પીએમઇન્ડિયા
અહિં ઉપસ્થિત સિને જગતસાથે જોડાયેલા તમામ રથી, મહારથીઓ. આ શાનદાર સ્વાગત માટે આપ સૌનો ખૂબ-ખૂબ આભાર!
આજે મને સિનેમા જગતના દિગજ્જોની વચ્ચે આવવાનો, રચનાત્મક વિશ્વ સાથે વાત કરવાનો અવસર મળ્યો છે; મારા જીવનનો કદાચ આ પહેલો અવસર છે. કોઈ-કોઈ વાર કોઈની સાથે નમસ્તે થઇ જાય છે, પરંતુ મળવાનો મને ક્યારેય અવસર નથી મળ્યો. ગુજરાતમાં લાંબા સમય સુધી મુખ્યમંત્રીના તરીકે કામ કર્યું, પરંતુ તેમ છતાં આ મોકો ક્યારેય નથી મળ્યો. પણ આજે આ મોકો મળી ગયો છે.
તમારા નિર્દેશનમાં, માર્ગદર્શનમાં, તમારી પ્રતિભાને કારણે ભારતમાં સિનેમા સતત નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે અને મારી અભિલાષા છે કે આ સિલસિલો આગળ પણ ચાલતો રહે, આ વર્ષે ખાસ કરીને સતત ચાલતો રહે. આપ સૌને ભારતીય સિનેમાનાં રાષ્ટ્રીય સંગ્રહાલયને માટે પણ હું ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.
વીતેલા બે દાયકાઓથી આ સંગ્રહાલય બાબતે કોઈ ને કોઈ રૂપે ચર્ચા ચાલતી રહી છે. આજે તેના લોકાર્પણની સાથે આપણા સિનેમાના સોનેરી અતિતને એક જગ્યાએ પ્રાપ્ત કરવાનું સ્વપ્ન સાકાર થયું છે અને હું અનુભવ કરું છું કે ઘણા બધા એવા સારા કામો છે કે જે મારી પહેલાના લોકોએ મારા માટે રાખેલા છે તો તે અવસર મને જ મળતો રહ્યો છે.
આજે જ્યારે આપ સૌ નવા ભારતના નવા સિનેમાનું ગઠન કરવામાં લાગેલા છો, તો મારો તમને એક પ્રશ્ન છે કારણ કે આમાં લગભગ બધી જ પેઢીઓ છે – જૂની પેઢીના લોકો પણ છે અને બિલકુલ નવી પેઢીના લોકો પણ છે; અને એટલા માટે મારા મનમાં એક સવાલ છે અને તમારી જ વચ્ચે આવ્યો છું તો કદાચ તે વધુ તે જ રીતે સારો રહેશે.
હાવ’ઝ ધ જોશ – હાવ’ઝ ધ જોશ
હાવ’ઝ ધ જોશ – હાવ’ઝ ધ જોશ
આજકાલ તમારા આ જોશની દેશમાં બહુ ચર્ચા ચાલી રહી છે. નવા ભારતના નિર્માણની માટે તમારો આ જોશ ખૂબ મહત્વ ધરાવે છે.
સાથીઓ, ફિલ્મોની દુનિયા બહુરંગી હોય છે અને તેના અનેક પાસાઓ હોય છે અને રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલય આ જ પરિમાણોના દર્શન દેશવાસીઓને અથવા આ વિષયમાં રસ ધરાવનારા લોકોને માટે એક અવસર બનીને કામ કરશે. રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલયમાં મનોરંજન ઉદ્યોગના ગૌરવશાળી ઇતિહાસના વિષયમાં વિસ્તારથી જાણકારી મળશે, પ્રસિદ્ધ ફિલ્મી હસ્તીઓના વિષયમાં માહિતી મળશે અને તેમના સંઘર્ષોના સ્વર્ણિમ પ્રસંગો – કથાઓની ઝલક સામાન્ય માનવી જાણી શકશે, જોઈ શકશે.
હું સમજુ છું કે રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલય વડે આપણી યુવા પેઢીને ઘણું બધું જોવા, શીખવા અને સમજવાનનો અવસર મળશે. થોડા સમય પહેલા મેં પણ આ સંગ્રહાલયની વ્યવસ્થાઓને જોઈ છે. પહેલા બે માળ સુધી જ જવાનું હતુ, પછી મન થયુ તો ત્રીજા માળ ઉપર પણ જતો રહ્યો. મનમાં થઇ રહ્યું હતું કે તમે લોકો બેઠા હશો, રાહ જોઈ રહ્યા હશો; પરંતુ બન્યું એવુ કે મન થઇ ગયુ તો છેક છેલ્લે સુધી જતો રહ્યો અને તેના કારણે તમારી વચ્ચે આવવામાં થોડું મોડું પણ થઇ ગયુ, તમારે રાહ પણ જોવી પડી. તમારે રાહ જોવી પડી તેના માટે હું માફી માગું છુ.
આ સંગ્રહાલય આપણી ફિલ્મોની જેમ જ સમૃદ્ધ છે. તેમાં ઇતિહાસનું ગૌરવ પણ છે અને ભવિષ્યની ઊર્જા પણ છે. તેમાં પ્રાચીનતાનું માન પણ છે, તેમાં આધુનિકતાનું સન્માન પણ છે. અહિયાં ગુલશન બહલની ભૂમિકા આપણા ઇતિહાસની સાક્ષી આપી રહી છે તો બીજી અત્યાધુનિક ઈમારત આપણા દૂરદર્શી હોવાનું પ્રમાણ આપે છે. ગુલશન બહલની ઈમારતમાં સિનેમાની શરુઆતની ગૌરવગાથા છે અને મને જણાવવામાં આવ્યું છે કે સંગ્રહાલયના આ જ ભાગમાં 30 કલાકની એવી ફૂટેજ છે જેમાં બીજા વિશ્વયુદ્ધમાં આપણી સેનાના શૌર્યને પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
હું ફિલ્મ વિભાગને અભિનંદન આપવા માંગું છું કે તેમણે આને સેના પાસેથી લઇને તેને ડિજિટાઈઝેશન કરવાનું કામ કર્યું છે. અને આ ડિજિટાઈઝેશનના માધ્યમથી બીજા વિશ્વયુદ્ધમાં આપણા દેશના 20 લાખ સૈનિક અને અધિકારીઓનું શૌર્ય હવે આપણી આવનારી પેઢીઓ જાણી શકશે, તેમની માટે પ્રેરણા બનશે. ખૂબ ઓછા લોકોને ખબર છે – ન તો આપણે તે જમીન સાથે લેવા દેવા હતી, ન કોઈ ઝંડા માટે મરવાનું હતું, ન તો આપણા માટે મરી રહ્યા હતા પરંતુ મારા દેશના દોઢ લાખ જવાનો પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં શહીદ થયા છે. તે બાબતોને ભૂલાવી નાખવામાં આવી છે.
તેને એકવાર કદાચ આ સ્થાન પરથી આ નવા સ્વરૂપમાં તે વાસ્તવિકતાને કદાચ દેશ જાણી શકશે, નવી પેઢીને પ્રેરણા મળશે અને વિશ્વને- જ્યારે હું દુનિયાના લોકો સાથે વાત કરું છું તો હું કહું છું કે તમે મને શાંતિ ન શીખવાડો. અમે શાંતિ માટે દુનિયામાં, દોઢ લાખ જવાનોને શહીદ કર્યા છે, અમે એવા લોકો છીએ. આ આપણો ઇતિહાસ, આપણી ગાથા છે, આવનારી પેઢીઓને પ્રેરણા આપે છે.
અને સાથીઓ હકીકતમાં ફિલ્મ અને સમાજ, બંને એક બીજાના પ્રતિબિંબ હોય છે. સમાજમાં શું થઇ રહ્યું છે તે ફિલ્મોમાં જોવા મળે છે, અને જે ફિલ્મોમાં થઇ રહ્યું છે, તે સમાજમાં પણ તમને જોવા મળે છે. ઘણીવાર તમે એ પણ જોયું હશે કે સમાજમાં આવતુ પરિવર્તન લોકો નોંધી રહ્યા છે. તેની પહેલા જ તેની ઝલક ફિલ્મોમાં મળી જાય છે, અને હું માનું છું કે તે ઘણી મોટી વાત હોય છે. કલા જગત આવનારા આવતીકાલને ઓળખી કાઢે છે. આપણને સૌને યાદ છે કે આઝાદી પછી 60-70ના દાયકામાં શ્રીમાન મનોજ કુમારજીની દેશભક્તિથી ભરેલી ફિલ્મોનો સમયગાળો હતો. તેની પાછળ આઝાદીના લાંબા સંઘર્ષની મોટી ભૂમિકા રહી હશે.
