Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

હવામાન અને જળવાયુના ચોક્કસ પૂર્વાનુમાન માટે એકીકૃત મોડલ ભૂ-પ્રણાલી મોડલિંગ પર મૂળ ભાગીદારી માટે સંઘ સહાયતા સમજૂતી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે હવામાન અને જળવાયુની બાબતમાં ચોક્કસ પૂર્વાનુમાન માટે ભૂ-પ્રણાલી એકીકૃત મોડલ (યૂએમ) વિકસીત કરવામાં સહયોગ હેતુ પૃથ્વી-વિજ્ઞાન મંત્રાલયના ભૂ-પ્રણાલી વિજ્ઞાન સંગઠન (ઈએસએસઓ-એમઓઈએસ) દ્વારા બ્રિટનના હવામાન કાર્યાલય (યુકેએમઓ), કોરિયા હવામાન વિજ્ઞાન પ્રશાસન (કેએમએ) અને હવામાન વિજ્ઞાન બ્યૂરો તેમજ રાષ્ટ્રમંડળ વૈજ્ઞાનિક ઔદ્યોગિક તથા અનુસંધાન સંગઠન (સીએસઆઈઆરઓ)ના માધ્યમથી ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રમંડળની સાથે થયેલા સંઘ સહાયતા સમજૂતીને મંજૂરી આપી દીધી છે.

પૃથ્વી-વિજ્ઞાન મંત્રાલય એકીકૃત મોડલ સંઘ સહાયતા માટે સદસ્યના રૂપમાં પાઉન્ડ 100,000 (એક સો હજાર પાઉન્ડસ સ્ટરલિંગ)ની વાર્ષિક સહયોગ રાશિ આપશે. ભૂ-પ્રણાલી મોડલિંગ અને મૌસમ તથા જળવાયુના પૂર્વાનુમાનના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક પડકારો પર હળીમળીને કાર્ય કરવાની પ્રણાલી માટે આ સમજૂતી કરાર (એમઓયૂ)થી ભારતીય વૈજ્ઞાનિક તેમજ શિક્ષાવિદને લાભ થશે.

આ એમઓયૂથી વૈજ્ઞાનિક સંસાધનના આદાન-પ્રદાન થવાની સાથે જ આ વિશેષ રૂપથી ભારતીય હવામાન ક્ષેત્રમાં હવામાન તથા જળવાયુના પૂર્વાનુમાન માટે ભૂ-પ્રણાલી મોડલિંગના વિકાસ અને સુધાર માટે જ્ઞાન વધારવામાં પણ આ સહાયક થશે.

એમઓયૂ પર જાન્યુઆરી – 2016માં હસ્તાક્ષર થવાની સંભાવના છે જેનાથી ભારત ઈએસએસઓ-એનસીડબલ્યૂએફ દ્વારા ચોથી મહત્વપૂર્ણ યૂએમ ભાગીદારી બની જશે અને યૂએમ પ્રૌદ્યોગિકી તથા વૈજ્ઞાનિક વિકાસમાં સહયોગ કરશે. સમજૂતી અંતર્ગત મૂળ ભાગીદારી સામાન્ય શાસન સંરચના અંતર્ગત કાર્ય કરશે અને પ્રાથમિકતાવાળા કાર્યો અને સંસાધનોની ગતિશીલતાની સાથે સંયુક્ત વિકાસ કાર્યક્રમની યોજના અને ડિઝાઈન માટે રણનીતિ નક્કી કરશે.

એમઓયૂની વિસ્તૃત જાણકારી આ પ્રકારે છેઃ

• ઈએસએસઓ-એમઓઈએસ વિભિન્ન આકાશીય અને અસ્થાયી પાયા પર હવામાન અને જળવાયુનું પૂર્વાનુમાન કરે છે. હવામાનને સમજવા અને પૂર્વાનમાન, જળ ચક્ર અને જળવાયુ પરિવર્તન તેમજ આમાં સામેલ જટિલતાઓને જોતા આ અગ્રણી ક્ષેત્રોમાં પૂર્વાનુમાનની ક્ષમતાને વધારવામાં સામાજિક પ્રાસંગિકતા, અનુસંધાન અને વિકાસ માટે પરસ્પર હિતના સહયોગાત્મક અનુસંધાન માટે મંત્રાલય નિયમિત રૂપથી વિભિન્ન આંતરરાષ્ટ્રીય સંગઠનોની સાથે કાર્ય કરે છે.

• યૂકેએમઓ, કેએમઓ અને સીએમઆઈઆરઓના એકીકૃત મોડલ સંઘ સહાયતામાં હવામાન અને સંબંધિત વિજ્ઞાનના સામાન્ય હિત સાથે જોડાયેલ છે. આ હવામાન અને જળવાયુ પરિવર્તમાનના પૂર્વાનુમાન માટે ભૂ-પ્રણાલી મોડલિંગના ક્ષેત્રમાં વધતી જટિલતાઓ અને પરસ્પર હિતની ઓળખ કરે છે. સંઘ સહાયતા દ્વારા સમાનતા, પારસ્પરિકતા અને પરસ્પર હિતના આધાર પર વૈજ્ઞાનિક સંસાધનો, વિશેષજ્ઞતાઓ, જાણે કેવી રીતે અને તકનીકી જાણકારીનું આદાન-પ્રદાન સંભવ છે.

પૃષ્ઠભૂમિ

યૂએમ હવામાન અને જળવાયુના નિર્બાધ પૂર્વાનુમાનના ઉભરતા આદર્શ પર આધારિત છે. ભૂ-વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત રાષ્ટ્રીય મધ્યમ અવધિ હવામાન પૂર્વાનુમાન કેન્દ્ર (ઈએસએસઓ-એનસીએમઆરડબલ્યૂએ) રાષ્ટ્રીય હવામાન મિશન કાર્યક્રમ અંતર્ગત હવામાનના પૂર્વાનુમાનના લિધે ચોક્કસ યૂએ પ્રણાલી વિકસિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાઈ રહી છે. જોકે યૂકેએમઓ અને ઈએસએસઓ-એમઓઈએસ વર્ષ 2008થી સંયુક્ત રૂપથી યૂએમ મોડલિંગ પ્રણાલી પર કાર્ય કરી રહી છે. પરંતુ યૂએમ પ્રણાલીના બધા આંતરરાષ્ટ્રીય ભાગીદારોની વચ્ચે સંયુક્ત વિકાસ કાર્યક્રમો દ્વારા સહયોગાત્મક ભાગીદારીને વધુ પ્રોત્સાહિત કરવાની આવશ્યકતા છે. સંઘ સહાયતા સમજૂતી દ્વારા ભારતે ચોથા મૂળ યૂએમ ભાગીદાર બનવાનો પ્રસ્તાવ કર્યો છે.

J.Khunt/GP