પીએમઇન્ડિયા
ભારતીય સિવિલ સર્વિસ ડેના રૂપમાં આજનો આ દિવસ એક પ્રકારે પુનઃસમર્પણનો દિવસ છે. દેશભરમાં અત્યાર સુધી આ જે મહાનુભાવોને આ કાર્ય કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે, આજે દેશના દરેક ખૂણે આ સેવાની અંતર્ગત સેવારત આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ.
તમે લોકો એટલા અનુભવી છો. હું નથી માનતો કે તમને તમારી શક્તિનો અહેસાસ નથી અને ન તો તમને પડકારોનો અંદાજ છે, એવું નથી. શક્તિની પણ ખબર છે, પડકારોની પણ ખબર છે, જવાબદારીઓની પણ ખબર છે. અને આપણે જોયું છે કે આ જ ઉપલબ્ધ વ્યવસ્થાઓના અંતર્ગત દેશને સર્વશ્રેષ્ઠ પરિણામો પણ મળ્યા છે. પરંતુ આજથી 15-20 વર્ષ પહેલા અને આજની સ્થિતિમાં બહુ તફાવત છે, અને આજથી પાંચ વર્ષની સ્થિતિમાં કદાચ ઘણું વધારે અંતર હશે. કારણકે 15-20 વર્ષ પહેલા આપણે જ હતા, જે કંઈ પણ હતા, આપણે જ હતા. સામાન્ય વ્યક્તિની જિંદગીની બધી જ જરૂરિયાતો આપણા રસ્તામાંથી પસાર થતી હતી. તેને ભણવું હતું તો સરકાર પાસે આવવું પડતું હતું, તે બીમાર હતો તો તેને સરકાર પાસે આવવું પડતું હતું. તેને સિમેન્ટ જોઈએ, લોખંડ જોઈએ તો પણ સરકારની પાસે જ આવવું પડતું હતું. એટલે કે જીવનનો એ સમયગાળો હતો જેમાં સરકાર જ બધું હતી. અને જયારે સરકાર જ સર્વસ્વ હતી તો આપણે જ આપણે બધું હતા અને જયારે પણ આપણે જ સર્વસ્વ હોઈએ છીએ તો ખરાબીઓ આવવાની સ્વાભાવિક પ્રવૃત્તિ રહે છે. કમીઓ નજરઅંદાજ કરવાની આદત પણ બની જાય છે, પરંતુ છેલ્લા 15-20 વર્ષમાં એક સ્પર્ધાનો સમયગાળો શરુ થયો છે. અને તેના કારણે સામાન્ય માનવી પણ આ સરખામણી કરે છે કે ભાઈ સરકારનું વિમાન તો આવી રીતે જાય છે, ખાનગી વિમાન આવી રીતે જાય છે. અને તેને તરત લાગે છે કે સરકાર બેકાર છે. સરકારવાળા બેકાર છે, કેમ તેને આ વિકલ્પ જોવા મળ્યો છે.
પહેલા તેને સરકારી દવાખાનાઓમાં ડોક્ટર પ્રેમથી પણ આવી જાય કંઈ ન કરે, એમ જ બીપી માપી લે તો પણ તેને લાગે છે કે મારી તબિયત સારી થઇ રહી છે, ડોકટરે મારી સેવા કરી છે. આજે દસ વખત પણ ડોક્ટર આવી જાય તો આ સરકારી છે, ખાનગીમાં ગયો હોત તો સારું હતું. અર્થાત સામાન્ય માનવીના જીવનમાં 10-15-20 વર્ષમાં એક વિકલ્પ ઉપલબ્ધ થયો છે. હવે વિકલ્પ ઉપલબ્ધ થવાને કારણે સરકાર નામની વ્યવસ્થા કરી અને સરકારમાં બેઠેલા લોકો પ્રત્યે અને ખાસ કરીને સનદી સેવા સાથે જોડાયેલા લોકોની જવાબદારી આજથી 20 વર્ષ પહેલા હતી તેના કરતા વધારે વધી ગઈ છે. કાર્ય બોજ નથી વધ્યો, પડકારો વધ્યા છે. કાર્યના બોજના કારણે મુશ્કેલીઓ ઊભી નથી થઇ. પડકારોની સરખામણીએ ઊભા રહેવાની ખોટ જોવા મળી રહી છે.
કોઈપણ વ્યવસ્થા સ્પર્ધામાં હોવી જ જોઈએ અને તે જ ગુણવત્તાયુક્ત પરિવર્તન લાવવા માટે બહુ મોટો ભાગ ભજવે છે. જો સ્થગિતતા છે, આકાંક્ષાઓ નથી, તુલનાત્મક કોઈ વ્યવસ્થા નથી તો લાગે છે કે જે છે તે બધું સારું જ છે. પરંતુ જયારે તુલનાત્મક સ્થિતિ આવે છે તો આપણને પણ લાગે છે કે આપણે આગળ વધવાનું છે. હવે તેનો ઉપાય એ નથી કે યાર પેલાને નીચે પાડો, આપણે આગળ દેખાવા જોઈએ, ના જે પણ વધી શકે છે તેને વધારવા જોઈએ અને સારું તો એ થશે કે જેટલી જલદી આપણે આપણી કાર્યશૈલીને બદલીએ, આપણે આપણા વિચારવાની રીતને બદલીએ. જેટલું જલદી આપણે નિયંત્રકના સ્વભાવમાંથી નીકળીને સક્ષમકર્તા તત્વના રૂપમાં વિકસિત થઈશું, તો આ પડકાર અવસરમાં બદલાઈ જશે. જે આજે આપણને પડકાર લાગી રહ્યો છે તે અવસર બની જશે અને એટલા માટે બદલતા સમયમાં સરકાર વિના ખોટ વર્તાય પણ સરકારની હાજરીમાં બોજ ના લાગે. એવી વ્યવસ્થા કેવી રીતે વિકસિત કરીએ. અને આ વ્યવસ્થા વિકસિત ત્યારે થશે જયારે આપણે વસ્તુને તે રીતે જોવાની શરૂઆત કરીશું.
