Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

70મા સ્વતંત્રતા દિવસના ઉપલક્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું લાલકિલ્લા પરથી સંબોધન

70મા સ્વતંત્રતા દિવસના ઉપલક્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું લાલકિલ્લા પરથી સંબોધન


આઝાદીના આ પાવન પર્વે સવાસો કરોડ દેશવાસીઓ, વિશ્વમાં ફેયાયેલા સૌ ભારતીયોને લાલ કિલ્લાની પ્રાચીરથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આઝાદીનું આ પર્વ, 70મું વર્ષ, એક નવો સંકલ્પ, નવો ઉમંગ, નવી ઊર્જા રાષ્ટ્રને નવી ઊંચાઈએ લઈ જવાના સંકલ્પનો પર્વ છે.

આજે આપણે જે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ તેની પાછળ લક્ષાવધિ (લાખો) મહાપુરુષોનું બલિદાન છે. ત્યાગ અને તપસ્યાની ગાથા છે. જવાનીમાં ફાંસીના ગાળિયાને ચુમનારા વીરોની યાદ આવે છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત નહેરુ, અગણિત મહાપુરુષો કે જેમણે દેશની આઝાદી માટે અવિરત સંઘર્ષ કર્યો અને તેનું જ પરિણામ છે કે આજે આપણને સ્વરાજ્યમાં આઝાદીના શ્વાસ લેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે.

ભારત એક ચિર પુરાતન રાષ્ટ્ર છે. હજારો વર્ષોનો ઇતિહાસ છે, હજારો વર્ષોનો સાંસ્કૃતિક વારસો છે. વેદથી વિવેકાનંદ સુધી, ઉપનિષદથી ઉપગ્રહ સુધી, સુદર્શન ચક્રધારી મોહનથી લઈને ચરખાધારી મોહન સુધી, મહાભારતના ભીમથી લઈને ભીમરાવ સુધી, આપણી એક લાંબી ઇતિહાસની યાત્રા છે, વારસો છે. આ ધરતીએ અનેક ઉતાર-ચઢાવ જોયા છે. અનેક પેઢીઓએ સંઘર્ષ કર્યો. અનેક પેઢીઓએ માનવજાતને મહામૂલ્યો આપવા માટે તપસ્યા કરી છે. ભારતની ઉંમર 70 વર્ષ નથી. પરંતુ ગુલામીના સમય પછી આપણે જે આઝાદી મેળવી છે. એક નવી વ્યવસ્થા હેઠળ આપણે દેશને આગળ વધારવાનો પ્રયાસ કર્યો, તે યાત્રા 70 વર્ષની છે.

સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક કર્યો. હવે આપણા બધાની જવાબદારી છે કે દેશને શ્રેષ્ઠ બનાવીએ. ‘એક ભારત – શ્રેષ્ઠ ભારત’નું સપનું સાકાર કરવાનો આપણે સતત પ્રયાસ કરવો જોઈએ. ભાઈઓ-બહેનો, સ્વરાજ એમ જ નથી મળ્યું, જુલ્મો બે સુમાર હતા, પરંતુ સંકલ્પો અડગ હતા. દરેક હિન્દુસ્તાની આઝાદીના આંદોલનનો સિપાઈ હતો. દરેકના મનમાં જુસ્સો હતો, દેશ આઝાદ થાય, બની શકે કે, દરેકને બલિદાનનું સૌભાગ્ય નહીં મળ્યું હોય. બની શકે છે કે દરેકને જેલ જવાનું સદભાગ્ય નહીં મળ્યું હોય, પરંતુ દરેક હિન્દુસ્તાની સંકલ્પબધ્ધ હતો, મહાત્માજીનું નેતૃત્વ હતું. સશસ્ત્ર ક્રાંતિકારીઓના બલિદાનોની પ્રેરણા હતી, ત્યારે જઈને સ્વરાજ્ય પ્રાપ્ત થયું હતું. પરંતુ હવે સ્વરાજ્યને સુરાજ્યમાં બદલવાનો સવાસો કરોડ દેશવાસીઓનો સંકલ્પ છે. જો સ્વરાજ્ય બલિદાન વિના નથી મળ્યું, તો સુરાજ્ય પણ ત્યાગ વિના, પુરુષાર્થ વિના, પરાક્રમ વિના, સમર્પણ વિના, શિસ્ત વિના સંભવ નથી થતું. અને એટલા માટે સવાસો કરોડ દેશવાસીઓના સુરાજ્યના સંકલ્પને આગળ ધપાવવા માટે પોતપોતાની વિશેષ જવાબદારી તરફ કટિબદ્ધતાથી આગળ વધવું પડશે. પંચાયત હોય કે પાર્લામેન્ટ, સરપંચ હોય કે વડાપ્રધાન, હરકોઈને, દરેક લોકશાહી સંસ્થાને, સુરાજ્ય તરફ આગળ વધવા માટે પોતાની જવાબદારી નિભાવવી પડશે, પોતાની જવાબદારીને પરિપૂર્ણ કરવી પડશે અને તો ભારત સુરાજ્યનું સપનું સાકાર કરવામાં વધારે વાર નહીં કરે. એ વાત ખરી છે કે, દેશની સામે સમસ્યા અનેક છે, પરંતુ આપણે એ ન ભૂલીએ કે દેશની સામે સમસ્યાઓ છે તો દેશ પાસે સામર્થ્ય પણ છે. અને જ્યારે આપણે સામર્થ્યની શક્તિને લઈને આગળ વધીએ છીએ તો સમસ્યાઓના ઉકેલના ઉપાય પણ મળી જાય છે, એટલા માટે ભાઈઓ-બહેનો ભારત પાસે જો લાખો સમસ્યાઓ છે તો સવાસો કરોડ મગજ પણ છે જે સમસ્યાઓનો ઉકેલ લાવવાનું સામર્થ્ય રાખે છે. ભાઈઓ-બહેનો એક સમય હતો, આપણે ત્યાં સરકારો આક્ષેપોથી ઘેરાયેલી રહેતી હતી, પરંતુ હવે સમય બદલાઈ ચૂક્યો છે, આજે સરકાર આક્ષેપોથી ઘેરાયેલી નથી, પરંતુ અપેક્ષાઓથી ઘેરાયેલી છે અને જ્યારે અપેક્ષાઓથી ઘેરાયલી રહે છે ત્યારે એ વાતનો સંકેત હોય છે કે જ્યારે આશાઓ હોય, ભરોસો હોય તેના ઉદરમાંથી જ અપેક્ષાઓ જન્મ લે છે અને અપેક્ષાઓ સુરાજ્ય તરફ જવાની ગતિને વધુ તેજ બનાવે છે, નવા પ્રાણ પૂરે છે. અને સંકલ્પોનો ઉમેરો નિત્ય-નિરંતર થતો રહે છે. એટલા માટે મારા ભાઈઓ-બહેનો, અમારા માટે આ સુરાજ્યની યાત્રા, આજે જ્યારે હું લાલકિલ્લાની પ્રાચીરથી તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે સરકાર શું કરી રહી છે, દેશ માટે શું થઈ રહ્યું છે, દેશ માટે શું થવું જોઈએ વગેરે વાતોની ચર્ચા થવાનું બહુ સ્વાભાવિક છે. હું પણ બહુ લાંબો સરકારના કામકાજનો હિસાબ આપની સામે મૂકી શકું છું. ઘણી બધી બાબતો આપની સમક્ષ પ્રસ્તુત કરી શકું છું. બે વર્ષના કાર્યકાળમાં અગણિત પહેલ, અગણિત કામ થયા છે. પરંતુ એ બધાનું વિવરણ આપવા બેસું તો ખબર નહીં અઠવાડિયા સુધી મારે લાલ કિલ્લાની પ્રાચીર પરથી બોલતા રહેવું પડે અને એટલા માટે, હું તે મોહના બદલે, આજે કામોની નહીં, આ સરકારની કાર્યસંસ્કૃતિ તરફ આપનું ધ્યાન દોરવા માગું છું. કેટલીકવાર કાર્યનું મૂલ્યાંકન કરવાનું સરળ હોય છે, પરંતુ કાર્યસંસ્કૃતિને સમજવાનું જ્યાં સુધી ઊંડા ન ઉતરીએ ત્યાં સુધી સમસ્યાને જાણવાનું કે ઓળખવાનું સામાન્ય માનવી માટે સરળ નથી હોતું. અને એટલા માટે મારા વ્હાલા ભાઈઓ-બહેનો , મારા વ્હાલા દેશવાસીઓ, આજે હું કેવળ નીતિની નહીં, નિયતની પણ અને નિર્ણયની પણ વાત કરી રહ્યો છું. ભાઈઓ-બહેનો કેવળ દિશા નહીં, એક વ્યાપક દૃષ્ટિકોણનો આ મુદ્દો છે. કેવળ રૂપરેખા નહીં, આ રૂપાંતરણનો સંકલ્પ છે. આ લોકઆકાંક્ષા, લોકશાહી અને લોકસમર્થનની ત્રિવેણી ધારા છે. આ મતિ પણ છે, આ સહમતિ પણ છે. આ ગતિ પણ છે અને પ્રગતિનો અહેસાસ પણ છે. અને એટલા માટે મારા વ્હાલા દેશવાસીઓ હું આજે જ્યારે સુરાજ્યની વાત કરું છું ત્યારે સુરાજ્યનો સીધો સાદો અર્થ છે આપણા દેશના અદનામાં અદના માનવીના જીવનમાં બદલવા લાવવો. સુરાજ્યનો અર્થ છે શાસન, સામાન્ય માનવી પ્રત્યે સંવેદનશીલ હોય, જવાબદાર હોય અને અદના માનવીઓ પ્રત્યે સમર્પિત હોય અને તે વખતે સારા વહિવટ પર જોર આપવું પડે છે, હર કોઈની જવાબદારીને જગાડતા રહેવું પડે છે. જવાબદારી અને જવાબદેહિતા મૂળમાં હોવી જોઈએ. ત્યાંથી જ તેને પોષણ મળવું જોઈએ. એટલા માટે ભાઈઓ-બહેનો શાસન સંવેદનશીલ હોવું જોઈએ. આપણને યાદ છે, એવા પણ દિવસો હતા, જ્યારે કોઈ મોટી હૉસ્પિટલમાં જવું હોય તો દિવસો સુધી રાહ જોવી પડતી હતી. એઇમ્સમાં લોકો આવતા હતા, બે-બે, ત્રણ-ત્રણ દિવસ વિતાવતા હતા ત્યારે જઈને એમની તપાસ ક્યારે થશે એ નક્કી થતું હતું. આજે તે સમગ્ર વ્યવસ્થાને અમે બદલી શક્યા છીએ. ઓનલાઇન રજીસ્ટ્રેશન થાય છે, ઓન લાઇન ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ મળે છે, નિર્ધારિત સમયે દર્દી આવે તો તેની સારવાર શરૂ થઈ જાય છે, એટલું જ નહીં તેને તેના સઘળા મેડીકલ રીપોર્ટ પણ ઓનલાઇન ઉપલબ્ધ હોય છે અને અમે તેને આરોગ્યના ક્ષેત્રમાં દેશવ્યાપી કાર્યસંસ્કૃતિના રૂપમાં વિકસિત કરવા માગીએ છીએ. આજે મોટી મોટી 40 થી વધુ સરકારી હૉસ્પિટલોમાં આ વ્યવસ્થા કરાઈ છે. પરંતુ તેનો મૂળ મંત્ર છે – શાસન સંવેદનશીલ હોવું જોઈએ. ભાઈઓ-બહેનો, શાસન જવાબદારીપૂર્ણ નથી હોતું તો અદના માનવીની સમસ્યાઓ જેમની તેમ લટકતી રહે છે. પરિવર્તન કેવી રીતે આવે છે ટેકનોલોજી તો છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ જરૂરી છે. એક સમય હતો, ટ્રેન ટિકિટ હિન્દુસ્તાનના સામાન્ય માનવી સાથે જોડાયેલી છે. ગરીબો સાથે સંકળાયેલી છે. પહેલાં આધુનિક ટેકનોલોજીથી એક મિનિટમાં માત્ર બે હજાર ટિકિટ નીકળતી હતી અને તે જમાનામાં કમ્પ્યૂટરમાં ચક્કર ફરતું રહેતું હતું, ખબર નહીં ક્યારે વેબસાઇટ ખૂલે. આજે મારે સંતોષથી કહેવું છે કે આજે એક મિનિટમાં 15 હજાર ટ્રેન ટિકિટ મળવાનું સંભવ બની ગયું છે. એક જવાબદાર સરકાર, સામાન્ય માનવીની જરૂરિયાતો અને અપેક્ષાઓ માટે કેવા પગલાં લઈ શકે છે તેનું આ ઉદાહરણ છે. સરકારમાં જવાબદારીપણું હોવું જોઈએ. આખાયે દેશમાં એક વર્ગ છે, ખાસ કરીને મધ્યમવર્ગ, ઉચ્ચ મધ્યમવર્ગ, તેને જ્યારે મળો તો જાણવા મળે કે કેટલીકવાર