધીયન લોકો છે, જીવન ખપાવી દીધું છે. તેમને બધાને સમજમાં આવે છે, આ વસ્તુનો કેટલો ફાયદો થશે.

આપણે જોયું હશે કે આપણા દેશમાં બોરવેલમાં જો એક બાળક પડી જાય, હવે તો ટીવીવા‌ળા સમય કાઢતા નથી, જોકે પહેલા તો તમામ ટીવી કેમેરા ત્યાં જ જતા રહેતા હતા. હવે તે શ્વાસ લઇ રહ્યો છે. આંખો હલાવે છે, આર્મી થોડા સમયમાં પહોંચશે. નેતા લોકો આવ્યા છે, જોકે લોકો નેતા પર ગુસ્સો કાઢી રહ્યા છે. આ બધું તેમના સ્થાને રહેશે. લગભગ 24 કલાક અને જેટલો સમય નિકાળવામાં લાગતો હતો, અહીં પણ કોમેન્ટ્રી ચાલતી હતી. અને મેં જોયું હતું કે પરિવારોમાં માતાઓ ટીવી સામેથી ખસતી નહોતી. ખાવાનું પકવતી નહોતી અને રોવા લાગતી હતી કે બાળક જીવતો નીકળ્યો કે નહીં, બાળક જીવતો નીકળ્યો કે નહીં, આ સમગ્ર દેશમાં આપણને યાદ હશે આ દ્રશ્ય તમને. એક બાળક બોરવેલમાં મરી રહ્યો છે, કે મરવાની સંભાવના પેદા થઇ છે. દેશને બેચેન બનાવી દેતો હતો, જોકે આપણને શું ખબર છે કે ગંદકીના કારણે, ગંદા પાણીના કારણે, ગંદકીની વચ્ચે રહેવાના કારણે દરરોજ એક હજાર બાળકો મરે છે. હવે મને કહો કે આ સ્થિતિ આપણે ક્યાં સુધી ચાલવા દઇશું. એક ગરીબ પરિવારને ગંદકીના કારણે ફેલાયેલી બિમારીઓના કારણે સરારેશ સાત હજાર રૂપિયા ખર્ચવામાં આવે છે. જો એના જીવનમાં સાત હજાર રૂપિયા બચી જાય, મતલબ કે સરેરાશ મહિનાના 500 રૂપિયા બચી જશે.

જો આપણે આ વિષયને એ રીતે જોઇએ તો આપણને ખબર પડશે કે આપણે ગંદકી કરવાનો કોઇ અધિકાર નથી. આ આપણી જવાબદારી છે અને આ કામ આ સરકાર નહીં, તે મ્યુનિસીપાલિટી કરે છે. એ વિવાદોથી જો દેશનો, સાચ્ચે ગાંધીજીને યાદ કરવા છે તો હું તમામને એ જ પ્રાર્થના કરીશ, શરૂઆતમાં જેણે જે ટીકા કરવી હતી તે કરી દીધી. જોડાઇ શકતા હતા તો જોડાયા, તો આપણે તેની મજાક ન ઉડાવીએ. મને યાદ છે કાશીમાં તમે આ અસ્સી ઘાટને જ એવોર્ડ આપ્યો હતો, ત્યાં એક પ્રભુ ઘાટ છે. એક નાગાલેન્ડની બાળકી જે કાશીમાં આવીને અભ્યાસ કરી રહી હતી. અને તેને એમાં મન લાગી ગયું, તે પ્રભુ ઘાટની સફાઇમાં લાગી ગઇ. ધીરે-ધીરે યુવાન લોકો પણ જોડાતા ગયા. તમે જઇને જો જો. પ્રભુ ઘાટ,…આ શું સફાઇ કરી છે, આ બાળકોએ. તમામ યુવાન લોકો છે. BHU (Banaras Hindu University)ના વિદ્યાર્થીઓ જાય છે, સફાઇ કરે છે. જોકે અમુક લોકોને ખબર નહીં તેમાં શું મજા આવે છે, સવારે જઇને કંઇક ગંદકી કરી આવે છે. અને આ રોવા લાગતી હતી કે આટલી મહેનત કરી અને પાછી ગંદકી કરી દીધી. પછી ફરીથી ઉઠાવતી હતી, ફરીથી સાફ કરતી હતી. કેટલું સમર્પણ હશે. જ્યારે હું એક તમામ યુવાનોને મળ્યો, મારા માટે એક પ્રેરણા હતી, કે કેવો ફેરફાર આવી રહ્યો છે. અત્યારે બેંગલોરની સ્કૂલના બાળકોએ એક એપ્લિકેશન બનાવી અને અમેરિકામાં એક સ્પર્ધામાં તેમને આમંત્રણ મળ્યું હતું અને તેઓ એવોર્ડ જીતીને આવી છે. એપ શું છે — તમે કચરો લેવાવાળા માટે પણ અને આપવાવાળા માટે પણ સ્થાન છે. એક માર્કેટ ઉભું કરી દીધું છે એણે એપ દ્વારા. અને તમામ આઠમા, નવમા ક્લાસના વિદ્યાર્થીઓ છે, બેંગલોરની એક શાળાના. હાલમાં જ અમેરિકા જઇને આવ્યા છે, તેમને એવોર્ડ મળ્યો છે.