હવે અહીંયા કેટલોક પ્રયાસ ચાલી રહ્યો છે. તમે માત્ર આ સિવિલ સર્વિસ ડેને જ યાદ કરો કે પહેલા આવો હતો, હવે આવો કેમ છે? તેનો જવાબ એ તો ના જ હોવો જોઈએ કે પ્રધાનમંત્રીએ વિચાર્યું અને અમે કરી નાખ્યું, ના જી. વિચારવાની રીત એ હોવી જોઈએ કે આટલો મોટો સારો અવસર આવતો હતો, આપણે તેને એક રીવાજ બનાવી દીધો હતો. જો પ્રાણવાન બનાવીએ છીએ, તેમાં પ્રાણ ભરી દઈએ છીએ, પોતાની જાતને જોડી દઈએ છીએ, આવનારા દિવસોની વિચારધારા રાખીએ છીએ તો એ જ અવસર આપણને એક નવી તાકાત આપી દે છે. આ એક અવસરમાં જે બદલાવ જોવા મળી રહ્યો છે અને જો તમને તે જ સાચું લાગે છે તો તમારા દરેક કામમાં આ જ શક્યતાઓ છુપાયેલી છે, સમાયેલી છે. માત્ર તેને એકવાર સ્પર્શ કરવાની જરૂર હોય છે, અનુભૂતિ થવા લાગશે. શું આપણે આનાથી આ બાબતોને શીખી શકીએ છે? કયું કારણ છે તમે પણ તો ક્યારેક એ પ્રક્રિયામાંથી નીકળ્યા હશો ને? તમે પણ કોઈ ગામમાં કામ કર્યું. ધીમે ધીમે કરીને જિલ્લામાં આવ્યા અને આમ કરતા કરતા આપણે પહોંચ્યા છીએ. બીજા પણ અનેક લોકો હશે કે જે ગયા વખતે પણ જિલ્લામાં કામ કરતા હશે અને આ વખતે પણ જિલ્લામાં કામ કરે છે. પણ પહેલા તેમને નહોતું લાગ્યું, એટલા માટે પ્રવેશ સોથી પણ ઓછા આવ્યા. અને આ વખતે એકદમથી વધારે આવી, લાંબો કૂદકો તો વાગ્યો છે, અને હું તેનું સ્વાગત કરું છું. બની શકે કે કોઈએ પૂછ્યું હશે કે તમે મોકલ્યું કે નથી મોકલ્યું? તો તેને લાગ્યું કે યાર ના મોકલવાથી પણ સવાલો ઉઠશે એટલા માટે મોકલી તો આપો જ. પરંતુ જયારે મારી સામે રીપોર્ટ આવ્યો તો મારું મગજ કઈક બીજું જ વિચારવા લાગ્યું. મેં કહ્યું કે એવું કરો ભાઈ સારું છે, લાંબો કૂદકો વાગ્યો છે. 100થી નીચે હતા, હવે 500થી વધારે થઇ ગયા છે, સારી વાત છે. હવે થોડું ગુણવત્તાયુક્ત વિશ્લેષણ થવું જોઈએ. આપણે એ તો જોઈએ કે જેને આપણે ભલે નંબર એક, નંબર બે, નંબર ત્રણ નહીં આપી શકીએ, પરંતુ છેવટે ગંભીરતાથી જોવું પડે, મન કરે યાર જરા જો તો ખરો કે કેવું કર્યું છે. શ્રેષ્ઠતાની શ્રેણીમાં આવે તેમાં કેટલા છે. હું તે આંકડો કહેવા નથી માંગતો. લાઈવ ટીવી ચાલી રહ્યું છે. પરંતુ તેમ છતાં હું સંતુષ્ટ એટલા માટે છું, ચાલો ભાઈ એક શરૂઆત તો થઇ, લાંબો કૂદકો વાગ્યો. હવે હું ઇચ્છુ છું કે એક વર્ષમાં ગુણવત્તાયુક્ત બદલાવ થવો જોઈએ. શ્રેષ્ઠતાથી નીચે તો કોઈ પ્રવેશ હોવો જ ના જોઈએ. કારણકે આ વ્યવસ્થામાં એ લોકો છે જેમને શ્રેષ્ઠતાનો સિક્કો વાગેલો છે, ત્યારે જ તો અહીંયા પહોંચ્યા છે જી.
એ બરાબર છે કે તેમણે કોઈ કોચિંગ ક્લાસ કર્યા હશે..ચાલો તમે લકો સમજી ગયા. પણ તેમ છતાં સિક્કો તો લાગી ગયો કે જે શ્રેષ્ઠતા છે તે અહીંયા જ છે. જો શ્રેષ્ઠતા અહીં જ છે એવો સિક્કો છે તો પછી રજૂઆત પણ તો એવી જ રીતે કરવાની આદત આપણે બનાવવી પડશે અને ધીમે ધીમે ક્યારેક ક્યારેક તમે જોયું હશે કે એક ગૃહિણી હોય છે, ક્યારેક તેનો રૂઆબ, તેનું કૌશલ્ય, તેની ક્ષમતા પરિવારમાં નોંધાતી નથી. એક રીતે ચલાવી લેવામાં આવે છે. પરંતુ પરિવારનો મુખ્ય વ્યક્તિ જો ભગવાને છીનવી લીધી, અચાનક ધ્યાનમાં આવે છે કે કાલ સુધી ચુલા સાથે જોડાયેલી એક ગૃહિણી આખા પરિવારનો કારોબાર ચલાવવા લાગી જાય છે. બાળકોનો ઉછેર એવી શ્રેષ્ઠ રીતે કરી દે છે. અને આજુ બાજુના પુરુષોને પણ શરમ આવે તેટલી ઉત્તમ રીતે પોતાના પારીવારિક જીવનને ઊંચાઈ પર લઇ જાય છે. કાલ સુધી તે ગુમનામ હતી, મતલબ એક સુષુપ્ત તાકાત પડેલી હતી, જેવો અવસર આવ્યો તેણે પોતાની જાતને ખીલવી દીધી, વિકસિત કરતા કરતા જવાબદારીઓને નિભાવી. અહીંયા એ લોકો છે જેઓ પરીક્ષા આપતી વખતે કેટલાય દબાણમાંથી પસાર થયા હશે, પરંતુ જયારે તમારી પાસે આટલી મોટી વ્યવસ્થા આવી ગઈ છે, આટલો મોટો અવસર આવી ગયો છે, વસ્તુઓને નવીન દ્રષ્ટિથી જોવાનો મોકો મળી ગયો છે. શું તમે તેને અપનાવો છો. એક અનુભવ હું કરી રહ્યો છું, હાયરાર્કીનો બોજ એ તો છે જ. કદાચ તે બ્રિટિશરોના જમાનાની વિરાસત છે, જે મસુરીમાંથી પણ આપણે કાઢી નથી શક્યા. પણ મને બધું આવડે છે, મારા જમાનામાં તો આવું થતું હતું. અરે તું હજી નવો આવ્યો છે યાર અમે તો અનેક વર્ષો પહેલા, 20 વર્ષ પહેલા જિલ્લામાં કરીને આવ્યા છીએ, આ જે અનુભવનો બોજ છે, તે બોજ આપણે ટ્રાન્સફર કરતા જઈ રહ્યા છીએ. આપણે વિચારીએ સીનીયર લોકો વિચારે કે આ અનુભવ બોજ તો નથી બની રહ્યો, ક્યાંક અમારો અનુભવ નવા પ્રયોગો માટે બ્રેકનું કામ તો નથી કરી રહ્યો ને. ક્યાંક મને એવું તો નથી લાગી રહ્યું કે હું હવે અહીંયા સેક્રેટરી બની ગયો છું. તે જિલ્લામાં હું પહેલા કામ કરતો હતો, મેં મારા સમયમાં આ કામ પૂરું કરવાનો પ્રયત્ન કર્યો હતો, ના થયું. 20 વર્ષો વીતી ગયા. હવે આ નવો છોકરો આવ્યો છે તે કરી રહ્યો છે, યાર મારી ઈજ્જત ખરાબ થઇ જશે. કોઈ પૂછશે કે તું હતો ત્યારે ના થયું, જો આ છોકરાએ કરી બતાવ્યું. તો મારા અનુભવના બોજની બ્રેક વધી રહી છે. અને હું જ અડચણ બની જાઉં છું. કોઈ બીજા જિલ્લાનું તો કરી દઈશ પણ જે જિલ્લામાંથી હું કામ કરીને આવ્યો હતો અને મારી હાજરીમાં ન થયું, હવે તું કરી કરીને કમાણી નથી કરી શકે તેમ…એવું છે. સારું લાગે, ખરાબ લાગે, પરંતુ એટલું છે. આપણને ગર્વ હોવો જોઈએ, કે જે ખેતરને મેં ખેડ્યું હતું, હું ત્યાંથી ચાલી નીકળ્યો પરંતુ મારા પછી જે આવ્યો હતો તેણે પાણીની વ્યવસ્થા કરી હતી. એ પછી ત્રીજો આવ્યો તે ક્યાંકથી છોડ લઈ આવ્યો, ચોથો આવ્યો તેણે તેને વટવૃક્ષ બનાવ્યું, પાંચમો આવ્યો, મારી પાસે ફળ લઈને આવી ગયો. પાંચેયનું મુલ્ય છે, ત્યારે જઈને પરિણામ મળ્યું છે. એ ભાવ સાથે જો આપણે આ પરંપરાને આગળ વધારીશું તો આપણે શક્તિ જોડીશું અને શક્તિને જોડવી તે આપણા લોકોનો પ્રયત્ન હોઈ શકે છે. આપણે કોશિશ કરવી જોઈએ.
