પીએમઇન્ડિયા
નમસ્તે, વણક્ક્મ, દિવાળીનું પર્વ હાલમાં જ ગયું, પરંતુ મને જણાવવામાં આવ્યું કે નાના ભારતે આ વખતે દિવાળીની રોશની એક અઠવાડિયા સુધી તેને આગળ વધારી દીધી હતી. હું તેના માટે સિંગાપુરવાસીઓનો હ્દયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું સિંગાપુર પહેલા પણ આવ્યો છું. પહેલા પણ ભારતીય સમુદાયની સાથે મળવાનો વાતો કરવાનો અવસર મળ્યો છે. પરંતુ આજે આ નજારો હિન્દુસ્તાનમાં બેસીને કોઇ વિચારી પણ ન શકે કે સિંગાપુરનો આ મૂડ છે. હું હ્દયથી તમને સહુને ધન્યવાદ કરું છું આજે સમગ્ર વિશ્વમાં ભારતની છબી બની છે. સમગ્ર ભારત તરફ એક વિશ્વાસના ભાવ સાથે જોઇ રહ્યું છે તેનું કારણ, તેનું કારણ, તેનું કારણ મોદી નથી. તેનું કારણ વિદેશોમાં વસેલા તમારા જેવા ભાઇઓ – બહેનો છે. તમે લોકો દુનિયાના જે દેશમાં ગયા, જે ધરતી પર પહોંચ્યા, ઓળખ હતી કે નહીં, હાલત અનુકૂળ હતી કે પ્રતિકૂળ હતી, તમે એ ધરતીને પોતાની બનાવી દીધી. તમે એ દેશના લોકો સાથે એવા હળીમળી ગયા એવા હળી મળી ગયા કે જેમ દૂધમાં સાકર મળી જાય છે.
આપણે ક્યારેક સાંભળતા હતા, વાંચતા હતા કે ઇતિહાસમાં પારસી કૌમ જ્યારે સૌથી પહેલા હિન્દુસ્તાનની ધરતી પર આવ્યા, ગુજરાતના કિનારા પર આવ્યા તથા એ સમયના હિન્દુ રાજા હતા જદીરાણા, એ વિદેશથી આવ્યા હતા, કોણ છે શું છે જાણતા નહોતા. કેમ આવ્યા હતા ખબર નહોતી પરંતુ તેમણે સમુદ્રમાંથી સંદેશો મોકલ્યો હતો તો રાજાએ એક દૂધનો ભરેલો ગ્લાસ તેમને મોકલી દીધો. તથા તેમાં મેસેજ હતો કે જેમ આ ગ્લાસમાં દૂધ સમગ્ર રીતે ભરાઇ ગયું છે બિલકુલ જગ્યા નથી હું તમને અહીં કેવી રીતે સમજાવીશ ? આ સાંકેતીય મેસેજ હતો. તો પારસિઓએ શું કર્યું. કે તે દૂધમાં ખાંડ ભેળવી દીધી, ખાંડ મિલાવી દીધી તથા એ દૂધનો ગ્લાસ પરત કરી દીધો તથા તેમણે રાજાને સંદેશો મોકલ્યો કે અમે વિદેશની ધરતી પરથી આવ્યા છીએ. સંકટોથી બચીને આવ્યા છીએ પરંતુ જેમ આ ભરેલા ગ્લાસમાં જગ્યા ન હોવા છતા પણ ખાંડ તેમાં મળી ગઇ અમે પણ ભળી જઇશું તથા અમે તેમાં મિઠાશ ઉમેરીશું. હિન્દુસ્તાની જ્યાં પણ ગયો ત્યાં તેણે જીવનની સાથે પોતાના આચરણ દ્વારા, પોતાના વ્યવહાર દ્વારા, એ સમાજમાં તેઓ એવી રીતે હળીમળી ગયા કે દરેકને કોઇને પોતાનું લાગે, પોતાના લાગવા લાગ્યા. દુનિયાના ઘણા દેશોને ખબર પડી કે જો અડોસ – પડોશમાં કોઇ ભારતીય આવે છે તો ખુશી મહેસૂસ કરે છે. તેમને લાગે છે કે ભાઇ કોઇ ભારતીય આપણી પડોસમાં આવ્યો છે. તે પોતાના બાળકોને પ્રેરિત કરે છે કે તમે પણ ભારતીય બાળકો સાથે દોસ્તી કરો.
એ, એ, આ, તમારા આ વ્યવહારના કારણે તથા સદીઓથી આપણા દેશવાસીઓ જ્યાં ગયા, ત્યાં તે એક પોતાનાપણાની સુંગધ લઇને, પોતાના બનીને રહે, કોઇને ગળે લગાવીને રહે તથા એ સદીઓથી પરંપરા ચાલી રહી છે એના કારણે ભારત જ્યારે સોનાની ચીડિયા હતી ત્યારે પણ કોઇની પણ આંખમાં ખૂંચતું નહોતુ. તથા અમારા ખરાબ દિવસો પણ આવ્યા ત્યારે પણ કોઇએ અમને અડધૂત કર્યા નહોતા, અપમાનિત કર્યા નહોતા કારણ કે સદીઓથી અમારા લોકોએ પ્રેમ, આ પોતાનાપણું, આ મૂળમંત્ર લઇને તથા અમે ફક્ત શાસ્ત્રોમાં વાંચ્યું હતું, એવું નથી. વસુધૈવ કુટુમ્બકમ્થી વેદકાળથી આપણે અહીં ચાલી રહ્યું છે. પરંતુ ભારતીયોઅ સાચ્ચા અર્થમાં વસુધૈવ કુટુમ્બકમ્. આખું વિશ્વ એક પરિવાર છે, આ મંત્રને જીવીને દેખાડ્યો હતો. અને તે જ કારણે આજે વિશ્વમાં ભારતીયો પ્રત્યે, ભારત પ્રત્યે કોઇ પણ આશંકાનો માહોલ નથી, પોતાનાપણાનો વિશ્વાસ છે તથા અેટલા માટે જ આ વિશ્વભરમાં ફેલાયેલા મારા તમામ ભાઇઓ તથા બહેનોનો હું આદરપૂર્વક આભાર માનું છું.
હું ગયા માર્ચ મહિનામાં એક દિવસ માટે સિંગાપુર આવ્યો હતો. જે મહાપુરુષે સિંગાપુરને બનાવ્યું, પોતાના લોહી તથા પરસેવાથી બનાવ્યું. પોતાને તેમાં જ ન્યોછાવર કરી દીધું. એક નાના માછીમારોનું ગામ આજે વિશ્વના સમૃદ્ધ દેશની બરાબરી કરી રહ્યું છે, એવું સિંગાપુર બની ગયું છે. એવા મહાપુરુષ સ્વર્ગીય લી કુઆન યેવ, તેમની અંત્યેષ્ઠી માટે, અંતિમ દર્શન માટે હું અહીં આવ્યો હતો. જ્યારે સિંગાપુરને યાદ કરું છું એક વિશ્વાસ પેદા થાય છે.
જો કંઇક કરવાની મજા આવે છે તો તે થઇને જ રહે છે. જો સપના છે તથા સપના માટે સમર્પણ થાય છે તો સિદ્ધિ તમારા પગ ચૂમવા માટે તૈયાર રહે છે. પ્રસિદ્ધિ તથા સિદ્ધિમાં ખૂબ જ મોટો ફર્ક હોય છે કંઇ પણ કરવા પર પ્રસિદ્ધિ મળે છે પરંતુ સિદ્ધિ માટે તો ફક્ત તપસ્યા, એ એક જ માર્ગ હોય છે જેમણે પ્રસિદ્ધિનો રસ્તો અપનાવ્યો હતો પરંતુ તે ક્યારેય પણ સિદ્ધિ કરી શક્યા નહોતા. અમુક સમય સુધી સમાચારોમાં પોતાનું સ્થાન બનાવી શકે છે પરંતુ ધરતી પર ફેરફાર લાવી શકતા નથી. સિંગાપુર તેનું એક ઉદાહરણ છે કે 50 વર્ષના કાર્યકાળમાં એક જ પેઢીની આંખોની સામે એક દેશને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી શકાય છે, એનું ઉત્તમ ઉદાહરણ છે. ભારત મહાન દેશ છે, ભારત વિશાળ દેશ છે, સવા સો કરોડ દેશવાસિયોનો દેશ છે. બધુ જ છે પરંતુ સિંગાપુરથી ખૂબ જ શીખવાનું પણ છે.
