પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય કેબિનેટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષા કોષ (મસ્ક)નું જાહેર ખાતું ખોલાવવાની મંજૂરી આપી છે જેમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન સેસની તમામ રકમ જમા થશે.
મસ્કમાં એકત્રિત થનારી રકમ શિક્ષણ ક્ષેત્રની વિવિધ યોજનાઓ માટે વપરાશે જેનો લાભ સમગ્ર દેશના સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિદ્યાર્થીઓને મળશે.
ઉપરોક્ત ફંડના અનુસંધાનમાં કેન્દ્રીય કેબિનેટે નીચે મુજબની મંજૂરીઓ પણ આપી હતી.
(i) ઉપરોક્ત ફંડનું સંચાલન અને દેખરેખ માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા કરાશે.
(ii) સેસમાંથી થનારી આવકનો ઉપયોગ પ્રવર્તમાન સેકન્ડરી અને હાયર એજ્યુકેશનની વિવિધ યોજનાઓ માટે થશે. જોકે દર્શાવેલી પ્રક્રિયા મુજબ માનવ સંસાધન વિકાસ મંત્રાલય સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશનના વિવિધ ભાવિ કાર્યક્રમો અને યોજનાઓ પાછળ પણ વાપરી શકશે.
(iii) કોઈ પણ નાણાકીય વર્ષમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ અને ઉચ્ચ શિક્ષણ વિભાગની પ્રવર્તમાન યોજનાઓનો ખર્ચ ગ્રોસ બજેટરી સપોર્ટ (જીબીએસ)માંથી વપરાશે અને તેનો ખર્ચ વધી જશે તો જ મસ્કમાંથી નાણા ખર્ચાશે.
(iv) ભારતના જાહેર ખાતાના વિના વ્યાજના રિઝર્વ ફંડમાંથી મસ્કની સંભાળ લેવાશે.
પર્યાપ્ત સંસાધનોની ઉપલબ્ધતાથી સેકન્ડરી અને હાયર એજ્યુકેશનનો બહોળો લાભ થશે જ્યારે એ બાબતની પણ કાળજી લેવાશે કે નાણાકીય વર્ષના અંત સુધીમાં આ રકમ પૂરી થઈ જાય નહીં.
લક્ષણોઃ

વર્તમાન રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન યોજના અને અન્ય મંજૂર થયેલા કાર્યક્રમ જેમાં
નેશનલ મીન્સ-કમ-મેરીટ સ્કોલરશિપ અને
સેકન્ડરી એજ્યુકેશનની છાત્રાઓ માટેની રાષ્ટ્રીય યોજના
સેકન્ડરી અને હાયર એજ્યુકેશન પર સેસ નાખવાનો હેતુ સેકન્ડરી અને હાયર એજ્યુકેશન માટે પર્યાપ્ત સંસાધન પૂરા પાડવાનો છે.
આ ફંડનો ઉપયોગ પ્રારંભિક શિક્ષા કોશ (પીએસકે)ની વર્તમાન વ્યવસ્થા મુજબ થશે જ્યાં સેસની આવકનો ઉપયોગ શાળા શિક્ષણ સાક્ષરતા વિભાગની સર્વ શિક્ષા અભિયાન (એસએસએ) અને મદ્યાહ્ન ભોજન(એમડીએમ) જેની યોજનાઓમાં થાય છે.
પૂર્વભૂમિકાઃ
(i) દસમી યોજના દરમિયાન વર્તમાન અંદાજપત્રિય સંસાધન માટે વધારાનું ફંડ એકત્રિત કરવાના આશયથી 1-4-2004થી અસર પામેલા કેન્દ્રીય કર પર 2%ની વધારાની શૈક્ષણિક સેસ લાદવામાં આવી હતી. ઉચ્ચ શૈક્ષણિક ક્ષેત્રનો વ્યાપ વધારવા તથા સેકન્ડરી શિક્ષણને વૈશ્વિક સ્તરે લઈ જવાના પ્રયાસ માટે આ જરૂરી હતું. તેથી નાણા પ્રધાને તેમના 2007ના બજેટમાં સેકન્ડરી અને હાયર એજ્યુકેશન માટેના કેન્દ્રીય કરમાં 1%ની વધારાની સેસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
(ii) કેન્દ્રીય કરના 1%ની સેસનો દર સેકન્ડરી અને હાયર એજ્યુકેશન (કલમ 136 અન્વયે) શિક્ષણમાં આર્થિક મદદની સરકારની વચનબદ્ધતાનો એક ભાગ હતી અને તે મુજબ ફાઇનાન્સ એક્ટ 2007 હેઠળ તે દાખલ કરાઈ હતી.
iii) જુલાઈ 2010માં માનવ સંસાધન વિકાસ મંત્રાલયે કેબિનેટ નોંધ જારી કરી હતી જેમાં તેણે સેકન્ડરી અને હાયર એજ્યુકેશન સેસની આવક જમા થાય તે માટે માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષા કોષ તરીકે ઓળખાનારા એક કાયમી જાહેર ખાતાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ મામલે આયોજન પંચ, ઉત્તર-પૂર્વ પ્રાંતના મંત્રાલય, આર્થિક બાબતોના વિભાગ અને નાણાં મંત્રાલય જેવા સંબંધિત મંત્રાલયોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા જેમાં આર્થિક બાબતોના મંત્રાલયે આ પ્રસ્તાવ સાથે સહમતિ દર્શાવી ન હતી અને એવું કારણ આપ્યું હતું કે 1% સેસથી થનારી આવક કરતા વધુ રકમ સેકન્ડરી અને હાયર એજ્યુકેશન માટેની યોજનાઓ માટે બજેટમાં ફાળવવામાં આવે છે. તેથી સેકન્ડરી અને હાયર એજ્યુકેશનની યોજનાઓ માટે વિવિધ નાણાકીય વર્ષમાં સેસની રકમ જેટલી રકમ ફાળવવામાં આવે જ છે. આમ ભૂતકાળના સમયમાં 1 ટકા સેસની રકમ ફાળવણી માટે ઉપલબ્ધ રહેતી નથી.
(iv) આમ થતાં માનવ સંસાધન વિભાગ મંત્રાલયે માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષા કોષ (મસ્ક)ની રચના માટે 11 ફેબ્રુઆરી2016ના રોજ આર્થિક બાબતોના મંત્રાલય પાસે પુનઃવિચારણા કરવા અને મંજૂરી આપવા કહ્યું હતું. 20 જૂન 2016ના રોજ આર્થિક બાબતોના વિભાગ મંત્રાલયે એ બાબતને મંજૂરી આપી હતી કે મંત્રાલય મસ્કની રચના કરવા માટે કેબિનેટની મંજૂરી માટે ડ્રાફ્ટ કેબિનેટ રજૂ કરવા આગળ વધી શકે છે.
TR