મેં ગઈ વખતે પણ કહ્યું હતું સિવિલ સર્વિસની સૌથી મોટી તાકાત શું રહી છે. અને આ નાની તાકાત નથી. અને ગુજરાતીમાં અમારે એક કહેવત છે, હિન્દીમાં શું કહેવાયું હશે મને નથી ખબર. ઠોઠનિશાળિયાની કદર એટલે કે જે વાચવામાં નબળો હોય છે, તેને જે ભણવામાં હોંશિયાર હોય છે, તેની કિંમત તેને વધારે અનુભવાય છે કે હા આ હોંશિયાર છે, જે એકદમ નબળું હોય છે, તેને ખબર હોય છે. પૈસા એક એવો ગુણ જે તમારો છે તે અમને રાજકારણીઓને બરાબર સમજણમાં આવે છે. અને હું સમજુ છું કે આ ખૂબ મોટી તાકાત છે. તેને ગુમાવવા ના દેવી જોઈએ. ખૂબ મોટી તાકાત છે અને તે છે અનામિકતા.
કેટલાક અધિકારીઓ તમે જોશો તેમણે પોતાના કાર્યકાળમાં એવું કોઈ વિઝન, તેમના મનમાં આવ્યું હશે, વિચાર આવ્યો હશે. તેને કાર્યરત કર્યો હશે, તેના સંપૂર્ણ અમલીકરણનું માળખું બનાવ્યું હશે અને તેના પરિણામ આખા દેશને મળતા હશે. પરંતુ શોધવા છતાં પણ એ ખબર નહીં પડે કે તે કયો અધિકારી હતો, યાર કોને આ વિચાર આવ્યો હતો. કેવી રીતે તેણે આ કર્યું હતું. એ અનામિકા,તે જ આ દેશની સિવિલ સર્વિસની ઉત્તમથી ઉત્તમ તાકાત છે, એવું હું માનું છું. કારણકે મને ખબર છે કે તેની તાકાત શું હોય છે. પરંતુ દુર્ભાગ્યથી ક્યાંક તેમાં કમી તો નથી આવી રહી. હું સોશિયલ મીડિયાની તાકાતને ઓળખનારો માણસ છું. તેના મહાત્મ્યને સમજવાવાળો માણસ છું. પરંતુ વ્યવસ્થાઓનો વિકાસ જો તેના માધ્યમથી થતો હોય અને તે વ્યવસ્થાઓને જનતા જનાર્દન સાથે જોડવાના કામમાં આવતું હોય, તો તો તેનો ઉપયોગ છે. જો હું સોશિયલ મીડિયાના નેટવર્ક દ્વારા એક જિલ્લાનો અધકારી છું, અને હું રસીકરણનો પ્રચાર કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરું છું કે 20 તારીખે રસીકરણ છે, જરૂર આવો, વાત પહોંચાડો. હું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યો છું, પણ જો હું રસીકરણમાં બે ટીપા પીવડાવવા ગયો છું અને મારો ફોટો ફેસબુક પર પ્રસારિત કરું છું તો અનામિકા માટે હું પ્રશ્નાર્થ બની જાઉં છું. એક જ વ્યવસ્થાને હું કેવી રીતે ઉપયોગ કરું. આજે હું જોઉં છું, જિલ્લા સ્તરના જે અધિકારીઓ છે તેઓ એટલા વ્યસ્ત છે, એટલા વ્યસ્ત છે, એટલા વ્યસ્ત છે કે મોટાભાગનો સમય આમાં જ જાય છે. મેં આજકાલ મારી મીટીંગોમાં બધાનો પ્રવેશ બંધ કરી દીધો છે. નહિતર બધી બેઠકોમાં કાઢીને શરુ થઇ જાય છે. જે તાકાત કયા કામ માટે આવવી જોઈએ, કોના માટે ના આવવી જોઈએ, તેનો જો વિવેક ના હોય. જરૂરી છે કે જન-જન સુધી પહોંચવા માટે શ્રેષ્ઠ સાધન આપણા હાથમાં આવ્યું છે.
ઈ-ગવર્નન્સથી એમ-ગવર્નન્સ તરફ દુનિયા ચાલી નીકળી છે. મોબાઈલ ગવર્નન્સ એ સમયનું સત્ય છે, આપણે તેનાથી વિલગ નથી રહી શકતા. પરંતુ તે જન આવશ્યકતાઓની પૂર્તિ માટે હોય, જન સુવિધાઓની પૂર્તિ માટે હોય. હું સમજુ છું કે આ જે અનામિકા, આ જે આપણી સંપૂર્ણ તાકાત રહી છે. તાજમહેલ કેટલાય લોકોએ ડીઝાઈન કર્યો હશે, કેટલાયે કન્સેપ્ટ પેપર તૈયાર કર્યો હશે, કેટલાયે પરિશ્રમ કર્યો હશે, પરંતુ ના તો તમને ખબર છે, ના તો મને ખબર છે; પરંતુ તાજમહેલ આપણને યાદ અપાવે છે, વત્તે ઓછે અંશે આ ક્ષેત્રના લોકોએ આ જ કામ કર્યું છે, જીવનભર, ક્યારેક ક્યારેક તો તેને પોતાને પણ પૂછશો નિવૃત્ત થયા પછી પણ, 20 વર્ષ પછી પૂછશો ભાઈ જરા એક પાંચ વસ્તુઓ તો જણાવો, તો તેને પણ યાદ નથી કારણકે તે એટલા સમર્પણ ભાવથી જોડાઈ ગયો હતો તો તેને લાગ્યું કે અરે ભાઈ હું કરવાનો હતો, મેં કરી નાખ્યું, ચાલી નીકળ્યા, ચાલો ભાઈ આગળ ચાલો. આ કેટલી મોટી તાકાત છે આપણા દેશ પાસે. અને તે તાકાતના માલિક તમે છો. અને તેના મુલ્યની મને બરાબર સમજણ છે કારણકે આપણને ખબર છે કે આપણા લોકોનો ફોટો જે અહીંથી ત્યાં થઇ જાય તો પણ આપણી રાત ખરાબ થઇ જાય છે, આપણા લોકોની એવી બિરાદરી છે. અને એટલા માટે મને ખબર છે કે પોતાની જ ઓળખાણ બનાવ્યા વગર દેશની માટે દિવસ રાત કામ કરવું, તે નાની સુની બાબત નથી જી. તેની હું સારામાં સારી રીતે પ્રશંસા કરી શકું છું જી. તેની તાકાત હું સારી રીતે સમજુ છું. પરંતુ આ જે પરંપરા આપણી આગળની પેઢીએ અને આપણી વરિષ્ઠ પેઢીએ નિર્માણ કરી છે તેને કાયમ રાખવી તે આપણી નવી પેઢીની ખૂબ મોટી જવાબદારી છે અને તેને ક્યાંક ઘસારો ન લાગી જાય તે જોવાની જરૂર છે.
