Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સરકારી તેલ માર્કેટિંગ કંપની દ્વારા કાચા તેલની આયાતના સંબંધમાં સંશોધિત નીતિ


પ્રધાનમંત્રી શ્રી નેરન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રિમંડળની બેઠકમાં સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કાચા તેલની આયાત પર વર્તમાન નીતિમાં બદલાવ લાવવાને મંજૂરી અપાઈ અને તેલ માર્કેટિંગ કંપનીઓને પોતાની નીતિઓ દર્શાવવા માટેનો અધિકાર પ્રદાન કરાયો. આનાથી કાચા તેલની ખરીદી માટે વધુ કાર્યક્ષમ, સરળ અને ગતિશીલ નીતિ ઉપલબ્ધ થશે, જે છેવટે ઉપભોક્તાઓને ફાયદાકારક થશે.

કાચા તેલની આયાતની વર્તમાન નીતિને વર્ષ 1979માં કેન્દ્રીય મંત્રિમંડળે મંજૂરી આપી હતી. વર્ષ 2001માં, કેન્દ્રીય મંત્રિમંડળે આ નીતિમાં કેટલાક સંશોધનોને મંજૂરી આપી. વર્તમાન નીતિએ જો કે પાછલા કેટલાક વર્ષોમાં સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓની સામૂહિક ઉર્જા આવશ્યકતાઓને નિરંતર પૂર્ણ કરી છે, પરંતુ બદલાતા સમયની સાથે આ નીતિમાં બદલાવ લાવવાની આવશ્યકતા છે. બદલાતા ભૃ-રાજનૈતિક વાતાવરણમાં, કાચા તેલના આયાતની નીતિને વર્તમાન આવશ્યકતાઓને અનુરૂપ બનાવવા માટે તેમાં સંશોધન કરવાની જરૂર છે. બજારમાં ક્ષમતાની સાથે પ્રતિસ્પર્ધા કરવા માટે સ્થાનના આધારે કાચા તેલની ખરીદીની વર્તમાન બજાર પદ્ધતિઓને પૂરી રીતે અપનાવવાની આવશ્યકતા છે. વર્તમાન નીતિમાં આ સંદર્ભમાં કેટલીક સીમાઓ અને નિયંત્રણ છે, જે સંભવિત સ્ત્રોતો અને ખરીદીની પદ્ધતિઓને મર્યાદિત કરે છે.

કેન્દ્રીય મંત્રિમંડળ દ્વારા 2001 માટે લેવાયેલા નિર્ણય બાદ, ભારત સરકારે સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓમાંથી નવરત્ન અને મહારત્ન કંપનીઓને મહત્વપૂર્ણ અધિકાર સોંપ્યા છે. આ કંપનીઓ પ્રચાલન, નાણાકીય તેમજ રોકાણ સંબંધી વિવિધ બાબતોમાં સ્વાયતત્તા પ્રદાન કરી.

તદનુસાર, કેન્દ્રીય મંત્રિમંડળે આ વાતને મંજૂરી આપી છે કે સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓને સીવીસી દિશા-નિર્દેશો અનુરૂપ કાચા તેલના આયાત માટે પોતાની નીતિઓ દર્શાવવા અને તેને સંબંધિત બોર્ડ દ્વારા મંજૂર કરવાનો અધિકાર હશે. ન્યૂનત્તમ સરકાર, મહત્તમ પ્રશાસનના સિદ્ધાતને અનુરૂપ આ ઉપાયથી તેલ કંપનીઓના વહીવટ અને વ્યાવસાયિક સરળતામાં વૃદ્ધિ થશે અને તે કાચા તેલની આયાત માટે સૌથી વધુ પ્રભાવપૂર્ણ ખરીદ પદ્ધતિઓ અપનાવવામાં સક્ષમ થઈ શકશે.

AP/J.Khunt/GP