Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

24 ઓક્ટોબર 2016ના રોજ વારાણસી ખાતે યોજાયેલા ઊર્જા ગંગા પ્રોજેક્ટના શિલાન્યાસ, પીએનજી પાઇપલાઇન અને વારાણસી – અલ્હાબાદના રેલવે ટ્રેકને ડબલ કરવાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન

24 ઓક્ટોબર 2016ના રોજ વારાણસી ખાતે યોજાયેલા ઊર્જા ગંગા પ્રોજેક્ટના શિલાન્યાસ, પીએનજી પાઇપલાઇન અને વારાણસી – અલ્હાબાદના રેલવે ટ્રેકને ડબલ કરવાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન


હું સૌથી પહેલા તો કાશીવાસીઓનો આભાર વ્યક્ત કરવા માગું છું, તેમનો ધન્યવાદ કરવા માગું છું. જ્યારે મેં ટીવી પર જોયું , અખબારોમાં વાંચ્યું, અહીંના કેટલાક સ્થાનિક નાગરિકોએ મને ફોન કરીને જણાવ્યું કે અમે કાશીના લોકોએ નાની દિવાળી મનાવી લીધી છે. 29મી સપ્ટેમ્બરે જ્યારે દેશની સેનાએ પરાક્રમ કર્યું તો સમગ્ર કાશી ઝૂમી ઉઠ્યું હતું. કાશીવાસીઓએ દેશના સુરક્ષા બળોનું જે ગૌરવ ગાન કર્યું , માતા ગંગાની આરતીને જે પ્રકારે સમર્પિત કરી, અહીંના સાંસદ હોવાના નાતે તમારા દ્વારા આટલું સન્માન થાય, ગૌરવ થાય તો મારી ખુશીઓની કોઈ સીમા રહેતી નથી.

આ તમે જે નાની દિવાળી મનાવી હતી તેના માટે હું તમારો હ્દય પૂર્વક આભાર વ્યક્ત કરું છું. ઘણા વર્ષો બાદ સવા સો કરોડ દેશવાસી સેનાના જવાનોને અહેસાસ કરાવવામાં સફળ થયા છે કે તમે એકલા નથી, સવા સો કરોડનો દેશ તમારી પાછળ ઊભો છે. હવે આપણે મોટી દિવાળી મનાવવા જઇ રહ્યા છીએ. આપણે તો આપણા પરિવાર સાથે દિવાળી મનાવીશું, પોતાનાઓની વચ્ચે ખુશીઓ વહેંચીશું , દીવા પ્રગટાવીશું , અંધારું હટાવીશું, રોશની લાવીશું, બધું જ કરીશું, પરંતુ એ ત્યારે જ સંભવ થાય છે કે જ્યારે કોઇ માતાનો લાલ સીમા પર તહેનાત થઇને આપણા લોકોના સુખ ચેન માટે પોતાને ખપાવી દે છે.

આ નાની દિવાળી મનાવીને દેશને તમને દિશા આપી. હું કાશીવાસીઓને, ઉત્તર પ્રદેશના નાગરિકોને, હિન્દુસ્તાનભરના નાગરિકોને, કાશીની ધરતીથી આહવાન કરું છું કે આ દિવાળીમાં આપણે પોતાનાને જે પ્રકારે શુભકામના પાઠવીએ છીએ, તેવી જ રીતે આપણે સેનાના પોતાના જવાનોને, આપણા સુરક્ષા બળોને, દિવાળીનો સંદેશ મોકલીને તેમના પ્રત્યે પોતાના લગાવનો અહેસાસ કરાવીશું. ભલે તે ભૂમિ સેના હોય, જલ સેનામાં હોય, વાયુ સેનામાં હોય, કોસ્ટ ગાર્ડમાં હોય, ઇન્ડો – તિબેટિયન ફોર્સમાં હોય, આસામ રાઇફલ્સમાં હોય, બીએસએફમાં હોય, સીઆરપીએફમાં હોય, – દરેક કોઇ , સવા સો કરોડ દેશવાસીઓની સુરક્ષા માટે તહેનાત છે. આ દિવાળીમાં આપણા સહુ તરફથી તેમને એક સંદેશ જવો જોઇએ.

મોકલશો ? કેવી રીતે મોકલશો ?