આજથી 50 વર્ષ પહેલા, 60 વર્ષ પહેલા જે મહાપુરુષને એક વિચાર આવ્યો, સિંગાપુરની સફાઇ, સ્વચ્છતા, ચોખ્ખાઇ. હવે શું આપણો દેશ આ કામ કરી શકતો નથી, શું કરવું જોઇએ કે ન કરવું જોઇઅે ? અહીંના નાગરિકોની ભૂમિકા છે કે નથી ? તથા મને મહાત્મા ગાંધી જીવન ભર સુધી એક વાતના અાગ્રહી હતા, સ્વચ્છતા માટે. તથા એમણે તો ત્યાં સુધી જણાવ્યું હતું કે મારે આઝાદી તથા સ્વચ્છતા બંનેમાંથી પહેલા પ્રાથમિકતા આપવી હશે તો હું સ્વચ્છતાને આપીશ.
આજે ભારતમાં સૌનું એક મન બન્યુ છે. દરેક કોઇને લાગી રહ્યું છે કે આપણો દેશ આવો ન હોવો જોઇએ. ગંદકીમાં ખૂબ જ જીવી લીધું. દુનિયા બદલાઇ રહી છે, હિન્દુસ્તાને બદલાવું જોઇએ કે ન બદલાવું જોઇએ. અને સારી વાત એ છે કે સવા સો કરોડ દેશવાસિયોએ બદલાવવાનું મન બનાવી લીધું છે. કોઇ દેશ ન સરકારોથી બને છે ન સરકારોથી આગળ વધે છે, દેશ બને છે લોકોની ઇચ્છાથી. જન – જનના સંકલ્પથી. , જન – જનના પુરુષાર્થથી. જન – જનના ત્યાગથી તથા તપસ્યાથી, પેઢીઓ ગુજરી જાય છે ત્યારે એક રાષ્ટ્રનું નિર્માણ થાય છે. આજે ભારતમાં તે મિજાજ ઉત્પન્ન થયો છે. દરેક ભારતીયને લાગે છે કે આપણે દેશને આગળ વધારીશું, દેશને આગળ લઇ જઇશું. આપણે તે યુગમાં જીવી રહ્યા છીએ કે જે યુગમાં કંઇક મળ્યું છે તો છોડવાનું મન ક્યારેય થતું નથી. આપણે ટ્રાવેલ કરીએ ત્યારે ટ્રાવેલ કરતી વખતે આપણી સીટ રિઝર્વ હોય, આપણે સીટ પર બેઠા હોઇએ. બાજુની સીટ ખાલી હોય, તો આપણે ત્યાં બેગ મૂકી દઇએ, છાપુ મૂકી દઇએ, અમુક સામાન મૂકી દઇએ. તે સીટ આપણી નથી, પરંતુ કોઇ બીજું આવે તેમાં વાર હોય, આપણે આ બધું મૂક્યું છે ત્યારે જ ત્યાં તે આવે તો આપણું મન બગડી જાય છે. કોઇ બીજાનું… આ મૂળભૂત પ્રવૃત્તિ છે, પરંતુ મારા દેશવાસિયોનો જે મિજાજ દેખાયો છે, ભારતના લોકોએ શું મન બનાવ્યું છે.
મેં એક વખત એક નાની વાત કરી હતી, દેશવાસિયોની સામે, મેં જણાવ્યું હતું કે જો તમે ઘરમાં ગેસનો ચૂલ્હો સળગાવો છો, તે જે ગેસ સિલિન્ડર આવે છે, તેની પર લગભગ 500 રુપિયા સરકાર સબ્સીડી આપે છે. તમે એવા પરિવારમાંથી જો જેમણે 500 રૂપિયા ચા-પાણી પર ખર્ચી દો છો. તમે આ સબ્સિડી છોડી શકતા નથી. એટલું જ મેં જણાવ્યું હતું અને આજે હું ગર્વથી કહી શકું છું કે મારા દેશના 40 લાખ પરિવારોએ ગેસ સબ્સિડી છોડી દીધી છે. બાજુની સીટ ન છોડાવાનું જે મન રહેતુ હતું તે આજે સબ્સિડી છોડવા માટે તૈયાર થઇ જાય છે. અને તે પણ મહાત્મા ગાંધી કંઇક કહે, લાલ બહાદુર શાસ્ત્રી કંઇક કહે તથા દેશ કંઇ કરી લે. આ તો આપણા ગળે ઉતરે છે પરંતુ મારા જેવો એક સામાન્ય માનવી, એક ચા વેચવા વાળો, આ દેશની સામે એક વાત રાથો તથા મારો દેશ આ વાતને સ્વીકારે તો મારું મન કહે છે કે આ દેશ નવી ઉંચાઇઓ પર જશે. આ દેશ સ્વામી વિવેકાનંદ જીએ જે સપનું જોયુ હતું કે મારી ભારત માતાને વિશ્વમાં ગુરુના રૂપે જોઇ રહ્યો છું. મને વિશ્વાસ છે કે હવે હિન્દુસ્તાન વિવેકાનંદ જીના સપનાને સાકાર કરવા માટે સજી ચૂક્યું છે. જેટલી વિવિધતાઓ, જેટલી વિશેષતાઓ,જેટલા કિન્તુ પરંતુ હિન્દુસ્તાનમાં છે એટલી જ સિંગાપોરમાં છે, તેમ છતાં પણ જો કોઇ સિંગાપોરિયન છે. દરેક કોઇ સિંગાપુર બનાવવામાં લાગ્યું છે, દરેક કોઇ ખભાથી ખભો મેળવીને કામ કરી રહ્યું છે. આપણે એ વાતમાં પણ સિંગાપુર પાસેથી ઘણું શીખવા માગીએ છીએ વસુદૈવ કુટુમ્બકમ, જે ધરતીથી મંત્ર નીકળ્યો છે, ત્યાં પણ જન – જન મારા પરિવારનો છે, દરેક કોઇ મારું પોતાનું છે.
