પીએમઇન્ડિયા
વાતનો આરંભ, ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનને તેના સૌથી વધુ પડકારભર્યા સેટેલાઈટ લૉન્ચમાં સ્થાન ધરાવતા ઉપગ્રહને સફળતાપૂર્વક છોડવા માટે અભિનંદન સાથે કરું છું.
એક જ પીએસએલવી ફ્લાઈટમાં બે જુદી જુદી ભ્રમણકક્ષામાં આઠ ઉપગ્રહો છોડવામાં આવ્યા છે.
સીએસઆઈઆરના 75મા સ્થાપના દિવસે તેના પ્લેટિનમ જ્યુબિલી સમારંભનું ઉદ્ઘાટન કરવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે.
કાઉન્સિલના પ્રમુખ હોવાને નાતે, સીએસઆઈઆરની પ્લેટિન જ્યુબિલીના આ એક વર્ષ સુધી ચાલનારી ઉજવણીઓમાં તમને સહુને હું આમંત્રણ પાઠવું છું.
કેન્દ્રીય વિદ્યાલયોના 140 જેટલા વિજ્ઞાનના વિદ્યાર્થીઓ, જેઓ આજે અહીં ઉપસ્થિત છે, તેમને હું ખાસ આમંત્રણ પાઠવું છું અને આ ઈવેન્ટને લાઈવ નિહાળી રહેલા આઈઆઈટી અને આઈઆઈએસઈઆરના વિદ્યાર્થીઓ અને રિસર્ચ સ્કોલર્સને પણ હું આમંત્રણ આપું છું.
સીએસઆઈઆર, આધુનિક ભારતના વિકાસમાં પ્રતિબદ્ધતાપૂર્વક યોગદાનના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, તે પ્રત્યેક ભારતીય માટે ગૌરવની બાબત છે.
આ યાત્રા રાષ્ટ્રને સમર્પિત છે.
આપણી લોકશાહીના વસ્ત્રના હૉલમાર્ક એવી અવિલોપ્ય સ્યાહીથી શરૂ કરીને સીએસઆઈઆરએ જીવનના પ્રત્યેક સ્તર પર ભૂંસી ન શકાય તેવું ચિહ્ન છોડ્યું છે.
સંશોધન અને વિકાસના સર્વાંગી અભિગમ સાથે તેની વિવિધતા અને વૈવિધ્યમાં સીએસઆઈઆર, ભારતનું પ્રતિબિંબ છે.
કૃષિથી અવકાશયાન અને તેના સરંજામ સુધી, બાયો-સેન્સર્સથી માંડીને બાયો-ફાર્માસ્યુટિકલ્સ સુધી, રસાયણોથી માંડીને આબોહવા પરિવર્તન, દવા વિકસાવવાથી માંડીને ઊંડા દરિયામાં સંશોધનો, ભૂવિજ્ઞાનથી માંડીને ઊર્જા, ખાદ્યપદાર્થોથી માંડીને સુગંધ, ગ્લાસથી માંડીને જીનોમિક્સ, નિવાસોથી માંડીને સ્વાસ્થ્યસંભાળ, ઈન્સ્ટ્રુમેન્ટેશનથી માંડીને ઈન્ફર્મેટિક્સ, લેધરથી માંડીને લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ, માઈક્રોબ્સથી માંડીને માઈનિંગથી મિનરલ્સ સુધી, ઓપ્ટિક્સથી માંડીને ઓપ્ટિકલ ફાયબર્સ, પિગામેન્ટ્સથી માંડીને પાવર ઈલેક્ટ્રોનિક્સ, રોડ્સથી માંડીને રોબોટિક્સ, સેન્સર્સથી માંડીને સોલર એનર્જી, ટ્રેક્ટર્સથી માંડીને ટ્રાન્સપોર્ટ, યુએવીથી અંડર વૉટર વ્હીકલ્સ, અને વૉટર (જળ)થી માંડીને વેધર ફોરકાસ્ટિંગ (હવામાન આગાહી) સુધી સીએસઆઈઆર પોતાની હાજરી નોંધાવે છે.
દેશનું સૌથી પહેલું ટ્રેક્ટર – સ્વરાજ, બેબી મિલ્ક પાઉડર, દેશનું સૌપ્રથમ સુપર કોમ્પ્યુટર, આ બધા સીએસઆઈઆરની અનેક સિદ્ધિઓમાંની કેટલીક સિદ્ધિઓ છે.
આ હૉલમાં આવ્યો તે પહેલા મેં સીએસઆઈઆરની સિદ્ધિઓનું પ્રદર્શન યોજાયું છે, તે જોયું. હું ઈચ્છું છું કે આ પ્રદર્શનને દેશના અન્ય વિસ્તારોમાં પણ લઈ જવામાં આવે, જેથી લોકોને સીએસઆઈઆરની સિદ્ધિઓ વિશે જાણકારી મળે અને તેને તેઓ બિરદાવી શકે.
આપણા પ્રયત્નો સીએસઆઈઆરને આધુનિક ટેકનોલોજીસ અને ઊભા થઈ રહેલા પડકારો માટે સજ્જ બનાવવા માટેના છે.
મારી દ્રષ્ટિએ, સીએસઆઈઆરએ યોગ્ય ભાગીદાર લાવવા માટે ટેકનોલોજી બિઝનેસ કરવાની સરળતા ઊભી કરવાની જરૂર છે, જેથી ટેકનોલોજીસ લક્ષિત લાભાર્થીઓ સુધી પહોંચે.