એ જ રીતે 70-80ના દાયકામાં એન્ગ્રી યંગ મેનની એક એન્ટ્રી થાય છે. પરંતુ જ્યારે સામાજમાં ઘણો સુધારો થયો, ગુસ્સો ઓછો થયો તો આશાઓ અને આકાંક્ષાઓ વધવા લાગી. ફિલ્મોમાં પણ આ પ્રતિબિંબ જોવા મળ્યું. સમાજમાં બદલાવની સાથે દરેક સમયગાળામાં ફિલ્મો પણ બદલાતી રહી. આજે આપણે લોકો એક નવો ચીલો જોઈ રહ્યા છીએ.
એક સમય હતો કે જ્યારે હું મેઈન સ્ટ્રીમ સિનેમાની અંદર હીરો હંમેશા મોટા શહેરમાંથી, મોટા પરિવારમાંથી, મુંબઈથી, દિલ્હીથી, એકદમ ગોરા ચિટ્ટા ચહેરા સાથેનો જોવા મળતો હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ સિલસિલો બદલાયો છે. ટીયર 2, ટીયર ૩ શહેરના કસબાઓમાંથી અને સામાન્ય પરિવારમાંથી આવા હોનહાર નવયુવાનો આવી રહ્યા છે કે જેઓ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવી જાન રેડી રહ્યા છે – પોતાની કલાના માધ્યમથી, પોતાના કૌશલ્યના માધ્યમથી અને આમ પણ અને આ જે હું કહી રહ્યો છું આ કે ટીયર-2, ટીયર-૩ શહેરો, નાના નાના સ્થાનોથી – તે પણ એક બદલાતા ભારતનું સ્વરૂપ છે; જે આપણે જોયું છે અને આપણે તેનો અનુભવ કર્યો છે.
આજે ખેલકૂદ હોય, સ્ટાર્ટ અપ હોય, ત્યાં સુધી કે 10 અને 12માંના પરિણામો પણ તમે જોશો તો મોટા શહેરના, મોટી નામાંકિત શાળાના બાળકો નથી હોતા, નાના સ્થાનેથી આવેલા હોય છે. એટલે કે દેશની તે તાકાત છલકાઈને બહાર આવી રહી છે. આપણે ભારતની ગરીબી પર ઘણી ફિલ્મો જોઈ છે, ભારતની લાચારી પર પણ આપણે ફિલ્મો જોઈ છે અને મારું માનવું છે કે આ એક બદલાતા સમાજની નિશાની છે કે હવે સમસ્યાની સાથે-સાથે ઉપાયો પણ ફિલ્મોમાં જોવા મળી રહ્યા છે; નહિંતર આપણે સ્વભાવથી એવા લોકો છીએ જેમણે ગરીબીને એક સદગુણ માન્યો છે. ફાટેલા કપડા હોય, કારણ કે આપણે સત્યનારાયણની કથા સાંભળીએ છીએ તો શરૂઆત થાય છે, એક બિચારો ગામડાનો ગરીબ બ્રાહ્મણ, ત્યાંથી જ શરુ થાય છે. એટલે કે ગરીબીને સદગુણ માનીને જ આપણી માનસિકતા ઘડાઈ ગઈ છે.
પરંતુ હવે બદલાતું ભારત જુદી જ રીતે વિચારે છે, જૂદ રીતે જુએ છે, બતાવે પણ છે અને સ્પષ્ટ છે – આજે સમાજની સાથે ફિલ્મોમાં પણ આ પરિવર્તન જોવા મળી રહ્યું છે. સમસ્યાઓ તો છે હવે તેનો ઉકેલ પણ છે. અડચણો છે તો તેને દૂર કરવાનો જુસ્સો પણ છે. ભારત બદલાઈ રહ્યું છે, ભારત પોતાના સમાધાનો પોતે શોધી રહ્યું છે.
જો મિલિયન સમસ્યાઓ છે તો બિલિયન ઉકેલો પણ છે. આપણે બદલાઈ શકીએ છીએ, આ આત્મબળ દેખાઈ રહ્યું છે. અને આ જ તે આત્મવિશ્વાસ છે જેના કારણે હવે સમાજને ઢંઢોળનારા વિષયો ઉપાડવામાં ખચકાટ નથી થઇ રહ્યો. આપણે મુસીબતોથી ગભરાતા નથી, ન તો છુપાવીએ છીએ તેને. પરંતુ સામે લાવીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને ન્યુ ઇન્ડિયાનો આ જ તે નવો વિશ્વાસ છે જે એક ભારતીયને ગર્વથી ભરી દે છે.
સાથીઓ તમે એક નવા પ્રવાહ પર નિરીક્ષણ કર્યું હશે. પહેલા ફિલ્મો બનતી હતી તો આઠ વર્ષ, દસ વર્ષ, 10-10, 15-15 વર્ષો લાગી જતા હતા અને ખૂબ જ ખ્યાતનામ ફિલ્મોની ઓળખ એ રહેતી હતી કે તેને બનવામાં કેટલો સમય લાગ્યો છે. એટલે કે તે તેનો માપદંડ માનવામાં આવતો હતો કે 8 વર્ષમાં બની, 9 વર્ષમાં બની, 12 વર્ષમાં બની અને તેની ચર્ચા થયા કરતી હતી. હવે ફિલ્મો બને છે કેટલાક જ મહિનાઓના લક્ષ્યાંકની અંદર તૈયાર થઇને બહાર પડી જાય છે.
હવે તમે વિચારો જુઓ કે યોજનાઓ સાથે પણ શું પહેલા આવું જ નહોતું થતું. 30 વર્ષ, 40 વર્ષ; સંગ્રહાલયને પણ 20 વર્ષ થઇ ગયા અને હવે કેવી રીતે સરકારની યોજનાઓ એક નિશ્ચિત સમયમાં પૂરી કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને આ બધું તમે જોઈ રહ્યા છો. જો હું કહું કે દેશની યુવાન આકાંક્ષાને ઓળખીને તમે પહેલાથી જ પોતાની જાતને વિકસિત કરી દીધી છે તો કદાચ મારી વાત ખોટી નહીં કહેવાય. તમે બે ડગલા આગળ છો, તમારી આ જ શક્તિ રાષ્ટ્ર નિર્માણમાં ઘણું મોટું કામ કરે છે.
સાથીઓ, આપણા મનોરંજન ઉદ્યોગના સંદર્ભમાં માનવીય ભાવનાઓ, સંવેદનાઓ, ક્રિયાઓ પ્રતિક્રિયાઓ, કોમેડી, ટ્રેજેડીનું તે દરેક પાસું દેખાય છે કે જે દુનિયાને જોડે છે. આખરે દેશ કોઇપણ હોય, માનવીય ભાવનાઓ તો એ જ હોય છે અને ભારતીય મનોરંજન ઉદ્યોગે આ હાર્દનો અનુભવ કર્યો છે.
હું એક વખત વિદેશ જ રહ્યો હતો, વિમાનમાં અમારા એક સાથી યાત્રી બેઠા હતા. તેમણે મને બહુ વિચિત્ર સવાલ પૂછ્યો. કહ્યું – હું ભારત આવતો જતો રહું છું, હું ભારતની ફિલ્મો પણ જોઉં છું. કહે – તમારે ત્યાં આ કલાકારો વૃક્ષોને વળગીને રોતા કેમ હોય છે. મંદિરમાં જઈને કેમ રોવે છે, બૂમો કેમ પાડે છે? એટલે કે તેના માટે એ અચરજ ભર્યું હતું કે, હિન્દુસ્તાનમાં આ કઈ પરંપરા છે કે માણસ તરત જ હળવો થઇ જાય છે. તેમના માટે અજાયબી હતી. પરંતુ આપણી ફિલ્મોએ તે મહારથ દ્વારા સામાન્ય માનવીની ભાવનાઓને ખૂબ સહજતા સાથે પ્રવાહિત કરી છે અને હું માનું છું કે તે નાની બાબત નથી. પરંતુ આ ત્યારે જ થાય છે જ્યારે કલા, કલાકાર અને સાહિત્યકાર જમીન સાથે જોડાયેલો હોય, ત્યારે ત્યાંથી જ આ બીજ અંકુરિત થતું હોય છે, એ ત્યારે તે થાય છે.
