પીએમઇન્ડિયા
સરકારી આવાસો પર અનધિકૃત કબજો જમાવી બેઠેલા લોકોને દૂર કરવા માટે તુરંત કાર્યવાહી
મંત્રીમંડળે “સાર્વજનિક પરિસર (અનધિકૃત લોકોની બેદખલી) સુધારા બીલ, 2019ને મંજૂરી આપી
નવું બીલ સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે સાર્વજનિક પરિસરોના સરકારી આવાસો પર અનધિકૃત કબજો જમાવી બેઠેલા લોકો માટે કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે ‘સાર્વજનિક પરિસર (અનધિકૃત લોકોની બેદખલી) સુધારા બીલ, 2019” નામના બીલને રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે.
અસર:
આ સુધારો સરકારી આવાસોમાંથી અનધિકૃત કબજો જમાવી બેઠેલા લોકોને સરળતાથી અને ઝડપથી દૂર કરવાના કાર્યમાં સહાયક બનશે અને તે ખાલી થયેલા આવાસો પ્રતીક્ષા યાદીમાં રાહ જોઈ રહેલા પાત્ર લોકોને તેમની પરિપક્વતા અનુસાર ફાળવવામાં આવશે.
તેનાથી આવાસી રહેઠાણોની સુવિધા પૂરી પાડવા માટેના પ્રતીક્ષા સમયમાં ઘટાડો થશે.
ગર્ભિતાર્થ:
આ નવું બીલ “સાર્વજનિક પરિસર (અનધિકૃત લોકોની બેદખલી) સુધારા બીલ, 2017”ની જગ્યાએ આવ્યું છે, તેને સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે.
અમલીકરણ:
નવા બીલમાં “સાર્વજનિક પરિસર (અનધિકૃત લોકોની બેદખલી) અધિનિયમ, 1971ના વિભાગ 2, વિભાગ ૩ અને વિભાગ 7માં સુધારા કરવાની ભલામણ કરવામાં આવી છે. તે માટે સાર્વજનિક પરિસર (અનધિકૃત લોકોની બેદખલી) અધિનિયમ, 1971માં વિભાગ 2માં ક્લોઝ (એફબી)ની પહેલા ક્લોઝ(એફએ), વિભાગ ૩ના વિભાગ 3એ હેઠળ નવોવિભાગ 3બી અને વિભાગ 7 અંતર્ગત પેટા વિભાગ (3) હેઠળ એક નવો પેટા વિભાગ 3એ ઉમેરવાની જોગવાઈ કરવામાં આવી છે.
પ્રસ્તાવિત સુધારાઓ વડે સંપત્તિ અધિકારી સરકારી આવાસો પર અનધિકૃત કબજો જમાવી બેઠેલા લોકોને દૂર કરવા માટે અવિલંબ કાર્યવાહી કરવા અને દાવાના સમયગાળા દરમિયાન આવાસો પર થયેલા નુકસાન ખર્ચને લાગુ કરવામાં સક્ષમ બનાવશે.
આ બીલ સરકારી આવાસોમાંથી અનધિકૃત કબજો જમાવી બેઠેલા લોકોએ તાત્કાલિક દૂર કરવાની કાર્યવાહી અને યોગ્યતા ધરાવતા લોકો માટે સરકારી આવાસોની ઉપલબ્ધતા વધારવામાં સહાયક બનશે.
પૂર્વભૂમિકા:
ભારત સરકાર પીપીઈ કાયદા, 1971ની જોગવાઈઓ હેઠળ સરકારી આવાસોમાંથી અનધિકૃત કબજો જમાવી બેઠેલા લોકોને દૂર કરવા માંગે છે. આમ છતાં, દૂર કરવાની પ્રક્રિયા અસામાન્ય રીતે ઘણો લાંબો સમય લેતી હોય છે અને આના કારણે નવા પદાધિકારીઓને સરકારી આવાસની ઉપલબ્ધતા ઓછી થઇ જાય છે.
વર્તમાન પીપીઈ કાયદા, 1971 અંતર્ગત પીપીઈ સુધારા બીલ, 2015માં કરવામાં આવેલ સુધારા અનુસાર દૂર કરવાની પ્રક્રિયા આશરે 5 થી 7 અઠવાડિયાનો સમય લે છે. આમ છતાં, વાસ્તવમાં અનધિકૃત લોકોને દૂર કરવાની આ પ્રક્રિયા ઘણો વધારે સમય અને ક્યારેક તો વર્ષો લઇ લે છે. પ્રસ્તાવિત બીલ અંતર્ગત રાજ્ય અધિકારીએ કારણ બતાવો નોટીસ પાઠવવાની, પુછપરછ વગેરેની લાંબી પ્રક્રિયાને અનુસરવાની કોઈ જરૂર નહિ રહે પરંતુ તે/તેણી સીધા જ કાયદાકીય પ્રક્રિયા શરુ કરી શકે છે.
આ નિર્ણય એ દેશના નાગરિકો માટે પારદર્શક અને સુગમ શાસન પૂરું પાડવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.
J.Khunt/RP