તાજેતરમાં જ સીએસઆઈઆરએ ડાયાબિટિસની બીમારીથી પીડાતા દર્દીઓ માટે દેશની સૌપ્રથમ આયુર્વેદિક દવા વિકસાવી છે. આ દવાની ક્ષમતા વિશે તમે સહુ જાણો છો. હવે, આપણું ધ્યેય એ હોવું જોઈએ કે લોકોને આ દવાના લાભથી જાગૃત કરવા, જેથી તેઓ એનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે.
ઈતિહાસ સાક્ષી છે કે આધુનિક યુગમાં કોઈ પણ દેશ ત્યાં સુધી વિકસિત નથી થયો, જ્યાં સુધી તેને વિજ્ઞાન અને ટેકનોલોજીનો સાથ નથી મળ્યો. આ સમયે દેશ 7 ટકાથી વધુ ઊંચા દરે વિકાસ સાધી રહ્યો છે અને તેને વૈજ્ઞાનિક અને સંશોધન જેવા સંગઠનોના સહયોગની આવશ્યકતા છે. એટલે તમારી વ્યૂહરચના એવી હોવી જોઈએ કે હાલના પડકારોનો સામનો કરવાની સાથે સાથે દેશના ભવિષ્ય માટે પણ આપણે એક સુવ્યવસ્થિત આયોજન તૈયાર કરીએ. જે રીતે સીએસઆઈઆરએ આ વર્ષે સોલર ટ્રી બનાવ્યું. આ સોલર ટ્રી માત્ર ચાર ચોરસ ફૂટની જગ્યા રોકે છે. હવે તમારે એ પ્રયાસ કરવો જોઈએ કે કેવી રીતે દેશના ખૂણે-ખૂણે આ સોલર ટ્રી પહોંચાડીએ અને લોકોને તેનો લાભ મળે. દેશમાં વીજળીની સમસ્યા નિવારવા માટે સૌર ઊર્જા, સોલર એનર્જી અત્યંત મહત્ત્વ ધરાવે છે. તમે સહુ આ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકો એમ છો. સરકારનું લક્ષ છે કે વર્ષ 2022 સુધીમાં દેશમાં 100 ગિગાવૉટ સૌર ઊર્જાનું ઉત્પાદન કરવું છે. અને આ લક્ષ હાંસલ કરવા માટે સરકારને તમારા સહુ વૈજ્ઞાનિકોનો સંપૂર્ણ સહયોગ હોવો જોઈએ. જેમકે, સોલર-સેલની કાર્યક્ષમતા કેવી રીતે ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ વધારી શકાય છે, તે જોવું. કોઈ પણ ટેકનિક ત્યારે જ સફળ થાય છે, જ્યારે તે દેશના સામાન્ય લોકોને કામ આવે.
ખેડૂત ભાઈઓની આજે જે જરૂરિયાત છે, ગરીબ માતાઓ, બહેનો, યુવાનો પોતાની રોજિંદી જિંદગીમાં કેવી રીતે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કેવી રીતે તમારી શોધ કે સંશોધન એમને મદદરૂપ થઈ શકે એમ છે. આ વિશે સતત વિચારવું પડશે અને ઉકેલ લાવવો પડશે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધનની પરિષદની રચનાનો ઉદ્દેશ પણ આ જ છે. વૈજ્ઞાનિક સંશોધન, આ શોધ, એક દિવસનું એક એક વર્ષનું કામ નથી, આ નિરંતર ચાલુ રહેનારી પ્રક્રિયા છે. આ જ સતત પ્રક્રિયા એક દિવસ ગેમ-ચેન્જરના સ્વરૂપે ગેમ-ચેન્જિંગ ટેકનોલોજીના સ્વરૂપમાં જન્મ લે છે.
સીએસઆઈઆર ઘણા સમય પહેલાથી જ આ કામ કરી રહી છે. પરંતુ હવે એક ઘણા મોટા પરિવર્તનની જરૂરિયાત મને જણાય છે. આપણે સંશોધન કરી રહ્યા છીએ. પરંતુ શું સમય મર્યાદાને આધીન ડિલિવરી એ આપણો મુખ્ય એજન્ડા બની શકે છે ? મને તમારી પાસેથી ઘણી બધી આશાઓ છે. અને ક્યારેક-ક્યારેક તો લાગે છે કે મારી આશાઓ કંઈક વધારે પડતી છે, પરંતુ એ એટલા માટે છે કેમકે મને તમારા પર ભરોસો છે. 75 વર્ષમાં તમે જે દેશને આપ્યું છે, એના કારણે મને લાગે છે કે કદાચ તમે હજુ વધુ યોગદાન આપી શકો છો અને માંગવાવાળો પણ એની પાસે જ માગેને જે આપી શકે એમ હોય.
અને એટલે, જ્યારે આપણે 75 વર્ષ ઉજવી રહ્યા છીએ, ત્યારે સમય આધીન ડિલિવરી – ટાઈમ બાઉન્ડ ડિલિવરી, આ એક વાક્યના એજન્ડાને આપણે કેવી રીતે આગળ લઈ જઈ શકીએ, એ જોવાનું છે. સંશોધનની સાથે જ આપણે વેલ્યુ ચેન્જને પણ મજબૂત રીતે જોડવા ઉપર પણ ધ્યાન આપવું પડશે. રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ સાથે, સરકાર ઉદ્યોગ જગત, બિન-સરકારી સંગઠન, સર્વિસ પ્રોવાઈડર, વપરાશકાર આ બધા સાથે તાલમેલ સાધીને કામ કરવું પડશે, કારણ કે સહકારભર્યા પ્રયત્નો વિના પરિણામ નથી મળતું અને એના પર આપણે ધ્યાન આપવું પડશે.
