પીએમઇન્ડિયા
આર્જેન્ટીનાના સમર્પિત યોગ સાધક, ભારત અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અગાધ પ્રેમ રાખનારા આર્જેન્ટીનાવાસીઓ, આર્જેન્ટીનામાં રહેનારા ભારતીય બહેનો અને ભાઈઓ, આર્ટ ઑફ લીવીંગના કાર્યકર્તાઓ અને સભ્યો,
નમસ્કાર!
બુએનાસ તાર્દેર્સ. બ્યૂનસ આયર્સમાં સવાર, દિવસ અને સાંજ બુએનોસ એટલે કે રળિયામણા સ્વાભાવિક રીતે જ છે. મહર્ષિ પતંજલિની પરંપરા સાથે જોડાયેલા આપ સૌ લોકોને સવા સો કરોડ ભારતીયો તરફથી મારું ખૂબ-ખૂબ અભિવાદન. હું આર્ટ ઑફ લીવીંગના સભ્યોને અને આપ સૌને આ શાનદાર આયોજન માટે હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ,
હું 24 કલાકથી વધુ સમયમાં 15 હજાર કિલોમીટર કરતા પણ વધુ મુસાફરી કાપીને થોડી વાર પહેલા જ બ્યૂનસ આયર્સ પહોંચ્યો છું. પરંતુ તમારા લોકોના ઉત્સાહ અને પ્રેમના લીધે મને જરા પણ નથી લાગ્યું કે હું ક્યાય ભારતની બહાર છું. અહિયાં આગળ ઘણા બધા લોકો ઘણી કુશળતા અને આદર સાથે સૂર્ય નાસ્કાર કરી રહ્યા હતા. આર્જેન્ટીનાના આસોનેરી સંધ્યા કાળમાં આપ સૌની યોગ સાધનાએ મને તાજગીસભર કરી નાખ્યો અને ઉત્સાહથી ભરી દીધો.
સાથીઓ,
આજના આ કાર્યક્રમનું નામ છે “યોગા ફોર પીસ”. યોગના કોઇપણ કાર્યક્રમનું આનાથી વધુ સારું નામ શોધી શકવું અઘરું છે. યોગથી આપણને તન અને મન બંનેનું સ્વાસ્થ્ય મળે છે. યોગ આપણા શરીરને શક્તિ આપે છે અને મનને શાંતિ. જ્યારે વ્યક્તિના મનમાં શાંતિ હશે ત્યારે જ પરિવારમાં, સમાજમાં, દેશમાં અને વિશ્વમાં પણ શાંતિ રહેશે. આરોગ્ય, સુખાકારી અને શાંતિ માટે દુનિયાને યોગ એ ભારતની ભેટ છે. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આ મૂલ્યો પ્રત્યે આર્જેન્ટીના સહિત સમગ્ર દુનિયાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સર્વે સન્તુ સુખિનઃ અને વસુધૈવ કુટુંબકમ્ આ ભારતીય દર્શનની આ વ્યવહારિક અભિવ્યક્તિ છે. મને એ જાણીને ખુશી થઇ છે કે આ વર્ષે બ્યૂનસ આયર્સમાં પણ યોગ દિવસ પર 10 હજાર લોકોએ ભાગ લીધો હતો.
સાથીઓ,
યોગનો અર્થ જ છે જોડવું. તે આપણને સુખાકારી સાથે જોડે છે. પ્રસન્નતા સાથે જોડે છે. અને આજે ભારત અને આર્જેન્ટીનાની વચ્ચે હજારો કિલોમીટરના અંતરને યોગ વિભાજીત કરી રહ્યો છે અને આપણા બંને દેશોને, આપણા લોકોને જોડી રહ્યો છે. આપણને એક આત્મીય સંબંધ વડે બાંધી રહ્યો છે. ભારત અને આર્જેન્ટીનાની વચ્ચે 15 હજાર કિલોમીટરનું અંતર છે. આપણા બંને દેશોની વચ્ચે બે વિશાળ મહાસાગરો અને મહાદ્વીપ છે. બંને દેશોના સમયમાં 8 કલાક અને ત્રીસ મિનીટનો તફાવત છે. એટલે કે અત્યારે તમારે ત્યાં સાંજ છે, પરંતુ ભારતમાં લોકો બ્રહ્મમુહુર્તની સાધના શરુ કરવાના છે.
