પીએમઇન્ડિયા

પેટ્રોલિયમ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન જી, ઉર્જા મંત્રી શ્રી આર. કે. સિંહજી, ઉર્જા સચિવ શ્રી અજય કે. ભલ્લાજી, પેટ્રોલિયમ સચિવ શ્રી કપિલ દેવ ત્રિપાઠીજી, ઓએનજીસીના સીએમડી શ્રી ડી. કે. સર્રાફ જી અને અહીં ઉપસ્થિત અન્ય મહાનુભાવો દુર દુર વિડીયો લિંકથી જોડાયેલા ઓએનજીસીના સાથીઓ,
આજે એક સાથે ત્રણ પવિત્ર અવસરોની ત્રિવેણીનો સંયોગ ઘડાયો છે. આજે નવરાત્રીનો પાંચમો દિવસ છે અને આ દિવસે સ્કંધમાતાને સૌરમંડળની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. સ્કંધમાતાના આશીર્વાદથી નવરાત્રીના આ દિવસોમાં દેશની મહિલાઓની સુરક્ષા અને તેમના જીવન સાથે સંકળાયેલી એક અત્યંત મહત્વપૂર્ણ યોજનાની આજે શરૂઆત થવા જઈ રહી છે.
આજે જ શ્રધ્ધેય પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીનો જન્મદિવસ છે અને આજે જ દેશને દિનદયાળ ઉર્જા ભવન મળી રહ્યું છે. પર્યાવરણને અનુકૂળ અને ઓછી વિજળીના બળતણ ધરાવતી આ ગ્રીન ઇમારતનું લોકાર્પણ કરતાં મને અત્યંત સુખદ લાગણીની અનુભૂતિ થઈ રહી છે. મને કહેવામાં આવ્યું છે કે હાલમાં ઓએનજીસીના હજારો કર્મચારીઓ ખાસ કરીને વીડિયો લિંકના માધ્યમથી આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે. હું તમને તમામને આ ભવ્ય ભવન માટે અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું.
આજે એક રીતે જોઇએ તો અહીં આદ્યાત્મ, આસ્થા અને આધુનિક ટેકનિક એમ ત્રણેય ક્ષેત્ર ઉર્જાથી ઝગમગી રહ્યા છે, પ્રકાશિત થઈ રહ્યા છે.
ભાઈઓ અને બહેનો, ગયા વર્ષે આજના જ દિવસે ગરીબ કલ્યાણ વર્ષનો પ્રારંભ થયો હતો. સરકારે નક્કી કરી લીધું હતું કે એક વર્ષ સુધી પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતી વર્ષને ગરીબ કલ્યાણ વર્ષના રૂપમાં મનાવીશું. આજે વર્ષની રીતે ભલે તેનું સમાપન થઈ રહ્યું હોય પરંતુ ગરીબ કલ્યાણ આ સરકારની ઓળખ સાથે સંકળાયેલી છે.
જનધન યોજનાથી લઈને સ્વચ્છ ભારત અભિયાન સુધી, ઉજ્જવલાથી લઈને મુદ્રા સુધી, સ્ટાર્ટ અપથી લઈને સ્ટેન્ડ અપ ઇન્ડિયા સુધી, ઉજાલાથી ઉડાન સુધી તમને માત્ર ગરીબનું કલ્યાણ જ દેખાશે.
કોણે વિચાર્યું હતું કે ક્યારેક એવી સરકાર પણ આવશે જે 30 કરોડ ગરીબો માટે બેંક ખાતા ખોલાવશે, કોણે વિચાર્યું હતું કે ક્યારેક એવી સરકાર આવશે જે મહિને એક રૂપિયો દિવસના 90 પૈસાના દરના પ્રીમિયમ પર લગભગ 15 કરોડ લોકોને વીમો અપાવશે. કોણે વિચાર્યું હતું કે ક્યારેય એવી સરકાર પણ આવશે જે બેંક ગેરંટી વિના જ 9 કરોડ ખાતાધારકોને સાડા ત્રણ લાખ કરોડથી વધુનું ધિરાણ કરશે.
કોણે વિચાર્યું હતું કે ક્યારેય એવી સરકાર આવશે જે એ અંગે વિચારશે કે મહિલાઓને રસોડામાં જવામાંથી મુક્તિ મળે, કોણે વિચાર્યું હતું કે ક્યારેય એવી સરકાર આવશે જે એમ વિચારે કે હવાઈ ચપ્પલ પહેરનારો પણ હવાઈ જહાજમાં ઉડી શકે. કોણે વિચાર્યું હતું કે ક્યારેક એવી સરકાર આવશે જે સ્ટેન્ટની કિંમત ઘટાડી દેશે અને ઘૂંટણ બદલાવવાની કિંમત પણ ગરીબ અને મધ્યમ વર્ગને પોસાય ત્યાં સુધી લાવવાનો પ્રયાસ સફળતાપૂર્વક કરશે.
ગરીબોનું સપનું મારી સરકારનું સ્વપ્ન છે અને ગરીબની મુશ્કેલી, તેમની દરરોજની હાડમારીનું, જીવનમાં આવનારી પરેશાની ઘટાડવી મારી સરકારની સૌથી મોટી જવાબદારી છે. આજે આ શ્રેણીમાં દેશના કરોડો ગરીબ પરિવારો સાથે જોડાયેલી, ગરીબ મહિલાઓ સાથે જોડાયેલી, એક અત્યંત મોટી અને ઘણી જ મહત્વપૂર્ણ અને અત્યંત આવશ્યક યોજનાની શરૂઆત થવા જઈ રહી છે.