ક્યારેક-ક્યારેક એવું પણ જોવા મળ્યું છે કે આપણે શોધખોળ તો કરી લઈએ છીએ, પરંતુ સામાન્ય લોકોને તેનો લાભ નથી મળતો, અથવા તો ક્યારેક સામાન્ય લોકો સુધી તેની જાણકારી પહોંચતી નથી, અથવા તો સામાન્ય લોકોની આવશ્યકતા મુજબ તેનું મોડિફિકેશન નથી થતું, સિદ્ધાંત મુજબ એ અત્યંત શ્રેષ્ઠ ચીજ હોય છે અને એટલે જ જે સંસાધન ઉપલબ્ધ છે અને જે સમસ્યાઓ છે, તે બંને વચ્ચે આપણે મેળ બેસાડીને જો ચીજો લાવીશું, સરળીકરણ કરીશું, તો હું સમજું છું કે એનો વ્યાપ, સામાન્ય માનવીની ઉપયોગિતા સાથે, ખૂબ સહજ રૂપથી વિસ્તારી શકે છે. વૈજ્ઞાનિક સંશોધન સંસ્થાઓએ પણ હિસ્સેદારો પાસેથી સંશોધન અને વિકાસના તબક્કાએ ફીડ બેક લેવાની સિસ્ટમ પણ બનાવવી પડશે. જો આપણા હિસ્સેદાર સાથે આપણી વાતચીત નહીં હોય, એની જરૂરિયાતોને આપણે સમજીશું નહીં, તો શક્ય છે કે આપણું ઉત્પાદન સ્પર્ધાત્મકતામાં ઘણા મોટા મોટા એવૉર્ડ લાવી શકે છે, ઈનામ મેળવી શકે છે. ઘણા મોટા-મોટા મેગેઝિનમાં આર્ટિકલ છપાઈ શકે છે, પરંતુ ભારત જેવા દેશમાં, તેની સફળતા, સામાન્ય માનવીની સમસ્યાઓના ઉકેલમાં એ કેવી રીતે ઉપયોગી બને છે, તે જ તેનો માપદંડ હોય છે. સીએસઆઈઆરએ પોતાની પ્રયોગશાળાઓ દ્વારા દેશના ઊર્જાથી ભરપૂર નવયુવાનો માટે વધુ દરવાજા ખોલવાના પ્રયાસો કરવા જોઈએ, એવી કોશિષ હોવી જોઈએ કે સીએસઆઈઆરની લેબ્સમાં વધુને વધુ વિદ્યાર્થીઓને પણ સંશોધનની તક મળે.
આપણે જોઈએ છીએ કે આજકાલ આ ટીવીવાળા ટેલેન્ટ સર્ચ માટે ઘણા મોટા કાર્યક્રમ કરે છે, ગાવા-વગાડવા વાળા, નૃત્ય કરનાર અને તમે જુઓ છો કે અગાઉ આપણે વિચાર્યું ન હતું કે એટલી ટેલેન્ટ નજરે પડે છે, નાના-નાના બાળકોમાં અને આ એક ફિલ્ડમાં ટેલેન્ટ નથી, તેના દરેક ક્ષેત્રમાં ટેલેન્ટ પડ્યું છે. એ લોકો મોકાની શોધમાં છે. શું આપણી પ્રયોગશાળાઓ, આ આપણા બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે, એને મન થવું જોઈએ કે ચલો ભાઈ, સેટર ડે – સન્ડે મામાના ઘેર નથી જવું, ચલો, આજે લેબમાં જતો આઉં. સાહેબ થોડો સમય આપશે, કંઇક બાતવશે તો કરતો રહીશ. તમારામાંથી જે મોટા-મોટા વૈજ્ઞાનિક બન્યા છે, તેઓ પોતાનું બાળપણ યાદ કરી જુઓ, તમારામાં આવું જ પાગલપન હતું, ત્યારે તો તમે અહીં પહોંચ્યા છો, આ જ પાગલપનવાળા ઘણા લોકો છે. કોઈએ તમારી આંગળી પકડી હશે, કોઈએ તમારો હાથ પકડ્યો હશે, કોઈ તમને લેબમાં લઈ ગયું હશે. આ બાળકોને પણ કોઈ લઈ જાવ. આ દેશનું ભાગ્ય બદલાઈ જશે.
સીએસઆઈઆરએ પોતાના સંસાધનોની મદદથી દેશમાં નવા ઉદ્યોગસાહસિકો બનાવવામાં પણ સશક્ત ભૂમિકા નિભાવવી પડશે. આપણે સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, સ્ટેન્ડ-અપ ઈન્ડિયા અભિયાન આદર્યું છે, જે નવયુવાન કંઈક કરવા ઈચ્છે છે અને તમે કંઈક શોધી રાખ્યું છે, તો એ સિદ્ધાંતની એને જાણકારી આપો, તો ઉત્પાદનનું સાહસ તે કરી શકે છે. શું આપણું સીએસઆઈઆરનું અભિયાન અને ભારત સરકારનું સ્ટેન્ડ અપ ઈન્ડિયાનું અભિયાન, જેના કારણે યુવા પેઢી, જે કંઈક નવું કરવા માંગે છે અને આપણી પાસે કોઈક પ્રકારની શોધ છે, તેની પાસે સમસ્યા છે, તમારી શોધ, સમસ્યા અને તેનો પોતાના ઉત્પાદન માટેનો ઉત્સાહ, આ ત્રણેય મળીને એક નવી ચીજ, દુનિયાને આપી શકે છે, એક નવું ક્ષેત્ર ખૂલી શકે છે, અને આ સંભવ છે. અને આ સંભાવનાઓ આપણે કેવી રીતે સાકાર કરીએ, તે માટે જો આપણે કામ કરીએ, તો હું સમજું છું કે આપણે ઘણું બધું કરી શકીએ એમ છીએ.
