Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

02 ઓક્ટોબર, 2018ના રોજ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પ્રથમ મહાસભાના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

02 ઓક્ટોબર, 2018ના રોજ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પ્રથમ મહાસભાના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

02 ઓક્ટોબર, 2018ના રોજ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પ્રથમ મહાસભાના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

02 ઓક્ટોબર, 2018ના રોજ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પ્રથમ મહાસભાના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ આદરણીય એન્ટોનિયો ગુટેરેજ઼, આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન મહાસભા, અને ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન, આ દેશોમાંથી પધારેલા તમામ મંત્રીઓ, મંત્રીમંડળના મારા તમામ સહયોગી, ઉદ્યોગ જગતના સાથી, સન્માનનીય અતિથીગણ, ખાસ કરીને નવયુવાન વિદ્યાર્થી મિત્રો, દેવીઓ અને સજ્જનો.

આજે સવારે સ્વચ્છતા સાથે જોડાયેલ એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં મહાનુભાવ એન્ટોનિયો ગુટેરેજ઼ની સાથે મને ભાગ લેવાનો અવસર મળ્યો. આજથી જ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીના આયોજનો પણ દેશ અને દુનિયામાં પ્રારંભ થઇ રહ્યા છે. હરિયાળા ભવિષ્ય માટે થઇ રહેલા આ મંથનની શરૂઆત માટે આજના દિવસથી વધુ ઉપર્યુક્ત અવસર બીજો કોઈ હોઈ જ ન શકે.

આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઈએસએ) અને હું ઈચ્છીશ કે ખ્યાતી તે આઈસા થઇ જશે એટલે કે આઈસા એસેમ્બલી હોય. વૈશ્વિક પુનઃપ્રાપ્ય ઊર્જા રોકાણ અને એક્સ્પો અને પુનઃરોકાણની બેઠક હોય કે પછી હિંદ મહાસાગર રીમ એસોસીએશન ઊર્જા સમિટ હોય, ત્રણેયનું બૃહદ લક્ષ્ય એક જ છે – હરિત ભવિષ્યની માટે સ્વચ્છ ઊર્જાનો વિકલ્પ ઉપલબ્ધ કરવો.

સાથીઓ, પાછલા 150-200 વર્ષોમાં માનવ જાતિ પોતાની ઊર્જાની જરૂરીયાતોની માટે ધરતીની નીચે દબાયેલા સંસાધનો ઉપર જ વધુ નિર્ભર રહી છે. આપણી પ્રકૃતિએ કઈ રીતે આનો વિરોધ કર્યો છે અને આજે પણ કરી રહી છે, તે આપણે સૌ જોઈ જ રહ્યા છીએ. પ્રકૃતિ આપણને સતત સંદેશ આપી રહી છે કે જમીનની ઉપર ઉપસ્થિત ઊર્જા પછી ભલે તે સૂર્યમાં હોય, વાયુમાં હોય કે પાણીમાં, તે જ વધુ સારા અને સુરક્ષિત ભવિષ્યનું સમાધાન છે.

મને ખુશી છે કે આજે આપણે, આપણે સૌ પ્રકૃતિમાંથી મળી રહેલા આ સંદેશ ઉપર મંથન કરવા માટે એકત્રિત થયા છીએ. સાથીઓ, મને યસ છે કે ત્રણ વર્ષ પહેલા પુનઃરોકાણની પહેલી બેઠકમાં મે પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં મેગાવોટથી ગીગાવોટની તરફ ભારતની યાત્રાનો સંકલ્પ અમારા દેશવાસીઓની સામે મુક્યો હતો. ત્યારે મે એ બાબત સ્પષ્ટ કરી હતી કે સૂર્યનો અને હરિત ઊર્જાનો લાભ ત્યારે જ મળી શકશે જો તે સસ્તી થશે અને સુલભ હશે. અને તેની માટે મેં સૂર્ય ઊર્જાથી સમૃદ્ધ દેશોનું એક સામાન્ય મંચ બનાવવાનો પણ પ્રસ્તાવ સામે મુક્યો હતો. મને ખુશી છે કે આપણને ખૂબ જ ઓછા સમયમાં આ યોજનાઓને આગળ વધારવામાં અભૂતપૂર્વ સફળતા મળી છે.