ભાઈઓ અને બહેનો, આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સહજ વિજળી હર ઘર યોજના એટલે કે સૌભાગ્ય યોજના.
સાથીઓ, સ્વતંત્રતાના 70 વર્ષ બાદ પણ આપણા દેશમાં ચાર કરોડથી વધુ ઘરો એવા છે જેમાં વિજળીનું જોડાણ નથી. તમે વિચારો, ચાર કરોડ ઘરમાં રહેનારાઓનું જીવન કેવું હશે. તમે કલ્પના કરો કે તમારા જીવનમાં અત્યારે વિજળી ચાલી જાય તો તમારું જીવન કેવું હશે. સાથીઓ, સવા સો વર્ષ કરતાં પણ વધુનો સમય વીતી ચૂક્યો છે જ્યારે મહાન વૈજ્ઞાનિક થોમસ અલ્વા એડિસને બલ્બની શોધ કરી હતી. દુનિયાને પોતાની શોધ દેખાડતાં થોમસ એડિસને કહ્યું હતું અમે વિજળીને એટલી સસ્તી કરી નાખીશું કે માત્ર અમીરો જ મીણબત્તી પ્રગટાવશે.
આપણા તમામ માટે એ બાબત દુઃખદ છે, અફસોસજનક છે કે આજ સુધી દેશમાં ચાર કરોડ ઘરમાં બલ્બ તો દૂરની વાત છે પરંતુ વિજળી જ પહોંચી નથી. અન્ય ઘરોમાં આજે પણ મીણબત્તી સળગી રહી છે, ફાનસ અને દીવા પ્રગટી રહ્યા છે. એ કરોડો પરિવારોમાં આજે પણ સાંજે બાળકને અભ્યાસ કરવામાં તકલીફ પડી રહી છે, ભણે પણ છે તો એ ફાનસના અજવાળામાં. સુખ-સવલતની વાત છોડો પણ એ ઘરની મહિલાઓને અંધારામાં રસોઈ કરવી પડે છે. તેથી જ મોટા ભાગની મહિલાઓ પર દિવસ ઢળતા કે અંધારું થાય તે પહેલા રસોઈનું કામ પૂર્ણ કરી નાખવાનું દબાણ રહે છે.
ઘરમાં અજવાળું નથી, વિજળીનું જોડાણ નથી તો તેની સીધે સીધી અસર રસ્તા પરના પ્રકાશ પર પડે છે. અંધારામાં ઘરની બહાર નીકળવું વધુ મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને મહિલાઓ તો ઘરમાં જ પૂરાઈ જાય છે.
વિજળી વિના જીવન કેવું હોય છે, તે સમજવું તમારા માટે, અમારા માટે એ તમામ વ્યક્તિ માટે જરૂરી છે જેમની પાસે વિજળીનું જોડાણ છે. વિના વિજળી ધરાવતા એ ઘરોમાં વિજળીનું જોડાણ પહોંચશે ત્યાર બાદ જ તેમનું ભાગ્ય ચમકશે, ત્યારે જ તેમના માટે સૌભાગ્ય હશે.
પ્રધાનમંત્રી સહજ વિજળી હર ઘર યોજના એટલે કે સૌભાગ્ય યોજના હેઠળ સરકાર દેશના દરેક એવા ઘરમાં પછી તે ગામડામાં હોય, શહેરમાં હોય, દૂર દૂરના વિસ્તારમાં હોય એ તમામ ઘરને વિજળીના કનેક્શનથી જોડી દેશે. કોઈ પણ ગરીબ પાસેથી વિજળીના જોડાણ માટે કોઈ પ્રકારની કિંમત વસૂલવામાં આવશે નહીં. સરકાર ગરીબના ઘરે જઈને વિજળીનું જોડાણ આપશે. જે વિજ જોડાણ માટે ગરીબે ગામના મુખીના ઘરે, સરકારી કચેરીઓમાં આંટા ફેરા કરવા પડતા હતા, ધક્કા ખાવા પડતા હતા એ ગરીબને તેના ઘરે જઈને આ સરકાર જાતે વિજ જોડાણ આપશે. એક પણ રૂપિયો લીધા વિના વિજ જોડાણ.
દેશના દરેક ગરીબના વિજ જોડાણ પહોંચાડવા માટે 16 હજાર કરોડથી વધુનો ખર્ચ થશે. અમે એ નક્કી કર્યું છે કે તેનો બોજો ગરીબ પર નહીં નાખીએ. આ સરકારે ગરીબને આ સૌભાગ્ય આપવાનો સંકલ્પ કર્યો છે. ગરીબોના સૌભાગ્યનો આ સંકલ્પ અમે સિદ્ધ કરીને રહીશું. કેમ કે મારો આદર્શ છે સંકલ્પ કરો અને તેને સિદ્ધ પણ કરો.
સાથીઓ, પંડિત દિન દયાલ ઉપાધ્યાયજીએ કહ્યું હતું કે ”આર્થિક યોજનાઓ તથા આર્થિક પ્રગતિનું માપ સમાજમાં ઉપરની સીડી પર પહોંચેલી વ્યક્તિ નહીં પરંતુ સૌથી નીચેના સ્તર પર બિરાજમાન વ્યક્તિ હશે.” એટલે કે સરકારની યોજનાઓની ઓળખ, તેની પરખ એ જ આધાર પર હશે કે તેનાથી ગરીબોને કેટલો લાભ થાય છે. આજે મને ખુશી છે કે પંડિત દિન દયાલજીના જન્મદિવસ પ્રસંગે દેશના કરોડો ગરીબ પરિવારોના સપના પૂરા કરનારી આટલી મોટી યોજનાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
ઘરમાં વિજળી નહીં હોવાને કારણે ગરીબોને અને ખાસ કરીને મહિલાઓ, બાળકોને જે પરેશાનીનો અનુભવ થાય છે તેને સમજીને સરકારે એવા 18 હજાર ગામડાઓમાં વિજળી પહોંચાડવાનો નિર્ણય કર્યો હતો જ્યાં આઝાદીના આટલા વર્ષો પછી પણ વિજળી પહોંચી નથી. મેં લાલ કિલ્લા પરથી એક હજાર દિવસમાં આ કાર્ય પૂર્ણ કરવાનું વચન આપ્યું હતું.