તે જ ભાવ દેશને આગળ વધારવાની તાકાત બન્યો છે અન એને જ આગળ વધારવાની દિશામાં આપણે સતત પ્રયત્ન કરી રહ્યા છીઅે. આખી દુનિયાને આ પ્રકારથી હિન્દુસ્તાનની તરફ, હું છેલ્લા દિવસોમાં ખૂબ જ ઘણા નેતાઓને મળ્યો છું હું જ્યારે ચૂંટણીના મેદાનમાં હતો ત્યારે મને પત્રકારોએ પૂછ્યું હતું કે તમારી વિદેશ નીતિ કેવી હશે ? તથા હું જોઇ રહ્યો હતો ચૂંટણીના સમયે, પત્રકાર ખૂબ જ બુદ્ધિમાન હોય છે ખૂબ જ ચતુર પણ હોય છે. તો જ્યારે હું ચૂંટણી અભિયાન કરતો હતો, ત્યારે તેમને ખબર હતી કે મોદીની નબળાઇ શું છે. તેઓ બરાબર લઇને આવતા હતા. તેમને લાગતું હતું કે આ ગુજરાત જેવા નાના રાજ્યમાં કામ કરતા હતા, તેને હિન્દુસ્તાનનો કોઇ અનુભવ નથી. વિદેશનો તો સવાલ જ ઉભો થતો નથી. તેમને તે બીજો – ત્રીજો સવાલ ફેરવીને વિદેશ નીતિ પર લઇ આવતા હતા. તે સમયમાં ચૂંટણીનું કેમ્પેઇન ચાલતું હતું તથા હું તેમને વિદેશ-નીતિ શું સમજાવું ? પરંતુ તેઓ ખૂબ જ સારી રીતે પકડી લેતા હતા તથા તેમને સમજાતું હતું કે આ માણસ નબળો છો અને તેઓ મને ફેરવીને ત્યાં જ લાવતા હતા. ત્યારે હું એટલું જ કહેતો હતો કે જુઓ ભાઇ મારે જ્યારે આ જવાબદારી નિભાવવાનો સમય આવશે ત્યારે અમે જોઇશું કે અમારે શું કરવું છે. જોકે હું એટલો વિશ્વાસ અપાવું છું કે અમે આંખ ઝુકાવીને વાત નહીં કરીએ કે અમે આંખ દેખાડીને પણ વાત નહીં કરીએ, અમે દુિનયા સાથે આંખી મીલાવીને વાત કરીશું. આજે 18 મહિના બાદ મારા પ્યારા દેશવાસિયો મેં જે વાયદો કર્યો હતો, તે નિભાવ્યો છે, હિન્દુસ્તાન આંખ ઝુકાવીને વાત કરતું નથી, કે હિન્દુસ્તાન આંખ દેખાડીને વાત કરતું નથી. પરંતુ હિન્દુસ્તાન આત્મવિશ્વાસથી ભરેલું છે તે આંખ મિલાવીને વાત કરે છે. બરાબરી સાથે વાત કરે છે તેનું એક પરિણામ પણ છે. આજે સમગ્ર વિશ્વ ભારતની સાથે બરાબરીનો વ્યવહાર કરી રહ્યું છે. તમામ વિશ્વની સવા સો કરોડ દેશવાસિયોવાળો દેશ શું હોય છે, તેની તાકાત શું હોય છે, હવે વિશ્વ પણ ઓળખવા લાગ્યું છે. અનુભવ પણ કરવા લાગ્યું છે. હવે વિશ્વ એમ વિચારતું નથી કે ભારત એક ખૂબ જ મોટું બજાર છે. આપણે આપણો માલ વેચવા માટે અહીં પહોંચીશું. તે વિચાર બદલાઇ ગયો છે. હવે તેને લાગે છે કે, તક મળી છે તો હિન્દુસ્તાન સાથે પાર્ટનરશિપ કરી લઇઅે, ભાગીદારી કરી લઇએ. તથા આ અનુભવ હવે આવી રહ્યો છે. આ દિવસોમાં આ ક્ષેત્રમાં આ અનુભવ આવી રહ્યો છે.
ભારતમાં વિદેશનું રોકાણ એક વાત નિશ્ચિત છે. અહીં બેઠેલો કોઇ વ્યક્તિ એમ ઇચ્છે છે કે હિન્દુસ્તાન એવું જ છે જેવું તે રહે, કોઇ ઇચ્છે છે. દરેક કોઇ ઇચ્છે છે દેશમાં ફેરફાર ન આવે, દરેકની ઇચ્છા છે કે દેશ આગળ વધે, દરેક કોઇ ઇચ્છે છે કે દેશ આધુનિક બને, દરેક કોઇ દેશમાંથી ગરીબી હટાવવા માગે છે, દરેક કોઇ ઇચ્છે છે કે નવયુવાનને રોજગાર મળે. આ કામને પૂરું કરવું છે તો જ્યાંથી જે શક્તિ મળે તે લેવી જોઇએ કે ન લેવી જોઇએ. જો પરિવારમાં કોઇ બિમાર છે તથા વિદેશથી દવાઓ મંગાવીને કામ ચલાવવાનું છે તો લાવવી જોઇએ કે ન લાવવી જોઇએ. બિમારી ઠીક કરવી જોઇએ કે ન કરવી જોઇએ.
ભારતમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદેશના રોકાણની જરૂર છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે તથા હું એફડીઆઇ કહું છું તો મારા દિમાગમાં એફડીઆઇ એક સાથે બે વિષય લઇને આવે છે. દુનિયાની નજરોમાં એફડીઆઇ છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. પરંતુ તે જ સમયે મારા દિમાગમાં ફર્સ્ટ ડેવલોપ ઇન્ડિયા. અને એટલા માટે એફડીઆઇથી એફડીઆઇ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ટુ ફર્સ્ટ ડેવલોપ ઇન્ડિયા. હવે મને તમે કહો કે તમે કેટલા વર્ષોથી પડોશીની બરાબર બરાબર રહો છો અને ક્યારેક અચાનક 5 – 10 હજાર રૂપિયાની જરૂર પડી ગઇ તો શું તમે ગયા તો તે આપશે ? તે કહેશે હાં – હાં બિલકુલ, હું તો મદદ જરૂર કરીશ. તમે લોકો એવું કરો, તમારા ભાઇ બહાર ગયા છે સોમવારે આવશે, પછી હું કંઇક કરીશ. એવું જ કરે છે ને. 10 હજાર રૂપિયા પણ કોઇ બાજુમાં આપવા માટે તૈયાર નથી થતું. આજે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં હું જ્યારે સત્તા પર આવ્યો. તેની પહેલા જે સ્થિતિ હતી, તેની તુલનામાં 40 ટકાની વૃદ્ધિ થઇ છે. 40 ટકા. અાપણને આ રૂપિયાની જરૂર કેમ છે, કાગળ પર દેખાડવા માટે નથી. આપણે ફેરફાર લાવવાનો છે
આજે આપણા દેશની રેલવે, મને કહો કે રેલવેનું આટલું મોટું નેટવર્ક છે. આટલું સારું નેટવર્ક. દુનિયાના કોઇ પણ દેશની જેટલી જનસંખ્યા છે એનાથી વધારે લોકો અમારા ત્યાં એક સમયે રેલવેના ડબ્બામાં હોય છે. પરંતુ સમય જતા તે રેલવે આધુનિક હોવી જોઇએ કે ન હોવી જોઇએ. સ્પીડ વધવી જોઇએ કે ન વધવી જોઇએ. રેલવીની લંબાઇ વધવી જોઇએ કે ન વધવી જોઇએ. સેવાઓ સુધારવી જોઇએ કે ન સુધારવી જોઇએ. જો દુનિયાની પાસે ટેક્નોલોજી છે, દુનિયાની પાસે પૈસા છે. દુનિયાની પાસે ભારત એક તક છે તો આપણે તક આપવી જોઇએ કે ન આપવી જોઇએ. હું આજે દુનિયાના જે – જે દેશ રેલવે માટે કામ કરી રહ્યા છે, તે તમામને મળ્યો છું, હું કહી રહ્યો છું કે આવો. આધુનિકથી આધુનિક ટેક્નોલોજી લાવો તથા મારા માટે રેલવે આ ફક્ત વાહનવ્યવહાર નથી. મારા માટે રેલવે બદલાવનું એન્જીન છે. હિન્દુસ્તાનના બદલાવનું એન્જિન છે. મેં તેની તાકાતને ઓળખી છે, જાણી છે તથા આજે વિશ્વભરના લોકો. એટલા માટે અમે પહેલી વખત રેલવેને 100 ટકા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે ઓપન કરી દીધું છે. નવી ટેક્નોલોજી આવશે. નવી સ્પીડ આવશે. પરિવર્તન આવશે તથા સૌથી મોટી વાત.