વિવિધ સંસ્થાઓ દ્વારા સંશોધન માટે અપાતું ભંડોળને પણ યોગ્ય રીતે પ્રવાહિત કરવાની આજે જરૂર છે. ક્યાંય એક એવું વેબ પોર્ટલ ન બનાવી શકાય કે જેની પર ફન્ડિંગ, રિસર્ચ અને તેનાં પરિણામોની સંપૂર્ણ વિગતો હોય. શક્ય છે કે તમારા સંશોધનની કોઈક ખાનગી વિગતો હોય, એ જાહેર કરવાનું હું નથી કહેતો, એ તમારી અમાનત છે, પરંતુ તમે સામાન્ય – અન્ય વિગતો તો મૂકી શકો છો. નહીં તો શું થાય કે એક લેબમાં જે કામ થઈ રહ્યું છે, તે જ પ્રકારનું કામ બીજી લેબમાં પણ દસ લોકો કરી રહ્યા છે. આપણી એનર્જી વ્યર્થ જઈ રહી છે, આપણા નાણાં વેડફાઈ રહ્યા છે, જો એક પ્લેટફોર્મ હશે તો બધા લોકો જોશે કે, હા ભાઈ, આ દસ ચીજો એવી છે, જેના પર આજે કામકાજ ચાલુ છે, મેં એ જ દિશામાં કામ હાથ ધરવાની કોશિષ કરી છે, પરંતુ એના પર તો અગાઉથી જ કામ ચાલી રહ્યું છે, ચાલો, હું 11મા પર જઉં છું. આ વાત આપણે એક પોર્ટલ બનાવીને કરી શકીએ, અને હું સમજું છું કે એનાથી એ પણ સારું થશે કે આપણે લોકોને સવાલ પણ કરી શકીશું, સમસ્યાઓ પણ મૂકી શકીશું, એ લોકો નવેસરથી વિચારે છે, હા, મેં પણ આ વિચાર્યું છે, હું આગળ કરી શકું છું.
વર્ષ 2022માં દેશની આઝાદીને 75 વર્ષ થશે. જેમ તમને સીએસઆઈઆરના 75 વર્ષ પ્રસંગે તમારા મનમાં ઉમંગ છે, ઉત્સાહ છે, દેશની આઝાદીના 75 વર્ષ પણ ઉમંગ, ઉત્સાહ અને કંઈક નવું કરવાનું કારણ બનવું જોઈએ. એ પહેલા આપણી પાસે હજુ થોડા વર્ષો છે, ભારત સરકાર વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે કામ કરી રહી છે, આ લક્ષ્યને હાંસલ કરવા માટે તમારે પાકની નવી જાતો તૈયાર કરવી પડશે. ખાસ કરીને વિવિધ પ્રકારની દાળની એવી જાત વિકસાવો, જે ચોમાસા આધારિત વિસ્તારોમાં ઉત્પાદિત કરી શકાય અને તેની ઉપજ પણ વધારે થાય, તેનાથી શરીરમાં પ્રોટિનની ઉણપને કારણે થનારી કુપોષણની સમસ્યા દૂર કરવામાં ઘણી સહાય થશે.
જો આપણે વર્ષ 2022 સુધીમાં કૃષિ ક્ષેત્રની આવક બમણી કરવાનું સ્વપ્ન સેવતા હોઈએ અને ખાસ કરીને આપણા દેશના આ ગરીબ માનવીની પ્રોટિનની જરૂરિયાત અને પ્રોટિનની ઉપલબ્ધિનો આધાર દાળ છે, ત્યારે એમાં આપણે કેવી રીતે દરમિયાનગીરી કરીએ, હેક્ટરદીઠ પેદાશ કેવી રીતે વધે, જે વિવિધ પ્રકારની દાળ છે, તેમાં પ્રોટિન કેવી રીતે વધે, અને આજે આ વૈજ્ઞાનિક યુગમાં, આનુવંશિક વિજ્ઞાનના યુગમાં, દરમિયાનગીરી કરીને આપણે વૈજ્ઞાનિક આ કાર્ય કરી શકે છે અને આપણો ખેડૂત પણ, હમણા હું દેશના દૂર-સુદૂરના વિસ્તારોમાં ખેડૂતો સાથે વાતચીત કરી આવ્યો, તમે અહીં જોયું હશે, કંઈકને કંઈક નવું કરવાનો ઈરાદો તેના મનમાં છે. શું આપણા વૈજ્ઞાનિક એને વેગ આપી શકે છે, દિશા ચીંધી શકે છે અને નિર્ધારિત સમયમાં પરિણામ આપી શકે છે. વૈજ્ઞાનિકોએ શાકભાજીની નવી જાતો પણ વિકસિત કરવી જોઈએ. આપણો ઉદ્દેશ માત્ર ઉત્પાદન અને માગનો તફાવત ઓછો કરવાનો ન હોવો જોઈએ, પરંતુ બીજા દેશોમાં નિકાસ કરવાનો પણ હોવો જોઈએ. હું નિકાસની વાત એટલા માટે કરી રહ્યો છું, કેમકે