આ 18 હજાર ગામડામાંથી હવે ત્રણ હજાર કરતાં પણ ઓછા ગામડા બચ્યા છે જ્યાં વિજળી પહોંચાડવાની બાકી છે. મને ખાતરી છે કે આ ગામડાઓમાં પણ નિયત સમયની અંદર વિજળી પહોંચી જશે.
ભાઈઓ અને બહેનો, મને યાદ છે પ્રધાનમંત્રી બન્યા બાદ જ્યારે મેં પહેલી વાર ઉર્જા વિભાગ સાથે બેઠક યોજી અને મેં માહિતી માગી તો મને જવાબ મળ્યો કે સાહેબ, આ કામ કરવામાં સાત વર્ષ લાગી જશે. મેં સાંભળી લીધું, મેં કહ્યું ઓછું નહીં થઈ શકે તો તેમના દિમાગમાં હતું નહીં થાય. મેં લાલ કિલ્લા પર બોલી નાખ્યું કે એક હજાર દિવસમાં કરી નાખીશ અને અધિકારીઓનું એવું છે કે જો તમે હિંમતથી પડકારો તો તેઓ પૂર્ણ કરી પણ દે છે. અને આજ હું જોઈ રહ્યો છું કે તેમણે પૂર્ણ કરી દેખાડ્યું.
ભાઈઓ અને બહેનો, ન્યૂ ઇન્ડિયામાં દરેક ગામ સુધી જ વિજળી નહીં પહોંચે પરંતુ ન્યૂ ઇન્ડિયાના દરેક ઘરમાં વિજળીનું જોડાણ પણ હશે. પ્રધાનમંત્રી સહજ વિજળી હર ઘર યોજના એટલે કે સૌભાગ્યનો પ્રારંભ થવો જ સરકારની ઇચ્છાશક્તિ અને દેશમાં ઉર્જા ક્રાંતિ લાવવા માટે થઈ રહેલા પ્રયાસોનું પ્રતિક છે. વિજળીનું સંકટ દૂર કર્યા વિના, વ્યવસ્થાઓમાં સુધારો કર્યા વિના, જૂની સિસ્ટમનું આધુનિકીકરણ કર્યા વિના, આ પ્રકારની યોજનાઓનો પ્રારંભ કરી શકાતો નથી. આ યોજના છેલ્લા ત્રણ વર્ષમાં કરવામાં આવેલા કેન્દ્ર સરકારના પ્રયાસોનું પણ પ્રતિક છે.
દેશના લોકો એ દિવસ નહીં ભૂલી શકે જ્યારે ટીવી ચેનલો પર મોટી મોટી બ્રેકિંગ ન્યૂઝ ચાલ્યા કરતી હતી કે કોલસા ઘરોમાં એક દિવસનો કોલસો બચ્યો છે, બે દિવસનો કોલસો બચ્યો છે. વિજળી સંકટનો એ ગાળો હતો જ્યારે ગ્રીડ ફેઇલ થઈ જતા હતા, રાજ્યના રાજ્યો અંધારામાં ગરકાવ થઈ જતાં હતાં. અને આ હું ઘણા દાયકાઓ અગાઉની વાત કરી રહ્યો નથી. આ બધું આ દાયકાની શરૂઆતમાં જ થયું છે. અગાઉની સરકાર વખતે જ થયું છે.
હવે યાદ કરો કે આવા બ્રેકિંગ ન્યૂઝ જોયાને કેટલા દિવસ થયા. સાથીઓ, દેશ વિજ સંકટને પાછળ રાખીને હવે વિજળી સરપ્લસ તરફ આગળ ધપી રહ્યો છે. અને આ બધું કોઈ એક રણનીતિ હેઠળ, નવા વલણની સાથે, નવી નીતિઓની સાથે, બહુવિધ પગલાં ભરવાથી થયું છે.
દેશની વિજ વ્યવસ્થા સુધારવા માટે ચાર અલગ અલગ તબક્કાઓ પર એક સાથે કાર્ય કરવામાં આવ્યું છે. ઉત્પાદન, ટ્રાન્સમિશન, વિતરણ અને જોડાણ. જો ઉત્પાદન નહીં થાય તો ટ્રાન્સમિશન કે વિતરણની સિસ્ટમ મજબૂત નહીં બને. અને તો પછી જોડાણની ગમે તેટલી વાતો કરીએ પણ ઘર ઘર વિજળી પહોંચાડી શકાતી નથી.
આથી સરકાર રચાયા બાદ અમે સૌ પ્રથમ ઉત્પાદન વધારવાની બાબત પર ભાર મૂક્યો. સૌર ઉર્જા, પાણીથી પેદા થનારી વિજળી, કોલસાથી બનનારી વિજળી અને ન્યુક્લિયર પાવર તમામમાંથી ઉત્પાદન વધારવા માટે ચારે તરફથી કામ શરુ થયું.