તે પોલીસવાળા કરતા ઇન્કમટેક્સવાળાથી વધુ પરેશાન થતો હોય છે, આ સ્થિતિ મારે બદલવી છે. અને હું તેમાં રોકાયેલો છું. બદલીને રહીશ. પરંતુ એક સમય હતો જ્યારે સામાન્ય પ્રામાણિક નાગરિક, પોતાનો ઇન્કમટેક્સ ભરતો હતો ત્યારે બે રૂપિયા વધારે ભરી દેતો હતો. તેને ડર હતો. પાછળથી કોઈ તકલીફ ના થાય. પરંતુ એકવાર સરકારી ખજાનામાં ધન પહોંચી ગયું તો રીફંડ મેળવવા માટે તેને લોઢાના ચણા ચાવવા પડતા હતા. લાગવગ લગાડવી પડતી હતી અને મહિનાઓ સુધી નાગરિકના હકના પૈસા સરકારી ખજાનામાંથી ચૂકવવામાં ઠાગાઠૈયા કરાતા હતા. આજે અમે ઓનલાઇન રીફંડ આપવાની વ્યવસ્થા કરી. આજે ત્રણ અઠવાડિયામાં રીફંડ મળવાનું શરૂ થઈ ગયું છે. જે આજે ટીવી પર / રેડિયો પર સાંભળતા હશે. તે પણ એ વાત સ્વીકારતા હશે કે, હા ભાઈ, મારું રીફંડ તો સીધે સીધું મારા બેન્ક ખાતામાં જમા થઈ ગયું. મારે કોઈ અરજી નથી કરવી પડી. તો આ જે જવાબદારીપણું આ ઉત્તરદાયીત્વ એ આ બધા જે પ્રયાસો કરાય છે તેનું પરિણામ છે. વહિવટમાં સુરાજ્ય માટે પારદર્શિતાને મહત્વ આપવાનું એટલું જ અગત્યનું છે. આપ જાણો છો, આજે સમાજમાં પહેલા કરતા એક વિશ્વવ્યાપી સંપર્ક-સંબંધ ધીરે ધીરે સહજ બનતો જઈ રહ્યો છે. મધ્યમવર્ગની વ્યક્તિ ઇચ્છે છે કે પોતાનો પાસપોર્ટ હોય. પહેલા જમાનો હતો કે પાસપોર્ટ માટે વરસમાં લગભગ 40-50 લાખ અરજીઓ આવતી હતી. આજે બે-બે કરોડ લોકો પાસપોર્ટ માટે અરજી કરે છે. ભાઈઓ-બહેનો પહેલાં પાસપોર્ટ મેળવવામાં, જો લાગવગ ન હોય તો ચાર-છ મહિના તો એમ જ તપાસ-પૂછપરછમાં જ વીતી જતા હતા. અમે આ સ્થિતિને બદલી છે. અને આજે હું ગર્વથી કહી શકું છું કે લગભગ એક-બે અઠવાડિયામાં નાગરિકોને પાસપોર્ટ, જે તેનો હક છે, તે પહોંચાડી દેવામાં આવે છે. અને પારદર્શિતા, કોઈ લાગવગની જરૂર નહીં, કોઈ ટાળવાની વાત નહીં, આજે હું કહી શકું છું, કેવળ 2015-2016માં પોણા-બે કરોડ પાસપોર્ટ, એટલા ઓછા સમયમાં આપવાનું કામ અમે કામ કર્યું. સુરાજ્યમાં વહિવટમાં દક્ષતા પણ હોવી જોઈએ. એફીશ્યન્સી હોવી જોઈએ. અને એટલા માટે, આપણે ત્યાં, પહેલા કોઈ કંપનીને પોતાનું કોઈ કારખાનું નાખવું હોય કે બિઝનેસ કરવો હોય તો અરજી કરતા હતા. માત્ર નોંધણીનું કામ હતું, તે દેશ માટે કંઈક કરવા માગતા હતા, પરંતુ છ-છ મહિના તો એમ જ વીતી જતા હતા. ભાઈઓ-બહેનો જો દક્ષતા લાવવામાં આવે તો તેની તે સરકાર, તેના તે નિયમો, તેના તે જ કર્મચારી, તેનું તે કંપની નોંધણીનું કામ જે 24 કલાકમાં કરવા માટે સજ્જ થઈ ગયા છે અને કરી રહ્યા છે. એકલા ગત જુલાઈ માસમાં જ 900 થી વધુ આવા રજીસ્ટ્રેશનનું કામ એમણે કર્યુ છે. ભાઈઓ-બહેનો, સુરાજ્ય માટે સુશાસન પણ જરૂરી છે. સારો વહિવટ પણ જરૂરી છે. અને તે સારા વહિવટ માટે અમે પગલા ભર્યા છે. ગયા વર્ષે મેં અહીં લાલકિલ્લા પરથી કહ્યું હતું કે, અમે સરકારની ગ્રુપ-સી અને ગ્રુપ-ડી જગ્યાઓને ઇન્ટરવ્યૂમાંથી બાકાત કરી નાખીશું. મેરીટ-લાયકાતના આધારે તેને નોકરી મળી જશે. અમે લગભગ નવ હજાર પદ એવા શોધી કાઢ્યા છે. જેના પર હજારો-લાખો લોકોની ભરતી થવાની છે. હવે એ નવ હજાર પદ પર કોઇ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા નહીં થાય. મારા નવયુવાનોને ઇન્ટરવ્યૂ આપવા માટે ખર્ચ નહીં કરવો પડે, જવું નહીં પડે, લાગવગની જરૂર નહીં પડે. ભ્રષ્ટાચાર અને દલાલો માટે રસ્તો બંધ થઈ જશે. અને આ કામને લાગુ કરી દેવામાં આવ્યું છે. ભાઈઓ-બહેનો, એક સમય હતો જ્યારે સરકાર કોઈ યોજના જાહેર કરે, કેવળ એટલું જણાવે કે કરીશું તો સામાન્ય માનવી સંતુષ્ટ થઈ જતો હતો, એને થતું હતું કે, ચાલો હવે કંઈક થશે. એક સમય એવો આવ્યો કે જ્યાં સુધી યોજનાનો નકશો તૈયાર થાય નહીં ત્યાં સુધી લોકો કહેતા હતા કે ભાઈ બતાવો, પ્લાન બતાવો. ફરી સમય આવ્યો કે લોકો પૂછતા હતા જરા બજેટ બતાવો. લોકો માંગતા હતા. આજે 70 વર્ષમાં દેશનું મન પણ બદલાયું છે. તેને યોજનાઓની જાહેરાતથી સંતોષ નથી થતો. નકશો બતાવવાથી તે સંતુષ્ટ નથી થતો, તેને બજેટની જોગવાઈઓ બતાવી દીધી એટલે તે માનવા તૈયાર નથી, એ ત્યારે માને છે જ્યારે યોજના ધરતી પર સાકાર થાય છે અને આપણે જૂની-પુરાણી ઝડપે યોજનાઓ સાકાર નહીં કરી શકીએ. આપણે આપણા કામની ગતિ ઝડપી બનાવવી પડશે. ગતિ હજી વધુ વધારવી પડશે. ત્યારે જઈને આપણે કહી શકીશું. આપણા દેશમાં દરેક ગામના નાગરિકને અપેક્ષા હોય છે કે તેને એક પાકો રસ્તો મળે. કામ બહું મોટું છે. અટલબિહારી વાજપેયીજીએ વિશેષ ધ્યાન આપીને તેમણે શરૂ કર્યું હતું. અને બાદમાં પણ સરકારે આ કામ ચાલુ રાખ્યું, આગળ વધાર્યું, અને તેને ગતિ આપવાનું કામ કર્યું છે. પહેલાં એક દિવસમાં 70-75 કિલોમીટરના ગ્રામીણ પાકા રસ્તા બનાવવાનું કામ થતું હતું. આજે એ ઝડપ વધારીને અમે રોજની 100 કિલોમીટર સુધી લઈ ગયા છીએ. આગતિ આગામી દિવસોમાં સામાન્ય માનવીની અપેક્ષાઓને પૂર્ણ કરશે. આપણા દેશમાં ઊર્જા અને તેમાં પણ પુનઃ પ્રાપ્ય ઊર્જા રીન્યુઅલ એનર્જી, પર અમારું જોર છે. એક સમય હતો જ્યારે આપણા દેશમાં આઝાદી પછીના આટલા વર્ષો પછી જે કામ ચાલતું હતું તેમાં વિન્ડ એનર્જી – પવન ઊર્જામાં ઝડપી કામ થયું. ગયા એક વર્ષની અંદર લગભગ 40 ટકા તેમાં અમે વૃદ્ધિ કરી છે. આ છે તેની ગતિનો ખરો અર્થ. સૌર ઊર્જા, પૂરી દુનિયા સૌર ઊર્જા પર ખાસ ભાર મૂકી રહ્યો છે. અમે 116 ટકા તેમાં વધારો કર્યો છે. આ બહુ મોટો બદલાવ છે. આ થોડો થોડો વધારો નથી. આ બહુ મોટી હરણફાળ છે. અમે કામને તેના જથ્થાની દૃષ્ટિએ આગળ વધારવા માગીએ છીએ. આપણા દેશમાં અમારી સરકાર બની તે પહેલાં ઊર્જાની સ્થિતિ શું હતી. જો ઊર્જાનું ઉત્પાદન થાય તો તે પહોંચાડવા માટે લાઈનો પણ હોવી જરૂરી છે. અને સારી વહન લાઇનની વ્યવસ્થા જોઈએ. અમારી સરકાર બની તે પહેલાંના બે વર્ષ સુધી એક વર્ષમાં લગભગ 30-35 હજાર કિલોમીટર લાઇન નાખવામાં આવતી હતી. આજ મારે સંતોષ સાથે કહેવું છે કે આજે આ કામ લગભગ લગભગ વર્ષે 50 હજાર કિલોમીટર સુધી પહોંચાડ્યું છે. આ ગતિ વધારવાનું કામ કર્યું છે. જો પાછલાં 10 વર્ષમાં રેલ લાઈન કમિશનીંગની વાત કરીએ તો કમિશનીંગનો અર્થ થાય છે, તે લાઇન પર ટ્રેન ચલાવવા યોગ્ય બનાવવી. બધી જ ટ્રાયલ પૂરી થઈ જવી. પહેલાં, 10 વર્ષે 1500 કિલોમીટરના હિસાબે કામ થયું હતું અને આજ બે વર્ષમાં 3500 કિલોમીટરનું કામ કરવામાં અમે સફળ થયા છીએ. આ ગતિને અમે આગળ વધારી રહ્યા છીએ.