હું થોડા દિવસો અગાઉ ગલ્ફ દેશોમાં ગયો હતો. તેઓ એક સમસ્યાનો સામનો કરી રહ્યા છે, એમનું કહેવું છે કે અમારે ત્યાં તો એક ઈંચ વરસાદ પણ પડતો નથી. અમારે ખાવાની દરેક ચીજ બહારથી લાવવી પડે છે. ફળ-ફૂલ, શાકભાજી, અનાજ, બધું જ. અમારી વસતી વધી રહી છે, પેટ્રોલિયમ, ડૉલર છે અમારી પાસે, ખૂબ ધન છે, પુષ્કળ સંપત્તિ છે. પરંતુ ચીજવસ્તુઓ અમારે બહારથી લાવવી પડે છે. શું આપણે ગલ્ફ દેશોની જરૂરિયાતોને ધ્યાન પર રાખીને અહીંથી એમની જરૂરિયાતો મુજબનું નિકાસ કરી શકીએ ખરા.. આપણા કૃષિક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રીત કરાયેલા લક્ષ્યો હેઠળ આવી ચીજો વિકસાવવાની દિશામાં વિચારી શકાય છે, જેથી આગામી 50 – 100 વર્ષ સુધી આપણને નિશ્ચિત બજાર મળી શકે. ગુણવત્તા પણ હોય, માત્રા પણ હોય. વિશ્વ સાથેની સ્પર્ધામાં તે પરવડે તેવી હોય. મને વિશ્વાસ છે કે આપણા વૈજ્ઞાનિકો આ લક્ષ્ય પાર પાડી શકે તો ભારતના ખેડૂતની અર્થવ્યવસ્થાને તો લાભ થશે જ થશે. પરંતુ આપણા પાડોશમાં ગલ્ફ દેશોની જરૂરિયાતોની પણ આપણે બહુ નજીક છીએ. તેમને સૌથી ઓછા ખર્ચે ચીજો પહોંચાડી શકે તેવો કોઈ દેશ છે, તો તે હિન્દુસ્તાન છે. આવો અવસર આપણે શા માટે જવા દઈએ અને એટલે જ કૃષિ ક્ષેત્રમાં આપણે ઘણી બાબતો અંગે વિચારી શકીએ એમ છીએ.
સીએસઆઈઆરએ સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે ઘણા સારા કાર્યો કર્યાં છે. છતાં પણ આપણા દેશમાં લોકો આજે પણ ટીબી, મલેરિયા, ચિકનગુનિયા, ડેંગ્યૂ જેવી બીમારીઓથી પીડાઈ રહ્યા છે. સીએસઆઈઆર આ બીમારીઓમાં કેવી રીતે રાહત અપાવી શકે છે. તેના પર નિર્ધારિત સમયમર્યાદા સાથે સંશોધન કરવાની જરૂર છે. જેમ કે, શું આપણે ડાયોગ્નિસ્ટિક કિટ્સ વિકસાવીએ, જે ઓછા ખર્ચે બનેલી હોય અને બીમારીઓની ઝડપભેર તપાસ કરવામાં મદદરૂપ બને. કેમ કે આજે સ્વાસ્થ્ય ક્ષેત્ર ઘણે બધે અંશે ટેકનોલોજી આધારિત થઈ ગયું છે. ડૉક્ટર વધુ તપાસ નથી કરતા, વધુ તપાસ મશીનો કરે છે. તમારા શરીરમાં શું ઉણપ, શું તકલીફ છે, તે મશીન નક્કી કરે છે. ડૉક્ટર એક સોફ્ટવેર માફક પછી એમાંથી અભિપ્રાય આપે છે કે આ ખામી છે તો આ આપો, હવે આ આપો, પેલું પછી આપજો, આ સ્થિતિ આવી ગઈ છે. જ્યારે સમગ્ર મેડિકલ સાયન્સ ટેકનોલોજી આધારિત થઈ ગયું છે, ત્યારે હું માનું છું કે તમારી પાસે ઘણી મોટી તક છે. માત્ર દવાઓ પર નહીં, આ કિટ, જે મારી કલ્પના છે, એ આપણે જેટલી વધુ…. ગામની અંદર આશા વર્કર પાસે પણ એક કિટ હોય, જે નક્કી કરી શકે કે આ મુશ્કેલીઓ છે અને એટલા માટે આ કરી શકાય એમ છે અને તે તકનિકી રીતે એટલું સુગ્રથિત હોય કે આપણે ચેપની પણ તરત જ તપાસ કરી શકીએ. આપણે સંભાવનાઓ જોઈ શકીએ છીએ. અને આજના આ યુગમાં બધું જ સંભવ છે. હું આશા સેવું છું કે આપણે મોટા પાયે ચીજો પર ધ્યાન આપવાની દિશામાં સંશોધનના નવા ક્ષેત્રો તરફ જઈ શકીએ છીએ. અને આપણા નવયુવાનોને આપણે પડકાર આપીએ, અવસર આપીએ, એ લોકો કંઈક કરી બતાવશે એવો મારો વિશ્વાસ છે.