તમે તમારા મોબાઇલથી 1922 નંબર પર મિસ્ડ કોલ કરજો. ત્યાં તમને એક સંદેશ આવશે. તે સંદેશથી તમે નરેન્દ્ર મોદી એપ પોતાના ફોન પર ડાઉનલોડ કરી શકો છો. તેમાં સેનાના જવાનોને સંદેશ મોકલવા માટે એક જગ્યા છે, તેનાથી તમે સંદેશ મોકલશો. દેશના સુરક્ષા બળોને તમારો સંદેશ મળશે.

દેશના સુરક્ષા બળોને દરેક પળે લાગવું જોઇએ કે અમારી જવાની અમે દેશ માટે લગાવી રહ્યા છીએ તો દેશવાસીઓને અમારી પર કેટલો ગર્વ છે, કેટલું અભિમાન છે. તેમને આ પ્રતિપળ અનુભવ થવો જોઇએ. ફક્ત બોમ્બ, બંદૂક અને ગોળીઓની અવાજ દરમિયાન હોય તે પૂરતું નથી. દુનિયાના ઘણા દેશોમાં , જો સેનાના જવાન વિમાનમાં જઇ રહ્યા હોય, રેલવે દ્વારા જઇ રહ્યા હોય અને ત્યાં અન્ય યાત્રી તેમને જુએ છે તે તમામ લોકો તેમનું તાળીઓથી ગૌરવ ગાન કરે છે અને તે ત્યાંથી પસાર થાય છે. આ સામાન્ય સ્વભાવ બનેલો છે. આપણા દેશમાં જ્યારે વિશિષ્ટ પરિસ્થિતિ પેદા થાય છે, પરાક્રમની વાત આવે છે ત્યારે એકદમથી જ દેશભક્તિ ઉમટી પડે છે, પરંતુ પછી ધીરે – ધીરે બધુ જ ઠંડુ થઇ જાય છે. સેનાની સાથે , સુરક્ષા બળોની સાથે, એક આત્મીય , ગૌરવપૂર્ણ, સન્માનજનક સંબંધ જોડવાનું કલ્ચર હંમેશા જળવાઈ રહેવું જોઇએ. વિશિષ્ટ અવસરો પર જ ઝળવાઈ રહે તે પૂરતું નથી.

એટલા માટે મેં આ વખતે સેનાના જવાનોને સંદેશ મોકલ્યો છે અને દેશવાસીઓને પણ કહ્યું છે કે તમે પણ મારી સાથે આ સંદેશમાં જોડાવો.

ભાઇઓ અને બહેનો , આજે હું સૌથી પહેલા આ તમામ મંત્રીઓનું , તેમના મંત્રાલયોનો આભાર વ્યક્ત કરું છું કારણ કે મારા સંસદીય ક્ષેત્રમાં તમે આટલી બધી યોજનાઓ લાગૂ કરી અને મારા અહીંના મતદાતાઓની સુવિધા માટે તમે આટલું સારું – સારું કામ કર્યું છે. હું પહેલા તમારો આભાર વ્યક્ત કરું છું. હું રેલવે વિભાગના અધિકારીઓનું અભિનંદન કરવા માગું છું કે તમે મારા સ્વભાવને સારી રીતે સમજીને આ પ્રકલ્પને સમયથી પહેલા પૂરો કરી દીધો. નહીં તો સરકારો એવી હોય છે કે શિલાન્યાસ એક સરકાર કરે છે, ઉદ્ધાટન બીજી કે ત્રીજી સરકારના નસીબમાં આવે છે, સરકારો આવે છે , જાય છે, બદલાઇ જાય છે પરંતુ તે પથ્થર પડ્યો જ રહે છે.

આ એવી સરકાર છે કે શિલાન્યાસ પણ અમે જ કરીએ છીએ અને ઉદ્ધાટન પણ અમે જ કરવા માગીએ છીએ. યોજનાઓ સમય સીમામાં થવી જોઇએ. નિર્ધારિત બજેટમાં થવી જોઇએ. બની શકે તો સમય પણ બચવો જોઇએ, ધન પણ બચવું જોઇએ અને કામ ઉત્તમ થવું જોઇએ. આ પદ્ધતિ વિકસીત કરવાનો પ્રયાસ દિલ્હીમાં જે તમે સરકાર બેસાડી છે તે પ્રયત્ન કરી રહી છે અને હું તમને વિશ્વાસ અપાવું છું કે આ દરેક ક્ષેત્રમાં થવાનું છે.