1. સાથીઓ, 2015ના વર્ષમાં અમે કોલસાની ખાણો માટે એક નવો અધિનિયમ લાગુ કર્યો હતો જેની અંતર્ગત પહેલી વાર કોલસાની ખાણોનું રિવર્સમાં ઇ-ઓકશન (હરાજી) થયુ છે. 2009 થી 2014 સુધી પાંચ વર્ષમાં કોલસાનું ઉત્પાદન માત્ર 34 મિલિયન ટન વધ્યું હતું જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં અમે 93 મિલિયન ટન ઉત્પાદન વધારીને પ્રતિ વર્ષનું ઉત્પાદન 659 મિલિયન ટન કરી નાખ્યું છે. તમને જણાવતાં મને આનંદ થાય છે કે આ સરકારના ત્રણ વર્ષમાં જ પીએસયુ મારફતે કોલસાના ઉત્પાદનમાં થયેલી વૃદ્ધિ અગાઉની સરકારના પાંચ વર્ષમાં થયેલી વૃદ્ધિ કરતાં દોઢ ગણી વધારે છે. જેમને ખાણ નહીં પણ કોલસો જોઇએ તેમના માટે ચાર મહિના અગાઉ સરકારે શક્તિ નામની એક નવી કોલસા નીતિ લાગુ કરી હતી. તેની અંતર્ગત વિજળી પેદા કરનારા થર્મલ પ્લાન્ટને કોલસાનું વિતરણ પારદર્શક રીતે હરાજી દ્વારા કરવામાં આવશે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સરકાર કોલ લિંકેજના ફરીથી વિતરણ માટે પણ પારદર્શક હરાજીની નીતિ લાગુ કરી ચૂકી છે.
2. સાથીઓ, જે કોલસાની હરાજીમાં કરોડોનો ગોટાળો થતો હતો તે જ કોલસાની હરાજીની પારદર્શકતા અને આધુનિક વ્યવસ્થા આ સરકારે દેશને આપી છે. તે આ સરકારની નીતિઓનું પરિણામ છે. આ સરકાર વિજળી ક્ષેત્રમાં સુલભ, સસ્તી, સ્વચ્છ, સુનિયોજિત અને સુરક્ષિત વિજળી પૂરી પાડવા માટે છ મૂળભૂત સિદ્ધાંતો પર કામ કરી રહી છે.
3. છેલ્લા ત્રણ વર્ષમાં જ સરકારના પ્રયાસોથી પહેલી વાર વિજ સંગ્રહ ક્ષમતામાં 60 હજાર મેગાવોટનો વધારો થયો છે જે લક્ષ્યાંક કરતાં 12% વધારે છે.
4. સાથીઓ, ભારતની ઉર્જા સુરક્ષા નિશ્ચિત કરતી વખતે અમે એ સંકલ્પ પણ કર્યો હતો કે આ કાર્ય સ્વચ્છ એનર્જીને પ્રાથમિકતા આપીને કરવામાં આવશે. તેથી જ સરકારે 2022 સુધી 175 ગીગાવોટ સ્વચ્છ એનર્જીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. એટલે કે એવી વિજળી જે સોલર, પવન અને હાઇડ્રોથી પેદા થાય.
5. આ લક્ષ્યાંક પર ચાલતાં છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં રિન્યૂએબલ એનર્જી ક્ષમતામાં લગભગ બમણો વધારો થયો છે અને તેમાં 27 હજાર મેગાવોટથી વધુ ક્ષમતાનો વધારો કરાયો છે. આ જ સમયગાળામાં સૌર ઉર્જાની ક્ષમતા લગભગ પાંચ ગણી વધી ગઈ છે.
6. રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં હરિફાઈને વેગ આપીને સરકારે એ પણ નિશ્ચિત કર્યું છે કે તે દેશના સામાન્ય નાગરિકો માટે પણ વાજબી રહે. રિન્યુએબલ એનર્જીની પડતરમાં ઘટાડા માટે સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ જ કારણોસર 2016-17ના વર્ષમાં સૌર ઉર્જા માત્ર બે રૂપિયા 44 પૈસામાં અને પવન ઉર્જા માત્ર ત્રણ રૂપિયા 42 પૈસાના લધુત્તમ દરે મળી છે. મને યાદ છે જ્યારે હું ગુજરાતમાં હતો, હું સોલર એનર્જી માટે આગળ વધ્યો, એ વખતે ભારત સરકાર 19 રૂપિયા આપવા પણ તૈયાર હતી. ત્યારે મેં ત્યાં 13 રૂપિયાની નીતિ ઘડી. અને ગુજરાત એવું પ્રથમ રાજ્ય હતું જેણે હિન્દુસ્તાનમાં સોલર એનર્જી માટે પોલિસી બનાવી હતી. અને ત્યારે અમારા લોકો ગભરાઈ ગયા હતા. કે ભારત સરકાર તરફથી 19 રૂપિયા મળનારા છે અને તમારા 13 રૂપિયા છે તો કોણ આગળ આવશે. મેં કહ્યું હતું કે હું કાંઈ વધારે નહીં આપું અને અહીં જ અટકીશ અને મને ખાતરી છે કે એ દિવસ દૂર નહીં હોય જ્યારે થર્મલ અને સોલર એક થઈ જશે, આ મેં એ વખતે ભાષણ આપ્યું હતું. હું ડગ્યો નહીં અને મજા તો એ થઈ કે લોકો 19 વાળી યોજનામાં ગયા નહીં અને 13ની યોજનામાં આવ્યા કેમ કે મેં ઇકો સિસ્ટમને મેનેજ કરી હતી અને એ વખતે દેશનો સૌથી મોટો સોલર પાર્ક ત્યાં બની ગયો હતો. આજે દેશ સોલર યોજનામાં બેથી અઢી રૂપિયે વિજળી લઈ આવ્યો છે.
