પીએમઇન્ડિયા
માનનીય મહાનુભાવો,
કેટલીક મોટી અર્થવ્યવસ્થાઓ, અનિશ્ચિત નાણાં બજારો અને ચલણોના સ્પર્ધાત્મક અવમૂલ્યનને કારણે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ નબળી રહી છે.
વૃદ્ધિ અને રોકાણની વ્યૂહરચનાઓ અને રોજગારની યોજનાઓ અંગેના પ્રયત્નોના સંકલન માટે હું તૂર્કીના રાષ્ટ્રપતિને અભિનંદન પાઠવું છું. આપણે સહુએ હવે આપણી પ્રતિબદ્ધતાઓનો અમલ કરવો જોઈએ.
વૃદ્ધિને પ્રોત્સાહન આપવા આપણે માત્ર નાણાકીય નીતિ ઉપર આધાર રાખવાને બદલે જાહેર રોકાણો વધારવાની જરૂર છે.
નાણાંકીય નીતિ વિષયક પગલાં અંગે સાવચેતીપૂર્વકના પ્રત્યાયન માટે જી ટ્વેન્ટી દેશોએ વારંવાર મધ્યસ્થ બેન્કોને કહ્યું છે, જે નાણાંકીય અને ચલણનાં બજારોને સ્થિર કરવામાં મદદગાર રહેશે.
વિકસતા દેશોની ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી જરૂરિયાતોને ટેકારૂપ બનવા બહુપક્ષીય વિકાસ બેન્કો (મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ બેન્ક્સ)એ તેમનો મૂડી આધાર વધુ વ્યાપક બનાવવો જોઈએ. ન્યુ ડેવલપમેન્ટ બેન્ક જેવી નવી સંસ્થાઓ જેવાં ધિરાણ મેળવવા માટેનાં વધારાનાં સ્ત્રોતો પણ આવકારદાયક છે.
આબોહવા પરિવર્તનનો પડકાર ઝીલવા માટે વૈશ્વિક સર્વસંમતિ પણ જરૂરી છે. જોકે, બહુપક્ષીય સંસ્થાઓએ લોન પર એવાં મુશ્કેલ બાંયધરીઓ અને શરતો ન લાદવાં જોઈએ કે જેથી તે અનેક દેશોમાં વિકાસ સામેનાં અવરોધો બની જાય અને સાતત્યપૂર્ણ વિકાસને ફટકો પડે.
જી ટ્વેન્ટી દેશોનાં પ્રયત્નો ચાલુ વર્ષે અપનાવાયેલા સંયુક્ત રાષ્ટ્રસંઘના સાતત્યપૂર્ણ વિકાસનાં લક્ષ્યાંકો સાથે અને ખાસ કરીને સૌથી પ્રથમ લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં ગરીબી નાબૂદી સાથે સુસંગત હોવાં જોઈએ.
અમે આ વર્ષે જી ટ્વેન્ટીએ મહિલાઓના રોજગાર અને યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાના પગલાંને આવકારીએ છીએ.
લાંબા ગાળાની સ્થિર વૈશ્વિક આર્થિક વૃદ્ધિ માટે માત્ર મૂડી પ્રવાહ જ નહીં, પરંતુ શ્રમજીવીઓની સ્થળાંતરશીલતા અને કૌશલ્યની સુવાહ્યતાને મદદરૂપ થાય તેવા પ્રયત્નો પણ જરૂરી છે.
માનનીય મહાનુભાવો,
ચાલુ વર્ષે ભારતનો આર્થિક વૃદ્ધિ દર 7.5 ટકા નોંધાવાની અને આગામી વર્ષે આઠ ટકા કરતાં ઊંચો વૃદ્ધિ દર હાંસલ થાય તેવી શક્યતા છે. અમે ફુગાવો, દેશની બચતો અને રોકાણો વચ્ચેનો તફાવત – કરન્ટ એકાઉન્ટ અને નાણાંકીય ખાધ ઘટાડ્યા છે.
સમાવેશક વિકાસના અમારા કાર્યક્રમોમાં નાણાંકીય સમાવેશ, નિર્ધારિત વર્ષ સુધીમાં પાયાની જરૂરિયાતોની સાર્વત્રિક પહોંચ, મેઈક ઈન ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા, ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર્સ અને સ્માર્ટ સીટીઝ સામેલ છે, જે ભારતમાં વૃદ્ધિ અને રોજગાર વધારશે.
આ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે શક્તિનો સ્ત્રોત બનશે.
આભાર.
J.Khunt/GP
My speech on global economy & how our Government's initiatives will be a source of strength for the world economy. https://t.co/jJXmdlO86E
— Narendra Modi (@narendramodi) November 15, 2015