પરંતુ તમારા યોગભ્યાસે દેખાડી દીધું છે કે ભારત અને આર્જેન્ટીનામાં એક બીજાની સંસ્કૃતિઓ પ્રત્યે આદરભાવની સામે હજારો કિલોમીટરનું અંતર માત્ર એક આંકડા પુરતું જ છે. આર્જેન્ટીનાને ભારતના દર્શન, કલા, સંગીત અને નૃત્યમાં રૂચી છે, તો ભારતમાં આર્જેન્ટીનાના ફૂટબોલ સ્ટાર્સના લાખો ચાહકો છે. મારાડોનાનું નામ તો અમારા દેશની બોલચાલ અને કહેવતો સુદ્ધામાં આવી ગયું છે.
હાલ, ભારતના એક રાજ્ય ઓડિશામાં હોકી વર્લ્ડ કપ ચાલી રહ્યો છે જેના લીધે ભારતમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે જ આર્જેન્ટીનાએ હોકી વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ જીતી છે. મેં સાંભળ્યું કે મુકાબલો ઘણો રોમાંચક હતો. હું આર્જેન્ટીનાની હોકી ટીમને આવનારી મેચો માટે શુભકામનાઓ આપું છું.
ભારત અને આર્જેન્ટીનાના લોકોના સપના અને અપેક્ષાઓ એકસમાન છે. બંને દેશોના સંબંધો સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ છે. આપણે બંને વિકાસશીલ અને લોકશાહી દેશો છીએ અને આપણા મૂલ્યો પણ પારસ્પરિક છે. બંનેને વિશ્વમાં એક બીજાની ભૂમિકા અને પ્રભાવ વડે મદદ મળે છે.
આજે જ્યારે ભારતનો મિત્ર દેશ આર્જેન્ટીના જી20 સમિટનું યજમાનપદ સંભાળી રહ્યો છે તો તે અમારી માટે પણ ખુશી અને ગર્વની વાત છે. આ સમિટમાં જે મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે, જેમ કે વૈશ્વિક અર્થતંત્ર, સંતુલિત વિકાસ, જળવાયું પરિવર્તન, આર્થિક ભાગેડુ અપરાધીઓ, તેનાથી માત્ર ભારત કે આર્જેન્ટીનાનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું હિત જોડાયેલું છે.
આપણા બંને દેશોની વચ્ચે પારસ્પરિક સહયોગની અપાર સંભાવનાઓ છે. વેપાર, ફાર્મા, ઓઈલ અને ગેસ, આઈટી અને અવકાશ, અનેક એવા ક્ષેત્રો છે જ્યાં આગળ આપણે એકબીજાની ક્ષમતાઓનો પારસ્પરિક લાભ લઇ શકીએ છીએ.
ભારત અને આર્જેન્ટીનાનો સહયોગ જળ, જમીન અને આકાશ દરેક જગ્યાએ એક નવા પારસ્પરિક અને સોનેરી ભવિષ્યની સૃષ્ટિ કરી શકે છે. આ સંબંધોને નવી ઉંચાઈઓ પર લઇ જવા માટે આપ સૌની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે. આપ સૌ ભારતના રાષ્ટ્રદુતો છો. તમારું યોગદાન તો તે પૂલ છે જે આપણા બંને દેશોને જોડે છે. આજે યોગ આપણને સાથે લાવ્યો છે. હું ઈચ્છીશ કે આપણે અનેક એવા અવસરો ઉત્પન્ન કરીએ જેનાથી આપણી વચ્ચે સંપર્ક, સંવાદ અને સહયોગ વધે. અને ભારત અને આર્જેન્ટીનાના ખુશનુમા ટેંગોમાં વિકાસ તરફ ગતિ વધે. આત્મીયતાની વધુ મીઠાશ ભળે.
સાથીઓ,
આર્જેન્ટીનામાં ભારતીયો અને ભારતના મિત્રોને હું ભારતને વધારે વિસ્તારથી જાણવાનું આમંત્રણ આપું છું. આર્જેન્ટીનામાં રહેનારા આપ સૌ ભારતીય, જાન્યુઆરીમાં કાશીમાં થનારા પ્રવાસી ભારતીય દિવસમાં જરૂરથી આવો અને આર્જેન્ટીનાના તમારા મિત્રોને પણ સાથે લઈને આવો.
આ દરમિયાન પ્રયાગરાજમાં અર્ધકુંભ પણ ચાલી રહ્યો હશે. તે અદભૂત અવસરના, ભારતનીસાંસ્કૃતિક સમૃદ્ધિના, બદલાતા ભારતના, ન્યુ ઇન્ડિયાના દર્શન પણ તમે સૌ કરી શકશો. હું તમારો આભારી છું કે તમે મને ભારતની યોગની વાત વહેંચવાનો અવસર આપ્યો. હું આર્ટ ઑફ લીવીંગને તેમના પ્રયાસો માટે સાધુવાદ આપ છું.