આપણે આ સિવિલ સર્વિસ ડે ઉજવી રહ્યા છીએ, ત્યારે સુશાસનના સુધારા માટે દુનિયાભરની કમિટીઓ બની હશે, કમિશનો બેઠા હશે, કેન્દ્ર સરકારમાં બેઠા હશે, રાજ્ય સરકારોમાં બેઠા હશે. અને જેમણે બનાવ્યા હશે, તેમણે પણ પૂરું નહી વાંચ્યું હોય. કારણકે 6 લોકોએ ટુકડાઓ લખ્યા હશે પછી કોઈ ત્રીજાએ તેને જોડ્યા હશે. આજે સચ્ચાઈ છે જે સારી લાગે કે ખરાબ લાગે જે વાસ્તવિકતા છે આ. અને તેના પછી તો સરનામું પણ નહીં ખબર હોય કે ક્યાં પડ્યું હશે. રાજ્યોમાં પણ આવા ઢગલાબંધ, દરેક સરકારને લાગ્યું હશે, કંઈક સુધારો કરીશું, કંઈક સુધારો કરીશું, કમીશન બનાવીશું અને સારું છે કેટલાક લોકોને કામબામ મળી જાય છે નિવૃત્ત થયા પછી, પરંતુ બદલાવ નથી આવતો. હું આજે પણ અનુભવથી હું કહી શકું છું, મારું સદભાગ્ય રહ્યું છે કે હું પણ તમારી જેમ આ વ્યવસ્થામાં હોત, હોઈ શકતો નહોતો, કારણકે મને કોઈ કોચિંગ ક્લાસ તો મળવાના નહોતા. પણ 16 વર્ષ કોઈ નોકરી કરે તો શું બની શકે છે, ડેપ્યુટી સેક્રેટરી બની જાય છે, શું બની જાય છે? ડિરેક્ટર બની જાય છે, તો હું ડિરેક્ટરની શ્રેણીમાં આવી જાત, કેમકે હું 16 વર્ષથી આપ સૌની સાથે કામ કરી રહ્યો છું. આ જ વ્યવસ્થાની સાથે તમારા લોકોની જ વચ્ચે કામ કરી રહ્યો છું. અને એટલા માટે મારો મત છે અને મેં અનુભવ જોયો છે, ખરેખર હું આ વ્યવસ્થામાં કામ કરનારાઓના જે અનુભવ છે, તેમના સૂચનો છે, તેનાથી મોટા સુધારા માટે કોઈ કમીશન સૂચનો આપી જ નથી શકતું જી, તે આપણી ખોટી વિચારધારા છે જી. તમારા લોકોની પાસે જે છે તેનાથી શ્રેષ્ઠ સૂચન બહારથી આવી જ નથી શકતું જી. તે આપણે હજુ પણ ન તો તેને માન આપીએ છીએ ન તો તેને અનુસરીએ છીએ. શું આપણે આપણા ચરિત્રમાં લાવી શકીએ છીએ. ભાઈ નાની એવી વ્યક્તિ પોતાના અનુભવથી આ જે કસરત ચાલી રહી છે, જે પેપર લખાઈ રહ્યું છે, નવા લોકોને મેં ચાર, તાજેતરના જે બેચના લોકો છે, તેમને કહ્યું ભાઈ, તમે લખીને આપો, એક નવી વિચાર પ્રક્રિયા આવે, આપણી પાસે આવે, સૌએ લખ્યું. બની શકે કે કોઈએ કટ પેસ્ટ કર્યું હોય. મેં જોયું નથી આખું પણ આ બધા મનુષ્યોનો સ્વભાવ હોય છે, થતું રહે છે. પરંતુ તેમ છતાં, તેમ છતાં કંઈક ને કંઈક એવું આવ્યું હશે જેમાં મંથન થયું હશે. હવે આ વ્યવસ્થાના મુખ્ય લોકોનું કામ છે કે આ જે કસરત હતી, આપણે કોઈ ડીગ્રી લેવા માટે નહોતી કરી, એકેડમીક રેન્કિંગ માટે નહતી કરી, મારું પેપર સ્વીકૃત થશે તેની માટે નહોતી કરી. જે આવી છે, અનુભવની વાતો આવી છે, ધરતી પર કામ કરનારા લોકોએ કરી છે, જે રોજબરોજ ખેડૂતો સાથે જિંદગી વિતાવે છે, રોજબરોજ પોતાના કલેરીકલ કામ કરનારાઓ સાથે જીવન ગુજારે છે, ઓફીસ ટાઈમિંગના કારણે અને ઋતુ અનુસાર જે આપદાઓ આવે છે તે જેણે જોઈ છે, તેણે કહ્યું છે.
આપણે તેને એક પવિત્ર ધર્મ ગ્રંથના રૂપે પકડી શકીએ ખરા? ભલે નાની વ્યક્તિએ કહ્યું હોય, પરંતુ આપણી અંદરથી કહ્યું હોય તો તેની તાકાત ખૂબ મોટી હોય છે, એવું આપણે આપણું મનોવલણ તૈયાર કરી શકીએ છીએ ખરા? તમે જુઓ. આપણે, સારું, જયારે અંદરથી વાત આવે છે તો તેની માલિકી હોય છે જી. માલિકી કોઈ પણ સફળતાની બાહેંધરી હોય છે જી. સફળતા ત્યારે મળે છે જયારે ટીમ માલિકી લે છે. માલિકીની સંખ્યા જેટલી વધે છે, સફળતા તેટલી જ ઝડપથી આવે છે. જવાબદારી ઓછી થઇ જાય છે, બોજ ઓછો થઇ જાય છે. પરિણામનો યશ સૌને મળે છે. આ જે પ્રયાસ છે તે એક રીતે માલિકીનું આંદોલન છે. આ બે દિવસ જે આપણે બેસીએ છીએ ને તે સૌથી મોટી વાત છે, એક માલિકીનું આંદોલન છે. દરેકને લાગે છે કે હા આ દેશ મારો છે, સરકાર મારી છે, જવાબદારી મારી છે, પરિણામ મારે લાવવાનું છે, સમસ્યાનું સમાધાન મારે આપવાનું છે.
એ વાત નક્કી છે કે વ્યક્તિની દ્રષ્ટીએ માણસની સાચી કસોટી ક્યારે થાય છે, તમને પણ સારી રીતે ખબર હશે, કારણકે તમે એ જગ્યાએ બેઠા છો. અભાવગ્રસ્ત અવસ્થા, તે વ્યક્તિનું સાચું મૂલ્યાંકન નથી કરતી. પ્રભાવગ્રસ્ત અવસ્થા વ્યક્તિનું સાચું મૂલ્યાંકન કરે છે. તમારી પાસે બધું છે, છતાં પણ તમે અલિપ્ત છો, ત્યારે જઈને ખબર પડે છે કે હા, આ કંઈક વાત છે. કંઈ નથી તો લાગે છે કે યાર, ઠીક છે આમ જ જીવવાનું હોય છે; તો કોઈ જોઈતું જ નથી; મહત્વ જ નથી કઈ આનું. તમારી પાસે બધા પ્રકારના પ્રભાવ છે, આખી શાસન વ્યવસ્થા તમારી આંગળીઓ પર છે, તમારા શબ્દોની તાકાત છે, તમારી સહીની, તો કોઈની દુનિયા અહીંથી તહીં બદલાઈ જાય છે; ત્યારે જઈને તમે શું કરો છો, તે તમારી કસોટી છે. અને એટલા માટે અભાવગ્રસ્ત અવસ્થામાં ન તો વ્યક્તિનું મૂલ્યાંકન સફળ થાય છે, પ્રભાવગ્રસ્ત અવસ્થામાં હોય છે.
તે જ રીતે પ્રગતિમાં યોગદાન, વત્તે ઓછે અંશે આપણે દેશમાં એવા કાલખંડમાંથી પસાર થયા છીએ, આપણામાંથી અનેકોની માન્યતા અભાવની વચ્ચે કેવી રીતે રસ્તો શોધવો, તેની રહેલી છે. વિપુલતાઓની વચ્ચે કેવી રીતે કામ કરવાનું છે, તે વત્તે ઓછે અંશે આપણો બહુ મોટો વર્ગ છે જેની વિચારધારામાં બેસતંઓ નથી. તેને એ તો ખબર હતી કે દુષ્કાળ હોય તો કેવી રીતે સંપૂર્ણ વ્યવસ્થા કરવાની છે, ત્યાં પછી એ ચૂકી જતો હતો. તેને એ તો ખબર હતી કે એન્જિનીયરીંગ કોલેજોમાં બેઠકો ખાલી છે, તો લોકોને કેવી રીતે પ્રવેશ આપવાનો છે પણ જયારે બેઠકો ઓછી પડી જાય અને વિદ્યાર્થીઓની સંખ્યા વધી જાય તો કેવી રીતે વ્યવસ્થા કરવી, તો તે સંકટમાં પડી જાય છે.
જે રીતે દેશ વધી રહ્યો છે, જે રીતે દેશમાં જન-સામાન્યના પ્રતિભાવોની સાથે તેનો પરિશ્રમ જોડાઈ રહ્યો છે, તો વિપુલતાના પણ દર્શન થઇ રહ્યા છે. ઓછું પાણી છે તો કેવી રીતે નહાતા આવડી જાય છે પણ ફુવારો ઉપર ચાલુ છે અને ઓછા પાણીએ નહાવાની સૂચના આવે તો અનુસરવું મુશ્કેલ બની જાય છે. આપણે વિપુલતાઓની વચ્ચે જ્યાં જ્યાં વિપુલતાઓની સંભાવનાઓ જોવાઈ રહી છે, અથવા વિપુલતાઓને આપણી નજર સામે જોઈ રહ્યા છીએ તેના માટે આપણી વ્યૂહરચના બદલી શકીએ છીએ ખરા? આપણે આપણી મનોસ્થિતિ બદલી શકીએ છીએ ખરા? નહીં તો આપણે મોટા નહીં બની શકીએ જી. આપણા વિચારોની સીમા એ જ રહેશે જી. આપણે તે પડકારોને સ્વીકાર કરી કરીને આગળ વધવાનું વિચાર્યું છે જી.