અને આપણે એ પણ જાણીએ છીએ કે ગરીબ લોકોની બીમારીનું સૌથી મોટું કારણ ગંદકી હોય છે. હવે હું તમને તો નથી કહેતો કે તમે ગંદકી સાફ કરવા જાઓ. પરંતુ ટેકનોલોજી દ્વારા આપણે ડિસ્પોઝલ – નિકાલ માટે નવી શોધખોળ કરીને પરવડે તેવી ટેકનોલોજી વિકસાવી શકીએ છીએ. કોઈ ઘણું મોટું રોકેટ સાયન્સ નહીં હોય. પરંતુ જે નવા-નવા સ્ટાર્ટ-અપ છે, તેમાં એટલા મોટા વ્યવસાયની સંભાવના છે કે આપણે વેસ્ટ મેનેજમેન્ટ, વેસ્ટ ટુ વેલ્થ ક્રીએશન આ બધી ચીજોમાં આપણે ટેકનોલોજી દ્વારા હસ્તક્ષેપ કરીને જેટલું વધારે આપીશું, તો ગંદકીને પણ લોકો એક વેપારમાં ફેરવી શકે છે અને સ્વચ્છતા એની મેળે આવી શકશે, જે દેશના હેલ્થ સેક્ટરને ઘણું મદદગાર બની શકે છે. ઈવન ન્યુટ્રિશિયન (પોષણ)ના મુદ્દે પણ ગંદકીમાંથી મુક્ત બનતા આપણે ધ્યાન કેન્દ્રીત કરી શકીશું. જો ગંદકી દૂર થશે, તો આપણે પીવાના પાણીમાં શુદ્ધતા પર પણ ભાર મૂકી શકીશું. અને પીવાના પાણીની શુદ્ધતા, ડ્રિન્કિંગ વૉટરમાં જો શુદ્ધતા હશે, તો ઘણી બીમારીઓમાંથી મુક્તિનો માર્ગ મોકળો બનશે. આ બધી ચીજો એવી છે, જે માત્ર મેડિકલ સાયન્સ સુધી મર્યાદિત નથી. વિજ્ઞાન જગતની દરમિયાનગીરીની જરૂર છે. એવું નથી કે દુનિયામાં ટેકનોલોજી નથી. ભારતને પરવડે તેવી ટેકનોલોજી માટે તમારો હસ્તક્ષેપ હોવો જોઈએ.
આપણી પાસે ઉપલબ્ધ સંસાધનોના આધારે ટેકનોલોજી ડેવલપ થાય તે આપણી જરૂરિયાત છે. અને એ જરૂરિયાતો પૂરી કરવા માટે.. ક્યારેક ક્યારેક એવું થાય છે કે આપણા મનમાં વિચાર આવે કે આપણે શોધ કરતા રહીએ છીએ, તેનો ઉપયોગ 50 વર્ષ 100 વર્ષ પછી થાય. આપણી સામે જે સમસ્યાઓ છે, તે સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આપણે વિજ્ઞાન લાવીએ, તો હું સમજું છું કે ભારત જેવા દેશ માટે એ પહેલી આવશ્યકતા છે. અને જો આ આવશ્યકતાઓમાં સફળતા મળશે તો એ સફળતા પોતે જ તમને વૈશ્વિક સ્તરની જરૂરિયાત કે નવા યુગની જરૂરિયાતો સાથે સંશોધન કરવાની શક્તિ આપી શકે છે.
સીએસઆઈઆરએ વૉટર સિક્યુરિટી (જળ સુરક્ષા) અંગે પણ ઘણું કામ કર્યું છે. પરંતુ પોતાના જળ સંસાધનોને કરકસરયુક્ત, કાર્યક્ષમ રીતે અને અસરકારક રીતે વાપરવાની દિશામાં પ્રયાસો વધુ વેગવાન બનાવવાની જરૂર છે. આપણે જાણીએ છીએ કે જળ સંકટની ચર્ચા ઘણી થાય છે. દરેક લખે છે કે યુદ્ધની શક્યતાઓ પાણી સાથે સંકળાયેલી છે. હવે જેણે લખવું છે તે લખ્યા કરશે. પરંતુ જે લેબમાં બેઠા છે તેમણે ઉપાય શોધવાનો હોય છે કે આપણે કેવી રીતે આ જળના સંચયને, પાણીના સિંચન તરફ ધ્યાન આપીએ. હવે આજે આપણે કોશિષ કરી રહ્યા છીએ. કૃષિ ક્ષેત્રમાં અમારો પ્રયાસ છે. ‘પર ડ્રોપ મોર ક્રોપ’ અને હવે તો હું એમ પણ કહું છું કે ભારત જેવા દેશમાં જ્યાં જમીનનું મહત્ત્વ વધતું જ રહ્યું છે. અને એટલે પાણી અને જમીન બંનેને ધ્યાનમાં રાખીને ‘પર ડ્રોપ મોર ક્રોપ’ સાથે સાથે ‘એન ઈન્ચ ઑફ લેન્ડ એન્ડ બન્ચ ઑફ ક્રોપ’ હોવું જોઈએ. આ કાર્ય જ્યાં સુધી આપણે મિશન તરીકે હાથ નહીં ધરીએ, ત્યાં સુધી આપણે પાણીના ઉપયોગનું મહત્ત્વ પણ નહીં સમજીએ, જમીનના ઉપયોગનું મહત્ત્વ પણ નહીં સમજીએ.
નદીઓના પાણીમાં પ્રદૂષણ આપણી સામે મહાકાય સમસ્યા છે. ગંગાની સફાઈનું કાર્ય કેટલાયે વર્ષોથી ચાલી રહ્યું છે. ઘણી સરકારો આવીને ગઈ. આપણે વૈજ્ઞાનિક ઉપાયો જ શોધવા પડશે. લોકોને પ્રશિક્ષિત કરવા અને વૈજ્ઞાનિક રસ્તાઓ શોધવા એ જ આપણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. સામાન્ય નાગરિકની એક આવશ્યકતા… હવે આપણે જોઈએ, આજના યુગમાં હિન્દુસ્તાનમાં જેટલી વસતી છે એનાથી વધારે મોબાઈલ ફોન છે, પરંતુ બેટરીનું આયુષ્ય એના માટે ટેન્શનનો વિષય છે. તેણે બેટરી રિચાર્જ કરવા માટે બિચારા ગામના લોકોએ બીજા ગામ સુધી જવું પડે છે અને બેટરી ચાર્જ કરવા માટે ત્યાં ઊભા રહેવું પડે છે કે જરા બેટરી ચાર્જ કરી આપો ને.. સ્માર્ટ ફોન માટે એક પરેશાની થાય છે અને વધુ ઉપયોગ કરે છે એ લોકો બેટરી બેન્ક સાથે લઈને ફરે છે. શું આપણા વૈજ્ઞાનિકો આનો ઉકેલ નથી આપી શકે એમ ? અને કેટલું મોટું માર્કેટ છે, તમે કલ્પના કરો. અને હું નથી માનતો કે જે વિજ્ઞાન નાના સ્તરે એપ્લાય થયું છે, તે મોટી તાકાત સ્વરૂપે વિસ્તરી ન શકે. હું વૈજ્ઞાનિક નથી, પરંતુ એટલું તો સમજી શકું છું કે તમે કરી શકો છો. જો તમે આ ચીજોને પ્રાથમિકતા આપો, તો એની વ્યાપારી કિંમત પણ ઘણી છે. જરૂરિયાત બની ચૂકી છે.