એટલે કે એટલા પ્રકારના લોકો આ કામમાં લાગ્યા છે. મને કાલે જ કોઇએ જણાવ્યું હતું, અમારા વૈંકેયા જી કહી રહ્યા હતા. અમદાવાદમાં કોઇ 102 વર્ષની કોઇ વયોવૃદ્ધ માતાજી છે. તે સવાર ઉઠીને નીકળી પડે છે પોતાના મહોલ્લામાં. કચરાપેટી છે કે નહીં, એ તેનું મિશન છે, કચરાપેટી છે કે નહીં, કચરાપેટીમાં નાંખો, કચરાપેટીની બહાર ન નાંખો. 102 વર્ષની ઉંમર. આજે જુઓ વાતાવરણ જુઓ. કોઇ દિકરી એમ કહી દે કે એના ઘરમાં ટોઇલેટ નથી, તો હું લગ્ન નહીં કરું. એવી ઘટનાઓ થઇ રહી છે. એક માતા પોતાની બકરી વેચીને પણ એમ કહે છે કે મારે ટોઇલેટ બનાવવું છે. ફેરફાર આવી રહ્યો છે. અને આ એક જન આંદોલનમાં પરિવર્તિત થઇ રહ્યું છે, તો એનું એક પરિણામ મળી રહ્યું છે. આજે પણ આપણાં ત્યાં ખુલ્લામાં શૌચ જવું પડે છે. દુનિયામાં 60 કરોડ લોકો, વર્લ્ડ બેન્કનો આ રેકોર્ડ કહી રહ્યો છે કે 60 કરોડ લોકો ખુલ્લામાં શૌચ કરે છે. અને તે તમામ બિમારીઓના મૂળ ત્યાંથી જ શરૂ થાય છે.

શૌચાલય બનાવવાનું અભિયાન ચલાવાયું છે, મેં જ્યારે વિષય લીધો તો સરકારમાં પણ થોડો…કારણ કે આ સરકારના કોઇ વિષય હતા જ નહીં. બજેટ-બજેટ ચાલતું હતું. મેં કેપેસિટી બિલ્ડિંગનું કામ કર્યું. 200 કલેક્ટરની ટ્રેઇનિંગ કરી ચૂક્યો છું. દેશમાં 600થી વધારે જિલ્લા છે. તમામને બોલવવા માગું છું અને તેમની આખી ટ્રેનિંગ કરાવું છું. કારણ કે કેપિસિટી એક મોટી આવશક્યતા છે. જોકે અમે બધાએ ખેંચી ખેંચીને ગામની અંદર 60 લાખ મુતરડીઓ બનાવવાનો સંકલ્પ લીધો છે, સરકારે, અને કાલે જ્યારે હું રિપોર્ટિંગ લઇ રહ્યો હતો. મેં કહ્યું હતું કે જુઓ હવે કાલે 2 ઓક્ટોબર છે કહો કે ક્યાં સુધી પહોંચ્યા. તો મને કહેવામાં આવ્યું કે 95 લાખ મુતરડીઓ તેમણે પૂરી કરી દીધી છે. 60 લાખનો લક્ષ્યાંક રાખવામાં તેઓ ડરી રહ્યા હતા અને આ ફેરફાર આવ્યો છે. સ્કૂલમાં લગભગ 4 લાખ 15 હજાર મુતરડીઓ, કન્યાઓ માટે સમય-સીમામાં બની ગઇ છે. રેલવેએ લગભગ 5700ની મુતરડીઓ, બાયો- ટોઇલેટથી બદલી દીધી છે, કારણ કે જો ટ્રેન આવે તો રેલવે ટ્રેક પર છોડીને જતી રહેતી હતી અને પછી આગળ.