સાથીઓ, સરકારે વિજળી ટ્રાન્સમિશન ક્ષેત્રમાં પણ રોકાણમાં ઘણો વધારો કર્યો છે. જેને કારણે દેશમાં ટ્રાન્સમિશન નેટવર્કમાં પણ અત્યંત ઝડપથી વધારો થયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં દોઢ લાખ કરોડ રૂપિયા કરતાં પણ વધારેના પ્રોજેક્ટ પર કામ થયું છે. આ અગાઉની સરકારના છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ 83 ટકા વધારે છે. આ સરકારે લક્ષ્યાંક કરતાં 12 ટકાથી વધારે ટ્રાન્સમિશન લાઇન લગાવી છે.
તેને કારણે દેશને આજે માત્ર સુરક્ષિત અને સંચાલિત ગ્રીડ પ્રાપ્ત થઈ છે એટલું જ નહીં પરંતુ હવે ઝડપની સાથે સાથે એક રાષ્ટ્ર, એક ગ્રીડ, એક કિંમતના લક્ષ્યાંક તરફ પણ આગળ ધપી રહ્યા છીએ.
ભાઈઓ અને બહેનો, વર્ષો સુધી દેશના પાવર સેક્ટરની ઉપેક્ષા થવાને કારણે આ ક્ષેત્ર ઘણી મોટી નબળાઈ બની ગયું હતું, વિજ વિતરણ. તેને કારણે દેશમાં જેટલી વિજળી પેદા થઈ રહી હતી તેટલી વિજળી લોકોને મળતી ન હતી. વિજ વિતરણ કંપનીઓ પ્રતિ વધારાના યુનિટ માટે આર્થિક નુકસાન વેઠી રહી હતી.
આ નબળી કડીને તોડવા માટે, વિજ વિતરણ સિસ્ટમ મજબૂત કરવા માટે, 2015માં સરકારે ઉજ્જવલ ડિસકોમ ઇન્સ્યોરન્સ યોજના એટલે કે ઉદયનો પ્રારંભ કર્યો હતો. ઉદય યોજનાનો હેતુ વિજ વિતરણના કામમાં લાગેલી કંપનીઓને બહેતર સક્રિય અને આર્થિક મેનેજમેન્ટની સ્થાપના કરવાનો હતો. જ્યારે આ કંપનીઓમાં સ્થિરતા આવશે તો તે વ્યવસાયિક રૂપે મજબૂત બનશે અને ત્યારે જ વિતરણ પર ધ્યાન આપી શકશે.
આજે ત્રણ વર્ષના સતત પ્રયાસને કારણે વિજ વિતરણ કરનારી કંપનીઓ સધ્ધર બનતી દેખાઈ રહી છે. તેનું જ પરિણામ છે કે વિતરણ કંપનીઓએ ઓગસ્ટ 2017 સુધી લગભગ 23,500 કરોડ રૂપિયાની રકમ બચાવી છે જે તેમને વ્યાજ સ્વરૂપે આપવી પડતી હતી. ઉદયના એક જ વર્ષમાં 2016ની સરખામણીએ વિતરણ કંપનીઓના વાર્ષિક નુકસાન 2017ના વર્ષમાં લગભગ 42 ટકા ઘટી ગયું છે. ઉદય યોજના વિકાસ માટે સ્પર્ધા-સહકાર-સ્વતંત્રતાના શાનદાર ઉદાહરણના રૂપમાં પણ તમે તેને જોઈ શકો છો. સાથીઓ આ સરકાર ગામડા અને શહેરોમાં વિજળીના વિતરણને મજબૂત કરવા માટે પણ બે મોટી યોજનાઓ પર કામ કરી રહી છે.
ગામડાઓમાં દિન દયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના ચાલી રહી છે અને શહેરોમાં ઇન્ટિગ્રેટેડ પાવર ડેવલપમેન્ટ સ્કીમ એટલે કે આઇપીડીએસ. આ બંને યોજનાઓ સાથે સંકળાયેલી 69 હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજનાઓ પર ઝડપથી કામ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને પણ છેલ્લા ત્રણ વર્ષમાં વિજ વિતરણ ક્ષેત્રની યોજનાઓ હેઠળ લગભગ 22 હજાર કરોડ રૂપિયાની રકમ આપી છે. આ રકમ અગાઉની સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં ઉપલબ્ધ કરેલી રકમ કરતાં બે ગણી વધારે છે.
ભાઈઓ અને બહેનો, દેશભરમાં વિજ વિતરણ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારે જે નિર્ણયો લીધા છે, જે નીતિઓ ઘડી છે, તેની સીધે સીધી અસર સરળ વેપાર પર પણ પડી છે. પાવર ક્ષેત્રમાં સરળ વેપારીકરણના મામલામાં ભારત 2015ના વર્ષમાં 99મા સ્થાને હતું. જ્યારે અત્યારે તેનો ક્રમાંક 26 થઈ ગયો છે. ક્રમાંકમાં આવડો મોટો ઉછાળો-છલાંગ આ ક્ષેત્રને સુધારવામાં લાગેલા લોકો માટે ગૌરવની વાત છે.