વાત ભલે હાસ્ય ઉત્પન્ન કરવાની હોય કે પ્રશંસક બનાવવાની, આપણે ત્યાં પણ આપણી અસર નાખીએ છીએ. હું ફિલ્મ જગતને આ ઉપલબ્ધી માટે ખરેખર હૃદયપૂર્વક ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું અને હું જોઈ રહ્યો છું કે આજે આપણો યુવાન જો બેટમેનનો પ્રશંસક છે તો સાથે સાથે બાહુબલીનો પણ પ્રશંસક છે. આપણા ચરિત્રો પણ હવે વૈશ્વિક ફલક પર છવાયેલા છે.
સાથીઓ, ભારતના સોફ્ટ પાવરની શક્તિ, હું સમજુ છું કે તેમાં આપણી ફિલ્મોની ઘણી મોટી ભૂમિકા રહેલી છે. આ ફિલ્મો જ છે કે જે સમગ્ર વિશ્વમાં ભારતીયતાનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતીય ફિલ્મો ભારતીયતાનું દર્પણ બનીને રહી છે. દુનિયાને પણ તે પોતાની બાજુ આકર્ષિત કરતી રહી છે. આપણી ફિલ્મો બોક્સ ઓફીસ પર તો ધૂમ મચાવે જ છે સાથે-સાથે સમગ્ર વિશ્વમાં ભારતની શાખને વધારવા, ભારતની બ્રાંડ બનાવવામાં પણ ઘણી મોટી ભૂમિકા ભજવે છે.
આપણે સૌ જાણીએ છીએ કે રાજ કપૂર સાહેબની ફિલ્મોને લઇને દેશ જ નહીં, વિદેશોમાં પણ ગજબની દીવાનગી જોવા મળતી હતી અને આ હું પ્રત્યક્ષ રીતે અનુભવ કરું છું જ્યારે હું બહાર જાઉ છું, લોકોને મળું છું. મેં કેટલાક દેશના રાષ્ટ્રપતિઓ જોયા છે જેઓ હિન્દી ફિલ્મોના સંપૂર્ણ ગીતો ખૂબ સરસ રીતે ગાતા હોય છે.
હું હમણાં ઇઝરાયેલ ગયો હતો તો રાત્રે ઇઝરાયેલના પ્રધાનમંત્રીજીના ઘરમાં જમવા ગયો હતો, અમે બે જ જણા હતા. આમ પણ અમારી મૈત્રી વધુ સારી છે, એટલે ઝાકમઝોળ થોડી ઓછી રહેતી હોય છે. તો એમ જ વાતો નીકળી. હવે અમે એટલી મુસાફરી કરીને ગયા હતા પરંતુ રાતના બે અઢી વાગ્યા સુધી અમે બેઠા, ગપ્પા ચાલતા રહ્યા અમારા, ઘણી બધી વાતો થઇ. તો તેમણે મને ‘ઈચક દાના ઈચક દાના’ આખું ગીત સંભળાવ્યું. હવે ઇઝરાયેલના પ્રધાનમંત્રી- આપણી ભાષા નથી જાણતા, તેનો અર્થ શું થાય છે, ખબર નથી, મને પણ ઈચક દાનાનો અર્થ ખબર નથી, અને આ જ તો ફિલ્મ ઉદ્યોગની તાકાત છે.
અને મને યાદ છે કે જ્યારે થોડા સમય પહેલા હું દક્ષિણ કોરિયા ગયો હતો, તો ત્યાંના રાષ્ટ્રપતિજીએ ભોજન આપ્યું હતું. તો ભોજનના સમયે બાળકોના પ્રદર્શનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તો શાળાના બાળકોએ, હાથી મેરે સાથી તે ગીત ગાયું અને એક્શન સાથે ગાયું. તો પછીથી હું બાળકોને મળ્યો, મેં કહ્યું એ તમને ખબર છે કે તમે શું ગાઈ રહ્યા હતા આ? કેટલાક બાળકો કહી શક્યા કે હાથીનો અર્થ શું થાય છે, બાકીનાઓને ખબર જ નહોતી. તો મેં કહ્યું આટલું સરસ તમે કર્યું, આટલા ઓછા સમયમાં કઈ રીતે મહેનત કરીને આ કર્યું.
જુઓ આ પ્રભાવ છે આપણી ઇન્ડસ્ટ્રીનો. પછી મને પણ મન થઇ આવ્યું તો મેં આવીને તે ગીતને કોરીયન ભાષામાં ડબિંગ કરાવડાવ્યું અને મેં તેમને મોકલ્યું તે શાળાના બાળકોને. જુઓ આ તાકાત છે તમારી અને આ રીતે ફિલ્મોની સાથે-સાથે હાલના દિવસોમાં આપણી ટીવી સિરીયલોમાં પણ પોતાની એક વિશેષ ઓળખ બનાવવામાં આવી છે. સાસ ભી કભી બહુ થી- આપણને લાગતું હશે આ ખાલી હિંદુસ્તાનમાં જ ચાલતી હશે, એવું નથી. હું દુનિયાના જે દેશોમાં ગયો છું અને ખાસ કરીને અફઘાનિસ્તાનમાં જોયું – ભાગ્યે જ કોઈ એવો પરિવાર હશે કે જે આ સિરીયલને નહીં જોતો હોય.
એટલે કે આપણી આસપાસના દેશના લોકોને ભારતના સામાન્ય જીવનને જોવાની રૂચી જોવા મળે છે અને તેની ચર્ચા કરે છે, ખુલીને કરે છે. હું એકવાર વિયેતનામના પ્રધાનમંત્રીની સાથે બેઠો હતો તો એમ જ મેં કહ્યું તો બધાને પરિવાર સાથે બોલાવ્યા, તમે એકલા કેમ આવ્યા છો? હવે તેઓ તો સંપૂર્ણપણે સામ્યવાદી છે – દેશ સામ્યવાદી, નેતા પણ સામ્યવાદી અને સામ્યવાદીઓને તો તમે જાણો જ છો, અહિં પણ કેટલાક લોકો હશે… તો તેમણે કહ્યું કે… કેટલાક લોકોને ઝટકો લાગશે…
તેમણે કહ્યું કે… મેં કહ્યું કે તમારા શ્રીમતીજીને લાવવા જોઈતા હતા, આ ખૂબ જ સારું આ જે 26 જાન્યુઆરીએ મેં બધા દેશના લોકોને બોલાવ્યા હતા ને ત્યારે વાત થઇ હતી. તો કહે કે, ભાઈ મારા ઘરમાં એક સમસ્યા છે. મેં પૂછ્યું શું? તેમની ઉંમર પણ થોડી વધારે છે. તો કહે – મારી પત્ની રામાયણ સિરીયલ અમારી ભાષામાં ડબિંગ થઇ છે તો તે કલાકો સુધી રામાયણ સિરીયલ જોતી રહે છે, છોડવા માટે તૈયાર જ નથી. તો કહે કે તેના લીધે તેણે મારી સાથે આવવાની ના પાડી દીધી. તમે કલ્પના કરી શકો છો કેવી અસર છે આપણા લોકોની. જો આપણે આપણી આ તાકતને ના ઓળખી શકીએ તો હું સમજુ છું કે દોષ આપણે બીજા કોઈને નથી આપી શકીએ તેમ.
સાથીઓ, સિનેમાની એક મૂક તાકાત, શાંત શક્તિ એ પણ છે કે તે લોકોને જણાવ્યા વિના, એવું અનુભવ કરાવ્યા વિના કે અમે તમને આ શીખવાડી રહ્યા છીએ, કહી રહ્યા છીએ; એક નવો વિચાર, એક નવો થોટ જગાડવામાં તે પોતાની જાતે જ પ્રેરકબળની ભૂમિકા નિભાવે છે, વસ્તુ ચાલી પડે છે. અનેક એવી ફિલ્મો હોય છે જેમને જોઈને જ્યારે લોકો નીકળે છે તો પોતાની વિચારપ્રક્રિયાની માટે કેટલાક એવા નવા બીજો, કેટલાક વિચાર અંકુરો લઇને નીકળે છે.
હવે તમે જુઓ, હાલના દિવસોમાં શૌચાલય જેવો વિષય હોય, મહિલા સશક્તિકરણ જેવો વિષય હોય, ખેલકૂદ હોય, બાળકોની સમસ્યાઓ સાથે જોડાયેલ બાબત હોય, ગંભીર બીમારીઓ પ્રત્યે જાગૃતિ અંગેનો વિષય હોય કે પછી આપણા સૈનિકોના શૌર્ય- આજે એકથી ચઢે એવી એક શ્રેષ્ઠતમ ફિલ્મો આપ સૌના માધ્યમથી દેશ સુધી પહોંચી રહી છે. એક વિચાર પહોંચી રહ્યો છે, એક આંદોલન પહોંચી રહ્યું છે.