હવે એ ચાલી રહ્યું હતું કે, કોણ, ક્યાં, ધીરે-ધીરે એમાં..હવે કંઇક એક વાત છે, કોઇ પણ કહી શકે છે કે શું થયું? એ સવાલ ઉભો થાય છે. સરકારે પણ જવાબ આપવો પડશે, ભાગી ન શકાય. જોકે હું ચાર અમારી બરાબરીની વાતોનો ઉલ્લેખ કરવા માગીશ. એક સિંગાપોર, મલેશિયા, થાઇલેન્ડ અને સાઉથ કોરિયા. ખૂબ ખૂબ નાના-નાના દેશ છે, મોટા દેશ નથી. આપણા એક રાજ્યથી પણ નાના છે. સિંગાપોરમાં ત્યાંના પ્રધાનમંત્રીએ 1959માં સૌથી પહેલા, 59માં તેમણે સિંગાપોરની સફાઇ માટે તેમણે વિષય શરૂ કર્યો હતો. અને ત્યારે તો એ નાનું માછીમારોના ગામ જેવું જ હતું, ત્યારે સિંગાપોર 59માં. જોકે 1968 સુધી ન થયું. પ્રધાનમંત્રી સતત આ વિષયને કહેતા રહેતા હતા, પ્રયત્ન કરતા રહેતા હતા. 68માં એ જ પ્રધાનમંત્રી લી કૌન યેવ સ્વયં પોતાને જ આ કામ કરવાનું બીડું ઝડપ્યું હતું. 1959 એટલે કે લગભગ 60 વર્ષથી લઇને આજે આપણે જે સિંગાપોર જોઇએ છીએ એ સતત એક લાંબા પુરુષાર્થનું પરિણામ છે. એ જ પ્રકારથી મલેશિયાના પ્રધાનમંત્રી તેમણે પણ 60માં આ વિષયને શરૂ કર્યો હતો અને તેમણે નાગરિકોને તેમની પાસે થોડી કાયદાકિય તાકાત પણ હતી. આપણે અહીં તો મુશ્કેલ છે. જોકે તેમની પાસે એ પણ તાકાત હતી તેમને પણ 60માં શરૂ કર્યું હતું, 1960માં શરૂ કર્યું હતું. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આ કામ ચલાવવામાં આવ્યું હતું. જન ભાગીદારીનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. આજે મલેશિયા એ સ્થિતિમાં એટલા વર્ષો બાદ આવ્યું છે. થાઇલેન્ડના કિંગે પોતે જ આ સફાઇ અભિયાનનું બીડું ઝડપ્યું હતું. તેમણે ઝાડું ઉઠાવ્યું હતું, નિકળી પડ્યા હતા. તે પણ 1960માં તેમણે કર્યું હતું. સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિએ 1960માં. આ ચારેય કામ એક સાથે શરૂ કરાયું હતું સફાઇનું. જોકે આજે આપણે એમની સફાઇ અને સારો દેશ જોઇ રહ્યા છીએ તે આવતા આવતા 2015 આવી ગઇ છે.