આજે તમે જુઓ, સ્પોર્ટસ – રમતગમત ક્ષેત્રે જે રીતે સ્વરૂપ ધારણ કર્યું છે. એ માત્ર રમતના મેદાનનો વિષય નથી રહ્યો. હમણાં હું પ્રદર્શનમાં રાખેલી કેટલીક ચીજવસ્તુઓ જોતો હતો. એમણે મને જણાવ્યું કે લેધરની ચીજો તેઓ કેવી રીતે બનાવે છે. મેં એમને સવાલ કર્યો કે તમારે ત્યાં શું કોઈ સંશોધન થઈ રહ્યું છે કે કેવી રીતે સ્પોર્ટસ માટે કેવા પ્રકારના પગરખા જોઈએ, કેવા પ્રકારનો કોશ્ચ્યુમ જોઈએ. આવો કોઈ રિસર્ચ થયો છે, જે એમની ફિઝિકલ ફિટનેસ વધારતો હોય, કમ્ફર્ટમાં ઉમેરો કરતો હોય. તેમણે જણાવ્યું કે ઘણા મોટા રિસર્ચ થઈ રહ્યા છે દુનિયામાં. શું આપણે આ પ્રકારની ચીજો, એટલું જ નહીં, ખેલાડીઓ પાસે સારા સાધન હોય, ખેલાડીઓ પાસે સારું મેદાન હોય, સારા કોચ હોય, એનાથી જ તેઓ રમતગમતની દુનિયામાં સિદ્ધિઓ નથી મેળવતા. રમત જગતના વિકાસ માટે એવું મનાય છે કે એક સાયન્ટિફિક એન્વાયર્નમેન્ટ જરૂરી હોય છે. તેને સાયકોલોજીથી માંડીને કમ્ફર્ટ સુધીની દરેક ચીજની વ્યવસ્થા કરવી પડે છે.
આપણા જે રમતગમત ક્ષેત્રના લોકો છે, તેમના માટે ઘણા મોટા વ્યાવસાયિક ક્ષેત્રની સંભાવના હું જોઈ રહ્યો છું, રમતગમતની દુનિયામાં. આપણે એમના માટે સંશોધનની ચીજો.. એક વૈજ્ઞાનિક એન્વાયર્નમેન્ટ શું હોય.. હવે અવકાશ વિજ્ઞાનમાં તમે જુઓ છો કે જેટલી અવકાશમાં જનારા લોકોની ચિંતા હોય છે, એટલી અવકાશના લોકો માટે સાયન્ટિફિક એન્વાયર્નમેન્ટમાં તેમની ટ્રેનિંગ થાય છે એ પછી તેમને મોકલવામાં આવે છે. સ્પોર્ટસની દુનિયા પણ એવા જ પ્રકારની છે. શું આપણે એ એન્વાયર્નમેન્ટના માપદંડ નક્કી કરી શકીએ છીએ, તેના માટે એ પ્રકારની વ્યવસ્થા વિકસાવી શકીએ છીએ. મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે વિજ્ઞાનના ક્ષેત્રને આપણે એટલું સામાન્ય લોકો સાથે જોડીએ. કારણ કે 21મી સદી ટેકનોલોજી દ્વારા દોરવાતી સદી છે. જો સમગ્ર શતાબ્દિ ટેકનોલોજી દ્વારા દોરવાતી હશે તો આપણે આ પ્રકારની નવી શોધખોળ 21મી સદીની જરૂરિયાતો અને ભારત જેવા દેશની આવશ્યકતાઓ સાથે શું જોડી શકીશું ?
આપણી પારંપરિક સમજણ અને જ્ઞાનને જો આપણે આધુનિક વ્યવસ્થા સાથે જોડી શકીએ તો પણ ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકીએ એમ છીએ. યોગ છે, આયુર્વેદ છે, આજે સમગ્ર દુનિયામાં તેની ચર્ચા છે. પરંતુ એના વૈજ્ઞાનિક સ્વરૂપને નથી પહોંચી શકાતું. શું આપણે એ દિશામાં કામ કરી શકીએ છીએ ?
અને આજે આ પ્રસંગે વૈજ્ઞાનિકોને નેશનલ એવૉર્ડ એનાયત કરીને સન્માનિત પણ કરવામાં આવી રહ્યા છે. જે વૈજ્ઞાનિકોને આ સન્માન મળી રહ્યું છે, તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જેમાં 2012-15ના શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કૃત છે, 2012-14ના સીએસઆઈઆર ડાયમંડ ટેકનોલોજી જ્યુબિલી એવોર્ડ છે, ગ્રામીણ વિકાસમાં સાયન્સ અને ટેકનોલોજી ઈનોવેશન્સ માટે સીએસઆઈઆરના એવોર્ડ છે, 2016ના સીએસઆઈઆર ટેકનોલોજી એવોર્ડ છે, 2016ના જી એન રામચંદ્રન ગોલ્ડ મેડલ છે, 2016ના સીએસઆઈઆર યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ અપાઈ રહ્યા છે. આ સન્માન, આ એવોર્ડ માત્ર વૈજ્ઞાનિકો માટે જ નથી, પરંતુ તેમના પરિવાર, તેમના મિત્રો અને ખાસ કરીને તેમના શિક્ષકો માટે પણ છે. એવા શિક્ષકો, જેમણે બાળપણથી જ તેમને વિજ્ઞાન અને શોધ-સંશોધન માટે પ્રેરણા આપી.