ભાઈઓ-બહેનો, આજે આધારકાર્ડને સરકારી યોજનાઓ સાથે જોડીને સીધા લાભની બાબતમાં જે પણ છીંડાં હતા તે રોકીને કામ કરવા પર અમે જોર આપી રહ્યા છીએ. અગાઉની સરકારમાં સરકારી યોજનાઓને આધાર સાથે 4 કરોડ લોકોને જોડી શક્યા હતા. આજે મારે સંતોષ સાથે કહેવું છે કે પહેલાં જ્યાં ચાર કરોડ લોકોને જોડી શકાયા હતા ત્યાં આજે અમે 70 કરોડ નાગરિકોને આધાર અને સરકારી યોજનાઓ સાથે જોડવાનું કામ પૂરું કરી દીધું છે. અને જે બાકી છે તેમને પણ જોડવાનું કામ ચાલી રહ્યું છે.

આપણે ત્યાં મધ્યમ વર્ગના લોકો હોય, સામાન્ય વર્ગના લોકો હોય તેમાંથી જેમના ઘરે કાર હોય તેને પ્રતિષ્ઠાનો વિષય માનવામાં આવે છે. એક સમય હતો કે ઘરમાં ગેસનો ચૂલો હોય તો તેને એક ધોરણ માનવામાં આવતો હતો. સમાજમાં એક દરજ્જાના રૂપમાં માનવામાં આવતો હતો. દેશ આઝાદ થયાના 60 વર્ષ દરમિયાન આ રાંધણ ગેસ લગભગ 14 કરોડ લોકોને (60 વર્ષમાં) મળ્યો હતો. ભાઇઓ-બહેનો મને બહુ સંતોષ છે કે એક તરફ 60 વર્ષમાં 14 કરોડ રાંધણ ગેસના જોડાણ અને બીજી તરફ અમે 60 અઠવાડિયામાં નવા ચાર કરોડ કુટુંબોને રાંધણગેસના જોડાણ આપ્યા. ક્યાં 60 વર્ષના 14 કરોડ અને ક્યાં 60 અઠવાડિયામાં ચાર કરોડ. આ ગતિ છે જે સામાન્ય માણસની જિંદગીની ગુણવત્તામાં પરિવર્તન લાવવા માટે સંભવ બની છે. અમે કાયદાની ઝંઝાળની સફાઈનું કામ પણ શરૂ કર્યું છે. કાયદાઓનો બોજ સરકારને પણ, ન્યાયતંત્રને પણ અને નાગરિકો માટે પણ ગૂંચવાડા પેદા કરતો રહેતો હતો. અમે તપાસ કરીને લગભગ 1700 કાયદા શોધી કાઢ્યા છે. તેમાંથી લગભગ પોણા બારસો સંસદમાં નાબુદ પણ કરી દીધા છે અને બાકીના નાબુદ કરવાની દિશામાં આગળ વધીને તે સફાઈ અભિયાનને પણ અમે ચલાવવા માગીએ છીએ.

ભાઈઓ-બહેનો, સામાન્ય રીતે કોઈ-કોઈ વાર દેશમાં એક સ્વભાવ બની ગયો હતો કે આ કામ તો થઈ શકતું હશે. ભાઈ, અત્યારે તો નહીં થાય, ક્યારે થશે તો ખબર નહીં. નિરાશાનો આપણો મિજાજ બનતો જઈ રહ્યો હતો. તેને તોડીને બહાર નીકળવાનું, શાસનમાં ઊર્જા ભરવાનું જરૂરી હતું. અને જ્યારે કે સિદ્ધિ જોવા મળે છે, તો ઉત્સાહ પણ વધે છે. ઊર્જા પણ વધે છે. સંકલ્પ પણ બહુ દ્રઢ બની જાય છે અને પરિણામ પણ નજીક દેખાવા લાગે છે.

ભાઈઓ-બહેનો, અમે જ્યારે પ્રધાનમંત્રી જનધન યોજના જાહેર કરી તો એક પ્રકારે અશક્ય કામ હતું. શક્ય જ નહોતું. આટલા વર્ષોથી બેંકો હતી. સરકારો પણ હતી. રાષ્ટ્રીયકરણ થઈ ચૂક્યું હતું. પરંતુ સામાન્ય વ્યક્તિ નાણાં વ્યવસ્થાના મુખ્ય પ્રવાહનો ભાગ નહોતો બની શકતો. ભાઈઓ-બહેનો, 21 કરોડ કુટુંબોને, 21 કરોડ નાગરિકોને જનધન યોજનામાં જોડીને અશક્ય કામ શક્ય કરાયું. અને અશક્યને શક્ય બનાવ્યું તે સરકારના ખજાનામાં નાણાં આવ્યા તેનો સરકારને યશ નથી જતો, આ યશ સવાસો કરોડ દેશવાસીઓને જાય છે અને એટલા માટે હું આ કામ કરવા બદલ મારા સવાસો કરડો દેશવાસીઓને નમન કરું છું.
આજે હિંદુસ્તાનના ગામડાંઓમાં નારી ગૌરવનું અભિયાન ચાલે છે. તેનું એક મહત્વનું પાસું છે, ખુલ્લામાં શૌચક્રિયા બંધ કરવાનું છે. ગામોમાં શૌચાલય બનવા જોઈએ. જ્યારે પહેલીવાર મને લાલકિલ્લાની પ્રાચીરથી આપ સૌનાં દર્શન કરવાનું સદભાગ્ય મળ્યું હતું, તે દિવસે મેં મારી પોતાની ભાવના વ્યક્ત કરીને કહ્યું હતું કે મારો દેશ આવો કેવી રીતે બની શકે છે. આજે હું કહી શકું છું કે આટલા ઓછા સમયમાં હિન્દુસ્તાનમાં ગામડાંઓમાં બે કરોડથી વધુ શૌચાલય બની ચૂક્યા છે. 70 હજારથી વધુ ગામ આજે ખુલ્લામાં ઝાડે જવાની પરંપરાથી મુક્ત થઈ ચૂક્યા છે. અમે સામાન્ય જીવનમાં પરિવર્તન લાવવાની દિશામાં કામ કરી રહ્યા છીએ.