આપણો દેશ કેટલો મોટો છે એનો આપણને અંદાજો નથી, આપણી આદતો કેવી છે એનો અંદાજો છે, દેશ કેટલો મોટો છે એનો અંદાજો નથી, આપણી આદતો કેવી છે, આપણને ખબર છે, આપણી કઠિનાઇઓ કેવી છે, ખબર છે. જોકે ગાંધીજી એક એવી પ્રેરણા છે કે સવાસો કરોડ લોકો જો નક્કી કરી લે કે આપણે ચાલવું છે, આપણે ચાલી શકીએ છીએ. આ એક વિષય હિન્દુસ્તાન એક વિષય રાજનીતિથી અલગ કરી દો, તમે જોશે કે ફેરફાર આવવાનો શરૂ થઇ જશે. તમામને લાગશે. આજે ગામની પાસે એટલા રૂપિયા છે કે, તમે કલ્પના નહીં કરી શકો. જો તેઓ ઇચ્છે તો એનો ઉપયોગ કરી શકે છે. શહેરો માટે ગામ માટે અને મોટાભાગે આપણે જોયું છે, આદતો આપણી સૌથી મોટી મુશ્કેલી છે. આપણો સ્વભાવ ચાલે છે, યાર ચાલે છે, કરે છે. જો એક વખત આપણે માહોલ બનાવી દઇએ અને આજકાલ બન્યો છે. મેં જોયું છે કે અમુક લોકો મને કહે છે કે તે કાર લઇને કોઇ જાય છે, પરંતુ કાચની બહાર બોટલ ફેંકી તો બીજો દોડે છે અને કારને રોકી દે છે, તે નીચે ઊતરે છે અને કહે છે ઉઠાવો, બોટલને ઉઠાવો, એવું કેમ કર્યું. આ માહોલ બની રહ્યો છે. અને સૌથી વધારે મને તાકાત મળી છે. યુવા પેઢીથી મળી છે. બાળકોથી મળી છે. તેમણે એ વિષયને બરાબર પકડ્યો છે. આપણે આ વાતને આગળ વધારીશું તો મને વિશ્વાસ છે કે મોટી સંખ્યામાં ફેરફાર લાવી શકીએ છીએ.

વેસ્ટથી વેલ્થનો એક મોટો વ્યવસાય ઉભો થયો છે. ખૂબ જ ઓછા લોકોએ વિચાર્યું હશે કે આ પણ એક બિઝનેસ થઇ શકે છે. આજે તે ખૂબ જ મોટો વ્યવસાય છે અને મોટી સંખ્યામાં લોકો આ વ્યવસાયમાં આવી રહ્યા છે. આજે સફાઇ કરવા માટે અલગ પ્રકારના લોકો મળી રહ્યા છે. ટેક્નોલોજી ઉપલબ્ધ થઇ રહી છે. તો વેસ્ટ ટુ વેલ્થ આ સફાઇમાં થવાનું છે અને ફેરફાર આવવાનો છે, એનો લાભ પણ મળશે.

ક્યારેક ક્યારેક હું નાની-નાની વાતો પણ કહું છું કે ભાઇ ઠીક છે જેમ કે હું કંઇક વિમેન સેલ્ફ હેલ્પ ગ્રૂપ કાર્યકર્તાઓને મળ્યો હતો. તો તેમને મેં એમ જ એક સલાહ આપી હતી, બાદમાં તેમણે શરૂ કર્યું હતું. મેં તેમને સમજાવ્યું હતું કે મંદિરનો આ જેટલો પણ કચરો છે એ તમે ઉઠાવો. ફૂલ હોય છે વધારેમાં વધારે અને તેમાંથી તેમને અગરબત્તી બનાવતા શીખવાડ્યું હતું, સુગંધ કુદરતી રીતે મળી ગઇ તેમની ગાડી ચાલી નીકળી. વેચાઇ જાય છે અને મંદિરોની સફાઇ થઇ જાય છે. કમાણી કરનારાઓની કમાણી થવા લાગી. મેં હાલમાં જ લોકોને આગ્રહ કર્યો છે કે જો નાના-નાના નગર છે તો નાના નગરને બે કિલોમીટર, ત્રણ કિલોમીટરના વિસ્તારમાં આપણે નાના-નાના ખાડા ખોદીએ. અને અળસિયાં લાવીને રાખીએ અને શહેરનો કચરો પણ એમાં નાંખીએ. તે જાતે જ એટલા મોટા સફાઇ કર્મચારી છે આ અળસિયાં કચરાને ખાતરમાં ફેરવી દે છે અને એ ખાતર વેચીને તમે કમાણી કરી શકો છો. એ નાના નગરની નજીક આ અળસિયાઓનો ઉપયોગ કરી દેવામાં આવે તો ખૂબ જ મોટી સંખ્યામાં સુખ મળે છે. દરેક ચીજવસ્તુઓ માટે મોટી વસ્તુઓની જરૂર હોય છે એમ નથી હોતું. સામાન્ય ચીજોથી પણ પેરફાર આવી શકે છે. આપણે આ ફેરફાર પર જો ભાર આપીએ તો આપણે પરિસ્થિતિ બદલી શકીએ છીએ.