પાવર ક્ષેત્રમાં ભારતના કાર્યો પર એક આંતરરાષ્ટ્રીય એજન્સી દ્વારા નોંધવામાં આવ્યું છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ગયા વર્ષે રાત્રીના સમયે અંતરિક્ષમાં ભારતની તસવીર ખેંચી હતી. આ તસવીરમાં ભારત ઝગમગતું હતું તમે આ ચિત્રમાં જોઈ શકો છો. આવું જ એક ચિત્ર 2012ની સાલનું છે જેમાં અંધારું દેખાય છે. અને બીજું પાવર સેક્ટરની અલગ કહાની દર્શાવે છે. જે 2014-15માં લેવામાં આવ્યું હતું. 2016નું છે, 2016નું જ ચિત્ર છે. સાથીઓ, આ સરકાર પાવર ક્ષેત્રને મજબૂત કરવાની સાથે સાથે એ વાત પર પણ ભાર મૂકી રહી છે કે વિજળીની માંગ ઘટાડનારા આધુનિક ઉપાયો અપનાવવામાં આવે. આ આધુનિક ઉપાયો વિજળી બચાવે છે અને લોકોના વિજ બિલ ઘટાડે છે.
સરકારના પ્રયાસને કારણે એલઈડી બલ્બ, અને આ આંકડા યાદ રાખો એલઈડી બલ્બ જે ફેબ્રુઆરી 2014માં, હું 2014ના મે મહિનામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2014માં એલઇડી બલ્બની કિંમત 310 રૂપિયા હતી અને આજે સપ્ટેમ્બર 2017માં તેની કિંમત 40 રૂપિયા છે. ઉજાલા યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશમાં 26 કરોડથી વધુ એલઇડી બલ્બનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. તેનાથી લોકોના વિજ બિલમાં પ્રતિવર્ષ 13 હજાર 700 કરોડ રૂપિયાની બચત થઈ છે. 13 હજાર 700 કરોડ બચવા એટલે કેટલા મેગા વોટ વિજળી બચી તેનો અંદાજ તમે લોકો લગાવી શકો છો. તે લગાવવામાં કેટલી પડતર બચી ગઈ હશે. એટલે કે દેશના અર્થતંત્રને કેવી રીતે ચલાવી શકાય છે તેનું એક ઉદાહરણ તમારી સમક્ષ રજૂ થાય છે. ખાનગી ક્ષેત્રોએ પણ 41 કરોડથી વધુ એલઇડી બલ્બનું વિતરણ કર્યું છે.
આ ઉપરાંત સરકાર દ્વારા વિજળી બચાવનારા લગભગ 13 લાખ પંખા અને 33 લાખથી વધુ ટ્યૂબલાઇટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. વિશ્વના સૌથી મોટા કાર્યક્રમ હેઠળ 33 લાખ 60 હજારથી વધુ એલઇડી સ્ટ્રીટ લાઇટ પણ લગાડવામાં આવી છે.
સાથીઓ, પારદર્શકતા અને જવાબદારી આ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. દેશનો સામાન્ય નાગરિક, દેશનો ગરીબ, દેશનો દરેક ઉપભોક્તા અમારા માટે સર્વોપરિ છે. તેમના તમામ પ્રકારના સૂચનો લેવા અને તેમને અમારા કાર્યોની માહિતી આપવી, આ બંને માટે સરકાર અત્યંત ગંભીર છે. મોબાઈલ એપ, વેબ પોર્ટલ, ડેશબોર્ડ મારફતે યોજનાઓની પ્રગતિને લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. લોકો પાસેથી પણ સૂચનો લેવામાં આવી રહ્યા છે.
સાથીઓ, આપણી અર્થવ્યવસ્થાને વિસ્તૃત રીતે જોતાં એ પણ સ્વાભાવિક છે કે આવનારા વર્ષોમાં અમારી એનર્જી માંગ વધવાની છે. આવામાં અમારે એક સમતુલા બનાવીને ચાલવાનું છે. દેશની ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવામાં હાઇડ્રોકાર્બન્સની મોટી ભૂમિકા છે. હાલમાં દેશની ઉર્જાની જરૂરિયાત મુખ્યત્વે કોલસાથી પૂરી થાય છે. આવનારા દિવસોમાં તેને આપણે ગેસની સાથે સાથે રિન્યુએબલ એનર્જી સાથે પણ સંતુલિત કરવી પડશે. કાર્બન આધારિત એમિશનને ઘટાડવું અમારા કોપ-21 વચનબદ્ધતાની સાથે પણ સંકળાયેલું છે.
ન્યૂ ઇન્ડિયામાં આપણે એક એવા એનર્જી માળખાની જરૂરિયાત છે જે વાજબી, કાર્યક્ષમતા અને ટકાઉ ક્ષમતાના સિદ્ધાંત પર ચાલે. એ વાત પર તેનો આધાર છે કે આપણે સ્થાનિક પુરવઠાને કેટલો વેગ આપીએ અને આયાત પરની નિર્ભરતા કેટલી ઘટાડી શકીએ છીએ.
જો 2022 સુધીમાં આપણે ઓઇલની આયાત પર દસ ટકા ઘટાડો કરી શકીએ તો માત્ર ઉદ્યોગોને જ નહીં પરંતુ દેશની અર્થવ્યવસ્થાને પણ મજબૂતી પ્રદાન થશે. છેલ્લા દસ વર્ષમાં ક્રૂડ આયાત પર આપણે એક ટ્રિલિયન ડોલર ખર્ચી નાખ્યા છે. આ આપણા સામાન્ય અંદાજપત્ર કરતાં પણ લગભગ ત્રણ ગણું વઘારે છે. તમે અંદાજ લગાવી શકો છો કે ઓઇલની આયાતમાં ઘટાડો કરીને જે રકમ બચશે તે દેશના ગ્રામીણ વિસ્તારોની યોજનાઓ પાછળ ખર્ચાશે તો કેટલો સામાજિક અને આર્થિક વિકાસ થશે.