આ ફિલ્મોની સફળતાએ એ સાબિત કર્યું છે કે સામાજિક વિષયોને લઇને પણ જો વધુ સારા દ્રાષ્ટિકોણ સાથે ફિલ્મો બને તો બોક્સ ઓફીસ પર પણ સફળ બની શકે તેમ છે. અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન પણ આપી શકે છે.
સાથીઓ તમારી ફિલ્મો અને ફિલ્મના નિર્માણની પ્રક્રિયામાં જે રીતે દેશની વિવિધતાનું, દેશના વૈવિધ્યનું સન્માન થાય છે, તે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને મજબૂત કરે છે. અને હું માનું છું કે ફિલ્મ જગતના લોકોએ આ વિષયોને ક્યાંક ને ક્યાંક પ્રતિબિંબિત કરી કરીને જાગૃત પ્રયાસો કરવા જોઈએ.
આપણી હિન્દી ફિલ્મોમાં નેપાળી ભાષા અને નેપાળી કલાકારનો તો દરેકે લાભ લીધો છે મનોરંજન માટે, પરંતુ ભારતના દરેક રાજ્યની પોતાની એક વિશેષતા છે. એકાદ કલાકાર બે ચાર વાક્યો પણ ફિલ્મમાં કોઈ બીજી ભાષાના બોલે, દેશની એકતાનો સંદેશ લઇને જાય છે, તેને પોતાનાપણું લાગે છે. કોઈ નાગાલેંડનો વ્યક્તિ જોવા મળે અને નાગા ભાષામાં બોલે તો લાગે છે કે ભાઈ જે દેશની પાસે સો ભાષાઓ હોય, સાતસો ડાયલોગ્સ હોય, કેટલી સમૃદ્ધિ છે આપણી!
આપણે આને કેવી રીતે સમેટીએ, એકતાની તાકાતને કઈ રીતે પ્રગટ કરીએ. એક કલાકાર જો એક રાજ્યની એક કહેવત બોલે તો બીજો તરત જ તે જ કહેવતને પોતાની ભાષામાં બોલે, તોદેશની એકતાનું સૂત્ર પોતાની જાતે જ પ્રગટ થઇ જાય છે. આ તાકાત, આ સંવાદની તાકાત તેમાં સમાયેલી છે.
દેશમાં કેટલાય પ્રવાસન સ્થળો, હમણાં રાજવર્ધનજી જણાવી રહ્યા હતા, ફિલ્મોના કારણે ઓળખાય છે, અને આપણો પણ પ્રયત્ન રહેવો જોઈએ! આજે પણ જેમ કે દરેક જગ્યા પર જઈએ તો લોકો આપણને કહેશે કે અહિં આ ફિલ્મ બની હતી, અહિં પેલી ફિલ્મ બની હતી. તેને ખબર પણ નહીં હોય, તેનો જન્મ પણ નહીં થયો હોય પરંતુ તે કહેશે કે હા ફિલ્મ બની હતી અને દેવાનંદ સાહેબ અહિં આવ્યા હતા, ફલાણા આવ્યા હતા, તે કહેશે.
ભારતના જુદા-જુદા દ્રશ્યને એટલી સુંદર રીતે દેશના લોકોની સામે મૂકીને, અને હું માનું છું કે પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં ઘણી મોટી ભૂમિકા આપણી આ ઇન્ડસ્ટ્રી નિભાવી શકે તેમ છે, ઘણી મોટી ભૂમિકા. અને અત્યારના દિવસોમાં હિન્દુસ્તાનનો પ્રવાસન વિકાસ ખૂબ જ સારો છે પરંતુ તેમ છતાં પણ દુનિયાને તાજમહલથી વધારે કોઈ જાણકારી છે નહીં અને આ કુલ મીલાવને આપણો જે સ્વભાવ છે, આપણો દેશ બેકાર છે. આ જે આપણો મૂડ બનેલો છે ને તેનું જ પ્રતિબિંબ છે આ.
આપણી પાસે પણ દુનિયાને દેખાડવા માટે ઘણું બધું છે. આ જે આન-બાન-શાનથી આંખોમાં આંખો પરોવીને વાત કરવાનો જે મિજાજ જોઈએ તે લાવવામાં તમે ખૂબ મોટું યોગદાન આપી શકો તેમ છેઓ. અને હું માનું છું કે આપણે પ્રવાસનને પણ પ્રોત્સાહન અને પ્રવાસન એક એવું ક્ષેત્ર છે જે ગરીબમાં ગરીબને રોજગાર આપે છે, ચાવાળો પણ કમાય છે.
અને હું માનું છું કે હિન્દુસ્તાનના જુદા-જુદા ભાગોમાં, આ વાત સાચી છે થોડો ઘણો રાજવર્ધનજીએ ઉલ્લેખ કર્યો અને મને પણ કેટલાક લોકો છેલ્લા કેટલાક દિવસોમાં મળ્યા હતા તેમણે પણ કેટલીક વાતો કહી હતી કે ભાઈ અમે જુદી-જુદી જગ્યાઓ પર જઈએ છીએ તો અમારે પરવાનગી લેવા માટે મુસીબત થાય છે, ફલાણું થાય છે, બહુ આંટા મારવા પડે છે, અમારું સમયપત્રક ખોરવાઈ જાય છે. અમે બધું તૈયાર કરતા જઈએ અને એક મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી મળી જાય, અમારું બધું… એક સમસ્યા છે. મારી સામે વિષય આવ્યો, હું વધારે તો તમારા લોકોની દુનિયા વિષે જાણતો નહોતો પરંતુ જ્યારે કહેવામાં આવ્યું તો મારું પણ ધ્યાન ગયું. મેં મારા અધિકારીઓને કહ્યું કે ભાઈ આનું શું કરી શકાય તેમ છે? તેમને પૂછ્યું અને મેં તેમને કહ્યું કે કોઈ રસ્તો કાઢવો જોઈએ.
આજે જ્યારે હું તમારી વચ્ચે આવ્યો છું તો મને એ કહેતા ઘણી પ્રસન્નતા થઇ રહી છે કે દેશમાં જુદા-જુદા ભાગોમાં ફિલ્મના શુટિંગ સાથે જોડાયેલી મંજૂરીઓ માટે એક સિંગલ વિન્ડો ક્લિયરન્સની નવી વ્યવસ્થા બનાવવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે અને તેની માટે એક વિશેષ મંચ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં તમારે બધી જાણકારી આપવી પડશે, પછી એનએફડીસી સંબંધિત અધિકારી આ કામ માટે પસંદ કરવામાં આવશે, તે નિર્ધારિત સમયમાં આ પ્રક્રિયાને ત્યાંથી જ કરી કરીને તમને આપી દેશે, એટલે કે સરકાર પોતે આની ચિંતા કરી રહી છે અને મને લાગે છે કે સરકાર આ પ્રયાસ વડે આ તમારી એક ઘણી મોટી પરેશાની જે નવયુવાનોએ મારી સામે મૂકી હતી તો મને લાગે છે કે તેનો કોઈ ન કોઈ ઉપાય તો નીકળવો જોઈએ.
ભવિષ્યમાં તમને શુટિંગની પરવાનગી માટે હું નથી માનતો કે જુદી-જુદી જગ્યાઓ પર પચાસ લોકોને તમારે સલામ નહીં કરવી પડે અને ક્યારેક-ક્યારેક તો તે કહેતો હશે કે તમારા જે હીરો છે તેની સાથે હાથ મિલાવીને ફોટો પડાવડાવો, ત્યારે હું પરવાનગી આપીશ, એમ પણ થતું હશે. તમે નહીં કહેતા હોવ પરંતુ આવા બધા અનુભવો તમારી સામે આવતા હશે. અને તમને પણ લાગતું હશે કે આ સસ્તો રસ્તો જ છે, લઇ ચલો આને. એટલે કે વેપાર કરવાની સરળતાની સાથે જ ફિલ્મ બનાવવાની સરળતાની સુવિધા તમને મળે, તેની માટે સરકાર જાગૃત છે અને મારો ભરપુર પ્રયાસ રહેશે, તમે વિશ્વાસ રાખજો.