જે લોકો વિદેશોમાં જાય છે તેમને એક વાતની ખબર હોય છે કે તમારા ખિસ્સામાં લાખ્યો રૂપિયા પડ્યા છે, પરંતુ એક ચા પીવી છે તો મળે છે શું ? જ્યાં સુધી ડોલર નહીં હોય, ચા મળશે નહીં. રૂપિયાનું ડોલર કરવું પડે છે, રુપિયાનું પાઉન્ડ કરવું પડે છે. કરવું પડે છે કે નથી કરવું પડતું ? અરે તે ટેક્સી ચલાવે છે તે પણ કહેશે યાર રુપિયાનું કામ શું છે ભાઇ આ તો કાગળ છે. મારા કામનું શું છે. તુ ડોલર આપ. ભારતની કરન્સી તેની ઇજ્જતમાં વધારો થવો જોઇએ કે ન થવો જોઇએ. વિશ્વ ભારતની કરન્સીને પણ એટલું જ સન્માન આપે, આપણે ઇચ્છીએ છીએ કે નથી ઇચ્છતા ? પહેલી વખત લંડનના સ્ટોક એક્સ્ચેન્જમાં રુપિ બોન્ડ માટે આપણે લોકો આગળ વધી રહ્યા છીએ. રેલવે માટે આપણે રુપિ બોન્ડ દુનિયાના કોઇ પણ વ્યક્તિ રૂપિયામાં ઇન્વેસ્ટ કરી શકે છે અને તેને રૂપિયામાં પરત મેળવી શકે છે. આ રુપિયાની ઇજ્જતનો કમાલ છે. નહીં તો આ તો ગોલ્ડ ચાલતું હતું. અથવા ડોલર અથવા પાઉન્ડ ચાલતા હતા. આજે દુનિયાના બજારમાં આપણે રૂપિયાના રૂપે પ્રવેશી રહ્યા છીએ. એનું કારણ અે છે કે સમગ્ર વિશ્વમાં એક વિશ્વાસ ઉત્પન્ન થયો છે. આ જે રૂપિ બોન્ડ અમે લાગુ કર્યો છે, હાલમાં હું યુ.કે ગયો હતો, હજી સુધી ઘણા લોકોના દિમાગમાં આવ્યું નથી કે શું કરીને આવ્યા છે મોદી. હવે અાજે હું સમજાવી રહ્યો છું કે કદાચ ચર્ચા શરુ કરશે. રુપિ બોન્ડ પોતાનામાં જ ભારતની આર્થિક સંપન્નતાનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે તથા હિન્દુસ્તાનના દરેક નાગરિકે તેને ગૌરવના રૂપમાં જોવા જોઇએ તથા તેમને પ્રકાશમાં લાવવા જોઇએ. ત્યારે જ ભારતની તાકાત વધે છે. આપણે જ આપણને પોતાને ધિક્કારીશું તો દુનિયા આપણી તરફ કેમ જોશે. એટલા આત્મવિશ્વાસની સાથે એક સમાજના રૂપમાં વિશ્વની સામે આપણી એક ઓળખ છે, તાકાત ઉભી થાય, એ દિશામાં આપણો એક પ્રયાસ છે.
આજે હિન્દુસ્તાનમાં રક્ષાના ક્ષેત્રમાં આપણે તમામ ચીજવસ્તુઓની આયાત કરવી પડે છે, બહાર લાવવી પડે છે. હવે આજના યુગમાં શું સવા સૌ કરોડ દેશવાસિયોને આપણે અસુરક્ષિત રાખી શકીએ છીએ, તેમને નસીબ પર છોડી શકીએ છીએ ? દેશના સવા સૌ કરોડ દેશવાસિયોની સુરક્ષાની ગેરન્ટી થવી જોઇએ કે ન હોવી જોઇએ ? હવે એના માટે આપણા દેશના જવાનો ડંડો લઇને ઉભો થઇ જાય તો કામ ચાલશે કે શું ? એને પણ શક્તિ સંપન્ન ઓજારોથી તાકાતવાન બનાવવું પડશે કે નહીં બનાવવુ પડે ? જોકે આપણે શું આઝાદીના 70 વર્ષ પછી પણ દરેક ચીજવસ્તુઓ બહારથી લાવીશું? દરેક ચીજવસ્તુઓ આયાત કરીશું ? શું સવા સૌ કરોડ દેશવાસિયો બનાવી શકતા નથી કે શું? તમને હેરાની થશે, સુરક્ષાના ક્ષેત્રમાં પોલીસવાળાઓની પાસે એક સાધન હોય છે. અશ્રુ ગેસ, ટીઅર ગેસ. ભીડને વેર – વિખેર કરવા માટે તે ટીએર ગેસ છોડે છે. આસૂં નિકાળે છે તો પછી આંદોલનકારીઓ ભાગે છે. આપણે રોવા માટે પણ બહારથી લાવીએ છીએ. હવે રોવું કે હસવું મને સમજાતું નથી. આ સ્થિતિ બદલાવી જોઇએ. ભારતના ધનનો એક ભાગ ડીફેન્સ માટે જે ચીજવસ્તુઓ આપણે આયાત કરીએ છીએ તેમાં ખર્ચાય છે. ભારતની પાસે યુવાનો છે. ભારતની પાસે પ્રતિભા છે. ભારતની પાસે કાચા સાધનો છે. ભારતની આવશક્યતા છે. કેમ આપણા સુરક્ષાના સાધનો હિન્દુસ્તાનમાં જ ન બને. એટલા માટે જ મેં બીડું ઝડપ્યું છે કે ભારતમાં રક્ષા ક્ષેત્રમાં ભારત પોતાના પગ પર ઉભું થાય અને એના માટે અમે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને પહેલી વખત 49 ટકા ઓપન કર્યું છે અને અમે એમ પણ જણાવ્યું છે કે જો ઉત્તમ કક્ષાની ટેક્નોલોજી જો તેમાં મૂકવામાં આવે તો અમે તેને 100 ટકા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે ઓપન કરીશું. લોકો આવશે ભારતમાં, પૂંજી લગાવશે તથા ભારતના યુવાનો શસ્ત્રો બનાવશે, તે આપણી પણ રક્ષા કરશે તથા ક્યાંક મોકલવું હશે તો મોકલી પણ શકાશે અને એટલે દુનિયાના દેશ આજે અમારી સાથે કરાર કરી રહ્યા છે. એક સમય એવો હતો કે રક્ષામાં અમુક ખરીદદારી કરતા હતા તો દરેક વખતે ભ્રષ્ટાચારનો આરોપ લાગતો હતો. એટલા માટે જ તો આ નિર્ણય લેવાતો નહોતો અથવા થતો હતો તો ક્યાંકથી કોઇ અંદેશો આવતો હતો. 18 મહિના થઇ ગયા, અમે એક પછી એક નિર્ણય લીધા, પારદર્શિતાની સાથે નિર્ણય લીધા અને અત્યાર સુધી કોઇ અમારી ઉપર આંગળી ઉઠાવી શક્યો નથી, દેશની રક્ષા માટે આવશ્યક છે.
આપણો દેશ દુનિયામાં જે દેશોની પાસે સમૃદ્ધિ છે તેની સામે એક મુશ્કેલી પણ છે. દુનિયાના ખૂબ જ ઓછા દેશ એવા છે કે જે આર્થિક સંપન્નતાની ઉંચાઇઓ પર પહોંચી ગયા છે. જોકે એ દેશોમાં ઘડપણ ઘર કરી ગયું છે. જવાની બચી જ નથી. ભારત એકલો એવો દેશ છે, જે દુનિયાની પાસે જવાન દેશોમાં છે. ભારતની 65 ટકા જનસંખ્યા, 800 મિલિયન લોકો, 35 વર્ષથી ઓછી ઉંમરના છે. જે દેશ જવાનોથી ભરેલો છે તેના સપના પણ જવાન હોય છે, સંકલ્પ પણ જવાન હોય છે. એના ઇરાદા પણ જવાન હોય છે તથા પુરુષાર્થ પણ જવાન હોય છે. અમને સંખ્યાકિય વિભાજન મળ્યું છે. જોકે આ તાકાતમાં ત્યારે બદલાશે જ્યારે આપણા યુવાનોના હાથમાં પ્રતિભા હશે. હુનર હશે, રોજગારના અવસર હોય. જો તે નથી તો 35 વર્ષની ઉંમરનો યુવાન લાંબા સમય સુધી ઇંતેજાર કરી શકતો નથી તથા એટલા માટે જ દેશના જે 65 ટકા યુવાનો છે. તેમની શક્તિને ભારતના નિર્માણમાં લગાવવી છે અને એટલા માટે અમે એ અભિયાન આગળ વધાર્યું છે સ્કિલ ડેવલોપમેન્ટ તથા સ્કીલ ડેવલોપમેન્માં સિંગાપોરનું આઇટીઇએસ, તેની સાથે મળીને અમે કામ કરી રહ્યા છીએ. અમે જર્મની જેણે સ્કિલ ડેવલોપમેન્ટમાં કામ કર્યું છે. તેની સાથે કામ કરી રહ્યા છીએ. અમે યુએસએ સાથે કામ કરી રહ્યા છીએ. દુનિયાના દેશો સાથે જેમણે સ્કીલ ડેવલોપમેન્ટમાં મહારત હાંસલ કરેલી છે. તેમની પાસે જે ઉત્તમ છે તેમને લાવવા માગીએ છીએ. પછી તેમાં જો, અમારા લોકો તેમાં તાકાતવાન છે, તે જોડાઇ જશે. આપણે ખૂબ જ ઝડપથી આગળ નીકળી શકીએ છીએ અને એટલા માટે વિશ્વની સાથે જ્યારે સંબંધ બંધાય છે તો આ તાકાત આપણા કામમાં આવે છે.