સાથીઓ, છેલ્લા ત્રણ વર્ષમાં ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં સુધારો કરતાં ઘણા મોટા ગ્રાહકલક્ષી પગલા લેવામાં આવ્યા છે. જેવા કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, એલપીજી સબસિડીને સીધી લાભાર્થી ટ્રાન્સફર સ્કીમ સાથે જોડવી, પાઇપલાઇન દ્વારા કુદરતી ગેસ સપ્લાય અને સિટી ગેસ વિતરણ નેટવર્કનો વ્યાપ વધારવો, એલપીજી કવરેજ વધારવું.
આ ઉપરાંત નીતિવિષયક સ્તરે પણ ઘણા મોટા નિર્ણયો લેવાયા. જેવા કે લિક્વીડ ફ્યુઅલ્સના ભાવોને ડીરેગ્યુલેટ કરવા, ગેસના ભાવો માટે નવી નીતિ ઘડવી, સ્થાનિક ઉત્પાદન વધારવા માટે નવા ઉપાયો, હેલ્પ એટલે કે હાઇડ્રો કાર્બન એક્સપ્લોરેશન અને લાઇસન્સ પોલીસી ઘડવી, ડીએસએફ એટલે કે ડિસ્કવર્ડ સ્મોલ ફિલ્ડની હરાજી માટે પોલીસી ઘડવી, ખાતરના ક્ષેત્રમાં ગેસ પૂલિંગ કરવું.
ભાઈઓ અને બહેનો, સરકાર પર્યાવરણના રક્ષણને લઈને પણ સંપૂર્ણપણે સંવેદનશીલ છે. તેને ધ્યાનમાં રાખીને જ વ્યાપક સ્તરે પેટ્રોલમાં ઇથોનલની બ્લેન્ડિંગ, બાયો ડિઝલ સાથે સંકળાયેલી યોજનાઓ, એલએનજી ટર્મિનલના વિકાસનો કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે.
ભવિષ્યમાં દેશની ઉર્જા જરૂરિયાતોને સુરક્ષિત કરવા માટે ઓઇલનું ઉત્પાદન કરનારા મોટા દેશો સાથેના સંબંધો મજબૂત કરવામાં આવી રહ્યા છે. આ જ સંદર્ભમાં ભારત-રશિયા એનર્જી બ્રિજની રચના કરવામાં આવી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તરફથી વિદેશમાં એવી ઘણી સમજૂતી હાથ ધરાઈ છે જે ભવિષ્યમાં આપણા હિતોને ધ્યાનમાં રાખશે.
સરકારની કાર્ય પ્રણાલિમાં પરિવર્તનથી સમગ્ર એનર્જી ક્ષેત્ર મજબૂત બની રહ્યું છે અને એનર્જી ક્ષેત્ર મજબૂત થવાથી દેશને એક નવી કાર્ય પ્રણાલિ મળશે, નવું કાર્ય વાતાવરણ મળશે. દેશમાં દૂર દૂરના વિસ્તારોમાં રહેનારાઓના જીવનમાં પ્રકાશ પહોંચશે, ગેસ પહોંચશે, તો તેમના જીવવાની રીત, કામ કરવાની પદ્ધતિ બદલાઈ જશે. મને આશા છે કે ઉજ્જવલા યોજનાની માફક જ સૌભાગ્ય યોજના પણ ખાસ કરીને નારી શક્તિના જીવનમાં સુરક્ષા અને આરોગ્યના નવા ભાગ્યનો ઉદય કરશે. તેનાથી આપણા સમાજની એક ઘણી મોટી અસમતુલા ખતમ થઈ જશે.
ગરીબોનું જીવન બદલવા માટે, તેમના જીવનમાંથી અંધકાર દૂર કરવા માટે, ન્યૂ ઇન્ડિયા માટે, ભરવામાં આવેલા પગલાં માટે હું દેશને ફરીથી ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું.
હમણાં જ ધર્મેન્દ્રજી પોતાના ભાષણમાં કહી રહ્યા હતા કે ઓએનજીસીએ સ્ટાર્ટ અપ માટે 100 કરોડ રૂપિયાની યોજના બનાવી છે. હું આજે તમારી સામે એક પડકારનું કામ કરાવવા માગું છું અને મને ખાતરી છે કે તમે લોકો તેને કરી દેશો. જૂઓ, ઇલેક્ટ્રિક કાર. દુનિયા હવે તેની તરફ આગળ ધપી રહી છે કેમ કે તે પણ એનર્જી સાથે સંકળાયેલો વિષય છે જે ઇલેક્ટ્કિ કાર તરફ લઈ જાય છે. ઇલેક્ટ્રિક કારથી જે મુશ્કેલીઓ ઘટશે અને કેટલો લાભ થશે તે હું સમજી શકું છું. પરંતુ એક ક્ષેત્ર એવું છે જે ઘણી મોટી ક્રાંતિ લાવી શકે છે. અને હું ઇચ્છીશ કે ઓએનજીસી આ પહેલ હાથ ધરે. દેશના યુવાનોને પડકાર આપે. ઇનોવેશન માટે આહવાન આપે, ઓએનજીસી ઇનોવેશનની સ્પર્ધાનું આયોજન કરે. અને કામ એ કે વિજળીથી ચાલતી સગડી જે તમામ પ્રકારની રસોઈ કરી શકે. ભજીયા બનાવવા હોય તો પણ થઈ જાય અને રોટલી બનાવવી હોય તો પણ બની શકે. મીઠાઈ બનાવવી હોય તો પણ બની શકે. જો આવા ગ્રાહક ઉપયોગી સાધનો તૈયાર થાય છે તો એ દિવસ દૂર નહીં હોય કે તમે પણ ઘરમાં સોલર એનર્જીથી ચૂલો પેટાવશો, તમને ગેસ સિલીન્ડર, ઉજ્વલા, એલપીજી કોઈની જરૂર નહીં પડે. અને ઇલેક્ટ્રિક કાર બન્યા બાદ જે બોજ કે બચત થશે તેની સરખામણીએ દરેક ઘરમાં વિજળીવાળા ચૂલાની જો આદત પડી જશે અને સસ્તામાં, હું માનું છું કે આપણા દેશના નવયુવાનો સ્ટાર્ટ અપને આમંત્રણ આપે, એક મોટી હરિફાઈ આયોજિત કરે. ઓએનજીસી હું માનું છું 100 કરોડ રૂપિયા આ કામ કરવા માટે પર્યાપ્ત છે. આ કામમાં તો તમારે દસ ટકા જ કરવાનું છે ના, તે એક વર્ષમાં થઈ જશે કેમ કે જે ઉપયોગ છે તેનો એક