પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સંપન્ન કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સ્વર્ણ મૌદ્રીકરણ યોજનાઓ (જીએમએસ)ને મંજૂરી આપવામાં આવી હતી. તેની જાહેરાત કેન્દ્રીય બજેટ 2015-16માં કરવામાં આવી હતી.
તેનો ઉદ્દેશ્ય યોજનાઓમાં એ પ્રકારે સુધારો લાવવાનો છે કે વર્તમાન સ્થિતિ પ્રભાવશાળી થાય તથા વર્તમાન યોજનાઓની અવધિ વધારી શકાય. તે અંતર્ગત દેશના નાગરિકો અને સંસ્થાઓ પાસે જે સોનું છે તેને ઉત્પાદક માટે ઉપયોગમાં લેવામાં આવશે. તેથી લાંબાગાળાનો ઉદ્દેશ્ય એ છે કે એવા પ્રકારની વ્યવસ્થા બનાવવામાં આવે કે જેના અંતર્ગત સોનાની આયાત પર દેશની નિર્ભરતા ઓછી થાય જેથી સ્થાનિક માગને પૂરી કરવામાં આવી શકે.
જીએમએસથી ભારતીય રત્ન તથા આભૂષણ ક્ષેત્રને ફાયદો થશે. આ ક્ષેત્ર ભારતની આયાતોમાં મુખ્ય યોગદાન આપે છે. નાણાકિય વર્ષ 2014-15માં ભારતની કુલ નિકાસમાં રત્નો અને આભૂષણોનું 12 ટકા યોગદાન હતું જેમાં એકલા સોનાની સામગ્રીઓનું મૂલ્ય 13 અબજ અમેરિકન ડોલર (આશરે આંકડા)થી વધારે છે.
એકત્ર સોનાના ઉપયોગથી ફક્ત ભારતીય રિઝર્વ બેન્કના સોનાના ભંડારમાં જ વધારો નહીં થાય પરંતુ સરકારનો ઉધારનો ખર્ચ પણ ઓછો થશે.
સંશોધિત ગોલ્ડ જમા યોજના (જીડીએસ) અને ગોલ્ડ ધાતુ ઋણ (જીએમએલ) યોજનાનો સંબંધ દિશા-નિર્દેશોમાં ફક્ત પરિવર્તનોથી છે. સોનાની કિંમતોમાં ફેરફારનું જોખમ સ્વર્ણ ભંડારની રકમ દ્વારા ઉઠાવવામાં આવશે. એનાથી સરકારને એ લાભ થશે કે ઉધાર ખર્ચમાં ઘટાડો થશે જેને ગોલ્ડ ભંડારની રકમમાં સ્થળાતંરિત કરવામાં આવશે.
આ યોજનાથી ભારતના નાગરિકો તથા જુદી-જુદી સંસ્થાઓ પાસે જે બિનઉપયોગી સોનુ પડ્યું હશે તેને ઉપયોગમાં લઇને રત્નો અને આભૂષણ ક્ષેત્રને મદદ કરી શકાશે. આગળ વધીને સોનાની આયાત પર દેશની નિર્ભરતામાં પણ ઘટાડો આવવાની આશા છે. નવી યોજનાઓમાં સંશોધિત જીડીએસ અને સંશોધિત જીએમએલ યોજના સામેલ છે.
સંશોધિત સ્વર્ણ જમા યોજના
સંકલન, શુદ્ધતા પ્રમાણીકરણ અને સંશોધિત જીડીએસ અંતર્ગત સ્વર્ણ જમા
દેશના જુદા-જુદા ભાગોમાં સોનાના શુદ્ધિકરણ અને પ્રમાણીકરણ સંબંધિત 331 કેન્દ્રો છે. એમાંથી જે કેન્દ્ર ભારતીય માનાંક બ્યૂરોના માનકોને અનુરૂપ થશે ફક્ત તેમને જ સોનાના સંકલન અને તેની શુદ્ધતાની તપાસ કરવાની પરવાનગી આપવામાં આવશે. એક ગ્રાહકને સોનાની ઓછામાં ઓછી માત્રા લાવવાનો પ્રસ્તાવ છે જેમાં 30 તોલા નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ સોનું કોઇ પણ પ્રકાર (સિક્કા કે ઘરેણા)માં હોઇ શકે છે. આશા છે કે આ કેન્દ્રોની સંખ્યા ભવિષ્યમાં વધશે.