અમારે ત્યાં બહુ મોટા પ્રમાણમાં યુનિવર્સિટીઓ અને કોલેજો ખુલતી જાય છે. ખાનગી પણ ઘણી આવે છે. પરંતુ ફેકલ્ટી (અધ્યાપકો) મળતા નથી. ખુલી તો જાય છે, વિદ્યાર્થીઓ પણ આવી જાય છે. અમે એક યોજના બનાવી છે જ્ઞાન. અમે વિશ્વભરમાં રહેનારા લોકોને કહ્યું ખાસ કરીને ભારતીય સમૂદાયને કહ્યું કે આપ આપને ત્યાં હવામાન ખરાબ રહેતું હોય ત્યારે, જોરદાર ઠંડી પડી રહી હોય, તકલીફમાંથી પસાર થવું પડતું હોય તો એવા સમયે આપ ભારત આવી જાઓ. 6 મહિના અમારે ત્યાં રહો અને બાળકોને ભણાવો, 6 મહિના ત્યાં પાછા ચાલ્યા જાવ. અમારા ત્યાં ગરમી શરૂ થાય ત્યારે ત્યાં પાછા જતા રહેજો. અમે યુએસએ સાથે સમજૂતી કરી અને મને ખુશી છે કે બહુ મોટા પ્રમાણમાં, સેંકડોની સંખ્યામાં મોટા મોટા વિદ્વાન ભારતીય મૂળના પણ અને વિદેશી પણ જેઓ રિટાયર્ડ થયા છે, તેઓ આજે ભારતમાં આવીને ભણાવવા માટે તૈયાર થયા છે, આપણી નવી પેઢીને શિક્ષિત કરવા માટે.
મારું કહેવાનું તાત્પર્ય એ છે કે, મારો પ્રયાસ એ છે કે દુનિયામાં જે શ્રેષ્ઠ છે હિન્દુસ્તાનમાં હોવું જોઈએ અને આપણું જે શ્રેષ્ઠ છે એમાં દુનિયાનું શ્રેષ્ઠ જોડાવું જોઈએ. તેથી અમારો પ્રયાસ એ છે કે આપણો દેશ, આપણા નવયુવાન તેમની શક્તિને જોડીને અમે આગળ વધવા માગીએ છીએ.
આપમાંથી અહીં એવા અનેક લોકો હશે જેમને કદાચ પોતાના ગામમાં વિજળીનું સંકટ રહેતું હશે, જે ગામમાંથી 24 કલાક વિજળી પણ મળી નહીં શકતી હોય. એ દિવસ યાદ છે કે નહીં કે બધું ભૂલી ગયા. આઝાદીના 70 વર્ષ બાદ શું મારા દેશવાસીઓ તેને વિજળી મળવી જોઈએ કે ન મળવી જોઈએ. 24 કલાક વિજળી મળવી જોઈએ કે નહીં. તેને મોબાઈલ ફોન તો મળી જાય છે પરંતુ ચાર્જિગ માટે બીજા ગામમાં જવું પડે છે. આ સ્થિતિ બદલવી છે, બસ બદલવી છે અને સચ્ચાઈથી મોઢું ન ફેરવી શકાય. એ હકીકત છે કે આજે પણ મારા દેશમાં લાખો પરીવારો, કરોડો પરીવારો, હજારો ગામ વિજળીના સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. જો મારે આધુનિક હિન્દુસ્તાન બનાવવું હોય તો અમારા બાળકો સ્કૂલોમાં કમ્પ્યુટર ચલાવતા, જો તેમણે શિખવું હોય તો વિજળીની જરુર પડશે. અમે બિડું ઊપાડ્યું છે 2022, કે જ્યારે ભારતની આઝાદીના 75 વર્ષ થશે.
દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું હશે ત્યારે હિન્દુસ્તાનના દરેક પરીવારને 24 કલાક વિજળી, 365 દિવસ મળશે અને એક તરફ દુનિયા ગ્લોબલ વોર્મિગંને લીધે પરેશાન છે. દુનિયા દબાવ નાખી રહી છે કે કોલસાથી વિજળી પેદા ન કરો. અમે પણ ઈચ્છીએ છીએ કે સુખમાં અમે પણ જોડાઈએ કેમકે અમે તો એ લોકો છીએ જેઓએ સદીઓથી પર્યાવરણની રક્ષા કરી છે. અમે જ તો એ લોકો છીએ જેઓએ છોડવાઓમાં પરમાત્માને નિહાળ્યા હતા. અમે જ તો એ લોકો છીએ જે જીવમાં શિવના દર્શન કરે છે. આ મહાન પરંપરાથી નિકળેલા અમે લોકો છીએ અને તેથી અમારા માટે તો પર્યાવરણ એ અમારા શ્વાસની જેમ અમારી સાથે જોડાયેલું છે અને તેથી અમે માનવ જાતીને નુકશાન પહોંચે એવો ક્યારેય વિચાર પણ ન શકીએ અને મહાત્મા ગાંધીથી વધીને પર્યાવરણનો કોઈ રાજદૂત ન હોઈ શકે.
પર્યાવરણમાં આવો કોઈ રાજદૂત ન હોઈ શકે. કદાચ દુનિયામાં પોતાના જીવન કાળમાં ઓછામાં ઓછા કાર્બન ફૂટ પ્રિન્ટવાળો કોઈ માણસ હશે, હું કહું છું કે કદાચ મહાત્મા ગાંધી એકલા હશે અને તેથી અમે ઊર્જા તો ઈચ્છીએ છીએ પરંતુ દુનિયા માટે કોઈ સંકટ પણ પેદા કરવા નથી માગતા. ભારતે સ્વપ્ન જોયું છે 2030 સુધીમાં 40 ટકા વિજળી નોન ફોસિલ (બિન પર્યાવરણીય સ્ત્રોત)ના માધ્યમથી હશે કોલસાના માધ્યમથી નહીં હોય. મતલબ એ છે કે જે નાના-નાના ટાપૂ દેશ છે કે જેઓને સમુદ્રનું સ્તર વધી જશે તો ડૂબી જઈશું એવો ડર છે, અમે તમને ડૂબવા નહીં દઈએ. અમારાથી જે થઈ શકે છે તે હિન્દુસ્તાન કરશે કેમ કે અમે વસુધૈવ કુટુંબકમ વાળા છીએ. અને તેથી અણુ ઊર્જા જોઈએ, રિન્યુએવલ એનર્જી (પુનઃઉત્પાદન થઈ શકે તેવી) જોઈએ, હાઈડ્રો જોઈએ, સોલાર જોઈએ, વિન્ડ(પવન) જોઈએ, બાયોમાસમાંથી નિકળવું જોઈએ. હવે આ વસ્તુઓ છે જે ખર્ચાળ છે. જો આપણે ન્યુકિલર એનર્જી (અણુ ઊર્જા)માં જવા માગીએ છીએ તો આપણને યૂરેનિયમ જોઈશે. યૂરેનિયમ એટલે નથી મળતું કે તમારે તેની જરૂર છે કે પછી તમારી પાસે પૈસા છે. યૂરેનિયમ આજકાલ ત્યારે જ મળે છે જ્યારે તમારા પર વિશ્વને ભરોસો હોય કે તમે શાંતિ માટે જ ઉપયોગ કરશો અને કોઈ પાપમાં આપ ભાગ નહીં લો, ત્યારે જઈને વિશ્વ યૂરેનિયમ આપે છે. ભારતે આ વિશ્વાસ પેદા કર્યો છે. અમારી આવશ્યકતા અનુસાર વિશ્વના નવા-નવા દેશો હવે આપણને યૂરેનિયમ આપવા તૈયાર થઈ ગયા છે. છેલ્લા 18 મહિનામાં કઝાકિસ્તાન કહો, કેનેડા કહો, ઓસ્ટ્રેલિયા કહો તેઓએ ભારત સાથે નાગરિક અણુ ઊર્જા માટે આપણી સાથે કરાર કર્યા અને કેટલાક લોકોએ ડિલિવરી આપવાનું શરું કરી દીધું છે.