સાથીઓ, ભારતીય સિનેમાને વધુ સશક્ત કરવા માટે, દેશમાં હકારાત્મકતા માટે એક વ્યાપક વિમર્શ તૈયાર કરવા માટે સરકાર સંપૂર્ણ શક્તિ સાથે તમારી સાથે છે. મને કેટલાક સાથીઓએ કેટલાક સમય પહેલા જીએસટીને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. અહિયાં જ રાજભવનમાં મને મળ્યા હતા તો તેમને એ જ ચિંતા હતી કે સાહેબ અમે આટલી મહેનત કરી રહ્યા છીએ પરંતુ જોવાવાળા જ નહીં આવે તો શું કરીશું? અને કલાકાર જ્યારે એક કામ કરે છે તો બોક્સ ઓફીસ જોવાવાળો એક વર્ગ હશે, જેણે પૈસા નાખ્યા છે, પરંતુ બાકી જે રચનાત્મક પ્રકૃતિનું છે તે ભાઈ જનતાના દિલોમાં તેની વાત શું હશે, તેના મગજમાં તો એ જ રહેતું હોય છે ને. કેટલા લોકોએ જોયું, શું અનુભવ કર્યો કારણ કે રચનાત્મક વર્ગ જે છે તેને તો, તેને રૂપિયા પૈસાથી વધુ કઈ લેવા દેવા નથી હોતા.
જ્યારે આ વાત મારી પાસે આવી તો મેં જીએસટી કાઉન્સિલને એ વાત જણાવી, તેમને કહ્યું કે ભાઈ જુઓ, આ મારી પાસે વિષય છે. કારણ કે અમારા હાથમાં નથી તે જીએસટી કાઉન્સિલના હાથમાં છે પરંતુ દેશમાં એવું માનવામાં આવે છે કે બધું હું જ કરી રહ્યો છું. પરંતુ મારી તૈયારી છે એવું કોઈ તો જોઈએ, જેના ડબ્બામાં બધું નાખવામાં આવી શકે નહિતર સફાઈ કેવી રીતે થશે. અને મને ખુશી છે કે જીએસટી કાઉન્સિલે આ ચિંતાને દૂર કરી છે અને 100 રૂપિયાથી ઉપરની ટીકીટો પર લાગનારા જીએસટીને 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરી નાખવામાં આવ્યો છે.
સાથીઓ, એક વિષય મારી સામે આવ્યો છે અને તે છે પાઈરસીનો. હું સમજુ છું કે પાઈરસીને લઇને તમારા બધાની ચિંતા ખૂબ જ સ્વાભાવિક છે. પાઈરસી તમારા શ્રમ અને તમારા સામર્થ્યનું અપમાન છે અને તેને રોકવા માટે સરકાર સિનેમેટોગ્રાફ અધિનિયમ 1952માં પરિવર્તન કરવાની દિશામાં ઝડપથી પગલા ભરી રહી છે. આપણે જે સંશોધનની દિશામાં જઈ રહ્યા છીએ, તે સંશોધન પછી પાયરસીને માત્ર દંડનીય અપરાધ જ નહીં બનાવવામાં આવે પરંતુ તેના માટે કઠોર દંડની પણ જોગવાઈ કરવામાં આવશે.
સાથીઓ, વીતેલા સાડા ચાર વર્ષોમાં અમારી સરકારે આશરે 1400 જૂના કાયદાઓને ખતમ કર્યાછે અને તમને નવાઈ લાગશે જ્યારે હું 2013-14માં ચૂંટણી પ્રચાર કરી રહ્યો હતો, જ્યારે મારી પાર્ટીએ જણાવી દીધું હતું કે મને પ્રધાનમંત્રી પદનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હતો – સામાન્ય રીતે સરકારોની ઓળખ શું હોય છે, દરેક સરકાર એ વાતને લઇને બજારમાં જતી હોય છે લોકોની પાસે કે અમે આ કાયદાઓ બનાવ્યા, તે કાયદાઓ બનાવ્યા, શું થયું તે પછીની વાત છે. તે તમે પણ જાણો છો, હું પણ જાણું છું, પરંતુ અમે આ બનાવ્યું. ત્યારે મેં કહ્યું હતું કે સરકાર બનાવનારી સરકારોને જોઈ છે, હું એક એવી સરકાર લઇને આવવા માંગું છું કે જે કાયદાઓને ખતમ કરે અને મેં એમ કહ્યું હતું કે હું દરરોજ એક કાયદો ખતમ કરીશ; એવું મેં કહ્યું હતું. અને તમને કદાચ, તમારા સુધી એ વાત પહોંચી નહીં હોય કારણ કે એવી ઘણી સારી વાતો હોય છે જે દેશમાં, તેનું મહત્વ નથી હોતું. અત્યાર સુધીમાં 1400 કાયદાઓ ખતમ કરી દેવામાં આવ્યા છે જી. ચાર સાડા ચાર વર્ષના કાર્યકાળમાં 1400 કાયદાઓ ખતમ કરવામાં આવ્યા છે જેથી પ્રક્રિયાઓ સરળ બને. સરકારની સાથે નાગરિકને રોજબરોજની માથાકૂટ કરવી પડે, એ મારી સમજમાં નથી આવી રહ્યું ના મારા મગજમાં.
આજે જ્યારે હું તમારી પાસે આવ્યો છું તો હું તમારી પાસેથી કઈક મદદ માંગવા માંગું છું અને મને વિશ્વાસ છે કે તમારામાંથી જે આ સંપૂર્ણ ક્ષેત્રની ચિંતા કરે છે- જુઓ હવે ટેકનોલોજી બદલાઈ ચૂકી છે, આજે તમે મોબાઈલ ફોન પર દુનિયાનો કોઈપણ રેડિયો સાંભળી શકો છો પરંતુ તેમ છતાં પણ સરકારનો કાયદો છે કે રેડિયોની માટે લાયસન્સ લેવું પડશે, હવે મિસમેચ છે.
જો કે મેં કાઢી નાખ્યો પરંતુ હુંએ કહેવા માંગું છું કે આજે ટેકનોલોજી એટલી બદલાઈ ચૂકી છે અને કાયદાઓ આપણા 1952ના છે. શું ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો આ વિષય પર ધ્યાનથી વિચારે કે ભાઈ આ કયા કાયદાઓ છે કે જે આજના યુગમાં સંપૂર્ણપણે અસંગત છે, બેકાર છે, પરંતુ તે લટકેલા પડ્યા છે, કોઈ ઉપયોગમાં નથી. તમે તમારા નિષ્ણાંતો સાથે વાત કરીને, એક-એક શબ્દ વાંચીને જો કોઈ વિસ્તૃત નોટ બનાવીને મને આપે છે તો મારો પ્રયત્ન હોય છે કે હું બીજા પણ કેટલાક અન્ય કાયદાઓને ખતમ કરું જે તમારા માટે અડચણ બનીને પડેલા છે અને બદલાયેલા યુગને અનુકૂળ નથી.
તો હું ઈચ્છીશ કે તમારામાંથી કોઈ પહેલ કરે કારણ કે દેશ માટે એક રીતે અને મારો એ પ્રયાસ છે કે તમને સરકારના એક બીજા નિર્ણયના વિષયમાં પણ જણાવવા માંગું છું. એનિમેશન, હમણાં થોડું ઘણું આપણા રાજવર્ધનજીએ તેમણે કર્યું હતું, એનિમેશન અને વિઝ્યુઅલ ઈફેક્ટમાં આપણા યુવાનોની પ્રતિભાનું સન્માન સમગ્ર દુનિયા કરી રહી છે.
જુઓ દુનિયામાં મેક ઇન ઇન્ડિયાનું એક મહત્વ છે, એ જ રીતે ડિઝાઈન ઇન ઇન્ડિયા, તેનું પણ એક મહત્વ છે. આપણી પાસે જે રચનાત્મક પ્રતિભા છે તે દુનિયાને ઘણું બધું આપી શકે છે. પરંતુ તેની માટે સશક્ત કરવા માટે એક સરકારે નેશનલ સેન્ટર ફોર એક્સિલેંસ ફોર એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટસ, ગેમિંગ એન્ડ કોમિક્સ, તેની પણ સ્થાપના કરવાની દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. અને આમ તો હું ફરીથી ઈચ્છીશ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે મળીને ભવિષ્યમાં અને આ વિચાર હું આગ્રહ કરીને તમારી સામે રાખવા માંગું છું, શું સમયની માંગ નથી કે દુનિયામાં હિન્દુસ્તાનની ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે જે આટલું મોટું રચનાત્મક વિશ્વ છે આખું, વિશ્વની સરખામણીએ ઘણી મોટી તાકાત છે આપણી, પરંતુ માનવ સંસાધન વિકાસની દિશામાં કામ કરતા કરતા શીખી જઈએ. ઘરમાં પહેલા કોઈ ગાડી સાફ કરવા માટે રાખીએ છીએ, પછીથી તે ડ્રાઈવર બની જાય છે, હવે તેમાં કેટલા વર્ષો લાગી જાય છે.