જેમ કે મેં કહ્યું શરૂઆતમાં આપણું પોત પોતાનામાં હતું, બીજા જિલ્લા સાથે પણ સ્પર્ધા નહોતી. આ જિલ્લો જે છે ત્યાં પાણી છે એટલા માટે ખેતી સારી થાય છે, ત્યાં દુષ્કાળ છે એટલે ખેતી નથી થતી; થાય છે, થાય છે, મેં, મારા પૂર્વજોએ પણ આ કર્યું, એવું હતું. હવે માત્ર જિલ્લા, જિલ્લા નથી, દુનિયા એટલી બદલાઈ ગઈ છે કે હવે રાજ્યો, રાજ્યોની વચ્ચે સ્પર્ધા છે, હવે દેશ અને દેશની વચ્ચે સ્પર્ધા છે, કાલ અને આજની વચ્ચે સ્પર્ધા છે. દરેક ક્ષણ આપણે આ પડકારોની વચ્ચે આપણી જાતને ઉપર ઉઠાવવાની છે અને વૈશ્વિક સંદર્ભમાં પણ કરવાની જરૂર છે.
સિવિલ સર્વિસની એક બીજી તાકાત, અને હું માનું છું તેની તાકાત પણ છે તેનો ધર્મ પણ છે, સિવિલ સર્વિસની વ્યક્તિને તે ધર્મથી ચલિત થવાનો કોઈ હક નથી અને તે છે, તે જિલ્લામાં બેઠો હોય, તાલુકામાં બેઠો હોય, કે પછી આખરી સત્તાના રૂપમાં બેઠો હોય, તેની જવાબદારી બને છે, દરેક પ્રસ્તાવને, દરેક ઘટનાને દરેક નિર્ણયને રાષ્ટ્રહિતના ત્રાજવે જ તોળવો, તેને ટૂકડાઓમાં જોવાનો અધિકાર નથી. આ નિર્ણય હું અહીંયા કરું છું પણ મારા દેશના કોઈ ખૂણામાં કોઈ નકારાત્મક અસર તો નહીં પડે? મારું અહીંયા તો કામ ચાલી જશે, મારા માટે તો વાહવાહ થઇ જશે, પરંતુ મારો આ નિર્ણય મારા દેશના કોઈ ખૂણા ઉપર તો અસર નહીં કરે. એ ત્રાજવું સિવિલ સર્વિસ પાસે છે. તેની તાલીમ જ એ રીતે થઇ છે, એમાં ક્યારેય કોઈ ખોટ ના આવવા દે. સરકારો આવશે, જશે, નેતાઓ આવશે, જશે; આ વ્યવસ્થા અજર અમર છે. અને આ વ્યવસ્થાનો મૂળભૂત ધર્મ દરેક નિર્ણયને રાષ્ટ્રહિતના ત્રાજવે તોળવાનો છે. અને ભાવી સમયમાં પણ તેની શું અસર થશે તે પણ તેણે જોવું પડશે. જો ભાવિ સમયમાં તેની અસરના વિષયમાં તે નથી વિચારતો તો પણ નહીં ચાલે. અને એટલા માટે સિવિલ સર્વિસમાં આપણે લોકોએ જે તાલીમ મેળવી છે, બદલતા યુગને સમજતી વખતે આપણે તેમાં પોતાની જાતને યોગ્ય કેવી રીતે બનાવીએ. બદલાયેલી દુનિયામાં જો આપણે અયોગ્ય બની જઈશું તો કદાચ સ્થિતિ ક્યાંથી ક્યાં પહોંચી જશે, આપણે ક્યાંયના નહીં રહીએ. અને એટલા માટે આપણી સંસ્થાગત વૃદ્ધિ, સંસ્થાગત વિકાસ, સંસ્થાગત મીકેનીઝમ, તેને સતત આપણે સંચાલિત કરતા રહેવું પડશે, તેલ પુરવાની જરૂર છે.
હા, અહીંયા એચઆરની વાત થઇ છે, ખાસ્સી માત્રામાં. મને નથી ખબર કે એચઆરમાં લુબ્રીકેટીંગ વિષય આવ્યો કે નહીં, શું કારણ છે કે આપણે સૌ સનદી સેવાના લોકો છીએ, 25 વર્ષ જૂનો મામલો લટકીને પડ્યો છે, 30 વર્ષ જૂનો મામલો લટકેલો પડ્યો છે. નેતૃત્વના નિર્ણયના અભાવમાં નહીં, વિભાગોની, બે વિભાગોની વચ્ચેની ફાઈલોની વચ્ચે લટકેલો પડ્યો છે, શું કારણ છે? અને તે જ મુદ્દો જયારે ભારતના પ્રધાનમંત્રી ‘પ્રગતિ’ (પ્રો-એક્ટીવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઈમ્પલીમેન્ટેશન) કાર્યક્રમ કરે અને આવા જ પ્રગતિ કાર્યક્રમમાં જોવાના છીએ અને ફટાફટ 24 કલાકમાં નિર્ણય થઇ જાય, બધી પતાવટો થઇ જાય, અને પ્રોજેક્ટ સ્પષ્ટ થઇ જાય, 8-9 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ક્લિયર થઇ જાય, શું કારણ હતું? પ્રગતિની સફળતા મળે તો હું જાય-જયકાર કરી શકું છું કે દેશનો એક એવો પ્રધાનમંત્રી છે કે જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને લટકેલી પડેલી અનેક સમસ્યાઓના સમાધાન કરી રહ્યો છે. મારી માટે તે સંતોષનો વિષય નથી, મારી માટે તે શિક્ષણનો વિષય છે, અને શિક્ષણનો વિષય એ છે એ મારા બધા સાથીઓ એ વિચારે, શું કારણ છે કે જે નિર્ણય તમે 24 કલાકમાં કર્યો તે 15 વર્ષથી કેમ લટકેલો પડ્યો હતો? રસ્તો બની રહ્યો છે, લોકોને જરૂર છે પણ જંગલ વિભાગ અટકેલું પડ્યું છે. પરંતુ પ્રધાનમંત્રીની દખલગીરીથી ક્લિયર થઇ ગયું તે સ્થિતિ સારી નથી. પ્રગતિની સફળતા માટે મોદીનો જય-જયકાર થઇ જાય, તેનાથી દેશનું ભલું નહીં થાય, તે એક અસ્થાયી વસ્તુ છે. દેશનું હિત તેમાં છે કે મારી વ્યવસ્થા સુચારુ રૂપે ચાલતી હોય, દરેક અધિકારીની વચ્ચે એક લુબ્રીકેટીંગ વ્યવસ્થા હોવી જોઈએ જી, લુબ્રીકેટીંગ સહકાર હોવો જોઈએ. ઘર્ષણ શક્તિનો વ્યય કરીએ છીએ જી, લુબ્રીકેટીંગ શક્તિને સરળ કરી દે છે જી. શું આપણે તે દિશામાં વિચારીએ છીએ ખરા? હજુ પણ હું સમજી નથી શકતો જી. સરકારના બે વિભાગો કોર્ટમાં કેમ ઝઘડા કરી રહ્યા છે, હું સમજી નથી શકતો. ન્યાયાલયની અંદર બે અલગ અલગ વિભાગો, અલગ અલગ વિચારો, સરકાર એક. શું આપણે એક ભારતીય સિવિલ સર્વિસ અંતર્ગત આપણી ખામીઓ સ્વીકાર કરીએ છીએ? શું કોઈ જવાબદારીથી ગભરાઈએ છીએ? જવાબદારીઓથી ભાગી રહ્યા છીએ? કે પછી ક્યાંક અહંમ વચ્ચે આવી રહ્યો છે. હું ઈચ્છીશ સિવિલ સર્વિસ ડે પર આ આપણા આત્મચિંતનનો અવસર પણ હોવો જોઈએ. દેશની અદાલતોનો કેટલો સમય જઈ રહ્યો છે, દેશના સામાન્ય માનવીને જેની જરૂર છે તેમાં કેટલી અડચણો આવી રહી છે. અને કેવી રીતે હાર જીતનું કારણ શું બની જાય છે, એક અધિકારીએ પૂરું વિચાર્યા વગર જો એક લાઈન ફાઈલમાં લખી નાખી અને કોઈ હિતધારક જૂથે તે ફાઈલને હાથ લગાવી દીધો, મામલો ચોપટ થઇ જાય છે. હળી-મળીને વાત કરી કરીને અને એ વિચારવાની જરૂર નથી કે કોઈ નિર્ણય જલદી કરે છે તો કોઈ ખોટા ઈરડા સાથે કરે છે. આવા આરોપ લગાવનારાઓનો અત્યાર સુધી કોઈ આરોપ પૂરો નથી થયો. અને એટલા માટે મનમાં એ ખચકાટ રાખવાની જરૂર, જો સત્યનિષ્ઠા સાથે, ઈમાનદારી સાથે, જનસામાન્યના હિતમાં કર્યું છે તો દુનિયાની કોઈ તાકાત તમને ખરાબ સાબિત નહીં કરી શકે. ક્ષણભર માટે કંઈક થઇ જાય, જોયું જશે, હું તમારી સાથે ઊભો છું.