આપણે ભારતના લોકો જ્યારે વિજળીની વાત કરીએ છીએ તો વધુને વધુ તો પહેલા યૂનિટ અંગે ચર્ચા કરતા હતા, કેટલા યૂનિટ વિજળી, કેટલો ભાવ વગેરે..વગેરે. થોડા આગળ વધીએ, તો આપણે મેગાવોટ પર વિચારવા લાગ્યા, ભાઈ આટલા મેગાવોટ, આટલા મેગા વોટ. ભારતે ક્યારેય વિજળીના ક્ષેત્રમાં મેગાવોટથી આગળ કંઈ જ વિચાર્યું નથી. અમે પહેલી વખત નિર્ણય કર્યો છે હંડરેડ સેવન્ટી ફાઈવ ગીગા વોટ, હંડરેડ સેવન્ટી ફાઈવ ગીગા વોટ (દસહજાર પંચોતેર ગીગા વોટ) પુનઃ ઉત્પાદિત (રિન્યૂએબલ) એનર્જી. અત્યંત સામાન્ય બુધ્ધિનો વિષય હોય છે. આપણે બધા સ્કૂલમાં પરીક્ષા આપતા હતા તો ટિચર શું શિખવાડતા હતા. ટીચર શિખવાડતા હતા કે પરીક્ષામાં જતા હો તો જોજો ભાઈ જે સરળ સવાલ છે તેને પહેલા ઉપાડો. આ જ શિખવાડતા હતા ને. મારા શિક્ષકે તો આ જ શિખવાડ્યું હતું. આપને પણ આવું જ શિખવાડ્યું હશે કે જે સરળ પ્રશ્ન છે તેને પહેલા જુઓ અને જે કઠિન છે એને પછી સમય બચે તો ત્યારે જોઈ લેવા. આવું થાય છે ને. મને જણાવો કે આપણી પાસે સૂરજ કેટલો તપે છે, આશરે 365 દિવસ સૂરજ તપતો હોય અને આપણે બાળકોને પણ પર્યાવરણ અંગે સરસ શિખવાડીએ છીએ. દરેક માતા બાળકને કહે છે કે આ ચાંદો તારા મામા છે અને સૂરજ તારા દાદા છે. પરંતુ આપણે ક્યારેય એ દાદાની આંગળી પકડીને ચાલતા નથી શિખવ્યું. કેમ નહીં સૂર્ય શક્તિ આપણા જેવા દેશની વિકાસનો મોટો આધાર બની શકે છે અને તેથી સોલાર એનર્જી પર આપણે જોર આપી રહ્યા છીએ. 100 ગીગા વોટ સોલાર એનર્જી, વિન્ડ એનર્જી (પવન ઊર્જા), બાયોમાસ, મારી જે ક્લિન ઈન્ડિયા મૂવમેન્ટ છે ને, 500 શહેરોનો જે કચરો-ગંદકી છે, ગંદકી છે એમાં વિજળી પેદા કરવી, ભલે પછી એ મોંઘી પડે, મારું શહેર સ્વચ્છ બનવું જોઈએ.
હવે આ બધી વસ્તુઓ માટે વિદેશોમાંથી ધનની જરૂર પડે છે, વિદેશમાંથી ટેક્નોલોજી જોઈએ, વિદેશમાંથી ઉત્પાદન કરનારા લોકો જોઈશે, જે લોકોની આમાં નિપુણતા છે એવા લોકો જોઈશે, અને હું ખૂબજ આનંદથી પણ કહી શકું છું કે આજે દુનિયાને ભારતને ભારતના હંડરેડ સેવન્ટી ફાઈવ ગીગા બાઈટ રિન્યુએબલ એનર્જીમાં એટલું આકર્ષણ પેદા થયું છે, વિશ્વના રાજનેતાઓને આશ્ચર્ય થઈ રહ્યું છે અને વિશ્વના પૂંજી નિવેશકોને એક નવો અવસર દેખાઈ રહ્યો છે કે તે ભારતમાં આવીને વિજળી ઉત્પાદનની અંદર અમારી સાથે જોડાવા માટે તૈયાર થઈ રહ્યા છે.
દુનિયા સાથે સંબંધો થાય છે , જે મિઠી-મિઠી વાતોથી નથી થતા. વિશ્વ કાં તો તમારી શક્તિને સ્વિકારે છે, અથવા વિશ્વ પોતીકાપણાની ભાષાને સમજે છે. આજે હું સંતોષ સાથે કહું છું કે વિશ્વની સાથે ભારતે એવા સંબંધોને બનાવવાનું રુપ લીધું છે. આપ મને જણાવો કે પશ્ચિમ એશિયાના દેશોમાં જે તોફાન ચાલી રહ્યું છે, નિર્દોષોને મોતના ઘાટ ઊતારાઈ રહ્યા છે, આતંકવાદ તેની ચરમસીમા પર છે. એ દેશોમાં 70 લાખ હિન્દુસ્તાની રહે છે, 70 લાખ, સેવન મિલિયન. આપ મને જણાવો કે આપ સિંગાપુરમાં રહો છો તેથી બહુ જલદી વાત ને સમજી જશો. શું તેમને તેમના નસીબ પર છોડી દેવા જોઈએ કે શું. તેમના પર સંકટ આવશે તો કઈ તરફ જોઈશું. કોની તરફ જોઈશું. તેઓ મુસિબતમાં હશે તો કોની તરફ જોઈશું. અને એ સમયે ભારત એ કહે કે બેટા તમે તો ચાલ્યા ગયા હતા, હવે શું યાદ કરી રહ્યા છો, ચાલેશે કે કેમ. જો ક્યાંકથી અવાજ ઊઠે છે, ક્યાંક થી એક સિસકારો સંભળાય, તેને એ જ અવાજ સંભળાવવી જોઈએ, હા ભારત છે ને. અને એક વખત તેના કાનમાં સ્વર ગૂંજે છે તો એ નિશ્ચિંત થઈ જાય છે, ઠીક છે કે સંકટના વાદળ આવ્યા છે પરંતુ મારો દેશ મને બચાવી લેશે. અને ત્યારે, આ વિશ્વના સંબંધો કામ આવે છે, સંબંધ કામ આવે છે. યમન હોય, ઈરાક હોય, હજારોની સંખ્યામાં આપણા ભારતીય ભાઈ બહેન ફંસાયેલા હતા, એટલું જ નહીં આપણી કેરળની નર્સ બહેનો, જીવન અને મોત વચ્ચેની એ પળ તેઓએ કઈ રીતે વિતાવી હશે આપણે એની કલ્પના કરી શકીએ છીએ.