તમે જોયું હશે , અમારા જેટલા મંત્રી અહીં બોલ્યા, જેટલી તમને કાર્યક્રમની યોજનાઓ બતાવી તેની સાથે – સાથે સમય પણ બતાવ્યો. કારણ કે મારો એક આગ્રહ રહે છે, હું કાર્યક્રમ પર કે કોઇ ફાઇલ પર સહી કરું છું તો પૂછું છું જરા એ બતાવો કે પૂરી ક્યારે કરશો ? યોજનાઓ ફક્ત અખબારોમાં છાપવા માટે જ નથી હોતી, ફક્ત અખબારોમાં વાહવાહી કરવા માટે નથી હોતી, યોજનાઓ જન સામાન્યના જીવનમાં ફેરફાર લાવવા , તેના કાર્યાન્વિત કરવા માટે હોય છે. અને આ સરકારનો આગ્રહ છે કે અમે જે યોજનાઓ લાવીશું, લાગૂ કરીને રહીશું.

અત્યારે તમે અહીં જોયું , સુકન્યા સમૃદ્ધિ યોજના, જે દિવસે અમે આ યોજના જાહેર કરી હશે, અખબારમાં પણ આવ્યું હશે, અમુક લોકોએ જાણ્યું , અમુક લોકોએ નથી જાણ્યું અને વાત આવી – ગઇ પરંતુ અમે એવું નથી કરતા, અમે પાછળ લાગ્યા રહીએ છીએ કે બતાવો ભાઇ કરી રહ્યા છો કે નહીં ? તમામ બાળકીઓને લાભ પહોંચી રહ્યો છે કે નથી પહોંચી રહ્યો ? પાછળ લાગ્યા રહો છો કે નથી લાગ્યા રહેતા ? તો જુઓ, કરી રહ્યા છે.

અહીં તમે જોયું , મને અમુક પરિવારોને ગેસ સિલિન્ડર આપવાની તક મળી. અમને ખબર છે કે ગેસ સિલિન્ડર મેળવવો પહેલા કેટલી મુશ્કેલીનું કામ હતું. ભલામણો લગાવવી પડતી હતી. સાંસદની આજુ બાજુમાં ફરવું પડતું હતું. મોટા – મોટા ઓફિસર પણ એમપીને પકડતા હતા કે સાહેબ મારી ટ્રાન્સફર અહીં થઇ છે , હું અહીં આવ્યો છું . જરા ગેસનું કનેક્શન મળી જાય મને , જુઓને મોટી મુસીબત છે, એમપીને 25 કૂપન મળતી હતી ગેસ કનેક્શન અપાવવા માટે. અને તે એમપી 25 કૂપન લઇને ફરતો હતો, તેની પાછળ પાછળ 200 – 200 લોકો ફરતા હતા કે સાહેબ એક કૂપન મને પણ આપો. આ બધુ જતું રહ્યું. સરકાર સામેથી ગરીબોને શોધી રહી છે, ગરીબોના ઘરને શોધી રહી છે.

મારું સપનું છે કે 3 વર્ષમાં હિન્દુસ્તાનના ગરીબ પરિવારોના ઘરમાં જ્યાં લાકડીનો ચૂલ્હો સળગે છે, જ્યાં ભોજન બનાવવામાં દરેક માતાની અંદર ધુમાડો જાય છે, તે માતાઓને ધુમાડાથી બચાવવાની છે, ગરીબના ઘરમાં ગેસ સિલિન્ડર સળગાવવો છે, આ પ્રયત્ન કરી રહ્યો છું.

પરંતુ તેની સાથે – સાથે , આજે વારણસીમાં ગેસ પાઇપલાઇનના કાર્યક્રમનો શિલાન્યાસ થઇ રહ્યો છે. રસોઇઘરમાં નળમાંથી પાણી પણ દરેક ઘરમાં આવતું હશે કે કેમ તેની મને ખબર નથી. અત્યારે પણ ઘરની બહારથી પાણી લેવા માટે લોકોએ કદાચ જવું પડતું હશે. મારો પ્રયત્ન છે અને ખાસ કરીને કાશીની માતાઓ – બહેનો મને આશીર્વાદ આપો કે રસોઇ ઘરમાં નળ ઓન કરીને ગેસ આવી જશે, ભોજન બનવાનું શરૂ થઇ જશે. નિર્ધારિત સમયમાં સેંકડો કરોડો રૂપિયા ખર્ચ કરીને ગેસની પાઇપલાઇન બિછાવવાની દિશામાં આજે કાર્ય આરંભ થઇ રહ્યું છે.