સાથીઓ, આજે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન દુનિયાની માટે આશાનું એક મોટુ કિરણ બનીને સામે આવ્યું છે. ત્રણ વર્ષોની અંદર આ સંગઠન એક સંધી આધારિત આંતરસરકારી સંસ્થા બની ચુક્યું છે. સવા સો કરોડ ભારતીયોને એ વાતની પણ ખુશી છે કે આઈએસએનું મુખ્ય મથક ભારતમાં જ છે. તે આઈએસએ પ્રત્યે પોતાપણામાં વધારે વૃદ્ધિ કરે છે.

મને લાગે છે કે જયારે પણ ભવિષ્યમાં 21મી સદીમાં સ્થાપિત માનવ કલ્યાણના મોટા સંગઠનોની ચર્ચા થશે તો આઈએસએનું નામ તેમાં સૌથી ઉપર હશે. આઈએસએ ના રૂપે આપણે સૌએ જળવાયું ન્યાયને સુનિશ્ચિત કરવાની દિશામાં એક ખૂબ મોટું મંચ તૈયાર કર્યું છે. આવનારી પેઢીઓને માનવતા સાથે જોડાયેલ એક ખૂબ મોટો ઉપહાર આપણે સૌએ સાથે મળીને આપ્યો છે.

સાથીઓ મારું હંમેશાથી એવું માનવાનું રહ્યું છે કે દુનિયાની ઊર્જાની જરૂરિયાતોની પૂર્તિ માટે જે ભૂમિકા આજે ઓપેક નિભાવી રહ્યું છે, તે જ ભૂમિકા આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇસા)ની થવાની છે. જે ભૂમિકા આજે તેલના કુવાઓની છે તે જ ભૂમિકા ભવિષ્યમાં સૂર્યના કિરણોની રહેવાની છે. આજે આઇસાની આ પહેલ જ્યાં પહોંચી છે, તેમાં સક્રિય સહયોગ માટે હું યુનાઇટેડ નેશન્સનો ખાસ કરીને આભાર વ્યક્ત કરું છું.

પેરીસમાં થયેલા આઈએસએના લોન્ચના કાર્યક્રમમાં ત્યારના મહાસચિવ મહાનુભવ, બાન કી મુનનું હાજર રહેવું અને આજના કાર્યક્રમમાં મહાનુભવ એન્ટોનિયો ગુટેરેજ઼નું સામેલ થવું તે એ વાતને દર્શાવે છે કે સંયુક્ત રાષ્ટ્ર આ મંચને કેટલું મહત્વ આપે છે. હું આ પ્રસંગે ફ્રાંસના રાષ્ટ્રપતિનો, તેમની સરકારનો પણ તેમના સહયોગ અને સમર્થન માટે હ્રદયપુર્વક આભાર વ્યક્ત કરું છું.

સાથીઓ આઈએસએની આ પહેલી મહાસભામાં 40 દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. પરંતુ હવે આપણે એ દિશા તરફ આગળ વધવાનું છે કે જયારે સૌર ઊર્જાના આ વિકલ્પો માત્ર કર્ક અને મકરની આસપાસ વસેલા સવા સો દેશો સુધી જ સીમિત ના રહે પરંતુ સમગ્ર દુનિયાને આનો લાભ મળે. સૂર્ય ઊર્જા ઉપર વૈશ્વિક સહયોગની ભાવના અંતર્ગત ભારત આઈએસએની મહાસભામાં યુનિયનના તમામ સભ્ય દેશોની સમક્ષ સભ્યતાની દરખાસ્ત મુકવાનું છે.

સાથીઓ, ભારત હિંદ મહાસાગર રીમ એસોસિએશનનું મહત્વનું સભ્ય હોવાના સંબંધે આ સંગઠનને ઘણું મહત્વ આપે છે. આપણા ઊર્જાને લગતા પડકારો એક સમાન છે. એટલા માટે પોતાની ઊર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખતા પુનઃપ્રાપ્ય ઊર્જા ઉપર આપણે સાથે મળીને જોર આપવું પડશે.

હું પહેલા પણ સાગર એટલે કે સિક્યોરીટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજનની ભાવનાને સામે રાખી ચુક્યો છું. મને વિશ્વાસ છે કે આ બેઠકથી સહયોગના નવા દ્વાર ખુલશે.