ગયા વર્ષે આ જ લાલકિલ્લાની પ્રાચીરથી મેં કહ્યું હતું કે અમે એક હજાર દિવસમાં એ 18 હજાર ગામોમાં વીજળી પહોંચાડીશું, જેમણે આઝાદીના 70 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, છતાં આજ સુધી વીજળી નથી જોઈ. 18મી સદીમાં જીવવા માટે એ લોકો મજબૂર હતા. અમે બીડું ઝડપ્યું અને અત્યાર સુધી અશક્યને શક્ય બનાવવાનો સંકલ્પ કર્યો અને આજે મારે આનંદ સાથે કહેવું છે કે એક હજાર દિવસમાંથી હજી તો અર્ધા પણ નથી થયા, અર્ધાથી પણ ઘણા દૂર છીએ, તેમ છતાં તે અઢાર હજાર ગામોમાંથી 10 હજાર ગામોમાં આજે વીજળી પહોંચી ગઈ છે. અને મને જણાવવામાં આવ્યું છે કે, તેમાંથી કેટલાય ગામો એવા છે જે આજે પહેલી વાર ટીવી ઉપર ભારતની આઝાદીની ઉજવણી ત્યાં બેઠાં બેઠાં જોઈ રહ્યા છે. હું તે ગામોને પણ આજે અહીંથી ખાસ શુભેચ્છાઓ પાઠવું છું.

ભાઈઓ-બહેનો તમને નવાઈ લાગશે, દિલ્હીથી કેવળ ત્રણ કલાકના જ અંતરે આપણે પ્રવાસ કરીએ, ખાલી ત્રણ કલાક જ થાય છે. દિલ્હીથી આટલા જ અંતરે હાથરસ વિસ્તારમાં એક ગામ છે નાગલા-ફટેલા. આ નાગલા-ફટેલા પહોંચતાં ત્રણ કલાક લાગે છે. ત્રણ જ કલાક. પણ ત્યાં વીજળી પહોંચતા 70 વર્ષ લાગી ગયા. મારા ભાઈઓ-બહેનો 70 વર્ષ લાગી ગયા. અને એટલા માટે અમે આ કામો પર, અમે કઈ કાર્ય સંસ્કૃતિથી કામ કરી રહ્યા છીએ તેનો હું પરિચય કરાવી રહ્યો છું.

ભાઈઓ-બહેનો, એલ.ઇ.ડી. બલ્બની વાત કરું. વિજ્ઞાનમાં સંશોધન કરનારાઓએ દરેક નાગરિકની ભલાઈ માટે તેને વિકસિત કર્યા. પરંતુ ભારતમાં સાડા ત્રણસો રૂપિયામાં એલ.ઇ.ડી. બલ્બ વેચાતો હતો. કોણ ખરીદે? અને સરકારને પણ લાગતું હતું કે, ‘ભાઈ ઠીક છે, આ તો થઈ ગયું તો થઈ ગયું. કોઈ કામ કરતું હશે. વાત આવી રીતે ના ચાલે. એલ.ઇ.ડી. બલ્બથી જો હિંદુસ્તાનના સામાન્ય જીવનમાં પરિવર્તન લાવી શકાય છે, પર્યાવરણમાં બદલાવ લાવી શકાય છે, ભારતના અર્થતંત્રમાં સુધારો લાવી શકાય છે, તો પછી સરકારે તેમાં કોશિશ કરવી જોઈએ.

સરકારનો સ્વભાવ હોય છે, જ્યાં માથું ન મારવું જોઈએ ત્યાં માથું મારે છે અને જ્યાં મારવું જોઈએ તેમાં નથી મારતી. ભાગી જાય છે. આ સ્થિતિ, આ કાર્યસંસ્કૃતિ બદલવાનો અમે પ્રયાસ કર્યો છે અને એટલા માટે સાડા ત્રણસો રૂપિયામાં વેચાતો આ બલ્બ સરકારની દરમિયાનગીરીના પરિણામે આજે અમે 50 રૂપિયામાં વહેંચી રહ્યા છીએ. ક્યાં સાડા ત્રણસો રૂપિયા અને ક્યાં પચાસ. હું એ પૂછવા નથી માંગતો કે આ રૂપિયા ક્યાં જતા હતા. પરંતુ અત્યાર સુધીમાં 13 કરોડ બલ્બ વહેંચાઈ ચૂક્યા છે. આપણા દેશનું રાજકારણ લોકરંજક બની ગયું છે. અર્થતંત્ર પણ લોકરંજક જ બની ચૂક્યું છે. જો સરકારી ખજાનામાંથી તે દરેક બલ્બની પાછળ ત્રણસો રૂપિયા આપવામાં આવ્યા હોત તો વાહ વાહ થાત કે આ સારા વડાપ્રધાન છે. આપણા ખિસ્સામાં ત્રણસો રૂપિયા નાખી દીધા. પરંતુ અમે 50 રૂપિયામાં બલ્બ આપીને તેમના હજારો રૂપિયા બચાવવામાં મદદ કરી છે. 13 કરોડ બલ્બ વહેંચાઈ ચૂક્યા છે. 77 કરોડ બલ્બ વહેંચવાનો સંકલ્પ છે અને હું આજે દેશવાસીઓને કહેવા ચાહું છું કે આપ પણ આપના ઘરમાં એલ.ઇ.ડી. બલ્બ લગાડશો. વરસમાં અઢીસો, ત્રણસો, પાંચસો રૂપિયા બચાવો અને દેશની ઊર્જા બચાવો. દેશના પર્યાવરણને બચાવો. જ્યારે 77 કરોડ એલ.ઇ.ડી. બલ્બ લાગી જશે. હિન્દુસ્તાનની 20 હજાર મેગાવોટ વીજળી બચી જશે અને જ્યારે 20 હજાર મેગાવોટ વીજળી બચશે એટલે લગભગ સવાલાખ કરોડ રૂપિયા બચશે. ભાઈઓ-બહેનો, આપ આપના ઘરોમાં એક એલ.ઇ.ડી. બલ્બ લગાવીને દેશના સવા લાખ કરોડ રૂપિયા બચાવી શકો છો. 20 હજાર મેગાવોટ વીજળી બચાવીને આપણે ગ્લોબલ વોર્મિંગ વિરુદ્ધ લડાઈ લડી શકીએ છીએ. આપણે દેશના પર્યાવરણના રક્ષણના પ્રયાસોમાં બહુ મોટું યોગદાન આપી શકીએ છીએ. અને આ સામાન્ય માનવી આપી શકે છે. એટલા માટે ભાઇઓ-બહેનો અમે આ દિશામાં કામ કર્યું છે. અશક્યથી શક્ય કામ તમે જાણો છો. આપણે ઊર્જા પર, પેટ્રોલિયમ પેદાશો પર દુનિયાના અન્ય દેશો પર નિર્ભર છીએ. અને તેના કારણે લાંબા ગાળાના કરારો થયા છે. જેથી આપણને લાંબા સમય સુધી નિશ્ચિત કિંમતે તે વસ્તુઓ મળતી રહે છે. કતાર સાથે ગેસનો આપણો કરાર 2024 સુધીનો છે પરંતુ ભાવ એટલો છે કે તે આપણને ભારતના અર્થતંત્ર માટે મોંઘો પડી રહ્યો છે. આપણી વિદેશ નીતિના સંબંધોનું પરિણામ એ આવ્યું કે આપણે કતાર સાથે ફરી મંત્રણા કરી. જે કરાર થઈ ચૂક્યો હતો, જે કતારનો હક હતો, 2024 સુધી આપણે તે ભાવથી ગેસ ખરીદવા માટે બંધાયેલા હતા, પરંતુ આપણે તેમની સામે વાટાઘાટો કરી અને આજે હું સંતોષપૂર્વક કહું છું કે અશક્ય પણ શક્ય બની ગયું. તેમણે પોતાના ભાવ અંગે ફરી બાંધછોડ કરી અને હિન્દુસ્તાનના ખજાનામાંથી 20 હજાર કરોડ રૂપિયા બચી જશે. 20 હજાર કરોડ રૂપિયા લેવા તેઓ હકદાર હતા, પરંતુ આપણા સંબંધોનું રૂપ મોટું છે, આપણી નીતિઓનું સ્વરૂપ મોટું છે તેના કારણે આપણે આ કામ કરી શક્યા છીએ.

