Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા અને કેપિટલ માર્કેટસ ઓથોરિટી(CMA), કુવૈતવચ્ચે થયેલા સમજૂતિ કરારને કેબિનેટની મંજૂરી


પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્રીયકેબિનેટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા અને કેપિટલ માર્કેટસ ઓથોરિટી(CMA), કુવૈતવચ્ચે પરસ્પર સહયોગ અને ટેકનિકલ સહાય માટે થયેલા સમજૂતિ કરારને કેબિનેટની મંજૂરી આપી છે. આ સમજૂતિ કરારથી બે નિયંત્રકો વચ્ચે આર્થિક કડીઓનો વધુવિકાસ અને સહયોગ થવાની સંભાવના છે.

તેનાથી બંને દેશો વચ્ચે માહિતીના આદાન-પ્રદાનનું માળખુ મજબૂત થશે. તેનાથી સેબી અને સીએમએ, કુવૈતના વિદેશી પરસ્પર સહયોગ અને નિયંત્રણની પ્રવૃત્તિઓમાં મૂલ્યવૃધ્ધિ થવાની સંભાવના છે.

J.Khunt