સાથીઓ, પુનઃપ્રાપ્ય ઊર્જાના વધતા ઉપયોગની અસર ભારતમાં દેખાવા લાગી છે. પેરીસ જળવાયું સંધીના લક્ષ્યાંકોને પુરા કરવા માટે પુનઃપ્રાપ્ય ઊર્જાના ડીપ્લોયમેન્ટના એક્શન પ્લાન પર અમે કામ શરુ કરી ચુક્યા છીએ. અમે નક્કી કર્યું છે કે વર્ષ 2030 સુધીમાં અમારી 40 ટકા વીજળીની ક્ષમતા બિન અશ્મિભૂત બળતણ આધારિત સંસાધનો દ્વારા ઉત્પન્ન થાય. આ જ લક્ષ્ય અંતર્ગત વીતેલા ચાર વર્ષોમાં ભારતે પુનઃપ્રાપ્ય ઊર્જાની પોતાની ક્ષમતાને 72 ગીગાવોટ એટલે કે બમણી કરી છે. તેમાં પણ સૂર્ય ઊર્જાની ક્ષમતામાં 9 ગણો વધારો નોંધાયો છે. આજે જેટલી વીજળીનું ઉત્પાદન અમે કરી રહ્યા છીએ, તેનો 20% ભાગ બિન હાઈડ્રો પુનઃપ્રાપ્યનો છે. એટલું જ નહીં લગભગ 50 ગીગાવોટની ક્ષમતા ખૂબ ટૂંક સમયમાં આમાં હજુ જોડાવાની છે. તે સ્પષ્ટ સંકેત છે કે વર્ષ 2022 સુધી 175 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદનનું લક્ષ્ય જે અમે લોકોએ નિર્ધારિત કર્યું છે તે રસ્તા ઉપર અમે સફળતા સાથે આગળ વધી રહ્યા છીએ અને તેને અમે કરીને રહીશું.

સાથીઓ, આજે ભારત ગરીબીમાંથી સશક્તિકરણ, આ નવા આત્મવિશ્વાસની સાથે વિકાસની ગતિને ઝડપી બનાવી રહ્યું છે. આ નવા આત્મવિશ્વાસને શક્તિ આપવા માટે પણ અમે તેને પસંદ કર્યું છે જે હજારો વર્ષોથી અમારી શક્તિનું સ્ત્રોત રહ્યું છે, ઊર્જાનો ભંડાર રહ્યો છે. આ ભંડાર છે સૂર્યનો જેને આપણે ભારતના લોકો સૂર્યદેવના રૂપમાં પણ પૂજા કરીએ છીએ.

સાથીઓ, સૂર્ય અમારી માટે પ્રકાશના દેવતા છે, ઊર્જાના દેવતા છે. અમારે ત્યાં માન્યતા છે કે સૂર્ય સંપૂર્ણ સૃષ્ટિના ગતિદાતા છે. ઓમ સૂર્યાય નમઃ ના મંત્ર વડે અને સૂર્યની પહેલી કિરણને અર્ધ્ય આપવાથી દિવસની શરૂઆત કરવાની અમારે ત્યાં સમાજ જીવનમાં સહજ પરંપરા છે. વેદથી લઈને યોગ સુધી સૂર્ય અમારા ચિંતન, અમારી ઉપાસના, અમારી આંતિરક ઊર્જાનો સ્ત્રોત રહ્યો છે. હવે આ આંતરિક ઊર્જાને આધુનિક વિજ્ઞાનની શક્તિની સાથે અમે બાહ્ય ઊર્જાના સમાધાનમાં બદલવા માટે કટિબદ્ધ છીએ, પ્રતિબદ્ધ છીએ.

સાથીઓ, સૂર્ય ઊર્જાના ક્ષેત્રમાં ભારત ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યું છે. વીતેલા ચાર વર્ષો દરમિયાન સૂર્ય ઊર્જા ખૂબ જ સસ્તી થઇ છે જેનાથી અનેક ગરીબોને વીજળી સાથે જોડવાનું અમારું લક્ષ્ય ઝડપથી સંભવ થઇ શક્યું છે. ઘરે ઘરે પ્રકાશ પહોંચાડવાના અમારા લક્ષ્યમાં પેનલથી પાવર અને મેક ઇન ઇન્ડિયા ખૂબ મહત્વપૂર્ણ પડાવ છે. મને ખુશી છે કે પાછલા ચાર વર્ષોમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં ભારત દુનિયાનું સૌથી વધુ પસંદગી પાત્ર ગંતવ્ય સ્થાન બનીને આજે ઉભરી રહ્યું છે. આશરે 42 અરબનું રોકાણ આ દરમિયાન થયું છે.