ચાબહાર બંદર મધ્ય એશિયા સાથે જોડવાની એક મહત્વની કડી છે. સઘળી સરકારો વચ્ચે સતત ચર્ચા થતી રહી. વારંવાર પ્રયાસો થતા રહ્યા. આજે મને અશક્ય કાર્ય શક્ય થતું જોઈ આનંદ થઈ રહ્યો છે. જ્યારે ઇરાન, અફઘાનિસ્તાન અને હિન્દુસ્તાન સાથે મળીને ચાબહાર બંદરના નિર્માણ માટે પગલાં ભરવાની દિશામાં નવીન યોજના સાથે આગળ વધે છે ત્યારે અશક્ય કામ શક્ય બની જાય છે.

મારા ભાઈઓ-બહેનો, એક વાત કે જે આ સમયે હું આપને કહેવા માગું છું, અને જે સામાન્ય માનવી સાથે જોડાયેલી છે, તે છે મોંઘવારી. એ વાત ખરી છે કે પહેલાંની સરકારમાં ફૂગાવાનો દર 10 ટકાને પણ વટાવી ગયો હતો. અમારા સતત પગલાંના કારણે અમે ફૂગાવાનો દર 6 ટકાથી ઉપર જવા નથી દીધો. એટલું જ નહીં, હમણાં અમે રીઝર્વ બેન્ક સાથે સમજૂતી કરી છે કે ફૂગાવાને 4 ટકાથી બે ટકા ઓછા વત્તા દરે રાખવા માટે ફૂગાવાને કાબુમાં રાખવાની દિશામાં રીઝર્વ બેન્ક પગલાં ભરે. ફૂગાવો અને વિકાસના સમતોલનની જે ચર્ચાઓ થતી હતી તેનાથી ઉપર ઊઠીને આગળ આવવાની દિશામાં કામો કર્યાં, પરંતુ તેમ છતાં બે વર્ષ દેશમાં દુષ્કાળ પડ્યો, શાકભાજીના ભાવો પર દુષ્કાળની અસર તરત પડે છે. બજારમાં ખેંચની પણ અસર પડે છે. તેના લીધે કેટલીક મુશ્કેલીઓ ચોક્કસ આવી. બે વર્ષના દુષ્કાળના કારણે કઠોળના ઉત્પાદનમાં ઘટાડો પણ ચિંતાનો વિષય બન્યો. પરંતુ ભાઈઓ-બહેનો, આ બધા છતાં પણ જે રીતે પહેલાં મોંઘવારી વધતી હતી, તે જ ઝડપે જો વધી હોત તો ખબર નહીં મારા દેશના ગરીબનું શું થાત. મોંઘવારી રોકવા અમે ભરપૂર કોશીશ કરી તેમ છતાં પણ આ સરકાર અપેક્ષાઓથી ઘેરાયેલી છે.

મારા દેશવાસીઓ, આપની અપેક્ષાઓ સ્વાભાવિક છે. હું એ દિશામાં પ્રયત્નો કરવામાં કોઈ કચાશ નહીં રહેવા દઉં. જેટલો પ્રયાસ મારાથી થશે, હું કરતો રહીશ અને ગરીબની થાળી મોંઘી થવા દઈશ નહીં– નહીં થવા દઉં.

મારા વ્હાલા ભાઈઓ-બહેનો, આ વર્ષે દેશ, ગુરૂ ગોવિંદસિંહજીની 350મી જ્યંતિ ઉજવવાની તૈયારી કરી રહ્યો છે. દેશના માટે બલિદાનની ગાથા, શિખ ગુરુઓની પરંપરાને આ દેશ કેવી રીતે ભૂલી શકે છે. અને આપણે જ્યારે ગુરુ ગોવિંદસિંહજીની 350મી જ્યંતિ ઉજવી રહ્યા છીએ ત્યારે તેમની એક વાત યાદ આવે છે. ગુરુ ગોવિંદસિંહજીએ બહુ સરસ વાત કરી હતી, ગુરુ ગોવિંદસિંહજી કહેતા હતા, જે હાથે કદિ સેવા ન કરી હોય, જે હાથથી ક્યારેય કોઈ કામ ના થયું હોય, ‘જે હાથ શ્રમથી મજબૂત ન બન્યા હોય, જે હાથમાં કામ કરતા કરતા હાથમાં ડંખ ના પડી ગયા હોય, તે હાથને હું પવિત્ર હાથ કેવી રીતે માની શકું છું.’ આવું ગુરુ ગોવિંદસિંહજીનું કહેવું છે. આજે જ્યારે આપણે ગુરુ ગોવિંદસિંહજીની 350મી જ્યંતિ ઉજવી રહ્યા છીએ ત્યારે હું મારા ખેડૂતોને યાદ કરું છું. તેમનાથી વધુ પવિત્ર હાથ બીજા કોના હોઈ શકે છે. તેમનાથી વધુ પવિત્ર હૃદય કોના હોઈ શકે છે. તેમના સિવાય પવિત્ર હેતુ બીજા કોનો હોઈ શકે છે. બે વર્ષના દુષ્કાળ છતાં પણ દેશના અન્નના ભંડાર ભરવા માટે જેમણે સતત પ્રયાસો કર્યા તેવા મારા કિસાન ભાઈઓને તે માટે હું ધન્યવાદ આપું છું.

