પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હવાઈદળના કાફલામાં ફાઈટર જેટ તેજસનો ઉમેરો થવા બદલ ગૌરવ અને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ તેજસને દાખલ કરવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (એડીએ)ની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “હવાઈ દળના કાફલામાં સ્વદેશી બનાવટનું ફાઈટર જેટ તેજસ ઉમેરાવાથી આપણા હૃદય અપ્રતિમ ગૌરવ અને આનંદથી ભરાઈ જાય છે.
હું ફાઈટર જેટ તેજસને દાખલ કરવા માટે એચએએલ અને એડીએની પ્રશંસા કરું છું. આના પરથી સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશી મેન્યુફેક્ચરીંગ વધારવાના આપણા કૌશલ્ય અને ક્ષમતાઓ છતી થાય છે.”
AP/J.Khunt/GP
Induction of indigenously made Tejas fighter jet into the Air Force fills our hearts with unparalleled pride & happiness. #TransformingIndia
— Narendra Modi (@narendramodi) July 1, 2016
I laud HAL & ADA on the induction of Tejas fighter jet. This illustrates our skills & strengths to enhance indigenous defence manufacturing.
— Narendra Modi (@narendramodi) July 1, 2016