Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સાયન્સ, ટેકનોલોજી અને ઈનોવેશનના ક્ષેત્રે સહયોગ માટે બ્રિક્સ દેશો વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં આજે સાયન્સ, ટેકનોલોજી અને ઈનોવેશન (એસટીઆઈ)ના ક્ષેત્રોમાં સહયોગ માટે બ્રિક્સ દેશો વચ્ચેના સમજૂતી કરાર પર કરાયેલા હસ્તાક્ષરની જાણ કરવામાં આવી હતી.

ભારતે માર્ચ, 2015માં બ્રાઝિલમાં બ્રાઝિલિયા ખાતે યોજાયેલી ત્રીજી બ્રિક્સ એસટીઆઈ મંત્રીકક્ષાની બેઠકની સાથે સાથે સાયન્સ, ટેકનોલોજી અને ઈનોવેશન ક્ષેત્રોમાં સહયોગ અંગેના બ્રિક્સ એમઓયુ – સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

આ સમજૂતી કરાર સાયન્સ, ટેકનોલોજી અને ઈનોવેશનના ક્ષેત્રોમાં બ્રિક્સ દેશો વચ્ચે સહકારને પરસ્પર સહમતિ અને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રોને લગતા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા પ્રોત્સાહન આપવા માટે છે.

સમજૂતી કરારનો ઉદ્દેશ, બ્રિક દેશો વચ્ચે સહિયારા વૈશ્વિક અને પ્રાદેશિક સામાજિક-આર્થિક પડકારોને ઝીલવા માટે એસટીઆઈના ક્ષેત્રે પરસ્પરના અનુભવો અને પૂરકતા વાપરવા અંગે સાયન્સ, ટેકનોલોજી અને ઈનોવેશનમાં સહયોગનું માળખું સ્થાપવાનો તેમજ નવું જ્ઞાન અને નવીન ઉત્પાદનો, સેવાઓ અને પદ્ધતિઓ વગેરેનું સાથે મળીને નિર્માણ કરવાનો છે.

ભારતના સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલય અને અન્ય બ્રિક્સ દેશોના સંબંધિત મંત્રાલયો એસટીઆઈ સહયોગ અંગે બ્રિક્સ સમજૂતી કરારના ઉદ્દેશોને ફળીભૂત કરવા માટે મધ્યવર્તી મંત્રાલયો કે વિભાગો છે. આ સહયોગ સહમતિ હોય તેવા ક્ષેત્રોમાં, તેવાં માર્ગે અને તેવા માળખાના આધારે રહેશે તેમજ તેમાં બ્રિક્સના જે-તે દેશોના રાષ્ટ્રીય નિયમો મુજબ સંયુક્ત નાણાંકીય સહયોગ રહેશે.

UM/J.Khunt