દુષ્કાળની સ્થિતિ બદલી છે. આ વખતે સારો વરસાદ થઈ રહ્યો છે. ક્યાંક ક્યાંક અતિવૃષ્ટિના કારણે તકલીફ પણ થઈ છે. જે રાજ્યોને, જે નાગરિકોને તકલીફ થઈ છે, તેમના સંકટના સમયે ભારત સરકાર પૂરી રીતે તેમની સાથે છે. પરંતુ મારા કિસાન ભાઈઓ આજે હું ખાસ અભિનંદન આપવા માગું છું. આપણા દેશમાં આપણે જ્યારે કઠોળની અછત અનુભવી રહ્યા છે, આપણા ખેડૂતો જ્યારે બીજા પાકો પર ચડી ગયા હતા, પરંતુ ભારતમાં સામાન્ય માનવીની કઠોળની માંગ વધી, ત્યારે આજે મારે સંતોષની સાથે કહેવું છે કે આ વખતે મારા કિસાનોએ કઠોળનું વાવેતર દોઢ ગણું કરી નાખ્યું છે. કઠોળનું સંકટ દૂર કરવા માટે, તેનો ઉપાય શોધવામાં મારો ખેડૂત આગળ આવ્યો છે. અને હું ખેડૂતોને અભિનંદન પાઠવું છું કે અમે કઠોળના લઘુતમ ટેકાના ભાવ નક્કી કર્યા છે. અમે દાળ માટે બોનસ જાહેર કર્યું છે. ખેડૂતો પાસેથી દાળ ખરીદવાની વ્યવસ્થા પણ સારી ગોઠવી છે અને એટલા માટે હવે અમે ખેડૂતને જ્યારે કઠોળ વાવવા માટે પણ પ્રોત્સાહિત કરી રહ્યા છીએ અને તેનો લાભ પણ બહુ મોટો થશે.
ભાઈઓ-બહેનો, હું જ્યારે કાર્ય સંસ્કૃતિની વાત કરી રહ્યો હતો, તો એ વાત સ્પષ્ટ છે કે આપણે ચીજોને ભાગ પાડીને નથી જોતા. આપણે બાબતોને સમગ્ર રૂપથી જોઈએ છીએ. સંકલિતરૂપે જોઈએ છીએ. અને આવી સંકલિત બાબત અંતર્ગત કેવળ ખેતીને જ લો. આપણે કેવી રીતે એવી કાર્યસંસ્કૃતિ વિકસાવી છે જેની એક પૂરી સાંકળ કેટલું મોટું પરિણામ આપી શકે છે.
અમે સૌથી પહેલું ધ્યાન કેન્દ્રીત કર્યું આ ધરતી માતાની તબિયત માટે, જમીનના આરોગ્ય માટે સોઇલ હેલ્થ કાર્ડ, મુખ્ય પોષક તત્વો, સૂક્ષ્મ પોષક તત્વોની ચિંતા કરી અને ખેડૂતોને એ સમજાવ્યું કે તમારી જમીનમાં આ ઉણપ છે અને આ સારી બાબત છે. તમારી જમીન આ પાકને યોગ્ય છે, આ પાક માટે નહીં અને ખેડૂતોને ધીરે ધીરે સોઇલ હેલ્થકાર્ડની મદદથી પોતાના પાકનું આયોજન શરૂ કર્યું અને જે જે ખેડૂતોએ પાક આયોજન કર્યું છે તેઓ મને જણાવે છે કે સાહેબ અમારો ખેતી ખર્ચ લગભગ 25 ટકા ઓછો થઈ રહ્યો છે. અને અમારી ઉપજમાં 30 ટકાનો વધારો દેખાઈ રહ્યો છે. હજી આ સંખ્યા ઓછી છે પરંતુ આવનારા દિવસોમાં જેમ જેમ વાત ફેલાશે આ વિસ્તાર આગળ વધશે. ખેડૂત પાસે જમીન છે, જો તેને પાણી મળી જાય તો મારા દેશના ખેડૂતની તાકાત છે કે તે માટીમાંથી સોનું પેદા કરી શકે છે. આ તાકાત મારા દેશના ખેડૂતમાં છે અને એટલા માટે અમે જળ વ્યવસ્થાપન પર ભાર મૂક્યો છે. જળસિંચન પર ભાર મૂક્યો છે. જળ સંરક્ષણ પર ભાર મૂક્યો છે. પાણીનું એક એક ટીપું કેવી રીતે ખેડૂતને કામ આવે, પાણીનું મહત્વ કેવી રીતે વધે, ટીપા દીઠ વધુ પાક, સૂક્ષ્મ સિંચાઈ વગેરે પર અમે ભાર મૂકી રહ્યા છીએ. 90 ટકાથી વધારે સિંચાઈ યોજનાઓ અડધી-પડધી ઠપ્પ પડી હતી. અમે બીડું ઝડપ્યું છે કે સૌથી પહેલાં તે યોજનાઓ પૂરી કરીશું અને લાખો હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે તે દિશામાં કામ કરીશું. અમે ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટે તે તરફ ધ્યાન આપ્યું છે. કારણ કે ખેડૂતને આજકાલ વીજળીની પણ જરૂર પડે છે. પાણી જોઈએ તો વીજળી પણ જોઈએ. વીજળી મોંઘી પડે છે. અમે સોલાર પમ્પનું મોટું કામ ઉપાડ્યું છે. મોટા પ્રમાણમાં ઉઠાવ્યું છે. તેના પરિણામે ખેડૂતનો ખેતી ખર્ચ ઘટવાનો છે. વરસો વર્ષ થનારો ખર્ચ ઘટવાનો છે અને સોલાર પમ્પ ઘરમાં હોવાના કારણે વીજળી પણ પોતાની, સૂરજ પણ પોતાનો, જમીન પણ પોતાની અને ખળું પણ પોતાનું. મારો ખેડૂત પોતાના પર જ નિર્ભર અને આબાદ પણ થશે. અત્યાર સુધી 77 હજાર સોલાર પમ્પ વહેંચવામાં અમે સફળતા મેળવી છે.

ભાઈઓ-બહેનો, હું મારા દેશના વૈજ્ઞાનિકોને પણ અભિનંદન આપવા માંગું છું. જમીન, પાણી, સોલાર પમ્પની સાથે સારા બિયારણની પણ જરૂર હોય છે. ભારતની આબોહવા અને પ્રકૃતિને અનુકૂળ એવાં 131થી વધુ નવાં ખેતી માટે યોગ્ય બિયારણ આપણા દેશના વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યા છે. જે આપણા હેક્ટર દીઠ ઉત્પાદન વધારવાની ક્ષમતાવાળાં છે. તેની અંદર જે મૂલ્ય છે તે મૂલ્યમાં પણ વધારો થઈ રહ્યો છે. હું આ વૈજ્ઞાનિકોને ખૂબ-ખૂબ ધન્યવાદ આપું છું.

ખેડૂતને યુરિયા જોઈએ. ખાતર જોઈએ. એક જમાનો હતો કે ખાતરના કાળા-બજાર થતા હતા. એક સમય હતો કે ખાતર મેળવવા માટે પોલીસનો લાઠીચાર્જ ખમવો પડતો હતો. એક જમાનો હતો કે ખાતરના અભાવે ખેડૂત પોતાની આંખો સામે પોતાના પાકને બરબાદ થતો જોતો હતો. ભાઈઓ-બહેનો, ખાતરની અછત એ વીતેલા દિવસોનો વિષય બની ગઈ છે. ઇતિહાસના ગર્ભમાં ચાલ્યો ગયો છે. આજે આપણે ખાતરની અછત નહીં પણ સૌથી વધુ ખાતરનું ઉત્પાદન કરવામાં સફળ થયા છીએ.