આજે દેશમાં મને લાગે છે કે જરૂરિયાત છે એક સંવાદાત્મક અને મનોરંજન, તેની માટે એક જુદી યુનિર્વિસટી છે. જો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો આ વિષયને લઇને આગળ આવે છે તો બીજી એક ફૂલ ફ્લેજ્ડ યુનિવર્સિટી હોય આજ કામ માટે, જેમાં ટેકનોલોજી હોય, જેમાં રચનાત્મકતાની સંભાવના હોય, જેમાં દુનિયામાં ચાલતા પ્રભાવ કે દુનિયામાં આપણે કેવી રીતે, તેમાં ફાયનાન્સ પણ એક વિષય હોય, જો આ પ્રકારના કોઈ પ્રસ્તાવ લઇને, અને હું ઈચ્છીશ કે આ બધું સરકાર કરે તો ખબર છે સાહેબ સરકાર શું કરશે. પછી પ્રધાનમંત્રીનો મેસેજ આવશે કે મારી ફિલ્મ બનાવો, તો મારે તે નથી કરવું. દેશના સામાન્ય માનવીની માટે જે કામમાં આવે, એવી કંઈક વ્યવસ્થાઓ આપણે વિકસિત કરીએ, જો તમે એ પ્રકારની વાત આપશો, સરકાર સંપૂર્ણ રીતે સહયોગ આપશે, પૂરો સહયોગ આપશે.
સાથીઓ, તમારી સાથે આવી જ એક ચર્ચા દરમિયાન એક મહત્વપૂર્ણ સૂચન કેટલાક મિત્રો તરફથી આવ્યું હતું અને મને તે સૂચન સારું લાગ્યું. અને હું ઇચ્છુ છું કે આપણે આપણી જાતને મુમ્બૈયા દુનિયાની બહાર લાવવાની છે જી, એ ખૂબ જરૂરી છે. અને આ સૂચન મારી પાસે એ આવ્યું હતું કે જે રીતે ડેવોસમાં વિશ્વ આર્થિક સમિટ થાય છે, શું તે જ રીતે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ એક આંતરરાષ્ટ્રીય સમિટ શું આપણે દેશમાં દર વખતે બે વર્ષમાં એક વાર કરી શકીએ છીએ ખરા સતત? તમારા લોકોના અત્યારે જે ફેસ્ટિવલ થાય છે, તેનો મુખ્ય આધાર રચનાત્મકતા હોય છે, વ્યવસાયને મુખ્ય આધાર બનાવીને, નવા બજારને મુખ્ય આધાર બનાવીને, વૈશ્વિક ફિલ્મ સમિટ થાય, ટેકનોલોજીના ક્ષેત્રમાં જુદા-જુદા સેમીનાર હોય, ફાયનાન્સ આ દુનિયામાં કયા પ્રકારે નવી રીતભાતો હોઈ શકે છે, તેની ચર્ચા એટલે કે પોતાનામાં જ તે માત્ર આપણા કલાકાર સુધી સીમિત નહીં, એક સમગ્ર – જેની અંદર લાખો લોકોની રોજી રોટી જોડાયેલી છે, તેનું વૈશ્વિક એક્સપોઝર હોય, દુનિયાને આપણી ઇન્ડસ્ટ્રીમાંથી એક્સપોઝર મળે.
ડેવોસ જેવી સમિટ, તો મેં એ સમયે કહ્યું હતું કે શરૂઆત આપણે એવી રીતે કરીએ કે પહેલા એક બે વર્ષ ભારતની જ જે જુદા જુદા પ્રકારની ફિલ્મ વ્યવસ્થાઓ છે, જુદી-જુદી ભાષાઓમાં છે, તેમની એક સમિટથી શરૂઆત કરીએ અને પછી આપણે તેને વૈશ્વિક સમિટ બનાવીએ અને ડેવોસ કરતા ઉતરતી જરા પણ નહીં. હું – કેટલાક લોકોનું સોફ્ટવેર હોય છે ને, એ જ રીતે મારું પણ સોફ્ટવેર એવું છે જ્યારથી જન્મ્યો છું ત્યારથી મારા મગજમાં નાનું બેસતું જ નથી અને એટલા માટે એક વૈશ્વિક તાકાતના રૂપમાં ઉભરવાની આ એક રીત છે. દુનિયાની સામે આપણા લોકો આવીને ઉભા રહેશે, વાતો કરશે, ચર્ચાઓ થશે; વિશ્વને સમજવું પડશે – હા આ જે 50-60-100 વર્ષની યાત્રા છે, બેકાર નથી ગઈ, ઘણું મોટું કામ દેશનું થઇ શકે છે.
સાથીઓ, અવારનવાર જ્યારે ફિલ્મ જગતની વાત આવે છે તો તેનું એક જ પાસું ધ્યાનમાં આવે છે – ગ્લેમર, ચમકદમક, ઝાકમઝોળ – આ જ તેની આસપાસ, પરંતુ હું માનું છું કે ફિલ્મ જગતમાં ગ્લેમર અને ઝાકમઝોળથી પણ આગળ એક ખૂબ મોટી દુનિયા છે, આશા છે, અપેક્ષા છે, દર્દ છે, પીડા છે, ઘણું બધું છે જી. આજે જ્યારે હું સંગ્રહાલય જોઈ રહ્યો હતો, કેટલી તકલીફો વેઠીને તે જમાનામાં ફિલ્મો બની હશે – અમને તો તે વિષયનું કોઈ જ્ઞાન નહોતું, જોયા પછી મને ખબર પડી કે ભાઈ આમ આમ કામ થતું હતું, એટલી મહેનત લાગતી હતી, એટલા કલાકો સુધી ઉભા-ઉભા કામ કરવું પડતું હતું. દુનિયાને તો માત્ર કલાકાર દેખાય છે, બાકી વસ્તુઓ ખબર નથી હોતી. હું સમજુ છું કે સમયની માંગ છે અને હું માનું છું કે આ જે આપણા દેશમાં બધું હરી ફરીને રાજકીય નેતાઓની આસપાસ આવી જાય છે ને, તેણે દેશનું ઘણું બધું નુકસાન કર્યું છે જી. જરૂરિયાતથી વધારે તેમને જગ્યા મળી ગઈ છે, તેમને જેટલી મળવી જોઈતી હતી, તેટલી મળે, તેનાથી મને કોઈ વિરોધ નથી પરંતુ રસ્તો બનશે તો તેમના નામ પર, ચાર રસ્તા બનશે તો તેમના નામ પર અને ઈમારત બનશે તો તેમના નામ પર; આ જ બધું ચાલે છે જી.
હું માનું છું તમારી ઇન્ડસ્ટ્રીમાં પણ એવા લોકો છે ભલે ટેકનિકલ સાઈડ પર હોય, રચનાત્મક સાઈડ પર હોય, કલાના ક્ષેત્રમાં હોય, પ્રદર્શન કરનારા લોકો હોય; તમે તમારામાં જ એક સંસ્થાન છો અને તમે તમારા જીવનને આ સ્થિતિમાં રાખવા માટે- કલાકાર હશે, આપણને સારું લાગે છે જ્યારે જોઈએ છીએ જીતેન્દ્રજીને કે ખૂબ શરીર સાચવ્યું છે પરંતુ સાચવવા માટે કેટલી મહેનત કરી હશે, ત્યારે કર્યું હશે ભાઈ, પરંતુ તે સામાન્ય માનવીને ખબર નથી પડતી.
હું સમજુ છું કે શું જે સંઘર્ષ કરીને પોતાની જિંદગીને આગળ વધારી છે, તમે સંકોચ ના કરશો, તમે તમારા સાથીઓની સાથે આ ચીજવસ્તુઓને શેર કરતા, આજે જ્યારે સોશિયલ મીડિયા આટલું સમૃદ્ધ છે; જણાવો, તમારી જિંદગી કઈ રીતે શરુ થઇ, કેટલી મુશ્કેલીઓથી થઇ, કેટલો સંઘર્ષ કર્યો તમે, કેવી મુસીબતોથી દિવસો કાઢ્યા, કેટલા કલાક કામ કરતા હતા. ક્યારેક હિમાલયની બર્ફીલી જગ્યાઓ પર જવાનું અને શુટિંગ કરવાનું છે, શરીર મદદ નથી કરી રહ્યું પરંતુ કરવું પડી રહ્યું છે, હસવાનું છે તો હસવું પડે છે; આ બધી વસ્તુઓ.
નહિતર શું થાય છે, આપણી નવી પેઢી ગુમરાહ થઇ રહી છે, તેને એક ઝાકમઝોળ દેખાય છે, તેની પાછળ જે તપસ્યા છે, જે પરિશ્રમ છે, ત્યાગ છે, બલિદાન છે; તે બધું ખબર નથી પડતી. હું ઈચ્છીશ – હું ઈચ્છીશ કે તમે કંઈ ને કંઈ વાતો એવી, સતત, હવે સોશિયલ મીડિયાની સમૃદ્ધિ છે, ત્યાં સુધી પહોંચશે. તેમને ખબર પડશે કે ભાઈ એક વ્યક્તિએ પોતાના જીવનને એમ જ નથી પહોંચાડ્યું અને તે તેને પણ જિંદગીમાં કઈક કરવાની પ્રેરણા બની રહેશે.
