પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ બાબતો પર મંજૂરી આપવામાં આવી છે –
1. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (આઇઆઇઆઇટી પીપીપી) બિલ, 2017ને રજૂ કરવું;
2. 15 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપને સત્તાવાર દરજ્જો આપવો અને તેમને રાષ્ટ્રીય મહત્વપૂર્ણ સંસ્થાઓ જાહેર કરવી;
3. આ સંસ્થાઓને તેમના દ્વારા સંચાલિત શૈક્ષણિક અભ્યાસક્રમોમાં તેમના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવા સક્ષમ બનાવવી.
પ્રસ્તાવિત આઇઆઇઆઇટી પીપીપી બિલ, 2017ના સંબંધમાં કોઈ નાણાકીય સૂચિતાર્થ નથી.
આ બિલ વર્તમાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપને ‘ડિગ્રી એનાયત કરવાના અધિકારો સાથે રાષ્ટ્રીય મહત્વપૂર્ણ સંસ્થાઓ’ તરીકે જાહેર કરવામાં આવશે. આ તેમને બેચલર ઓફ ટેકનોલોજી (બી. ટેક) કે માસ્ટર ઓફ ટેકનોલોજી (એમ. ટેક) કે પીએચ.ડી ડિગ્રીના નામકરણનો ઉપયોગ કરવાનો અધિકાર આપશે, જે યુનિવર્સિટી કે રાષ્ટ્રીય મહત્વપૂર્ણ સંસ્થાઓ દ્વારા ઇશ્યૂ કરવામાં આવે છે.
ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એન્જિનીયરિંગ કે પીએચ.ડીમાં ઔપચારિક ડિગ્રીને મંજૂરી રોજગારીના બજારમાં સ્નાતક વિદ્યાર્થીઓની સંભાવના વધારશે તથા સંસ્થાઓને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં દેશમાં મજબૂત સંશોધનનો આધાર વિકસાવવા જરૂરી પર્યાપ્ત વિદ્યાર્થીઓને આકર્ષવા સક્ષમ પણ બનાવશે.
કુશળતા ધરાવતા ટેકનિકલ મેનપાવર માટે સંપૂર્ણપણે ઉદ્યોગ અને અર્થતંત્રની નવી જરૂરિયાતો ઉદ્યોગોની તાલીમબદ્ધ કર્મચારીઓની પર્યાપ્ત સંખ્યાઓમાંથી પૂર્ણ થશે તેવી અપેક્ષા છે.
દરેક સંસ્થા જાતિ, જ્ઞાતિ, પંથ, વિકલાંગતા અને સ્થાયી વસવાટ તથા વંશ, સામાજિક કે આર્થિક પૃષ્ઠભૂમિ જેવી બાબતોને ધ્યાનમાં રાખીને તમામ માટે ખુલ્લી રાખવામાં આવશે. શૈક્ષણિક સત્ર નીચેની 15 સંસ્થાઓમાં શરૂ કરવામાં આવ્યા છે:-
આંધ્રપ્રદેશ (ચિત્તૂર), અસમ (ગૌહાટી), ગુજરાત (વડોદરા), હરિયાણા (સોનિપત), હિમાચલપ્રદેશ (ઉના), ઝારખંડ (રાંચી), કર્ણાટક (ધારવાડ), કેરળ (કોટ્ટાયમ), મહારાષ્ટ્ર (નાગપુર અને પૂણે), મણિપુર (સેનાપતિ), રાજસ્થાન (કોટા), તમિલનાડુ (તિરુચિરાપલ્લી), ઉત્તરપ્રદેશ (લખનૌ), કલ્યાણી (પશ્ચિમ બંગાળ).
પૃષ્ઠભૂમિ
કેન્દ્રીય મંત્રીમંડળે 7.12.2010ના રોજ સરકારી ખાનગી ભાગીદારીમાં 20 નવી આઇઆઇટી (આઇઆઇઆઇટી પીપીપી)ની સ્થાપનાની યોજનાને મંજૂરી આપી હતી, જેમાં સરકારી ખાનગી ભાગીદારીમાં સ્થાપિત આ સંસ્થાઓને તેના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવાની જોગવાઈ ધરાવતી નહોતી. અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની પ્રથમ બેચે વર્ષ 2013-14માં પ્રવેશ મેળવ્યો હતો, જે વર્ષ 2017માં પાસ થઈને બહાર નીકળશે. 15 આઇઆઇઆઇટીમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયા છે.
TR