સત્યનિષ્ઠા સાથે કામ થવું જોઈએ, કોણ રોકે છે જી. અને આજે એક અવસર આવ્યો છે હિમ્મતથી નિર્ણયો લેવાનો, આજે એક અવસર આવ્યો છે આઉટ ઓફ ધ બોક્સ વિચારવાનો, આજે એક અવસર આવ્યો છે નિર્ધારિત માર્ગથી નવા માર્ગ પર પગલું માંડીને સ્થિતિઓને બદલવાનો અવસર આવ્યો છે અને હું માનું છું કે મારી સાથે કામ કરનારા દરેક સાથીઓને આવો અવસર તેમની જીંદગીમાં ખુબ ઓછો આવ્યો હશે જે આજે આવ્યો છે કેમકે હું આ વિચારવાળી વ્યક્તિ છું.
અહીંયા, રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મની વાત થઇ રહી છે. રાજનીતિની ઈચ્છાશક્તિ નિર્ભર કરે છે રિફોર્મ માટે પરંતુ તમારી કર્તવ્ય શક્તિ નિર્ભર કરે છે પરફોર્મ માટે. રાજનીતિની ઈચ્છાશક્તિ સુધારા કરી શકે છે પણ આ જે ટીમની જો ટીમની કર્તવ્ય શક્તિ ઓછી પડી જાય તો દેખાવ નથી થઇ શકતો અને જન-ભાગીદારી નથી હોતી તો બદલાવ નથી આવી શકતો. તો આ ત્રણેય વસ્તુઓ; રાજકીય ઈચ્છાશક્તિ તે રિફોર્મ કરી શકે છે, પણ નોકરશાહી વ્યવસ્થા, સુશાસન તે પરફોર્મ કરે છે. અને જન-ભાગીદારી ટ્રાન્સફોર્મ કરે છે. આપણે આ ત્રણેયને એક વેવલેન્થમાં ચલાવવા ખૂબ જરૂરી છે. જયારે આપણે આ ત્રણેયને એક વેવલેન્થમાં ચલાવીએ છીએ તો આપણને ઈચ્છિત પરિણામ મળે છે.
હું ઈચ્છીશ કે સિવિલ સર્વિસ ડે નિમિત્તે આપણે આત્મચિંતન કરવામાં કોઈ ઉણપ ના રાખીએ. વિચારીએ, જે દિવસે સિવિલ સર્વિસ માટે તમે પસંદ થયા હશો, તમારા મા-બાપે તમને કયા રૂપમાં જોયા હશે, તમારા મિત્રોએ કેવી રીતે જોયા હશે, તમે પણ જયારે ઘરેથી નીકળ્યા હશો, તે ક્ષણને યાદ કરો. હું માનું છું તે પળ જ તેનાથી, તેનાથી મોટો, ઉત્તમથી ઉત્તમ, તમારો માર્ગદર્શક બીજો કોઈ ના હોઈ શકે, જે જીવનની તે પહેલી ક્ષણ હતી. તે જ તમારા જીવનની તાકાત છે. જો કઈ બીજું છે તો તમે ભટકી ગયા છો, જો તે બનેલું છે તો તમે સાચા રસ્તા પર, ના તો મારા શબ્દોને યાદ કરવાની જરૂર છે, ના હિન્દુસ્તાનના કેટલાય તમારા વરિષ્ઠ લોકોએ તમને કહ્યું હોય કે કોઈને યાદ કરવા માટે, માત્ર પોતાની જાતે જે દિવસે તમે સિવિલ સર્વિસ માટે પસંદ થયા હતા, તે ક્ષણે તમારા મનમાં જે વિચારો આવ્યા હતા, તે જ તમારી પ્રેરણા રહેશે; હું નથી માનતો આ દેશને કોઈ નુકશાન થશે. કોઈ બહારની જરૂર નથી જી. તેને જ યાદ કરો, વારે વારે યાદ કરો, સિવિલ સર્વિસ ડેને યાદ કરો, ફરી એકવાર જરા 30-40 વર્ષ 25 વર્ષ પાછળ જતા રહો, જરા એ ક્ષણને યાદ કરો, જયારે મા-બાપને ખબર પડી હશે, કે તમે યુપીએસસી પાસ કરીને આઈએએસ બનીને હવે તમે આગળ વધી રહ્યા છો, હવે મસુરી માટે નીકળવાના છો. તે ક્ષણને યાદ કરો, રેલવે સ્ટેશન પર તમારા મા-બાપ મૂકવા આવ્યા હશે, ક્ષણ યાદ કરો. બસ સ્ટેશન પર તમારા સાથીઓ મૂકવા આવ્યા હશે, ક્ષણ યાદ કરો. તે પ્રથમ 24, 48 કલાકોને યાદ કરો, જીંદગીમાં કેવા કેવા સપનાઓ ભરીને નીકળ્યા હતા, શું તેમાં કોઈ ભેળસેળ કે વળાંક તો નથી આવ્યો ને? કોઈ બીજાના ઉપદેશની જરૂર નથી, કોઈ પ્રેરક કથાની જરૂર નથી, તે પોતાનામાં જ ખૂબ મોટી તાકાત છે.
સરકારનો એક સ્વભાવ હોય છે, તેમાં બહુ મોટા બદલાવની જરૂર છે, અને તે લક્ષ્ય પૂર્ણ થયું છે. શું ખરેખર આંકડાઓના ખેલથી પરિવર્તન આવે છે ખરું? તમારા લોકોની વચ્ચે એક વાર્તા ખૂબ પ્રચલિત છે, કદાચ તમે લોકો જાણતા પણ હશો, કે આપણે સાંભળીએ પણ છીએ ખબર નહીં કોણ કોણ વિચારે છે. એક બગીચામાં કેટલાક લોકો કામ કરી રહ્યા છે. એક વરિષ્ઠ વ્યક્તિએ જોયું. આ બે લોકો આટલી મહેનત કરી રહ્યા છે, પરસેવો પાડી રહ્યા છે. એક ખાડો ખોદી રહ્યો છે અને બીજો માટી ભરી રહ્યો છે. તો તેને ખૂબ આશ્ચર્ય થઈ ગયું, થોડો જાગૃત નાગરિક હતો. તેણે જઈને પૂછ્યું ભાઈ આ શું કરી રહ્યા છો? તમે આટલા બે લોકો, ના કહે છે, બે નહીં અમે તો ત્રણ છીએ. પૂછ્યું, ત્રણ છો? ના, કહે ત્રીજો આજે આવ્યો નથી. તો પૂછ્યું શું કામ કરી રહ્યા છો? તો કહે મારી જવાબદારી છે ખાડો ખોદવો, જે આજે આવ્યો નથી તેની જવાબદારી છે છોડ રોપવાની અને આની જવાબદારી છે માટી નાખવાની. પરંતુ તે આવ્યો નથી પણ અમારું કામ ચાલી રહ્યું છે. તે ખાડો ખોદી રહ્યો છે, હું, તે આવ્યો નથી. કામ થયું? થયું. જેટલા કલાકો કરવાનું હતું, કર્યું, જેટલી માટી કાઢવાની હતી, કાઢી, જેટલી નાખવાની હતી, નાખી. દેશનો શું લાભ થયો? શા માટે? કારણ કે એક ખૂટતો હતો.