સ્વર્ણ બચત ખાતું :
સંશોધિત યોજનામાં ગ્રાહક કોઇ પણ સમયે કેવાયસી નિયમો અંતર્ગત સ્વર્ણ બચત ખાતું ખોલાવી શકે છે. આ ખાતમાં ગ્રામના હિસાબથી સોનુ રાખવામાં આવશે.
શોધકોને સોનાનું સ્થળાંતરણ :
સંકલન તથા શુદ્ધતાના તપાસ કેન્દ્ર સોનાને શોધકો પાસે મોકલશે. જો બેન્ક સોનાને પોતાની પાસે નથી રાખતી તો શોધક સ્વર્ણને પોતાના ગોડાઉનમાં રાખશે. શોધકો દ્વારા આપવામાં આવનારી સેવાઓ માટે બેન્ક તેમને ફી ચૂકવશે. ગ્રાહકો પાસેથી કોઇ ફી વસૂલવામાં આવશે નહીં.
બેન્ક શોધકો અને સંકલન તથા શુદ્ધતાની તપાસના કેન્દ્રો સાથે એક ત્રિપક્ષીય વૈધાનિક કરાર કરશે. આ કરાર એ કેન્દ્રો અને શોધકોની સાથે કરવામાં આવશે જેમને આ યોજનામાં બેન્ક પોતાના સાથીદાર તરીકે સ્વીકારશે.
અવધિ :
સંશોધિત યોજના અંતર્ગત સોનુ જમા એકથી ત્રણ વર્ષની નાની અવધિ માટે કરવામાં આવી શકે છે જેને અેક-એક વર્ષ કરીને વધારવામાં આવી શકે છે. આ ઉપરાંત મધ્યકાલિન અવધિ 5થી 7 વર્ષોની તથા લાંબાગાળાની અવધિ 12થી 15 વર્ષની હશે. તેને સમય-સમય પર નક્કી કરવામાં આવશે. સ્થાયી જમાની જેમજ તેમાં પણ લોક-ઇન પિરિયડ જશે. સમયથી પહેલા સોનું ઉપાડવા બદલ દંડ ફટકારવામાં આવશે.
વ્યાજ દર :
નાની અવધિ માટે જે જમા થશે તેના પર વ્યાજ દર બેન્ક નક્કી કરશે. વ્યાજ દરનું નિર્ધારણ વર્તમાન આંતરાષ્ટ્રીય ઉધાર દર, અન્ય ખર્ચ, બજારની પરિસ્થિતિઓ વગેરેને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. આ સંબંધમાં ગ્રામના આધાર પર નિર્ધારિત થશે. મધ્યકાલિન અને લાંબાગાળાના જમાના સંબંધમાં વ્યાજદર સરકાર નક્કી કરશે. સેવાઓ માટે બેન્કોને ફી આપવામાં આવશે. વ્યાજ દર સરકાર સમય-સમય પર ભારતીય રિઝર્વ બેન્કની સલાહના આધારે નક્કી કરશે. મધ્યકાલિન અને લાંબાગાળાની જમાઓનું વ્યાજ દર રૂપિયામાં નક્કી થશે જે જમા કરવામાં આવેલા સોનાના મૂલ્ય પર આધારિત હશે.