આપણા દેશમાં રિસાઇકલ છે, આ કોઇ પશ્ચિમનો વિષય નથી. આ ભારતના મૂળ સ્વભાવમાં જ હતું. ફેંકી દેવાનું આપણી સંસ્કૃતિનો ભાગ નથી રહ્યો ક્યારેય. ફરીથી વાપરો, રિયાઇકલ કરો. એ આપણે આપણા જૂના જમાનામાં જોયું હશે કે કપડાં જૂના થઇ જાય, તો પ્રયત્ન કરતાં હતા કે આ મોટું છે કે નાનું બનાવીને નાના માટે કામમાં લઇએ. એમાંથી એ પણ કરે. એ પુરું થઇ જાય તો એમાંથી ઓઢવા માટે કોઇ ગાદલું બનાવીએ, એ કર્યા બાદ પણ રહી જાય તો સફાઇ માટે એમાં ટુકડા નીકાળીને કામ કરીએ. એટલે કે એનો મોક્ષ જ્યાં સુધી ન થાય, એનો પૂરો ઉપયોગ કરતાં હતા. આ આપણી પરંપરા રહી છે. ફેંકી દેવાની વૃત્તિ ક્યારેય આપણી સંસ્કૃતિનો ભાગ રહ્યો નથી. આપણે જોયું હશે કે જૂના જમાનામાં આપણે ત્યાં એક લાટીનો રૂમ રહેતો હતો. જૂના જમાનાનું જે આર્કિટેક્ચર છે. એને તમે ક્યારેક જોજો. એ રૂમમાં જ ઘરમાં જે ઘરડા બા હતા તે કંઇક નાંખતા હતા. કોઇ કહેશે કે કંઇ કામનું નથી ફેંકી દો, બા ફેંકી દો. અરે રાખો બેટા કામમાં આવશે. એ તેમાં દરેક વસ્તુઓ ફેંકતા હતા અને દિવાળીના સમયે એ જોતા હતા. સફાઇના સમયે નિકાળતા હતા, જોતા હતા. પછી એમાંથી બે-ચાર ચીજવસ્તુઓ જુઓ એ ઘરમાં કામમાં આવશે, આ કામમાં આવશે, કોઇ ચીજ આજે મુસીબત છે તો નવી લઇ આવો. આ સ્થિતિ જે ઉત્પન્ન થઇ છે. એ ખૂબ જ મોટું કારણ છે. આપણે કેવી રીતે આ આદતોને બદલીએ. અને આ કોઇ ઉપદેશનો વિષય નથી. આ બધુ અનુભવ કરે છે. આ ચીજોથી આપણે રસ્તો કાઢી શકીએ છીએ.

મને લાગે છે કે ભોજન વચ્ચે લાંબો સમય રહેવું ન જોઇએ. અને એટલા માટે જ તમામના ભોજનમાં મોડું થઇ રહ્યું છે, તો હું ક્ષમા માગતા સમાપ્ત કરું છું, જોકે હું ફરીથી એક વખત આ પ્રયાસ માટે અભિનંદન કરું છું અને મારા દેશવાસિઓને પ્રાર્થના કરું છું કે દેશને ગંદો કરવાનો આપણને હક્ક નથી. અમુક લોકો એવા હોય છે કે એટલા જોરથી ભારત માતાની જય બોલે અને પછી ત્યાં જ થૂંકે છે. હવે અહીં કહું ભારત માતા…બસ એમાંથી દેશનો બહાર લાવવાનો છે.

ખૂબ-ખૂબ ધન્યવાદ.

AP/J.Khunt/GP