સાથીઓ, સૌર ઊર્જાના ક્ષેત્રમાં આવી રહેલા આ પરિવર્તનો માત્ર વિદેશી રોકાણ જ નહીં પરંતુ અમારા પોતાના ઉદ્યોગકારોની માટે પણ એક અભૂતપૂર્વ અવસર છે. અમારો પ્રયત્ન છે કે દેશમાં જ સોલર પેનલ ઉત્પાદનનું એક મજબુત ઇકો સીસ્ટમ માળખું બને. પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં રોકાણ માટેનો આ એક સૌથી ઉપર્યુક્ત સમય છે. આવનારા ચાર વર્ષોમાં આ ક્ષેત્રમાં આશરે 70-80 અરબ ડોલરના વ્યવસાયની સંભાવનાઓ હું જોઈ રહ્યો છું.

સાથીઓ, ઊર્જા ઉત્પાદનની સાથે સાથે ઊર્જા સંગ્રહ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેની માટે જરૂરી માળખાગત બાંધકામ તૈયાર કરવા માટે રાષ્ટ્રીય ઊર્જા સંગ્રહ મિશન પર કામ કરવામાં આવી રહ્યું છે. આ મિશન અંતર્ગત સરકાર માંગ નિર્માણ, સ્વદેશી ઉત્પાદન, નવીનીકરણ અને ઊર્જા સંગ્રહની ક્ષમતા વધારવા માટે જરૂરી નીતિગત સહાય પર જોર આપી રહી છે.

કુસુમ એટલે કે ખેડૂત ઊર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાનના માધ્યમથી ગામડામાં ખેતરોમાં જ સોલર પેનલ લગાવવા અને તેમને ગ્રીડ સાથે જોડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આવનારા ચાર વર્ષોમાં દેશભરમાં આશરે 28 લાખ સોલર પંપ લગાવવામાં આવનાર છે. તેનાથી આશરે 10 ગીગાવોટની ક્ષમતા વિકસિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

સાથીઓ સૂર્ય અને પવન ઊર્જાની સાથે સાથે અમે બી-3 એટલે કે બાયોમાસ, બાયો ફયુલ, બાયો ઊર્જા ઉપર પણ ખૂબ ઝડપથી કામ કરી રહ્યા છીએ. ભારતમાં વાહનવ્યવહાર તંત્રને સ્વચ્છ ઇંધણ આધારિત બનાવવા તરફ ગંભીર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બાયોગેસ વડે બાયો ઇંધણ બનાવીને અમે આ પડકારને અવસરમાં પરિવર્તિત કરી રહ્યા છીએ. અમે ગોબરધન, એક ખૂબ મોટી યોજના તેની માટે પ્રસ્તુત કરી છે. વેસ્ટ ટુ એનર્જીને લઈને ગામડે-ગામડે, શહેર શહેરમાં અનેક નવીન પ્રયોગો થઇ રહ્યા છે.

સાથીઓ, પર્યાવરણની સુરક્ષા માટે પુનઃપ્રાપ્ય ઊર્જા પર તો કામ થઇ જ રહ્યું છે, વીજળીની બચત થાય એ પણ અમારી પ્રાથમિકતાઓમાંથી એક છે. ઉજાલા યોજના અંતર્ગત દેશને ઘરો, ગલીઓ અને માર્ગોને એલઈડી બલ્બ વડે પ્રકાશિત કરવાનું સૌથી મોટું અભિયાન આજે ભારતના દરેક ખૂણામાં ચાલી રહ્યું છે. તે અંતર્ગત અત્યાર સુધી 31 કરોડ એલઈડી બલ્બ વિતરિત કરવામાં આવ્યા છે. આ 31 કરોડ એલઈડી બલ્બ ખૂબ મોટો આંકડો હોય છે, જેનાથી દર વર્ષે આશરે 40 હજાર મિલિયન કિલોવોટ કલાક વીજળીની બચત થઇ રહી છે. કોઈ કલ્પના પણ કરી શકે છે કેટલું મોટું છે. એટલું જ નહીં તેનાથી દેશવાસીઓના વીજળીના બિલમાં દર વર્ષે લગભગ લગભગ 16 હજાર કરોડ રૂપિયાની બચત થઇ છે અને મોટી માત્રામાં કાર્બન ડાયોક્સાઈડના ઉત્પાદનને અમે રોક્યું છે.