તમે તમારી જાતને ઓછી ન આંકશો. આજે એક ઘણો મોટો વર્ગ છે જે તમારાથી પ્રભાવિત છે પરંતુ તે તમારાથી પ્રેરિત પણ થઇ શકે છે જો તમારા જીવનની વાસ્તવિકતાઓથી તે પરિચિત થઇ જશે. અને તમારામાંથી કોઇપણ એવું નહીં હોય જેને મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર નહીં થવું પડ્યું હોય; અને તે જ છે જે દુનિયાને તાકાત આપે છે.
અને એટલા માટે હું આજે તમને એ પણ કહેવા માંગું છું કે આજે જ્યારે આ આપણા દેશની યુવા પેઢી તમારા તરફ જુએ છે તો તેને પણ એ ખબર હોવી જોઈએ કે આ બધી જ ચીજવસ્તુઓ એમ જ નથી આવી ગઈ. જન્મથી મને સારો ચહેરો મળી ગયો એટલા માટે હું અહિં નથી પહોંચ્યો ભાઈ, મારે પણ ઘણી મહેનત કરવી પડે છે. આ બધી વસ્તુઓ નવા લોકોની સામે કઈ રીતે, અને મારું માનવું છે કે જીવન નિર્માણ અને ચરિત્ર નિર્માણમાં આ પ્રકારના સંવાદો વડે યુવાનોને ઘણો લાભ મળશે. હું આશા રાખું છું કે તમે આની સાથે જોડાવ, પોતાના અનુભવોને યુવાનો સાથે જરૂરથી વહેંચો.
એ જ રીતે મારો એ પણ આગ્રહ રહેશે કે જે રીતે આ સંગ્રહાલય બન્યું છે તે જ રીતે જુદા-જુદા કાળખંડો, સમયગાળામાં ભારતીય સિનેમાની તાકાત શું રહી છે, તેના પર પણ કામ કરવામાં આવે, તેને પણ સંગ્રહિત કરવામાં આવે. જે રીતે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પહેલા 25 વર્ષ કેવા રહ્યા હશે? ત્યારે ફિલ્મ બનાવવામાં કેવા પ્રકારનો સંઘર્ષ રહેતો હતો? હવે તેમાં શું બદલાવ આવ્યો છે? આ બધું લઇને એક વિભાગ તેનો બનાવી શકાય તેમ છે. તો લોકોને આ પ્રકારના ઇતિહાસની સાથે જીવવાનો અવસર મળી શકે છે.
હવે આજે જ્યારે 21મી સદીમાં ફિલ્મો બનાવવાની પદ્ધતિ, ટેકનોલોજી, બધું જ બદલી નાખ્યું છે તો તે જૂની વાતોના વિષયમાં જાણકારી એકઠી કરીને રાખવી એ પણ ખૂબ જરૂરી છે. એ જ રીતે તે વિષયમાં પણ વિચારની જરૂર છે કે આપણે એવું તો શું કરીએ જેનાથી આવનારી પેઢીમાં વિજ્ઞાન, ઇનોવેશન; તેના પ્રત્યે તેમની રૂચી વધે. તમે જોયું હશે, દુનિયામાં વિજ્ઞાનને પાયો બનાવીને ફિલ્મોનો એક સિલસિલો ચાલ્યો છે. ભારતમાં તેના પર ઘણું બધું કરવાનું જરૂર છે. આપણી યુવા પેઢીને, નાના બાળકો માટે તે એક ઘણી મોટી પ્રેરણાનું કારણ બની શકે તેમ છે. વૈજ્ઞાનિક માનસિકતા તૈયાર કરવા માટે આ વસ્તુઓની ઘણી મોટી ભૂમિકા હોય છે. તમે લોકો બાયોપિક તો બનાવો જ છો, જુદા-જુદા ક્ષેત્રોમાં લોકોને તે પ્રોત્સાહિત કરે છે પરંતુ મને લાગે છે કે વિજ્ઞાન, નવાચાર, પર્યાવરણ, તે એવા વિષયો છે જેમાં આપણે ઘણું બધું કરી શકીએ તેમ છીએ.
સાથીઓ, તમે જોયું હશે કે અમારી સરકારે એક પરિવર્તન કર્યું છે, પદ્મ પુરસ્કારોને લઇને. વીતેલા ચાર વર્ષોમાં અમે શોધી શોધીને દેશના એવા અનસંગ હીરો શોધી કાઢ્યા છે જે નિઃસ્વાર્થ ભાવે કોઇપણ ઓળખ વિના માનવતાની સેવામાં લાગેલા હતા. તે રાજ્યના પણ કોઈ છાપાએ તેમના માટે બે લાઈનો નહોતી લખી. અમે શોધ્યા, આખા દેશમાંથી શોધ્યા અને હું સતત એ કામ કરતો રહેતો હોઉં છું, અને આવા લોકોને અમે પદ્મ શ્રી આપ્યા છે; અજાયબી છે જી. કોઈ પર્યાવરણ સાથે જોડાયેલું કામ કરી રહ્યું હતું તો કોઈ ગરીબોને મફત ઈલાજ કરાવી રહ્યું હતું, કોઈ શાળા ચલાવી રહ્યું હતું એટલે કે પોતાની જિંદગીમાં જે કઈ પણ નાનું અમથું કમાયું છે, તેની માટે તે ખપાવી દેતો હતો. એવા લોકો છે આપણા દેશમાં અને હું એવા લોકોને ખૂબ મહાન માનું છું જી. તેમને જેટલું સન્માન આપીએ, તેટલું ઓછું છે. પરંતુ શું આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ધ્યાન તેમના તરફ ગયું છે ખરું? તમે જુઓ, કોઈની જિંદગીમાં નજર કરો, જ્યારે તમે બાયોપિક બનાવી રહ્યા હતા, તેમાં પણ આવા કેસ સ્ટડી મળશે જી, તમે કલ્પના નથી કરી શકતા, એવા એવા લોકો આપણા દેશમાં કામ કરી રહ્યા છીએ અને આ ઘણી મોટી પ્રેરણા બની શકે છે.
તમારા વાર્તાઓ માટે, તમારા સિનેમા માટે દૂર-સુદૂર જંગલમાં રહેલો એક માણસ પણ દેશની માટે કારણ બની શકે છે જી. જો દશરથ માંઝી જેવી કથાઓ આટલી શક્તિ ધરાવતી હોય છે જી, કેટલી શક્તિ ધરાવે છે.
સાથીઓ, એક વાત છે જેના પર આપણું ધ્યાન જવું જોઈએ, 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, આપણે ખબર નહીં ઇતિહાસથી જગૃત સોસાયટીના રૂપમાં આપણે થોડા પાછળ છીએ પરંતુ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ તરફ જેણે જોયું હશે – આપણા દેશના આદિવાસીઓએ જે પ્રકારનો જંગ કર્યો હતો, અંગ્રેજ સલ્તનતના વિરુદ્ધમાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ એક રીતે આ દેશના આદિવાસીઓએ કર્યું હતું અને દરેક આદિવાસી વિસ્તારમાં તેની કથાઓ રહેલી છે. એક સાથે 100-100, 200-200 લોકોને ફાંસીના માંચડે ચઢાવી દેવામાં આવ્યા હતા અને આજે પણ આ રેકોર્ડ ઉપલબ્ધ છે. પરંતુ દેશની માટે ત્યાગ, બલિદાન કરનારા આ મહાનુભવોની કથાઓ, જલિયાવાલા બાગ અમને ધ્યાનમાં છે પરંતુ દરેક જગ્યા ઉપર આવી કથાઓ પડેલી છે.
