પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ખાદ્ય, સાર્વજનિક વિતરણ અને ગ્રાહક બાબતોના મંત્રાલયના એ પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે, જેમાં રાષ્ટ્રીય કૃષિ સહકારિતા માર્કેટિંગ મહાસંઘ (નાફેડ), પ્રોજેક્ટ એન્ડ ઇક્વિપમેન્ટ કોર્પોરેશન (પીઈસી), સ્ટેટ ટ્રેડીંગ કોર્પોરેશન (એસટીસી) અને મેટલ્સ એન્ડ મિનરલ્સ ટ્રેડીંગ કોર્પોરેશન (એમએમટીસી)ને વર્ષ 2006-2011 દરમિયાન દાળોની આયાતમાં થયેલા નુકસાન માટે 113.40 કરોડ રૂપિયાની ભરપાઈ કરવાની વાત કરવામાં આવી હતી. આ ફાળવણી યોજના બંધ થવાના 6 માસ બાદ દાળોના વેચાણમાં થયેલા નુકસાન ઉપરાંતની છે. આવું કરવાથી ભાવો ઓછા કરવાની દિશામાં કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમોને મદદ મળશે.
ગ્રાહકોને છૂટક વેચાણ સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય પીએસયુ એમએમટીસી દ્વારા 5000 ટન તૂવેર દાળ અને 5000 ટન અડદ દાળની આયાતનો નિર્ણય લેવાયો છે. આયાતી દાળનું પહેલું કન્સાઇન્મન્ટ 5 સપ્ટેમ્બર,2015 સુધીમાં મુંબઈ પહોચી જશે.
કેન્દ્ર સરકારે જરૂરી વસ્તુઓ, ખાસ કરીને દાળો અને ડુંગળીની ઉપલબ્ધતા વધારવા અને તેના ભાવો પર નિયંત્રણ મેળવવા માટે ઘણા પગલા ભર્યા છે. દાળોની સ્ટોક સીમા નક્કી કરવા માટે રાજ્યોને અધિકાર આપવામાં આવ્યો છે. કાબુલી ચણા, ઓર્ગેનિક દાળો અને મસુરને છોડીને અન્ય બધી દાળોની નિકાસ પર પ્રતિબંધ છે. આ ઉપરાંત દાળોની આયાત પર શુલ્ક શૂન્ય છે.