પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે (કેબિનેટ) સેન્ટ્રલ બેંક ઑફ શ્રીલંકા (સીબીએસએલ) દ્વારા ભારતીય રીઝર્વ બેંક દ્વારા હાંસલ કરેલા 1.1 અરબ અમેરિકી ડૉલરની વર્તમાન મુદ્રા વિનિમય સુવિધાની મૂલ્યાંકન તિથિને 8 માર્ચ, 2016 સુધી વધારવાના પ્રસ્તાવને પોતાની સર્વવ્યાપી મંજૂરી આપી દીધી છે. આ પહેલા આની પુનઃ ચૂકવણી 3 માર્ચ, 2016 સુધી કરવાનું નક્કી કરાયું હતું.
આ પ્રસ્તાવને મંજૂરી મળવાથી શ્રીલંકાને વૈકલ્પિક વ્યવસ્થા થવા સુધી અસ્થાયી રાહત મળી જશે.
કેન્દ્રીય મંત્રિમંડળે શ્રીલંકાને 700 મિલિયન અમેરિકી ડૉલરની વિશેષ વિનિમય સગવડ આપવાના પ્રસ્તાવને પણ પોતાની મંજૂરી આપી દીધી છે, જે ત્રણ માસની મુદત સુધી અથવા શ્રીલંકા દ્વારા આઈએમએફ સુવિધાને પ્રાપ્ત કરવા સુધીની મુદત, આમાથી જે પહેલા હશે તે માટે માન્ય થશે.
આ પ્રસ્તાવને સ્વીકૃતિ મળવાથી શ્રીલંકાને પોતાની આર્થિક સ્થિરતાની સાથે-સાથે આધિકારિક ભંડારને પણ મજબૂત કરવામાં મદદ મળશે, જેમાં વર્ષ 2015 દરમિયાન અછત જોવા મળી. અમેરિકા દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાના અંદાજની પ્રતિકૂળ અસરના લીધે જ આવું થયું. આનાથી શ્રીલંકાની સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધ તેમજ આર્થિક સંબંધ વધારે મજબૂત થશે, જે સાર્ક અને દક્ષિણ એશિયામાં ભારતની મહત્વની ભાગીદારી છે.
J.Khunt/GP