અર્થવ્યવસ્થામાં ઊર્જાનું ખૂબ જ મહત્વ હોય છે. ગેસ આધારિત ઇકોનોમી, ફર્ટીલાઇઝરના ઉત્પાદનમાં ગેસની જરૂર હોય છે. તેના માટે જગદીશપુર – હલ્દિયા પાઇપલાઇનનું જે કામ હતું તે તો થવાનું જ છે પરંતુ તેની સાથે અમે દેશના સાત શહેરો, વિશેષ કરીને પૂર્વીય હિન્દુસ્તાનમાં , પાઇપલાઇનથી ગેસ આપવાનું નક્કી કર્યું છે. આ શહેર છે, વારાણસી , રાંચી , કટક, પટના , જમશેદપુર, ભુવનેશ્વર , કોલકાતા. તે અંતર્ગત આજે મારા સંસદીય ક્ષેત્રના ઘરોમાં પાઇપલાઇનથી ગેસ પહોંચાડવાની દિશામાં કામ થઇ રહ્યું છે.

વાહન વ્યવહારમાં પણ જ્યાં તમે પેટ્રોલ ડીઝનથી ગાડીઓ ચલાવો છો, હવે સીએનજીથી ગાડી ચલાવશો. પેટ્રોલ – ડીઝલથી સીએનજી સસ્તું પડે છે, પર્યાવરણને પણ ફાયદો પહોંચે છે. અહીં લગભગ 20 લાખ વાહન છે જેમને ફાયદો મળશે જ્યારે સીએનજીના સ્ટેશન લાગી જશે. અને આ સાતેય શહેરોમાં મોટી સંખ્યાંમાં વાહન છે, તો પર્યાવરણને ખૂબ જ મોટો લાભ મળશે. દેશે વિદેશોથી પેટ્રોલિયમ લાવવું પડે છે, તેમાં પણ આર્થિક રૂપથી દેશની બચત થશે. તો એક એવી યોજના જે જનસુવિધાવાળી પણ છે અને ભાવી પેઢીના ભવિષ્ય માટે પણ પર્યાવરણની રક્ષા કરનારી છે.

આ મારો સ્પષ્ટ મત રહ્યો છે કે જો આપણે વિચારીએ ભારતનો કોઇ વિસ્તાર આગળ વધી જાય તો દેશ આગળ વધી જશે તે સંભવ નથી. દેશ ત્યારે આગળ વધશે જ્યારે હિન્દુસ્તાનના દરેક ખૂણામાં વિકાસ થાય, વિશેષ કરીને હિન્દુસ્તાનના પૂર્વ વિસ્તારમાં વિકાસ થાય. ભલે તે પૂર્વીય ઉત્તર પ્રદેશ હોય, ભલે તે બિહાર હોય, બંગાળ હોય, ઝારખંડ હોય, ઓરિસ્સા હોય, પૂર્વોત્તરના પ્રદેશ હોય, આસમ હોય – આ તમામ ક્ષેત્રને આર્થિક ગતિવિધિના કેન્દ્ર બનાવવા છે તો આપણે આ પ્રકારની સુવિધાઓથી તેમને જોડવા પડશે.

તાજેતરમાં તમે જોયું હશે કે કાશીની સંગીતની દુનિયાને હેરિટેજમાં સ્થાન મળ્યું છે. તે કાશી માટે ગૌરવનો વિષય હતો. આ સર્વવિદ્યાનું કેન્દ્ર છે. સંગીતના ક્ષેત્રમાં કાશીએ દેશ તથા દુનિયાને ઘણું બધું આપ્યું છે. તે વિરાસતને હેરીટેજના રૂપમાં દુનિયાની અંદર સ્થાન મળ્યું . તેનાથી જ પ્રેરણા લઇને આજ કાશીનો પોસ્ટલ સ્ટેમ્પ, અને હું ઇચ્છીશ કે કાશીના લોકો તો પોતાની ટપાલમાં કાશીનો આ જ પોસ્ટલ સ્ટેમ્પ લગાવવાની આદત વિકસાવે. તે જાતે જ પોતાનો પરિચય વધારે છે. એક વખત પોસ્ટલ સ્ટેમ્પ જાય છે તો દુનિયામાં ટુરિઝમ માટે તે કારણ હોય છે. એનાથી એક ઓળખ મળે છે. કાશીનું ગૌરવ ગાન હોય છે. ખૂબ પહેલા શહેરોની ટપાલ ટિકિટની કલ્પના થઇ હતી આપણા દેશમાં, પરંતુ તે મામલો આગળ વધ્યો નહોતો, અમે કાશીને તે કામ માટે પસંદ કર્યું હતું. ફરીથી એક વખત શરૂઆત થઇ છે અને તેના કારણે આપણા આ પ્રાચીન શહેરની એક ઓળખ નવી રીતે દુનિયાની સામે પહોંચવામાં આ એક કામ થશે.