સુશ્રી પાત્રીસીયા સોસાનો પણ આભાર કે તેમણે યોગની આ સુરમ્ય સંધ્યાને વધારે સૂરમય બનાવી દીધી. આપ સૌ યોગ સાથે આમ જ જોડાયેલા રહો. યોગ દુનિયાને આમ જ જોડતો રહે. ખુશ રહો, શાંત રહો, સુખી રહો.
મુચાસ ગ્રાસિયાસ!
આભાર!
RP
महर्षि पतंजलि की परंपरा से जुड़े आप सभी जनों को सवा सौ करोड़ भारतीयों की तरफ से मेरा बहुत-बहुत अभिवादन: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 29, 2018
मैं @ArtofLiving के सदस्यों को और आप सब को इस शानदार आयोजन के लिए बधाई देता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 29, 2018
मैं २४ घंटे से भी अधिक में १५ हज़ार किलोमीटर से भी अधिक का सफ़र तय कर कुछ देर पहले ही बुएनोस आइरेस पहुंचा हूँ।
— PMO India (@PMOIndia) November 29, 2018
पर आप लोगों के उत्साह और प्रेम से मुझे बिलकुल नहीं लगा कि मैं कहीं भारत से बाहर हूं।
यहां पर बहुत सारे लोग, बड़ी कुशलता और आदर से सूर्य नमस्कार कर रहे थे: PM
आज के कार्यक्रम का नाम है "Yoga For Peace"।
— PMO India (@PMOIndia) November 29, 2018
योग के किसी कार्यक्रम का इससे बेहतर नाम ढूंढ पाना मुश्किल है।
योग से हमें तन और मन दोनों का स्वास्थ्य मिलता है।
योग हमारे शरीर को शक्ति देता है और मन को शांति: PM @narendramodi
जब व्यक्ति के मन में शांति होगी, तभी परिवार में, समाज में, देश में और विश्व में भी शांति होगी।
— PMO India (@PMOIndia) November 29, 2018
हेल्थ, वेलनेस और पीस के लिए दुनिया को योग भारत का उपहार है: PM @narendramodi
योग का अर्थ ही है जोड़ना।
— PMO India (@PMOIndia) November 29, 2018
यह हमें wellness से जोड़ता है। Happiness से जोड़ता है।
और आज, भारत और अर्जेंटीना के बीच हजारों किलोमीटर की दूरी को योग पाट रहा है और हमारे दोनों देशों को, हमारे लोगों को जोड़ रहा है। हमें एक आत्मीय संबंध में बाँध रहा है: PM @narendramodi
अर्जन्टीना को भारत के दर्शन, कला, संगीत और नृत्य में रुचि है, तो भारत में अर्जंटीना के फुटबाल स्टार्स के लाखों Fans हैं। Maradona का नाम तो हमारे देश की बोलचाल और कहावतों तक में आ गया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 29, 2018
I congratulate the Argentinian hockey team for winning their first match during the Hockey World Cup being held in Odisha, India. Best wishes to the team for the coming matches: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 29, 2018
@ArgFieldHockey @FIH_Hockey #HWC2018
जब अर्जेंटीना G २० समिट की मेजबानी कर रहा है, यह हमारे लिए भी ख़ुशी और गर्व की बात है। इस समिट में जिन मुद्दों पर बात होगी, जैसे global economy, sustainable development, climate change, आर्थिक भगोड़े अपराधी, उनसे सिर्फ भारत या अर्जेंटीना का ही नहीं, सारे विश्व का हित जुडा है: PM
— PMO India (@PMOIndia) November 29, 2018
भारत और अर्जेंटीना के खुशनुमा टैंगो में विकास की और गति आये। आत्मीयता की और मिठास घुले: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 29, 2018
The ‘Yoga For Peace’ programme in Buenos Aires was special.
— Narendra Modi (@narendramodi) November 30, 2018
Glad to see the immense popularity of Yoga among the people, especially the youth, of Argentina.
Talked about how Yoga is a means to wellness and brings societies together. pic.twitter.com/s4tLkrDY6r
Talked about the vibrant India-Argentina friendship and how people in India are admirers of Argentina’s culture as well as their accomplishments in sports.
— Narendra Modi (@narendramodi) November 30, 2018
Also invited the Indian diaspora and the people of Argentina for the 2019 PBD in Kashi and the Kumbh in Prayagraj.