Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

હુગલી ડૉક એન્ડ પોર્ટ એન્જિનીયર્સ લિમીટેડના કર્મચારીના સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ યોજના અને સંયુક્ત ઉદ્યમ દ્વારા કંપનીના પુન:નિર્માણને મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સંપન્ન કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં હુગલી ડૉક એન્ડ પોર્ટ એન્જિનીયર્સ લિમીટેડ (એચડીપીઇએલ)ના કર્મચારીઓના સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ યોજના (વીઆરએસ) અને સંયુક્ત ઉદ્યમ દ્વારા કંપનીના પુનનિર્માણને મંજૂરી આપવામાં આવી હતી. સંશોધિત વીઆરએસ પેકેજ આઇડીએ-2007 પર આધારિત છે અને વેતનમાન સાથે જોડવામાં આવ્યું છે. સંશોધિત વીઆરએસ યોજના ત્રણ મહિના માટે ખુલી રહેશે અને તેને એક મહિના સુધી વધારવાનું પ્રાવધાન છે. સંશોધિત વીઆરએસ લાગૂ થયા બાદ ખનગી ક્ષેત્ર સાથે સંયુક્ત ઉદ્યમ દ્વારા કંપનીનું પુનનિર્માણ કરવામાં આવશે અને તેમાં નિષ્ફળતા મળશે તો કંપનીના પૈસા પરત લેવામાં આવશે.

સંશોધિત વીઆરએસ પેકેજ લાગૂ થઇ જવાથી એચડીપીઇએલની શ્રમ શક્તિમાં ખૂબ જ કમી આવશે અને એનાથી કર્મચારીઓની સંખ્યામાં કમી લાવવામાં મદદ મળશે. ત્યાર બાદ એચડીપીઇએલનું પુનનિર્માણ આસાન થઇ જશે.

વર્તમાન વીઆરએસ પેકેજ જૂના સંશોધિત વેતનમાન પર આધારિત છે તથા સંશોધિત વીઆરએસ પેકેજ લાગૂ થઇ જવાથી એચડીપીઇએલના સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ ઇચ્છુક કર્મચારીઓને વધુ સારી સેવા નિવૃત્તિનો લાભ પ્રાપ્ત થશે. આ નિર્ણયથી કર્મચારીઓના કલ્યાણને વધારે સારી રીતે પાર પાડવામાં આવશે અને સરકારી ખજાનામાં સતત થઇ રહેલા નુકસાનને રોકી શકાશે.

UM/J.Khunt/GP