આજે અહીં ખેડૂતો માટે પણ એક ખૂબ જ મોટા મહત્વપૂર્ણ રાજા તળાવ પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો છે. આપણા ખેડૂતો મોટા શહેરોની આજુ બાજુમાં શાકભાજી પેદા કરે છે. આ રાજા તળાવ એક એવી જગ્યા છે તે પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરમાં રોડ તથા રેલવેના જોડાણનું કેન્દ્ર બિંદુ છે. આ જ એ વિસ્તાર છે જ્યાં આપણા ખેડૂત સૌથી વધારે શાકભાજી, ફળો અને ફૂલોની ખેતી કરે છે. જો તેમને આ પ્રકારની સુવિધા મળે અને તેમના માટે બર્બાદી બચી જાય અને પરિવહનની સુવિધા થઇ જાય તો આપણા ખેડૂતને સૌથી વધારે ફાયદો થશે. અને આ એક એવી વ્યવસ્થા છે કે આ વિસ્તારના ખેડૂતો માટે તે ખૂબ જ ફાયદાકારક થવાની છે. તે પોતાની મરજીની જ્યારે કિંમત મળશે ત્યારે માલ વેચી શકે છે નહીં તો ત્યાં સુધી પોતાનો માલ સુરક્ષિત રાખી શકે છે. સુવિધા મળી જાય, વ્યવસ્થા મળી જાય, પરિવહનની વ્યવસ્થાથી તે જોડાઇ જાય તો ખેડૂત ફક્ત આ વિસ્તારના જ નહીં પરંતુ કોલકાતાથી લઇને દિલ્હી સુધી ક્યાં પણ પોતાની શાકભાજી વેચવા માટે પહોંચી શકે છે. અહીંની ફૂલગોબી વગેરે તો ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીંની ચીજો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. મા ગંગાના આશીર્વાદ છે અહીંના કૃષિ ઉત્પાદન પર. તેનો એક અનોખો ટેસ્ટ પણ છે. તો એના કારણે બજારમાં તેની એક ઓળખ બનશે.

આજે આપણા મનોજ સિન્હાજીએ કાશીને વધુ એક ગૌરવ અપાવ્યું છે. ટપાલ વિભાગ આપણે ત્યાં ખૂબ જ પ્રાચીન વ્યવસ્થા છે. જ્યાં સુધી ટેકનોલોજી નહોતી આવી. ટપાલી દરેક ઘરમાં ઇંતેજારનું કારણ બન્યો રહેતો હતો. ટપાલ આવે કે ન આવે પરંતુ દરેક પરિવાર રાહ જોતો હતો કે ટપાલી આવીને જતો તો નથી રહ્યો ને? જો પુત્ર કદાચ બહાર રહે છે તો તે દરેક દિવસે ટપાલીને યાદ કરતા હતા. ટપાલનું પોતાનું એક મહત્વ છે.

