Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

103 વર્ષીય વિધવા શ્રીમતી શરબતી દેવીએ પ્રધાનમંત્રીને રાખડી બાંધી


103 વર્ષીય વિધવા શ્રીમતી શરબતી દેવીએ આજે પ્રધાનમંત્રીનાં નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને રક્ષાબંધનનાં પાવન પર્વ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં કાંડા પર રાખડી બાંધી હતી.

શ્રીમતી શરબતી દેવીએ 50 વર્ષ અગાઉ તેમનો ભાઈ ગુમાવ્યો હતો અને હંમેશા રક્ષાબંધન પર તેમની કમી અનુભવતાં હતાં. તેમનાં પુત્રએ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો અને પછી પ્રધાનમંત્રીએ શ્રીમતી શરબતી દેવી તથા તેમનાં કુટુંબીજનોને આજે આમંત્રણ આપ્યું હતું. શ્રીમતી શરબતી દેવી પ્રધાનમંત્રીને મળી અતિ રાજી થયા હતાં અને રાખડી બાંધી હતી. તેમણે આજે સુંદર વાતચીત કરી હતી.

J.Khunt