પરિણામ કેન્દ્રી, આપણે દરેક વસ્તુને તોળવી જોઈએ, અને આ વખતે પહેલી વાર ઘણી હિમ્મત કરી છે, ગયા વર્ષે બજેટ સાથે એક પરિણામને લગતો દસ્તાવેજ બજેટની સાથે આપવામાં આવે છે, ખૂબ ઓછા લોકોએ તેનો અભ્યાસ કર્યો હશે. પહેલીવાર હિન્દુસ્તાનમાં બજેટની સાથે પરિણામલક્ષી દસ્તાવેજ આપવામાં આવે છે. આપણે નીચે સુધી આ વાતને એક આપણા કલ્ચરના રૂપમાં પ્રચલિત કરીએ કે દરેક વસ્તુને આઉટકમના ત્રાજવે તોળવી પડશે, આઉટપુટના ત્રાજવે નહીં. આઉટપુટ, કેગ માટે બરાબર છે, આઉટકમ એક પગલું કેગ+1 વાળું છે. અને તે દેશનું લોકતંત્ર છે, જે કેગથી પણ બે ડગલા આગળ છે. અને એટલા માટે આપણે કેગ કેન્દ્રીત આઉટપુટ જોઈશું તો દેશમાં બદલાવ કદાચ નહીં જોઈ શકીએ, પરંતુ કેગ+નો વિચાર સાથે કરીશું, આઉટકમ સાથે, તો આપણે દેશ માટે કંઈક આપીને જઈ શકીશું.
આઝાદીના 70 વર્ષ પછી પહેલીવાર બધી પ્રક્રિયાઓ સો ટકા પૂર્ણ કરીને દેશનું બજેટ 31 માર્ચે બધી પ્રક્રિયા પૂર્ણ થઇ જાય અને 1 એપ્રિલે નવું બજેટ, નવું ધન ખર્ચ કરવાનું શરુ થાય, આઝાદીના 70 વર્ષ પછી પહેલીવાર થયું, પહેલીવાર થયું. તમે જ તો લોકો છો, આ તમારી જ કમાલ છે જી, તમે જ કરીને બતાવ્યું છે. એનો અર્થ એ થયો કે આજે પણ આપણા સાથીઓમાં આ, મારી આ સેનામાં જે નક્કી કરે તે કરવાનો દમ છે, તે હું અનુભવ કરું છું. અને એટલા માટે મારો વિશ્વાસ અનેકગણો વધારે છે. લોકો ક્યારેક નિરાશાની વાત કરે છે, હું તમને લોકોને યાદ કરું છું, તમારા લોકોના કર્તવ્યોને યાદ કરું છું, મારામાં નિરાશા નામની કોઈ વસ્તુ મનમાં ધડકતી નથી જી, મને સ્પર્શતી નથી જી.
પાછલા ત્રણ વર્ષોમાં મેં અનુભવ કર્યો છે, મારો ગુજરાતનો અનુભવ તો ઊંડો છે, પણ અહીંયા મારો ત્રણ વર્ષનો અનુભવ છે; ત્રણ વર્ષમાં મેં અનુભવ કર્યો છે કે એક વિચાર મેં રાખ્યો હોય અને મને તેનું પરિણામ ના મળ્યું હોય, એવી કોઈ ઘટના મને યાદ નથી આવી રહી, કોણે કર્યું? અને એટલા માટે સુધારો લાવવા માટે રાજકીય ઈચ્છાશક્તિ જોઈએ, મને એ સમસ્યા નથી, કદાચ વધારે છે. પરંતુ પરફોર્મ માટે કર્તવ્ય ખુબ આવશ્યક હોય છે. અને તે કામ કોણ કરે છે, મને જણાવો?પ્રધાનમંત્રીએ કહ્યું કે ભાઈ આવો એક વિચાર મારા મનમાં આવે છે, તે વિચારને નીતિમાં કોણ પરિવર્તિત કરે છે? તમે લોકો કરો છો. યોજનામાં કોણ બદલે છે? તમે કરો છો. જવાબદારી કોણ ફાળવે છે? તમે કરો છો. સંસાધનો ક્યાંથી કાઢીશું? તમે કરો છો. નક્કી કર્યા પછી નિરીક્ષણ કોણ કરે છે? તમે કરો છો. ક્યાં ખામીઓ રહી છે તે કોણ શોધે છે? તમે જ શોધો છો. ખોટું શું થયું તે કોણ શોધે છે? તમે જ શોધો છો. બધી વસ્તુઓ, બહારની વ્યક્તિ જયારે જોશે તો તેને આશ્ચર્ય થશે કે આ જ લોકો પોતાની ખામીઓ પણ શોધે છે! આ જ લોકો પોતાની ભૂલો પણ શોધે છે! આ જ લોકો છે તેમના સુધાર માટે પ્રયાસ કરે છે! આવી આવી હોમોજીનીયસ વ્યવસ્થા, તે ખૂબ મોટી દેન છે દેશને ભારતીય સનદી સેવા, અને એટલા માટે આજનો દિવસ એટલા માટે જ દેશના માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે કે આ એક વ્યવસ્થા છે જે વ્યવસ્થા દેશને, આ પ્રકારે દેશને દરેક વખતે પોતાની જાતે પોતાની કસોટીમાં ઘસતા ઘસતા, પોતાની જાતને સરખી કરતી રહે છે, બની શકે છે કે અપેક્ષાથી કદાચ બે કદમ પાછળ રહેતા હોય, પરંતુ કોશિશ રહે છે અપેક્ષાઓને પૂર્ણ કરવાની, એ જ તો ટીમ કરે છે; આ ટીમ પ્રત્યે દેશવાસીઓનો આદર ભાવ કેવી રીતે વધે? સામાન્ય માનવીના મનમાં આ ભાવ કેમ ઉત્પન્ન થયો છે? ક્યારેક તમે પણ આત્મચિંતન કરો; તમે ખરાબ લોકો નથી, તમે ખરાબ નથી કર્યું, તમે ખરાબ કરવા માટે નીકળ્યા નથી, તેમ છતાં જન-સામાન્યના મનમાં આપના પ્રત્યે ભાવ હોવાને બદલે અભાવ કેમ છે? શું કારણ છે? આ આત્મચિંતન આપણે સૌએ કરવું જોઈએ. અને આત્મચિંતન કરીશું તો હું નથી માનતો કે કોઈ બહુ મોટો બદલાવ લાવવાની જરૂર પડશે. થોડો અમથો વિષય હોય છે, જે સંભાળવાનો હોય છે. જો તેને આપણે સંભાળી લઈએ છીએ,તો પોતાની જાતે જ અભાવ, ભાવમાં પરિવર્તિત થઇ જાય છે.
કાશ્મીરની અંદર પુર આવે છે, અને જયારે લશ્કરના લોકો કોઈની પણ જિંદગી બચાવવા માટે પોતાના જીવ જોખમમાં મૂકી દે છે, તો તે જ લોકો તેમના માટે તાળીઓ પણ વગાડે છે, ભલે પાછળથી પથ્થર મારતા હોય, પણ એક ક્ષણ માટે તો તેને પણ સ્પર્શી જાય છે કે આ લોકો છે જે મારા માટે મરવાવાળા લોકો છે. આ તાકાત તમારામાં છે, આ તાકાત તમારામાં છે. આવા ઉજ્જવળ ભૂતકાળ સાથે આપણે આગળ વધનારા લોકો છીએ.