પરત લેવુ :
નાની અવધિની જમા રકમને ગ્રાહકો પાસે પરત લેવાનો વિકલ્પ હશે. આ વિકલ્પ મૂળ જમા એ તેની પર મેળવવામાં આવેલા વ્યાજના સંબંધમાં હશે જેને રોકડ કે સોનાના રૂપે પરત લઇ શકાશે. રોકડના સંબંધમાં પરત લેવાનો સમય સોનાની વર્તમાન કિંમત હશે તેને વજનના આધાર પર રોકડા પૈસા આપવામાં આવશે. સોનું લેવાની સ્થિતિમાં જમા કરેલા સોનાના વજનની બરાબર જેટલું પરત આપવામાં આવશે. આ વિષયમાં જમા કરતી વખતે એ કહેવું જરૂરી હશે કે પરત રોકડમાં લેવાની છે કે સોનાના રૂપે. જો કોઇ ગ્રાહક પોતાનો વિકલ્પ બદલવા માગે છે તો એને અનુમતિ આપવા પર બેન્ક પોતે વિચાર કરશે. જો સોનાની લગડી કે સિક્કો ઉપલબ્ધ નથી તો ઓછી માત્રામાં પરત રોકડના સ્વરૂપે જ નક્કી કરવામાં આવશે. મધ્યકાલિન તથા લાંબાગાળાની જમાઓના સંબંધમાં પુનરાગમન ફક્ત રોકડમાં જ કરવામાં આવશે જે પરત લેવાના સમયે જમા સોનાની વર્તમાન કિંમત તથા વજનના અનુરૂપ નક્કી કરવામાં આવશે. જમા સોના પર મેળવવામાં આવનારા વ્યાજ સોનાના મૂલ્ય તથા નક્કી કરેલા વ્યાજદરના આધાર પર હશે.
ઉપયોગ :
જમા કરેલા સોનાનો ઉપયોગ આ પ્રકારે થશે :
મધ્યકાલિન તથા લાંબાગાળાની જમા અંતર્ગત
• હરાજી
• ભારતીય રિઝર્વ બેન્કના સોનાના ભંડારોને પરિપૂર્ણ કરવા
• સિક્કા
• સોનીઓને ઉધાર આપવું
ટુંકાગાળાની જમા અંતર્ગત
• સિક્કા
• સોનીઓને ઉધાર આપવું
કર છૂટ : સંશોધિત જીડીએસ અંતર્ગત તમામ ગ્રાહકોને એ જ કર પર છૂટ આપવામાં આવશે જે જીડીએસ અંતર્ગત તેમને ઉપલબ્ધ છે.
સ્વર્ણ ભંડાર નિધિ : મધ્યમ-લાંબાગાળાની જમા અંતર્ગત સરકારનો વર્તમાન ઉધાર ખર્ચ તથા સરકાર દ્વારા નક્કી વ્યાજ દરને સ્વર્ણ ભંડાર નિધિમાં જમા કરાવવામાં આવશે.
સંશોધિત ગોલ્ડ ધાતુ ઋણ યોજના
સ્વર્ણ ધાતુ ઋણ ખાતુ : સોનીઓ માટે બેન્ક સ્વર્ણ ધાતુ ઋણ ખાતું ખુલશે જે સોનાના વજન ગ્રામના આધાર પર હશે. ટૂંકાગાળાના વિકલ્પ અંતર્ગત સંશોધિત જીડીએસ દ્વારા જે સોનું પ્રાપ્ત કરવામાં આવશે તેને સોનીઓને ઉધાર આપવામાં આવશે. તેના માટે ભારતીય રિઝર્વ બેન્કના નિર્દેશોને અનુરૂપ બેન્ક શરતો નક્કી કરશે.
સોનીઓને સોનાની આપૂર્તિ : જ્યારે સોનાની લોન મંજૂર થશે તો સોનીઓને શોધકો દ્વારા સોનાની આપૂર્તિ કરવામાં આવશે. બેન્ક તે સંબંધમાં સોનીઓને સોનાની લોનના ખાતામાં આવશ્યક એન્ટ્રી કરવામાં આવશે. બેન્કો દ્વારા મેળવવામાં આવેલા વ્યાજ : જીએમઅેલ પર લાગૂ વ્યાજ દર તમામ બેન્ક ભારતીય રિઝર્વ બેન્કના નિર્દેશોના અનુરૂપ નક્કી કરવામાં આવશે.
અવધિ : જીએમએલની અવધિ અત્યારે 180 દિવસની છે. સોનું જમા કરવા ઓછામાં ઓછું લાૅક-ઇન પિરિયડ એક વર્ષના આધાર પર અને પ્રાપ્ત અનુભવોને જોતા ભવિષ્યમાં જીએમએલની અવધિની સમીક્ષા કરવામાં આવશે તથા જો આવશ્યક હશે તો યોગ્ય સંશોધન કરવામાં આવશે.
UM/AP/J.Khunt/GP