પરંતુ વિશ્વની સાથે જે સંબંધ જોડાયા છે દુનિયાના કેટલાક દેશોથી પ્રાર્થના કરી કે જુઓ એમાં શું મદદ કરી શકીએ અમે છીએ અને આજે હું સંતોષ સાથે કહી શકું છું કે એ દેશોએ અમારી એ બાળકીઓને લાવીને કેરળ સુધી પહોચાડવામાં મારી ભરપૂર મદદ કરી છે. યમનમાં અમારા હજારો લોકો ફંસાઈ ગયા હતા, અમે ત્રણ મહિનાથી તેમને કહી રહ્યા હતા કે ભાઈ નિકળો, નિકળો, નિકળો. પરંતુ કોઈ નિકળવા તૈયાર જ નહતું. આ જે બહાર રહે છે તેઓ એટલી વાત ધ્યાનમાં રાખી લે ભાઈ. કેટલું સમજાવીએ અમે, નહીં નહીં સાહેબ એ તો જોયું જશે. કેમકે આટલા પ્રેમથી રહેતા હતા, એટલી નિકટતા હતી, તેમને શંકા નહતી પરંતુ કોઈ પણ મુસિબત આવી શકે છે. પરંતુ ચારે બાજુ બોમ્બાર્ડિંગ શરૂ થઈ. અમે દુનિયાના કેટલાક દેશોના લોકોની સાથે મેં ફોન પર વાત કરી. અને આજે હું સંતોષ સાથે કહી શકું છું કે દુનિયાના એ દેશોએ અમારી મદદ કરી અને અમે હજારોની સંખ્યામાં અમારા તમામ યમનમાં ફંસાયેલા નાગરિકોને લઈને પાછા આવ્યા. ઈરાક હોય, લિબિયા હોય, યમન હોય, વિશ્વ સાથે સંબંધ આજના યુગમાં દરેક પળ, દરેક સમયે જરૂર હોય છે. અરે ક્યારેક ક્યારેક તો નેપાળમાં અમારા પ્રવાસી ચાલ્યા જાય અને એક બસ ખાડામાં પડી જાય, જો નેપાળ સરકાર સાથે સંબંધ નહીં હોય તો એ બિચારાઓને કોણ જોશે. વિશ્વની સાથે સંબંધ બનાવવાના પ્રયાસ અને ઔપચારિકતાથી નથી ચાલતું, આજે યુગ બદલાઈ ચૂક્યો છે, જીવંત નાતો હોવો અનિવાર્ય હોય છે અને ત્યારે જઈને અમારા દેશવાસીઓની જીંદગી દાવ પર લાગી હોય ત્યારે એ સંબંધ કામ આવી શકે છે અને તેમની જીંદગી બચી જાય છે.
દુનિયાના કોઈ એક દેશમાં કોઈ એક ભારતીયનો જીવ ચાલ્યો જાય તો સમગ્ર હિન્દુસ્તાન બેચેન બની જાય છે, હજારોના જીવ બચી જાય તો ખુશી કેટલી હોઈ શકે છે એનો અંદાજ આપ લગાવી શકો છો ભાઈ. અને તેથી અમારો એ પ્રયાસ રહ્યો છે કે ભારત વિકાસની નવી ઊંચાઈઓ ને પાર કરે અને આજે એ જમાનો નથી કે તમે ચાર દેશો સાથે મિત્રતા બનાવી લીધી તો ગાડી ચાલી જશે. પહેલા તો દુનિયા બે જૂથોમાં વહેંચાયેલી હતી, આપ કોઈ જૂથ સાથે મિત્રતા કરી લો તો એ જૂથ તમારું રક્ષણ કરતું હતું. આજે એ યુગ નથી. આજે સમગ્ર વિશ્વ ઈન્ટર-ડિપેન્ડન્ટ (એક બીજા પર નિર્ભર) થઈ ગયું છે. કોઈ પણ દુનિયાનો દેશ અલગ રહી શકે નહીં અને કોઈ પણ દુનિયાનો દેશ એકલો જ બધું કરી લેશે, દુનિયાનો સમૃદ્ધમાં સમૃદ્ધ દેશ હશે, શક્તિશાળીમાં શક્તિશાળી દેશ હશે, પરંતુ નાનામાં નાના દેશ પર પણ તેણે આધાર રાખવો પડે છે. સમગ્ર દુનિયા એક બીજા પર આધાર રાખે છે. ભારતે જો દુનિયામાં આગળ વધવું હશે તો ભારતે પોતાની જગ્યા બનાવવી હશે તો એક બીજા પર આધાર આ દુનિયાની અંદર આપણે પણ આપણા સંબંધોને તાજગી આપવી પડે છે. દેશ નાનો, ભલે ગમે એટલો નાનો હોય પરંતુ યુનિયન (સંગઠન)માં તેની તાકાત હોય છે. આપ કલ્પના કરી શકો છો કે હું હિન્દુસ્તાનના વાસીઓને કહું કે ગેસ સબસીડી છોડી દો, 40 લાખ લોકો ગેસ સબસીડી છોડી દે, ભારતનો સમય કેવો બદલાયો છે.
જો હિન્દુસ્તાન એમ કહે કે દુનિયા નાક પકડી લે, યોગા કરે, અમે કોઈને કાન પકડવા નથી કહ્યું. 21 જૂને સમગ્ર વિશ્વ આંતરાષ્ટ્રીય યોગા દિવસ ઉજવે. કોણ ભારતીય હશે કે જેને એ વાતનો ગર્વ નહીં થયો હોય, ભાઈઓ, બહેનો. જે દિવસે નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂક્યો, માત્ર અમેરિકા જ નહીં, વિશ્વની માનવ જાતે ગૌરવનો અનુભવ કર્યો હશે. આજે જ્યારે 21 જૂને સમગ્ર વિશ્વ ધાર્મિક સ્વાસ્થ્ય જાળવણીને લઈને યોગા દિવસ ઉજવવા આગળ આવે, કોઈ બંધન નહીં, કોઈ રંગ નહીં, કોઈ રૂપ નહીં, કોઈ પરંપરા નહીં, કોઈ સંપ્રદાય નહીં, કોઈ વિધ્નો નહીં, એક મનથી યોગા માટે વિશ્વ તૈયાર થઈ ગયું. અને દુનિયાની પહેલી ઘટના છે કે આટલા ઓછા સમયમાં, સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આ પ્રસ્તાવ પસાર થયો, આટલા દેશોએ તેને સંયુક્ત રીતે પ્રાયોજિત કર્યો અને દુનિયાના આટલા દેશોએ તેને બનાવ્યો. સિંગાપુરે પણ ખૂબજ ધામધૂમથી યોગા દિવસ ઉજવ્યો. હવે આ કોઈ મોદી યોગા લાવ્યા છે કે શું. આ તો હતું જ હતું. પરંતુ આપણને આપણા પર ભરોસો નહતો કેમકે આપણે સંકોચ કરતા હતા, યાર કોઈને કહીશું તો ખબર નહીં તેનું નાકનું ટેરવું ચઢી જશે અને ખબર નહીં ઈનકાર કરી દેશે તો, જો આપણને આપણામાં વિશ્વાસ હોય તો દુનિયા આપણી સાથે ચાલવા માટે તૈયાર હોય છે. દુનિયા પણ, દુનિયા પણ શાંતિની તલાશમાં છે, દુનિયા પણ સંતોષની તલાશમાં છે, કોઈ ક તો આવે જે આંગળી પકડીને ચલાવે, દુનિયા ચાલવા માટે તૈયાર છે અને ભારત, ભારત આજે તૈયાર થયું છે વિશ્વની સાથે ખભે થી ખભો મિલાવીને તૈયાર થયું છે, ચાલી શકે છે ભારત.
