પીએમઇન્ડિયા

સિંગાપોરના નાયબ પ્રધાનમંત્રી મહામહિમ શ્રી થર્મન શણ્મુગરત્નમ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
આ બેઠકમાં પ્રધાનમંત્રીએ સિંગાપોરના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી લી હસિએન લૂંગે ઓક્ટોબર, 2016માં લીધેલી ભારતની સફળ મુલાકાતને યાદ કરી હતી અને એ સમિટમાં લેવાયેલા નિર્ણયો પર બંને પક્ષે કરેલી ફોલો-અપ કામગીરીની પ્રશંસા કરી હતી.
શ્રી શણ્મુગરત્નમે જીએસટીના સફળ અમલ બદલ પ્રધાનમંત્રીને અભિનંદન આપ્યા હતા. તેમણે દ્વિપક્ષીય સંબંધો, ખાસ કરીને આર્થિક ક્ષેત્રમાં સંબંધો પર થયેલી પ્રગતિ પર ટૂંકમાં માહિતી આપી હતી.
પ્રધાનમંત્રીએ રોકાણ, શહેરી વિકાસ, નાગરિક ઉડ્ડયન અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં ગાઢ દ્વિપક્ષીય સંબંધોની પ્રશંસા કરી હતી.
બંને નેતાઓએ બેંકિંગ, ડિજિટલ ફાઇનાન્સ, પ્રવાસન અને નવીનતામાં દ્વિપક્ષીય જોડાણ માટેની સંભવિતતા પર પણ ચર્ચા કરી હતી.
TR
Had a wonderful meeting with Mr. Tharman Shanmugaratnam, Deputy Prime Minister of Singapore. pic.twitter.com/PeIWaxSyCs
— Narendra Modi (@narendramodi) July 22, 2017