Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી એક્ટ, 1992માં સુધારાને કેન્દ્રીય મંત્રીમંડળની બહાલી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી (સીએયુ) એક્ટ, 1992માં નાગાલેન્ડ રાજ્યને ઈમ્ફાલના સીએયુ અધિકારક્ષેત્ર હેઠળ સામેલ કરવા માટે કલમોમાં જરૂરી સુધારા કરવાને મંજૂરી આપી છે.

નાગાલેન્ડ રાજ્યના ઈમ્ફાલના સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અધિકારક્ષેત્ર હેઠળ સમાવેશ બાદ નાગાલેન્ડમાં કોલેજ ઑફ વેટરિનરી સાયન્સીઝ પશુપાલનના ક્ષેત્રે અત્યંત આવશ્યક વ્યાવસાયિક માનવશક્તિનું સર્જન કરી શકશે, જે પ્રદેશના સામાજિક-આર્થિક વિકાસમાં મદદરૂપ થશે. નવી કોલેજ ખેડૂતોને નવી પદ્ધતિઓથી વાકેફ કરવામાં પણ મદદગાર બનશે, જેનાથી નાગાલેન્ડ રાજ્યમાં ઉત્પાદન અને સ્થાનિક પશુઓની ઉત્પાદકતા વધશે.

કાયદામાં કરાયેલો આ સુધારો નાગાલેન્ડને મણિપુર સીએયુનો લાભ મેળવવામાં પણ સહાયરૂપ બનશે, જે દેશના સમગ્ર ઉત્તર-પૂર્વ વિસ્તાર માટે સ્થાપવામાં આવી છે.

TR