Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સહકારીતા અને સંબંધિત ક્ષેત્રોમાં સહયોગ પર ભારત અને મૉરિશિયસ વચ્ચે અંતર સરકાર સમજૂતી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ મંત્રિમંડળે સહકારિતા અને સંબંધિત ક્ષેત્રોમાં સહયોગ પર ભારત અને મૉરિશિયસ વચ્ચે થયેલા અંતર સરકાર સમજૂતીને પોતાની સ્વીકૃતિ આપી દીધી છે.

બંને દેશો વચ્ચે સમજૂતી પાંચ વર્ષ માટે લાગુ થશે, ત્યારબાદ આ સ્વતઃ જ આગળના પાંચ વર્ષ માટે વધારાશે. સમજૂતીથી લઘુ અને મધ્યાવધિ કાર્યક્રમોના માધ્યમથી એ ગતિવિધિઓમાં ભાગીદારીને પ્રોત્સાહન મળશે, જેનો સમજૂતીમાં ઉલ્લેખ કરાયો છે. આ સમજૂતીના ઉદ્દેશ્ય માટે બંને દેશને પારસ્પરિક સહમતિ દ્વારા એક કાર્યયોજના તૈયાર કરશે.

પૃષ્ઠભૂમિ

મૉરિશિયસ સરકારે એના દ્વારા સ્થાપિત સહકારિતા વિકાસ કોષ (સીડીએફ) અને ભારતીય રાષ્ટ્રીય સહકારિતા સંઘ (એસીયૂઆઈ) વચ્ચે એક સંસ્થાગત માળખું વિકસિત કરવામાં રસ દાખવ્યો છે, જેનાથી એનસીયૂઆઈના અનુભવનો સહકારિતા વિકાસમાં લાભ લઈ શકાય. સપ્ટેમ્બર 2012માં કૃષિ, સહકારિતા અને ખેડૂત કલ્યાણ વિભાગમાં એક સંયુક્ત બેઠકનું આયોજન થયું હતું, જેના એક વર્ષ બાદ (સપ્ટેમ્બર, 2013 સહકારી સંગઠનોના નીતિ નિયમોનું આદાન પ્રદાન, સૂચનાઓ અને તકનીકીની લેવડદેવડ, સંસ્થાગત સંબંધ વિકસિત કરવા અને આઈટીઈસી કાર્યક્રમના અંતર્ગત વિશેષજ્ઞ સમાયોજન માટે બંને દેશોની વચ્ચે સમજૂતીની સંભાવનાઓ પર ચર્ચા થઈ. મૉરિશિયસ સરકારના બે વરિષ્ઠ અધિકારીઓના એક પ્રતિનિધિમંડળે સહકારિતાના ક્ષેત્રમાં દ્વિપક્ષીય ભાગીદારીની સંભાવનાઓને શોધવા માટે ભારતની યાત્રા કરી.

AP/J.Khunt/GP