ભાઈઓ, બહેનો હું મારું એક જ કામ લઈને નિકળ્યો છું અને એ કામ પુરું કરવા માટે મને આપના આશિર્વાદ જોઈએ છે. સવા સો કરોડ દેશવાસીઓના આશિર્વાદની સાથે-સાથે વિશ્વમાં ફેલાયેલા મારા ભારતના ભાઈઓ-બહેનો, આપના આશિર્વાદ જોઈએ છે. અને તે કામ છે, એક જ કામ કરવાનું છે, વિકાસ, વિકાસ, વિકાસ. અને એ વિકાસ જે ગરીબના આંસુ લૂંછી શકવાની તાકાત ધરાવતો હોય, તે વિકાસ જે નવયુવાનોને રોજગાર આપતો હોય, એ વિકાસ જે ખેડૂતના જીવનમાં આનંદ લાવતો હોય, તે વિકાસ જે અમારી માતાઓ-બહેનોને શક્તિ આપતો હોય, જે વિકાસ જે એકતા અને અખંડિતતાનો મંત્ર લઈને વિશ્વની અંદર માથું ઊંચું કરીને ઊભો થઈ શકતો હોય, એવો વિકાસ કરવાનું સ્વપ્ન લઈને હું ચાલી રહ્યો છું. ભારત આગળ વધે એટલું જ પુરતું નથી, ભારત આધુનિક બને એ પણ એટલું જ જરુરી છે. એમ માત્ર ક્યારેક ક્યારેક શું થાય છે, આપે જોયું હશે, કોઈક સિનિયર સિટિઝનને આપ મળશો, 70 વર્ષની વય થઈ ગઈ છે, 80 વર્ષની વય થઈ ગઈ છે, પૌત્ર-પૌત્રીઓ નમસ્તે કરવા જશે તો તે શું કરે છે, આવો બેસીએ, જુઓ હું જ્યારે 30 વર્ષનો હતો એવું કરતો નહતો અને બાળકોએ એ વાત દસ વખત સાંભળી હશે, તો જ્યારે દાદા બોલાવે છે તો બાળકો ભાગી જાય છે. તેમને લાગે છે કે આ દાદા હવે ફરી કંઈક કથા સંભળાવશે એવું અમે જોઈએ છીએ, પરિવારોના જીવનમાં આપણે જોઈએ છીએ. બાળક પણ લાંબા સમય સુધી જુના પરાક્રમોને સાંભળવા માટે તૈયાર નથી.
હું દેશવાસીઓને એ કહેવાની હિંમત કરું છું કે આજે, અમારા પૂર્વજોએ જે પરાક્રમ કર્યા છે, એ અમારી પ્રેરણાનું કારણ બની શકે છે પરંતુ અમારા પૂર્વજોના પરાક્રમ પર ગીત ગાતા ગાતા આપણે ગુજરાન નથી કરી શકતા. આપણે આપણા યુગમાં આપણે પૂર્વજોના પરાક્રમોથી પ્રેરણા લઈને આપના વર્તમાનને પણ ઉજ્જવળ કરવું છે અને ભવિષ્યનો મજબૂત પાયો નાખવો એ અમારું દાયિત્વ બની જાય છે. માત્ર મહાન સંસ્કૃતિ, મહાન પરંપરા, પાંચ હજાર વર્ષનો ઉજ્જ્વળ ઈતિહાસ એના જ ગીત ગાતા રહીએ અને પાડોશીને ક્યારેક પાણી પિવડાવવા પણ તૈયાર ન હોઈએ, એવું ક્યારેક મારા દેશમાં પણ થઈ શકે છે. અને તેથી પૂર્વજોના પરાક્રમ, મહાન સંસ્કૃતિ, મહાન પરંપરા, તેમની જે ઉત્તમ વસ્તુઓ છે તેની આપણે પ્રેરણા લેવી છે પરંતુ આપણા પરસેવાથી વર્તમાનને ભરવું છે. આપણી ઈચ્છા શક્તિથી એનો મજબૂત પાયો નાખવો છે પરંતુ આવનારી પેઢી એ ન કહે કે આપના પૂર્વજો તો બહુ કરીને ગયા, તમે જણાવો બેટા તમે શું કર્યું. એ પ્રશ્નનો જવાબ આપવાની આપણામાં હિંમત હોવી જોઈએ એવું હિન્દુસ્તાન બનાવવું છે. આપણા સામર્થ્યથી, આપણા પરાક્રમથી, આપણા ત્યાગથી, આપણી તપસ્યાથી, આપણે આપણા દેશને બનાવવો જોઈએ, આપણે આપણા દેશને આગળ વધારવો જોઈએ અને આપણા જે મુલ્યો છે, સાંસ્કૃતિક વિરાસતો છે તેનાથી વિશ્વને પરિચિત કરવા જોઈએ આ જ્યાં સુધી અમે સંતુલન ન કરી શકીએ, દુનિયા આપણો સ્વિકાર નહીં કરે.
મને વિશ્વાસ છે કે વિકાસના આ સ્વપ્નને લઈને આપણે જેમ ચાલી રહ્યા છીએ, એમાં આપનું પુરે પુરું યોગદાન હશે. ભારતનું ગૌરવ વધારવા માટે આપણે જ્યાં હોઈએ, જ્યાં પણ હોઈએ આપણે જરૂર આપણા તરફથી પ્રયાસ કરતા રહીએ. દુનિયાને આપવા માટે આ દેશ પાસે ઘણું બધું છે. અનેક સંકટો બાદ પણ આજે પણ છાતી તાણીને ઊભા રહેવાની આપણામાં હિંમત છે. પરંતુ છાતી, છાતી તાણવી પડે, દિવસો ન આવવા જોઈએ. અને એ ત્યારે થાય છે જ્યારે આપણે આપણા વર્તમાનને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પુરુષાર્થ કરીએ છીએ, સામૂહિક પુરૂષાર્થ કરીએ છીએ, સામર્થ્ય સાથે ચાલીએ છીએ ત્યારે જઈને પરિણામ મળે છે.
સિંગાપુરને દેરકે કોઈકે બનાવ્યું છે, દરેક કોઈક બનાવી રહ્યું છે અને સિંગાપુર પણ આસપાસના દેશોને બનાવવાની તાકાત રાખે છે. હું સિંગાપુરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, આ સિંગાપુરની વિકાસ યાત્રાને હું નમન કરું છું. આ સિંગાપુરે, સિંગાપુર સાચે સાચ સો-સો સલામ કરનારો દેશ બની ગયો છે, હું તેને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સવા સો કરોડનો દેશ, હિંદુસ્તાન એ પણ ઉમંગ અને ઉત્સાહ સાથે આગળ વધશે એ જ એક સંકલ્પ સાથે હું ફરી એક વખત તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. થેન્ક યુ.
J.Khunt
Today the world looks towards India with great faith. You played a great role in this: PM at community programme https://t.co/1o9DhujpMx
— PMO India (@PMOIndia) November 24, 2015
The way you merged into every nation you went has been wonderful: PM @narendramodi salutes the diaspora. Watch. https://t.co/1o9DhujpMx
— PMO India (@PMOIndia) November 24, 2015
A few months ago I had come here to pay tributes to the man who built Singapore: PM @narendramodi in Singapore https://t.co/1o9DhujpMx
— PMO India (@PMOIndia) November 24, 2015
There is a lot that Singapore can teach us. One example is cleanliness: PM @narendramodi #MyCleanIndia https://t.co/1o9DhujpMx
— PMO India (@PMOIndia) November 24, 2015
The good part is, the people of India have decided that they want a clean India: PM @narendramodi #MyCleanIndia https://t.co/1o9DhujpMx
— PMO India (@PMOIndia) November 24, 2015
Journalists asked me before the elections- Modijihow will your foreign policy be: They thought I am not experienced enough: PM
— PMO India (@PMOIndia) November 24, 2015
India requires foreign investment. I feel FDI is also 'first develop India.' says PM @narendramodi https://t.co/1o9DhujpMx
— PMO India (@PMOIndia) November 24, 2015
There is an increase in FDI since we have taken office: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 24, 2015
India's currency must gain more respect at the world level: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 24, 2015
Should a nation of 125 crorepeople rely on other nations for defence equipment? Why can't we make it: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 24, 2015
We have begun a movement, we are working on skill development and we are working with Singapore, Germany, USA: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 24, 2015
We want renewable energy, wind energy, nuclear energy: PM @narendramodi speaks on India's commitment towards a clean environment
— PMO India (@PMOIndia) November 24, 2015
The world has become interdependent. No nation can afford to remain isolated: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 24, 2015
All I want to work towards is development. Development that wipes tears from the eyes of poor, that empowers the youth & women: PM
— PMO India (@PMOIndia) November 24, 2015
Great interaction with the dynamic Indian community in Singapore. Sharing my speech. https://t.co/3KXOMigRTF pic.twitter.com/PtZbX2lHoM
— Narendra Modi (@narendramodi) November 24, 2015
My Singapore visit was brief but extremely eventful. Got to meet leaders, investors & diaspora. This visit will further cement our ties.
— NarendraModi(@narendramodi) November 24, 2015
I thank people of Singapore for their hospitality & invite them to come to India, invest here & discover the beauty of our great country.
— NarendraModi(@narendramodi) November 24, 2015