મોટો વિકલ્પ મળી જશે અને આજે ઇલેક્ટ્રિક કાર પર જેટલા સંશોધન થઈ રહ્યા છે, હું માનું છું ઇલેક્ટ્રિક સાધનો પર એટલા બુકિંગ થશે તે આની ઉપર થશે તો કદાચ ભારત જેવા દેશમાં એ વધારે તાકાતવાન પ્રમાણ હશે અને તેથી હું આજે એક મોટો પડકાર 25મી સપ્ટેમ્બર 2017 લખી રાખો, સાંજે સાડા સાત વાગ્યે હું તમને કહી રહ્યો છું. સવા આઠ વાગી ગયા છે. તો હું આશા વ્યક્ત કરું છું કે તમે યોજના લઈને મહિનામાં મારી પાસે આવો અને કાંઇક કરીને દેખાડો. અને હું આહવાન કરું છું ખાસ કરીને આ જે હજાર ઓએનજીસીના સૈનિકો મને સાંભળી રહ્યા છે તેમને હું આહવાન કરું છું તમામ નવયુવાનો ઇનોવેશન માટે મગજ કસો અને દેશના નવયુવાનોને આહવાન કરો. આપણે આવી સરળ ચીજો, ઉપભોક્તા માટે સરળ ચીજો કેવી રીતે બનાવીએ અને એક નવી ક્રાંતિનો આપણે પ્રારંભ કરીએ. સાથીઓ ખૂબ ખૂબ ધન્યવાદ અને આ જે ઉત્તમ ભવનમાં તમે ઉત્તમ કામ કરશો એવા વિશ્વાસ સાથે ખૂબ ખૂબ શુભકામના.
J.Khunt
आज एक तरह से देखें तो यहाँ पर अध्यात्म, आस्था और आधुनिक तकनीक, तीनों ही क्षेत्र ऊर्जा से जगमग हैं, रोशन हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 25, 2017
A Government dedicated to Garib Kalyan. https://t.co/JzO0WOWtJ8 pic.twitter.com/zbABzEifyY
— PMO India (@PMOIndia) September 25, 2017
In the working of the Government, all you can see is Garib Kalyan. #Saubhagya pic.twitter.com/PMl2Vf7HTM
— PMO India (@PMOIndia) September 25, 2017
The aspirations of the poor determine the working of our Government. #Saubhagya pic.twitter.com/9Mdt5rVe22
— PMO India (@PMOIndia) September 25, 2017
We care about those families who do not have access to electricity. #Saubhagya pic.twitter.com/kKgwBQbucB
— PMO India (@PMOIndia) September 25, 2017
Brightening lives through #Saubhagya Yojana. pic.twitter.com/H73sUEuk0w
— PMO India (@PMOIndia) September 25, 2017
Rs. 16,000 crore will be spent to bring a monumental change in the lives of the poor: PM @narendramodi at the launch of #Saubhagya Yojana
— PMO India (@PMOIndia) September 25, 2017
Electricity connection in every home. #Saubhagya pic.twitter.com/2piFzrfUGo
— PMO India (@PMOIndia) September 25, 2017
#Saubhagya is due to the three years reforms in the power sector: PM @narendramodi https://t.co/JzO0WOWtJ8
— PMO India (@PMOIndia) September 25, 2017
From 'Bijli Sankat' we are moving to 'Bijli Surplus': PM @narendramodi pic.twitter.com/DwBKVk7PNc
— PMO India (@PMOIndia) September 25, 2017
जिस कोयले की नीलामी में करोड़ों का घोटाला हुआ था, उसी कोयले की नीलामी की एक पारदर्शी और आधुनिक व्यवस्था इस सरकार ने देश को दी है: PM
— PMO India (@PMOIndia) September 25, 2017
बिजली के क्षेत्र में सुलभ, सस्ती, स्वच्छ, सुनियोजित, सुनिश्चित एवं सुरक्षित बिजली उपलब्ध कराने के 6 मूलभूत सिद्धांतों पर काम कर रही है: PM
— PMO India (@PMOIndia) September 25, 2017
Rise in installed power capacity. #Saubhagya pic.twitter.com/XIfKyfHMTp
— PMO India (@PMOIndia) September 25, 2017
Harnessing clean energy. #Saubhagya pic.twitter.com/0CZyMzhfZN
— PMO India (@PMOIndia) September 25, 2017
Quick work is happening on Gram Jyoti Yojana and IPDS in rural and urban areas respectively: PM @narendramodi #Saubhagya
— PMO India (@PMOIndia) September 25, 2017
Focus on equity, efficiency and sustainability. #Saubhagya pic.twitter.com/CteAuebZxy
— PMO India (@PMOIndia) September 25, 2017
#Saubhagya Yojana will help Nari Shakti. pic.twitter.com/wDE42OdZPt
— PMO India (@PMOIndia) September 25, 2017