એક મિશન વડે સરકાર એક કામ કરી રહી છે હાલના દિવસોમાં. મેં નક્કી કર્યું છે કે જે રાજ્યોમાં આ પ્રકારના આદિવાસી સમાજની ઘટનાઓ છે, તેમનો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાનને શોધીને એક સંગ્રહાલય બનાવવું. જુદા જુદા રાજ્યોમાં આ પ્રકારના સંગ્રહાલય બનાવવાનુંકામ ચાલી રહ્યું છે. તે જૂની ઘટનાઓને શોધવામાં આવી રહી છે. તમારી પાસે રચનાત્મક પ્રતિભા છે, શું દેશના આટલા મોટા ત્યાગ, બલિદાન, સેવા કરનારા લોકો, લડાઈ કરનારા લોકો- સરકાર જે સંગ્રહાલય બનાવી રહી છે, તેમાં તમે કઈક યોગદાન આપી શકો છો શું તમારી પ્રતિભાનું? માની લો કે વર્ચ્યુઅલ સંગ્રહાલય બનાવવાનું છે, તમારી પાસે માની લો કે મહારથ છે, સંશોધન કરવામાં, બાકી વસ્તુઓમાં સરકાર તમને મદદ કરશે. અને મને લાગે છે કે આપણે તેને કરી શકીએ છીએ એનિમેશન ફિલ્મના માધ્યમથી અથવા કોઈ વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશનના માધ્યમથી. આપણે આપણી નવી પેઢીને તેની માટે ઘણું બધું આપી શકીએ છીએ. અને દેશમાં આ જે નક્સલના નામ પર જે દુનિયા ચલાવનારા લોકો છે, આપણે જો તેનાથી મોટી વસ્તુ કહીશું, દેશની માટે તમારા પૂર્વજોએ આ આપ્યું છે તો હું નથી માનતો કે આજે આપણા જ દેશમાં શાળાઓને ઉડાવી દેવાના જે પરાક્રમ કરનારા લોકો છે તેઓ સાચા રસ્તા પર નહીં આવે, એવું નથી– આવશે. તેઓ પણ સાચા રસ્તા પર આવશે.
અને એ જ રીતે એક બીજી વાત છે હું ઈચ્છીશ કે જે થિએટરની દુનિયા છે, તમારામાંથી ઘણા લોકો છે જેમની જિંદગીનો પૂર્વાશ્રમ ક્યાંક ને ક્યાંક થિએટર રહ્યું છે. જુઓ, થિએટર ભારતની સશક્ત પરંપરા રહી છે. શકુંતલાથી લઈને આજ સુધી આપણે ત્યાં શસ્ત્રોમાં તેનું ઘણું મોટું સ્થાન રહ્યું છે. હવે દુનિયાને જણાવવા માટે ઘણું બધું આપણી પાસે પડ્યું છે. અને હું નથી માનતો કે આપણે થિએટર અને ફિલ્મને અલગ કરવા જોઈએ, તેને સંકલિત કરીને તેનો ઇતિહાસ પણ, તે વાતોને પણ દેશ અને દુનિયામાં લાવવાનું કામ આપણે કરી શકીએ છીએ, તો આ કલા જગતની ઘણી મોટી સેવા થશે, આવનારી પેઢીને પણ લાભ મળશે. અને આપણા દેશમાં જુદા જુદા સ્વરૂપમાં, જુદી જુદી ભાષાઓમાં તેના ઘણા સ્વરૂપ જોવા મળે છે. અને હું સમજુ છું કે થિએટર અને ફિલ્મોને ઘણા જુદા કરીને ન જોવા જોઈએ.
નવી ટેકનોલોજીના માધ્યમથી જો આ દિશામાં તમે કંઈક કરી શકો છો તો થિએટરને પણ એક નવી તાકાત મળશે અને નવી પ્રતિભાની માટે નવો અવસર મળશે.
સાથીઓ, લોકતંત્રમાં કોઇપણ સરકાર જો એવું વિચારે કે બધા જ કામ તે એકલા જ કરી શકે છે તો હું સમજુ છું કે તે સરકાર તમને પણ મુર્ખ બનાવી રહી છે અને તે પણ ખોટું કરી રહી છે. સરકારને સૌના વિકાસ માટે સૌનો સાથ પણ જોઈએ.
જન ભાગીદારી વધારવામાં, દેશના પ્રત્યે પોતાના કર્તવ્યોની યાદ અપાવવામાં, દેશને જાગૃત કરવામાં ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના યોગદાનની હું પ્રશંસા કરું છું, હું આ યોગદાનને નમન કરું છું અને જે દેશની ઘણી મોટી સેવા કરી છે તેનું આજે આપ સૌની વચ્ચે આવીને ગૌરવગાન કરવું એ મારી માટે પણ એક ધન્ય ક્ષણ છે. આ કાર્ય માટે મને આવવાનો અવસર મળ્યો, આપ સૌને મળવાનો અવસર મળ્યો.
તમે તે લોકો છો જેમને સલાહ આપવાનો કોઈને હક નથી કારણકે સલાહ પણ તો સ્વતંત્રતાની વિરુદ્ધમાં છે, એવું માનવામાં આવે છે. પરંતુ તેમ છતાં પણ મેં કદાચ થોડું વધારે તમને કહી દીધું હોય તો ક્ષમા કરજો. પરંતુ આવો, આપણે સૌ સાથે મળીને દેશ માટે અને આ દેશને દુનિયા માટે કંઈક કરવા માટે તૈયાર કરીએ, તાકાત સાથે આગળ વધીએ. આ ક્ષેત્ર, હું સામાન્ય નથી માનતો, ભારતની આ અસામાન્ય પૂંજી છે, 100 વર્ષની તમારી તપસ્યાનું પરિણામ છે. દુનિયાનો પણ તમારા પર હક છે, આપણી પણ જવાબદારી છે કે દુનિયાને આનાથી પરિચિત કરાવીએ, દુનિયાને પ્રભાવિત કરીએ અને દુનિયાને પ્રેરિત કરીને આપણે ભારતનો ઝંડો ફરકાવવા માટે આગળ આવીએ.
આ જ એક અપેક્ષા સાથે ખૂબ-ખૂબ આભાર!
NP/J.Khunt/GP/RP
नेशनल फिल्म म्यूजियम में एंटरटेनमेंट इंडस्ट्री के गौरवशाली इतिहास के बारे में विस्तार से जानकारी मिलेगी।
— PMO India (@PMOIndia) January 19, 2019
प्रसिद्ध फिल्मी हस्तियों के बारे और उनके संघर्षों के स्वर्णिम किस्से-कहानियों की झलक मिलेगी।
हमारी युवा पीढ़ी को काफी कुछ देखने, सीखने और समझने का अवसर मिलेगा: PM
वास्तव में फिल्म और समाज – दोनों एक दूसरे के रिफ्लेक्शन्स होते हैं।
— PMO India (@PMOIndia) January 19, 2019
समाज में क्या हो रहा है वो फिल्मों में देखने को मिलता है और जो फिल्मों में हो रहा है, वो समाज में भी आपको दिखता है।
कला जगत आने वाले कल को परख लेता है: PM
हमने भारत की गरीबी पर तो बहुत फिल्में देखी है, भारत की बेबसी पर भी फिल्में देखी हैं।
— PMO India (@PMOIndia) January 19, 2019
मेरा मानना है कि ये एक बदलते समाज की निशानी है कि अब प्रॉब्लम्स के साथ-साथ सॉल्यूशंस पर भी फिल्में देखने को मिलती हैं।
साफ है, आज समाज के साथ फिल्मों में भी ये बदलाव दिख रहा है: PM
समस्याएं है तो अब उसका सॉल्यूशन भी है।
— PMO India (@PMOIndia) January 19, 2019
अड़चन है तो उसे दूर करने का जुनून भी है।
भारत बदल रहा है, अपना हल खुद ढूंढ़ रहा है।
हम बदल सकते हैं, ये आत्मबल दिख रहा है: PM
यही वो कॉन्फिडेंस है, जिसकी वजह से अब समाज को झकझोरने वाले विषयों को उठाने में झिझक नहीं होती।
— PMO India (@PMOIndia) January 19, 2019
हम परेशानियों से घबराते नहीं, उन्हें छिपाते नहीं, बल्कि सामने लाकर उसे दूर करने का प्रयत्न करते हैं: PM
बात चाहे फन पैदा करने की हो या फैन बनाने की, हम यहां भी अपना असर डाल सकते हैं।
— PMO India (@PMOIndia) January 19, 2019
मैं फिल्म जगत को इस उपलब्धि के लिए अपनी शुभकामनाएं देना चाहता हूं कि आज हमारा युवा बैटमैन का फैन है, तो साथ में बाहुबली का भी फैन है।
हमारे किरदारों की भी अब ग्लोबल अपील है: PM
भारत के सॉफ्ट पावर की शक्ति में हमारी फिल्मों की बड़ी भूमिका है। दुनिया को भी वह अपनी ओर आकर्षित करती रही हैं।
— PMO India (@PMOIndia) January 19, 2019
हमारी फिल्में बॉक्स ऑफिस पर तो धूम मचाती ही हैं, साथ ही पूरे विश्व में भारत की साख बढ़ाने, भारत का ब्रैंड बनाने में भी बड़ा रोल प्ले करती हैं: PM