અને પછી હું કહેવા માંગું છું કે આ તો હજુ શરૂઆત જ થઇ છે. આવનારો સમય હજુ વધારે અનેક અવસરોથી ભરેલો છે. આવનારી પેઢીઓની માટે અમે જળવાયું ન્યાય સાથે જોડાયેલ દરેક અવસરની સંભાવનાઓને શોધવાના છીએ અને સફળતા પ્રાપ્ત કરીને જ રહેવાનું છે.

મને વિશ્વાસ છે કે આવનારા ત્રણ દિવસોમાં આ અવસરો ઉપર વિસ્તૃત રીતે આપ સૌ મહાનુભવો ચર્ચા કરશો અને પુનઃપ્રાપ્ય ભવિષ્યને વધુ પ્રકાશિત, પ્રસાધિત કરવામાં યોગદાન આપશો.

હું તમને વિશ્વાસ અપાવું છું કે તમારા દરેક સૂચનો, દરેક નવીનીકરણયુક્ત વિચારો અમારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. અને એટલા માટે હવે ખુલીને માનવ સંસાધન વિકાસ થાય, ટેકનોલોજી અપગ્રેડેશન થાય, નવા નવા દુનિયાના દેશોમાં નાના નાના લોકોએ જે પ્રયોગો કર્યા હોય, આ બધી વાતોને આપણે એકવાર સામે લાવીશું અને મને વિશ્વાસ છે કે આપણે આ મિશનને પૂરું કરી શકીએ છીએ. અને આપણે દુનિયાની સામે આર્થિક જગતની દુનિયામાં વૈશ્વિકરણની ચર્ચા થઇ, ટેકનોલોજીએ દુનિયાને ખૂબ નજીક લાવી દીધી. આપણે પણ એક સપનું લઈને ચાલીએ કે એક દુનિયા, એક સુરજ, એક ગ્રીડ. વન વર્લ્ડ, વન સન, વન ગ્રીડ.

જો આ મિશનને પાર કરીશું, તમે કલ્પના કરી શકો છો કે જ્યાં સૂર્યોદય થાય છે ત્યાંથી ચાલુ કરીએ તો સુર્યાસ્ત સુધી આ ગ્રીડ બનેલી રહે તો ચોવીસ કલાક સુરજમાંથી વીજળી નીકળી શકે તેમ છે. આજે તો આપણા દેશોમાં જેટલા કલાક સુરજ છે તેટલા કલાકો વિષે આપણે વિચારી શકીએ તેમ છીએ પરંતુ વન વર્લ્ડ, વન સન, વન ગ્રીડ, આ સપનાને લઈને આપણે ચાલીશું તો ક્યારેય પણ, કોઈ પણ જગ્યાએ જ્યાં સુધી સુરજ ડૂબતો નથી, વીજળી મેળવવી અશક્ય નહીં બને અને સુરજ ક્યાંક ને ક્યાંક તો હોય જ છે, ક્યારેય ડૂબતો નથી તો પછી વીજળીનો પ્રવાહ શા માટે બંધ થશે.

એક નવી રીતે નવા પ્રકારે વિચારવાની જરૂરિયાત છે. અને મને વિશ્વાસ છે કે આઈએસએના આ મહત્વપૂર્ણ કાર્યકમના અવસર પર આપણે જરૂરથી એક નવા વિશ્વાસની સાથે નવા વિચારોની સાથે, નવી ઊર્જાની સાથે, નવા સંકલ્પની સાથે, એક નવા વિશ્વના નિર્માણમાં પોતાની એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે આગળ વધીએ.

એકવાર ફરી ભારત આવવા માટે, અહિયાં આવીને આ મહત્વપૂર્ણ અવસર પર સામેલ થવા માટે હું દુનિયાના ઉજ્જવળ ભવિષ્યમાં પોતાની સહભાગિતા માટે આપ સૌનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું.

ખૂબ-ખૂબ આભાર!

RP