Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સર્વોચ્ચ અદાલતનો ચુકાદો નવા યુગની શરૂઆત સમાન છેઃ પ્રધાનમંત્ર


પ્રધાનમંત્રીએ અયોધ્યા પર સર્વોચ્ચ અદાલતનાં ચુકાદાને ઐતિહાસિક ગણાવીને પ્રશંસા કરી હતી તથા આજનાં દિવસને ભારત અને ભારતીય ન્યાયતંત્રનાં ઇતિહાસમાં સુવર્ણ દિવસ તરીકે ઓળખાવ્યો હતો. પ્રધાનમંત્રીએ નવા ભારતનું નિર્માણ કરવા અને દરેકનાં વિકાસ માટે કામ કરવા સંયુક્તપણે કામ કરવા તમામ નાગરિકોને અપીલ કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “આજે 9 નવેમ્બરનાં રોજ કરતારપુર કૉરિડોરની શરૂઆત થઈ છે. આ કૉરિડોર માટે ભારત અને પાકિસ્તાન એમ બંને દેશોમાં પ્રયાસ થયા છે અને હવે અયોધ્યા પર આજે 9 નવેમ્બરનાં ચુકાદાને આપણને એક રહેવા અને સંયુક્તપણે વિકસવા શીખવ્યું છે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતે દરેક પક્ષની દલીલોને ધીરજપૂર્વક સાંભળી હતી અને સર્વાનુમતે ચુકાદો આપ્યો હતો, જે એની જબરદસ્ત નિર્ણયક્ષમતા દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, “આજનાં ચુકાદા સાથે નામદાર સર્વોચ્ચ અદાલતે સંદેશ આપ્યો છે કે, અતિ મુશ્કેલ સમસ્યાઓનું સમાધાન બંધારણનાં માળખાની અંદર રહીને અને કાયદાની ભાવના જળવાય એ રીતે થઈ શકે છે.”

“આપણે આ ચુકાદામાંથી શીખવું પડશે કે જો એમાં કોઈ ચુકાદામાં થોડો વિલંબ થાય, તો આપણે ધૈર્ય જાળવવું પડશે. આ દરેકનાં હિતમાં છે.

“દરેક સંજોગોમાં ભારતનાં બંધારણમાં, ભારતની ન્યાય વ્યવસ્થામાં અમારો વિશ્વાસ જળવાઈ રહ્યો છે. આ અતિ મહત્વપૂર્ણ બાબત છે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતે રામ મંદિરનાં નિર્ણય પર એનો નિર્ણય આપ્યો છે અને આ નિર્ણયે આપણા તમામ નાગરિકો પર રાષ્ટ્રનિર્માણની જવાબદારી વધારે જવાબદારીપૂર્વક અદા કરવાની ફરજ લાદી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણાં તમામ વચ્ચે સંવાદ, ભાઇચારો, મૈત્રી, એકતા અને શાંતિ દેશનાં વિકાસ માટે અતિ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ તમામ નાગરિકોને સંયુક્તપણે કામ કરવા તથા આપણાં લક્ષ્યાંકો અને ઉદ્દેશોને હાંસલ કરવા સંયુક્તપણે કામ કરવાની વિનંતી કરી હતી.

RP