Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

10-13 ડિસેમ્બર 2017 દરમિયાન આર્જેન્ટિનાના બ્યુનોસ એરીસમાં ડબ્લ્યુટીઓની અગિયારમી મંત્રીસ્તરીય પરિષદમાં ભારત દ્વારા અપનાવવામાં આવેલ અભિગમને મંત્રીમંડળે મંજુરી આપી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા મંત્રીમંડળે ડિસેમ્બર 2017માં આર્જેન્ટિનાના બ્યુનોસ એરીસમાં ડબ્લ્યુટીઓની અગિયારમી મંત્રીસ્તરીય પરિષદમાં ભારત દ્વારા અપનાવવામાં આવેલ અભિગમને મંજુરી આપી તેમજ વાણિજ્ય વિભાગ દ્વારા જમા કરવામાં આવેલ નોંધને કાર્યોત્તર મંજુરી આપી.

પરિષદમાં અમલમાં મુકવામાં આવેલ આદેશ અને અપનાવવામાં આવેલ અભિગમનો મુખ્ય ઉદ્દેશ મંત્રીસ્તરીય પરિષદ દરમિયાન ભારતના હિતો, પ્રાથમિકતાઓ અને ચિંતાઓની રક્ષા કરવાનો હતો.

પૃષ્ઠભૂમિકા

પરિષદના સંચાલન દરમિયાન બાલી/નૈરોબી આદેશ અનુસાર ખાદ્યાન્ન સુરક્ષાના હેતુસર જાહેર શેર હોલ્ડીંગના મુદ્દે તથા અન્ય કૃષિને લગતા મુદ્દાઓનો કાયમી ઉકેલ લાવનાર નિર્ણયોની આશા સેવાઈ રહી હતી. કેટલાક ડબ્લ્યુટીઓના સભ્યો સેવાઓ, મત્સ્યઉદ્યોગને સબસીડી અંગે અનુશાસન, ઈ-કોમર્સ, રોકાણ સુવિધા, લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગોમાં સ્થાનિક નિયંત્રણ અંગે પરિણામો મેળવવા ઇચ્છતા હતા.

આમ છતાં, આખરે સર્વસંમતિના અભાવે ખાદ્યાન્ન સુરક્ષાના હેતુસર જાહેર શેરહોલ્ડીંગ ઉપર કે અન્ય કોઈ કૃષિને લગતા મુદ્દાઓ ઉપર કોઈ અંતિમ પરિણામ આવી શક્યું નહી.

નવેમ્બર 2014માં લેવામાં આવેલ સામાન્ય સભાના નિર્ણયની સાથે સાથે બાલીનાં મંત્રીસ્તરીય નિર્ણય કે જેની ડિસેમ્બર 2015માં ડબ્લ્યુટીઓની દસમી મંત્રીસ્તરીય પરિષદમાં ફરીથી પુષ્ટિ કરવામાં આવી હતી તે નિર્ણય અનુસાર જ્યાં સુધી ડબ્લ્યુટીઓ દ્વારા કાયમી ઉકેલને સ્વીકૃતિ ન મળે અને અમલમાં ન આવે ત્યાં સુધી ભારત ખાદ્યાન્ન સુરક્ષાનાં હેતુસર જાહેર શેરહોલ્ડીંગમાં આંતરિક માળખાની હાજરી સાથે સુરક્ષિત છે. આ રીતે લઘુત્તમ ટેકાના ભાવે ભારતનો અન્ન ઉત્પાદન કાર્યક્રમ સુરક્ષિત છે.

પરિષદ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોમાં વર્ષ 2019માં ડબ્લ્યુટીઓની બારમી મંત્રીસ્તરીય પરિષદ સુધીમાં મત્સ્યઉદ્યોગ સબસીડીની શાખાઓ પર આખરી નિર્ણય સુધી પહોંચવા માટે એક વર્ક પ્રોગ્રામનો પણ સમાવેશ થાય છે. આ પ્રસંગે એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે ભારત દ્વારા મુકવામાં આવેલ પ્રસ્તાવ અનુસાર ઈ-કોમર્સ ઉપરના વર્તમાન વર્ક પ્રોગ્રામનાં બિન-વાટાઘાટોવાળા આદેશને યથાવત રાખવો. અગાઉની મંત્રીસ્તરીય પરિષદમાં જેમ કરવામાં આવ્યું હતું તે જ રીતે આ વખતે પણ ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમીશનમાં કસ્ટમ ડ્યુટી લાગુ કરવાની વર્તમાન મોકુફીને વધુ બે વર્ષ માટે લંબાવવામાં આવી હતી. ટ્રીપ્સ અહિંસક કંપનીઓ ઉપરની અન્ય એક મોકુફીને પણ યથાવત રાખવામાં આવી કે જે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં એવર ગ્રીનીંગ ઓફ પેટન્ટને અટકાવે છે જેથી કરીને જેનરિક દવાઓને સરળતાથી પોસાય તેવા ભાવે મેળવી શકાય.

રોકાણ સુવિધા, એમએસએમઈ, જાતિ અને વ્યાપાર વગેરે જેવા નવા મુદ્દાઓ ઉપર સર્વસંમતિ અને હુકમના અભાવે મંત્રીસ્તરીય નિર્ણયોને આગળ વધારી શકાયા નહી.

પરિષદમાં સભ્યો વચ્ચે વિશાળ મતભેદો હોવાના કારણે, જેમાં કેટલાક સભ્યો દ્વારા ડબ્લ્યુટીઓને દિશાનિર્દેશ કરતા પાયાગત સિદ્ધાંતો અને વિવિધ મંજુરી પ્રાપ્ત કરેલ હુકમનામાઓની સ્વીકૃતિ અને પુનરાવર્તનને ટેકો ન અપાવાના કારણે મંત્રીઓ સર્વસ્વીકૃત મંત્રીસ્તરીય જાહેરનામાંની ઘોષણા કરી શક્યા નહી. ભારતે મંત્રીસ્તરીય જાહેરનામાંના ડ્રાફ્ટને ટેકો આપ્યો નહી કારણ કે તેમાં બહુપક્ષવાદ, દોહા વિકાસ એજન્ડા અને વિકાસશીલ દેશોની વિશેષ અને લાક્ષણિક સગવડોને તેમાંથી બાકાત રાખવામાં આવી હતી અથવા યોગ્ય રીતે તેમનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો.

આમછતાં, ડબ્લ્યુટીઓમાં બહુપક્ષીય વ્યાપાર વ્યવસ્થા અને કાર્યક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં આગળ વધવાની પ્રતિબદ્ધતાને બહોળો પ્રતિભાવ મળ્યો હતો. અત્રે એ પણ નોંધનીય છે કે મંત્રીસ્તરીય જાહેરનામાંની ગેરહાજરી હોવા છતાં વર્તમાન આદેશો અને નિર્ણયો એ બાબતની ખાતરી ઉચ્ચારે છે કે ખાદ્યાન્ન સુરક્ષાના હેતુસર જાહેર શેરહોલ્ડીંગ, કૃષિને લગતા વિશેષ સુરક્ષા માળખા, કૃષિ સબસીડી અને અન્ય મુદ્દાઓ જેવા વિષયો ઉપર કામ આગળ વધશે અને તમામ સભ્યો આ મુદાઓ પર કામ કરવાનું ચાલુ રાખશે.

 

NP/J.Khunt/GP/RP