નવા સમયમાં ટપાલનું સ્વરૂપ હવે બદલાઇ ગયું છે. આપણે ટપાલને બેન્કિંગ ક્ષેત્રમાં બદલી રહ્યા છીએ. પોસ્ટ ઓફિસ બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવશે. દેશમાં આજે જેટલી પણ બેન્કોની શાખાઓ છે તેટલી જ એકલી પોસ્ટ ઓફિસની શાખાઓ છે. દોઢ લાખથી વધારે. તે બધી બેન્કિંગનું કામ કરશે. તે જ્યારે એક નવું ઝોન બને છે તો અહીંની સુવિધાઓ પર એક વિશેષ ધ્યાન રહે છે, કુશળતા આવે છે અને પરિણામ મળે છે. તે કામ કરવા માટે એક ક્ષેત્રીય વ્યવસ્થા કાશીની આસપાસના જિલ્લાઓને જોડીને બની છે. નવા ઝોનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આજકાલ ઇ – કોમર્સનો મામલો ખૂબ જ વધી રહ્યો છે. લોકો ઓનલાઇન પોતાની ચીજો ખરીદે છે. પરંતુ તે સમય દુર નથી કે જ્યારે પોસ્ટ ઓફિસ ડિલીવરીના ખૂબ જ મોટા કેન્દ્ર બનશે. આજે મનરેગાના પૈસા આપવાના હોય, સ્કોલરશીપના પૈસા આપવાના હોય, પેન્શનના પૈસા આપવાના હોય, – બેન્કોની શાખાઓ ઓછી છે. આ સુવિધા વધવાનું કારણ જો વૃદ્ધ લોકો છે, વિદ્યાર્થી છે, વિધવાઓ છે તેમને ટપાલ અને બેન્ક સાથે જોડવાના કારણે આ સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થશે. આ થવાના કારણે વેપારી વર્ગને પણ ખાસ કરીને નાના – નાના વેપારીઓને પોતાના કારોબાર ચલાવવા માટે એક નવી સુવિધા ઉપલબ્ધ થશે. આ કામને પણ આજે તમારી સામે પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

રેલવે આપણા દેશની ખૂબ જ પ્રાચીન વ્યવસ્થા છે. જ્યારે સંસદમાં બજેટ આવતું હતું અને રેલ મંત્રી હજારો લાખો કરોડોની જાહેરાત કરી દે, કોઇ સાંસદ તેમનું સાંભળતું નહોતું, પરંતુ જેવું જ તે બોલવાનું શરૂ કરતા હતા કે ફલાણા શહેરથી ફલાણા શહેર સુધી એક ડબ્બો વધારવામાં આવશે તો તરત જ તાળીઓ વાગવાની શરૂ થઇ જતી હતી. ફલાણી જગ્યાએ સ્ટોપેજ આપવામાં આવશે, તાળીઓ વાગતી હતી. ફલાણી જગ્યા પર નવી ટ્રેન લગાવવામાં આવશે તો તાળીઓ વાગતી હતી. રેલવે બજેટ તેની પર સિમિત થઇ ગયું હતું કે ક્યા સાંસદના ક્યા વિસ્તારમાં ટ્રેન રોકાશે કે નહીં રોકાય, જશે કે નહીં જાય. એટલા પુરતી જ રેલ સિમિત થઇ ગઇ.

રેલવે ભારતનું આટલું મોટું નેટવર્ક છે પરંતુ તેના હાલ ચાલ રંગ રૂપ ઢંગ છેલ્લી શતાબ્દીના છે. અમે સપનું જોયું છે કે રેલવેને આધુનિક બનાવવાની જરૂરિયાત છે. રેલવેની ગતિ વધારવાની જરૂરિયાત છે. રેલવેના ઇલેક્ટ્રિકલ કનવર્ઝનની આવશ્યકતા છે. ગેજ કનવર્ઝનની આવશ્યકતા છે. દૂર દૂરના વિસ્તારોને જોડવાની આવશ્યકતા છે અને એટલા માટે એક ખૂબ જ મોટો પ્લાન જેવો આપણા રેલ મંત્રીજી કહી રહ્યા હતા, આઝાદી બાદ જેટલા રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે, જેટલું કામ નથી થયું છેલ્લા અઢી વર્ષમાં અને છેલ્લા મહિનાઓમાં અમે એટલું કામ કર્યું છે. અને એના અંતર્ગત આ જ્યારે અલ્હાબાદ ડબલ લાઇન થઇ જશે, નવો પુલ બની જશે, ગતિ પણ વધશે, વેપારને પણ ફાયદો થશે. એક વખત આ પ્રકારનું ગતિશીલ આધારભૂત માળખું ઉપલબ્ધ થઇ જાય છે તો આર્થિક ગતિવિધિ પણ ઝડપી થઇ શકે છે. આ ફક્ત પાટાઓની જ રમત નથી, આ ફક્ત એક ટ્રેન દોડવાની રમત નથી, આ સમગ્ર અર્થવ્યવસ્થાને બદલી દે છે. આ કામ માટે આ ખૂબ જ મહત્વનું પગલું આજે અમે અહીં ઊઠાવ્યું છે. તેનો લાભ પણ તમને મળવાનો છે.