દેશને તમારા બધા પર ગર્વ છે. મને આશા છે કે આ સફરમાં તમે એક નવા ઉમંગ અને નિશ્ચય સાથે, વધુ દ્રઢતાપૂર્વક આગળ વધશો. આ એવોર્ડ તમારા ઉપરાંત અન્ય લોકોને પણ દેશના વિકાસ માટે જરૂરી નવી શોધખોળ, નવા સંશોધનોની પ્રેરણા આપશે. સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીઓમાં ભણનારા નવયુવાનો તમને રોલ મોડેલ તરીકે જુએ છે. આ પ્રસંગે હું તમારા સહુ પાસેથી અપેક્ષા રાખું છું કે તમે નવયુવાન પેઢીને માર્ગદર્શન આપવાની જવાબદારી પણ ખૂબ સારી રીતે નિભાવો. સીએસઆઈઆર સાથે જોડાયેલી દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કામ કરી રહેલા વૈજ્ઞાનિકોને સ્કૂલ કોલેજમાં ભણનારા વિદ્યાર્થીઓ સાથે પોતાનો સંપર્ક વધારવો જોઈએ. મહિનામાં ઓછામાં ઓછું એક વાર દરેક વૈજ્ઞાનિક કોઈને કોઈ કોલેજ કે યુનિવર્સિટીમાં લેક્ચર આપવા માટે જાય એવું શક્ય નથી ? એમની સાથે વિચાર-વિમર્શ કરો, નવી પેઢી સાથે ચર્ચા કરો. શક્ય છે કે આજે જે જે મહાનુભાવોને એવોર્ડ મળ્યો છે, તેઓ એક શાળા કે કોલેજને મેન્ટર તરીકે એડોપ્ટ કરે એવું શક્ય છે ? જો તેઓ એક શાળા કે કોલેજમાં માત્ર પાંચ વિદ્યાર્થીઓને પણ મેન્ટર તરીકે પસંદ કરીને એમના માટે થોડો સમય આપશે, તો દેશને ત્રણ સો નવા વૈજ્ઞાનિકો મળવાની સંભાવના સર્જાય છે. તો, જે રીતે દેશને તમે એક નવું સંશોધન ભેટ કર્યું અને પેઢીઓનું ભલું કરી શકો છો, તે રીતે તમે જો દેશને એક કે બે વૈજ્ઞાનિકોની ભેટ આપો તો કદાચ સદીઓના મોટા કામ કરી જશો.
હું ફરી એકવાર તમને સહુને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પંચોતેરમી વર્ષગાંઠની આ મહત્ત્વપૂર્ણ ઘટના આવનારા વર્ષ 2022 માટે… તમે પણ નક્કી કરો કે 2022માં જ્યારે દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થશે, આપણે દેશ માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ ચીજો આપીને જ રહીશું, સમય સીમામાં આપીને રહીશું, દેશની આવશ્યકતાઓ પૂરી કરીશું. આ જ એક સંકલ્પ સાથે આપણે આ 75 વર્ષની યાત્રા અને આવનારા 25 વર્ષના સપનાઓ લઈને આગળ વધીએ, એ જ અપેક્ષા સાથે તમને સહુને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર.
AP/J.Khunt/TR/GP
I am privileged to inaugurate CSIR’s Platinum Jubilee Function on the occasion of its 75th Foundation Day: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 26, 2016
It is a matter of pride for every Indian that CSIR is celebrating 75th year of committed contribution to the development of modern India: PM
— PMO India (@PMOIndia) September 26, 2016
Starting with the indelible ink which is the hallmark of our democratic fabric, CSIR has left an indelible mark on every sphere of life: PM
— PMO India (@PMOIndia) September 26, 2016
CSIR needs to create 'Ease of doing Technology Business' platform to bring in right stakeholders so technologies reach beneficiaries: PM
— PMO India (@PMOIndia) September 26, 2016
इतिहास गवाह है कि आधुनिक युग में कोई भी देश तब तक विकसित नहीं हुआ जब तक उसे विज्ञान और तकनीक का साथ नहीं मिला। : PM @narendramodi
— PMO India (@PMOIndia) September 26, 2016
कोई भी तकनीक तभी कामयाब होती है, जब वो देश की सामान्य मानविकी के काम आए: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 26, 2016
You have contributed so much to India in the last 75 years & am sure you can contribute so much more in the years to come: PM to @CSIR_IND
— PMO India (@PMOIndia) September 26, 2016
कोशिश होनी चाहिए कि CSIR की LABS में ज्यादा से ज्यादा छात्रों को भी रिसर्च का मौका मिले: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 26, 2016
CSIR को अपने संसाधनों की मदद से देश में नए entrepreneurs बनाने में भी सशक्त भूमिका निभानी होगी: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 26, 2016
CSIR ने स्वास्थ्य सेक्टर के लिए काफी कुछ किया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 26, 2016
Have always said, per drop more crop. We must also think about- an inch of land and a bunch of crops: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 26, 2016
It is important to connect science with the common citizens in this century, which is technology driven: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 26, 2016