હું તમારી પાસેથી ઈચ્છીશ, 2022, આઝાદીના 75 વર્ષ થઇ રહ્યા છે. આપણે ટૂકડાઓમાં દેશને ના ચલાવવો જોઈએ, આપણે એક સપના સાથે દેશને જોડવો જોઈએ. દરેક સપનાને સંકલ્પના રૂપમાં પરિવર્તિત કરવા માટે આપણે ઉત્સેચક દ્રવ્યના રૂપમાં ભાગ ભજવવો જોઈએ. સવા સો કરોડ દેશવાસીઓના મનમાં આ ભાવ કેમ ના જાગે? 2022, આઝાદીના દીવાનાઓએ જે સપના જોયા અને જેના કારણે આપણને આઝાદી મળી અને જેના કારણે આપણે આ અવસ્થામાં પહોંચ્યા છીએ, તેમના સપનાઓને પુરા કરવા માટે આપણો પણ તો કોઈ સંકલ્પ હોવો જોઈએ. આપણું પણ તો કોઈ મંથન હોવું જોઈએ. જે આંકડાઓને હું જોઉં છું તે આંકડાઓના પોતાના સંકલ્પો હશે કે નહીં હોય? જે લોકો સાથે હું કારોબાર કરું છું તેમની સાથે, મારા તે સપનાઓ સાથે તેમને પણ હું ખેંચીશ કે નહીં ખેંચું? મારી સાથે લઈશ કે નહીં લઉં? જો 2022 ભારતની આઝાદીના 75 વર્ષ, આ ભારત સરકારની અંદર બેઠેલા નાનાથી મોટા પ્રત્યેક કર્મચારીનું જો સપનું નથી બનતું તો આઝાદીના તે દીવાનાઓ પ્રત્યે આપણે અન્યાય કરીશું, જેમણે દેશ માટે જીવની બાજી લગાવી દીધી હતી. તે આપણા સૌનો સંકલ્પ જોવો જોઈએ જી.
ગંગા સફાઈની વાત આપણે કરીએ છીએ. કોઈ ને કોઈ સનદી સેવાની વ્યક્તિ તો હશે કે ગંગા તટના કોઈ ને કોઈ ગામ તેના ઇન્ચાર્જમાં હશે? એવું કોઈ ગામ ગંગા તટ પર નહીં હોય કે જે કોઈને કોઈ સનદી સેવાની વ્યક્તિ સાથે જોડાયેલું ના હોય. રાજીવ ગાંધીના જમાનાથી ગંગા સફાઈની વાત ચાલી રહી છે, તે તટ પર જે ગામ છે તેની ઉપર કોઈ ને કોઈ સિવિલ સર્વિસની વ્યક્તિનો ચાર્જ લાગેલો જ હશે. તે જિલ્લામાં રહ્યો હશે, જયારે પણ તે ગામ તેની હેઠળ આવ્યું હશે, તે તાલુકામાં આવ્યું હશે ત્યારે પણ આવ્યું હશે. જો હું સનદી સેવામાં છું, દેશ ગંગા સફાઈ ઈચ્છે છે, ભારત સરકારનો ગંગા સફાઈનો કાર્યક્રમ છે, ઓછામાં ઓછું હું ગંગા તટના તે ગામમાં ગંદકી નહીં જવા દઉં, આટલો સંકલ્પ મારો સાથી નથી કરી શકતો શું? એકવાર ત્યાં ઇન્ચાર્જ મારો અધિકારી નક્કી કરે, હું જે ગામનો ઇન્ચાર્જ છું, અહીંથી કોઈ ગંદકી હવે ગંગામાં નહિ જાય, કોણ કહે છે ગંગા સાફ નથી થઇ શકતી? કરવાની રીતો અહીંયા જ બનાવવી પડશે. આપણા સપનાઓ અને સંકલ્પોને સુક્ષ્મ સ્તર પર સંચાલન કેવું હોય, તેની સાથે આપણે પોતાની જાતને જોડવી પડશે. જવાબદારી લેવી પડશે, માલિકીનો ભાવ, જો આ વસ્તુઓને આપણે કરીએ છીએ, તો આપણે પરિવર્તન લાવી શકીએ છીએ જી. અને તે માનીને ચાલો કે દુનિયા ભારતની સામે એક ખુબ મોટી આશાની દ્રષ્ટિથી જોઈ રહી છે. ભારતના લોકશાહી મુલ્યો બદલાઈ રહેલા વિશ્વમાં ભારતને એક અલગ રીતે દુનિયા જોઈ રહી છે. કાલ સુધી આપણે આપણો નિર્વાહ ચલાવવા માટે જે કંઈ પણ કરતા હતા, કરતા હતા. પણ 2022ની પહેલા આપણે સપના જોવા જોઈએ કે વિશ્વની અંદર પણ ભારત એક તાકાતના રૂપમાં કેવી રીતે બહાર આવે, તે સપનું જોઈને આપણે ચાલવું જોઈએ. અને તે પસંદગીના જ લોકોનું કર્તવ્ય નથી, શાસન વ્યવસ્થામાં જીવનારા લોકોનું વધારે કર્તવ્ય છે. આ જો થાય અને વહીવટી અધિકારી હોય કે શાસક હોય, દરેકને જો એક દિશામાં ચાલવાનું હોય, વેવલેન્થ એક હોય, મને મનમાં વિશ્વાસ છે કે આપણે નિશ્ચિત પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ.
સરદાર વલ્લભ ભાઈ પટેલને આપણે હંમેશા યાદ કરીએ છીએ. આ વ્યવસ્થાને ભારતીય સંદર્ભમાં વિકસિત કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલના સપનાઓને અનુકુળ બનાવવાનું કામ દરેકે પ્રયાસ કર્યો. હવે આપણા લોકોની જવાબદારી બને છે કે બદલતા યુગમાં, પડકારોના કાલખંડમાં, સ્પર્ધાના વાતાવરણમાં આપણે આપણી જાતને સિદ્ધ કેવી રીતે કરીએ, અને સામાન્ય માનવીના સપનાઓને પુરા કરવા માટે પ્રયાસ કરીએ.
હું ફરી એકવાર આપ સૌને આ સિવિલ સર્વિસ ડે પર દેશભરમાં અને દુનિયાના દરેક ખૂણામાં બેઠેલા આ જ ક્ષેત્રના આપણા સાથીઓને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને દેશને અહીં સુધી પહોંચાડવા માટે તમારી જેટલી પણ પેઢીઓએ કામ કર્યું છે, એ સૌનું આજે ઋણ સ્વીકાર કરું છું, તેમનો આભાર માનું છું, આપ સૌને શુભકામનાઓ આપું છું.
ખૂબ ખૂબ આભાર!
AP/J.Khunt/TR/GP
Earlier, role of the government, from healthcare to wanting to set up an industry, was very strong. Things are changing since 15 years: PM
— PMO India (@PMOIndia) April 21, 2017
People are now seeing alternatives. For example- it can be about a private airline or a private healthcare service: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 21, 2017
Changing trends in the last 15-20 years have altered the dynamics. Competition can play a big role in bringing a qualitative change: PM
— PMO India (@PMOIndia) April 21, 2017
With changing times, a need may arise that we may have to change our working style. From regulator, we need to be an enabling entity: PM
— PMO India (@PMOIndia) April 21, 2017
With quantum jump in work must also come a qualitative change: PM on #CivilServicesDay
— PMO India (@PMOIndia) April 21, 2017
Hierarchy remains an issue- this is something we inherited from colonial rulers & we did not leave that behind in Mussoorie: PM to officers
— PMO India (@PMOIndia) April 21, 2017
E-governance, M-governance, social media- these are good means to reach out to the people and for their benefits: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 21, 2017
A spirit of ownership is essential. Let us believe that through this set up we can bring a positive change in people's lives: PM
— PMO India (@PMOIndia) April 21, 2017
The push for reform comes from political leadership but the perform angle is determined by officers & Jan Bhagidari transforms: PM
— PMO India (@PMOIndia) April 21, 2017
Every policy of ours and its implementation has to be outcome centric: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 21, 2017
India is seen as a ray of hope world over and our democratic values are globally admired: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 21, 2017