આજે વિજળી માટે પણ એક લોકાર્પણ થયું છે. વિજળી હોય તો છે પરંતુ મોટાભાગના લોકોને ખબર હોતી નથી કે વિજળીના કારખાનામાં વિજળી બનવાથી વિજળી મળતી નથી. વિજળીનું કારખાનું પણ લાગી ગયું , તાર પણ લાગી ગયા તો તેનાથી વિજળી નથી આવતી. જેમ પાણીને પહોંચાડવા માટે બંધની જરૂર પડે છે કે ટ્યૂબવેલ દ્વારા પાણીને ઉપર લઇ જઇને ટાંકીમાં ભર્યા બાદ પાણી નીચે પહોંચે છે, તેવી જ રીતે વિજળીને પણ આ પ્રકારના સબ સ્ટેશનની જરૂર પડે છે જેનાથી વિજળીને આગળ પહોંચાડવા માટે ધક્કો લાગે છે.

આ ખૂબ જ ખર્ચવાળું કામ હોય છે પરંતુ સબ સ્ટેશન ન હોય તો વિજળી આવે છે, જાય છે, ક્યારેક ટીવી બળી જાય છે, ક્યારેક મોટર બળી જાય છે, ક્યારેક એસી બળી જાય છે, સ્થિરતા આવતી નથી. ક્વોલિટી પાવર મળતો નથી. તેના માટે માળખાની જરૂર હોય છે. પરંતુ મોટાભાગે સરકારોને આ પ્રકારના ખર્ચથી બીક લાગે છે. તેમને લાગે છે કે ઠીક છે લોકો ચલાવી લેશે, વિજળી આવી ન આવી તો થોડા દિવસ ચલાવતા રહેશે. નહીં , ક્વોલિટી વિજળી હોય છે તો આર્થિક વિકાસનો એક ખૂબ જ મોટો સરળ રસ્તો બને છે. ઉદ્યોગપતિ પણ પૈસા ત્યારે લગાવે છે જ્યારે ક્વોલિટી વિજળી મળે છે, આવે છે, જાય છે, પૂછે છે, કરે છે, થયું, નથી થયું આ તમામ વાતોથી ક્યારેય વિકાસ થતો નથી. આ જે પાવર સ્ટેશન અને સબ સ્ટેશન નાંખવામાં આવ્યા છે, જેનું ઉદ્ધાટન થયું છે તે ક્વોલિટી પાવરની ગેરંટી આપે છે.

એક પ્રકારથી આજે કોઇ એક સમારંભમાં લગભગ લગભગ 5000 કરોડ રૂપિયાના કામ કાશીની ધરતીને અર્પિત થઇ રહ્યા છે.

આ નાનું કામ નથી. અને મોટી – મોટી યોજનાઓ છે કહું તો આજે સાત યોજનાઓ મારા કાશીવાસીઓની સામે લોકાર્પણના રૂપમાં કે શિલાન્યાસના રૂપમાં મેં રાખી છે. એક તરફથી આ સપર્ષી છે. જેમ આકાશમાં સપ્તર્ષી દિશાનું કામ કરે છે, સપ્તર્ષીને જોઇને સમુદ્રમાં નાવિક પોતાની દિશાને નક્કી કરે છે, પહેલાના જમાનામાં જંગલોમાંથી પસાર થનારા લોકો સપ્તર્ષીને જોઇને પોતાનો રસ્તો નક્કી કરતા હતા. કાશીના વિકાસનો રસ્તો તૈયાર કરનારું આ સપ્તર્ષી આજે મને અહીંની ધરતીને આપવાની તક મળી છે.

કાશીનો અવિરલ પ્રેમ મને મળતો રહે છે. ભરપૂર પ્રેમ મળતો રહે છે, હું તમારો હ્દયથી ખૂબ – ખૂબ આભારી છું અને મને વિશ્વાસ છે કે વિકાસની યાત્રા ઝડપી ગતિથી સમગ્ર પૂર્વીય ભારતને બદલવાનું કામ કરશે અને કાશી પોતાની તાકાત દર્શાવીને રહેશે આ વિશ્વાસ સાથે તમારો સહુનો ખૂબ – ખૂબ આભાર.

TR