ભાઈઓ-બહેનો ખાતરના આટલા ઉત્પાદનના પરિણામે ખેડૂતોને જરૂર પડશે તેટલું ખાતર મળવાની સંભાવના છે.
તે જ રીતે અમે પાક વીમા યોજના બનાવી છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના. જમીનથી લઈને ઉત્પાદિત ચીજો સુધી ખેડૂતનું રક્ષણ કરવું. પહેલીવાર ઓછામાં ઓછા પ્રિમિયમથી વધુમાં વધુ, તે પણ ગેરંટી સાથે પાક વીમો આપવાનું કામ ભાઈઓ-બહેનો અમે કર્યું છે. પાકના ઉત્પાદનમાં સંગ્રહ માટે, અનાજના સંરક્ષણ માટે અને 15 લાખ ટનની ક્ષમતાના નવા ગોદામોનું નિર્માણ કર્યું છે.

આપણા દેશમાં ખેડૂતનું ભલું ત્યારે જ થશે, જ્યારે આપણે મૂલ્યવૃદ્ધિ તરફ જવા માટે અમે પહેલી વાર ફૂડ પ્રોસેસિંગ પર વિશેષ રૂપે જોર આપ્યું છે. 100 ટકા સીદા વિદેશી મૂડીરોકાણને અમે પ્રોત્સાહન આપ્યું છે. જેના લીધે કૃષિ આધારિત ઉદ્યોગોને નવું બળ મળશે અને કૃષિ આધારિત ઉદ્યોગોને જ્યારે બળ મળશે તો મારા ભાઈઓ-બહેનો મને વિશ્વાસ છે કે, 2022માં ખેડૂતની આવક બમણી કરવાનું મારું સપનું આ બધી બાબતો દ્વારા શક્ય બનશે અને તેના માટે અમે એક પછી એક પગલાં ભર્યાં છે જેનાથી આપણા ખેડૂતને ફાયદો થશે.

ભાઇઓ અને બહેનો આપણા દેશમાં એક પરંપરા બની ગઇ, સરકારોએ પોતાની ઓળખ બનાવવા માટે ઘણું બધું કર્યું અને આપણા દેશમાં જે પ્રકારનો સ્વભાવ છે. એકાદ લોકપ્રિય કાર્ય કરી દો. એકાદ લોકોને લાલચ આપનારું કાર્ય કરી દો, સરકારી ખજાનાને ખાલી કરી દો. સરકારની ઓળખ બનાવવાની પરંપરા રહી છે. ભાઇઓ બહેનો, મેં પોતાને તેમાંથી દૂર રાખવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે અને એટલા માટે એકદમ પારદર્શકતા, પારદર્શકતાની સાથેનું પરિવર્તન, રિફોર્મ પર્ફોરમ, ટ્રાન્સફોર્મ તે મંત્રને લઇને અમે એક પછી એક ચીજો અને દરેક ક્ષેત્રમાં, દરેક ક્ષેત્રમાં કરવાનો અમે પ્રયાસ કર્યો છે. ભાઇઓ અને બહેનો અમે સરકારની ઓળખ બનાવવા કરતા આ હિન્દુસ્તાનની ઓળખ કેવી રીતે બને તેની પર ભાર મુક્યો છે. અમારી ઓળખ બને ન બને દેશની ઓળખ બનવી જોઇએ. દેશની ઓળખ બનશે તો આગામી સદીઓ સુધી, આપણી આગામી પેઢીઓ સુધી તેનો લાભ મળવાનો છે. અને એટલા માટે અમે સરકારની ઓળખને પ્રાથમિકતા નથી આપી પરંતુ દેશની ઓળખને પ્રાથમિકતા આપી છે. આજે અમે રેલવેમાં, તમે જોતા હશો કે અમારા કામની સીમા ક્યાં છે, એક તરફ આપણે રેલવેમાં બાયો ટોયલેટની પણ ચર્ચા કરીએ છીએ તો આપણે બુલેટ ટ્રેન લાવવાની પણ ચર્ચા કરીએ છીએ, એક તરફ આપણે ખેડૂત જમીન ચકાસણી કાર્ડ લાવવાની ચર્ચા કરીએ છીએ. તો બીજી તરફ આપણે સેટેલાઇટ તથા સ્પેસ ટેક્નોલોજીની દિશામાં પણ આગળ વધવા માગીએ છીએ. આપણે સ્ટેન્ડ અપ ઇન્ડિયાની વાતો કરીએ છીએ તો સ્ટાર્ટ અપ ઇન્ડિયા માટે પણ પગલા ઉઠાવીએ છીએ. આપણે પ્રતિકવાદની જગ્યાએ વાસ્તવિકતા પર ભાર મૂકી રહ્યા છીએ. આપણે પૃથક વિકાસ ના સ્થાને એકીકૃત વિકાસ તરફ ભાર મૂકી રહ્યા છીએ. આપણે એનટાઇટલમેન્ટ છોડીને સશક્તિકરણ પર ભાર મૂકી રહ્યા છીએ. અને જ્યારે દેશ સશક્ત થાય છે મારા ભાઇઓ અને બહેનો આપણા દેશમાં નવી યોજનાઓની જાહેરાત કરવાથી સરકારની ઓળખ બની જાય છે પરંતુ જૂની યોજનાઓ એવી રીતે અટકી પડે છે. સરકારની એક નિરંતરતા હોય છે, જો પહેલાની સરકારોએ પણ કોઇ કાર્ય કર્યું છે તો દેશની ભલાઇ એમાં છે કે તો એની કોઇ ખામી જરૂર દૂર કરે. પરંતુ તે કામને આગળ વધારવાનું હોય, આ તમારી સરકારનું કામ અમે નહીં કરીએ. અમે તો અમારી સરકારનું કામ કરીશું. આ અહંકાર લોકશાહીમાં ન ચલાવી શકાય અને એટલા માટે અમે માથું ઝુકાવીને જૂની સરકારોના કામને પણ એટલું જ મહત્વ આપ્યું છે. અને આ જ અમારી કાર્યશૈલીની ઓળખ છે. કારણ કે આ દેશ , આ દેશ તે અખંડ અવિરત વ્યવસ્થા છે અને આ વ્યવસ્થાને અમે ચલાવવા માગીએ છીએ અને તેના અંતર્ગત જ હું એક પ્રગતિ કાર્યક્રમ ચલાવું છું દરેક મહિને, દરેક મહિને જાતે જ રીપોર્ટ મેળવું છું. જાતે જ બેસું છું. તમને હેરાની થશે કે સાડા સાત કરોડ રૂપિયાના લગભગ લગભગ એક સો અઢાર પ્રોજેક્ટ કોઇને કોઇ સરકારોએ શરૂ કર્યા હતા, વિચાર્યું હતું, એક યોજના બનાવી હતી, અટકી પડ્યા હતા, તેમને મેં બહાર કાઢ્યાં, મેં કહ્યું પૂરા કરો આટલા રૂપિયા બરબાદ થયા, અને જોડીને કાર્યને પૂરું કરો. આજે તે કામ પૂરા થઇ રહ્યા છે. અમે એક પ્રોજેક્ટ દેખરેખ ગ્રૂપ બનાવ્યું છે. મેં અલગ રીતે કહ્યું જુઓ એવા કયા કાર્ય હતા કે જે ક્યારેય શરૂ થયા હતા ?

કોઇ 20 વર્ષ પહેલા, કોઇ 25 વર્ષ પહેલા, કોઇ 30 વર્ષ પહેલા, કોઇ 15 વર્ષ પહેલા અટકીને પડ્યા હતા. આજે જે લોકો તે વિસ્તારમાં રહે છે તેને ખબર છે, લગભગ લગભગ 10 લાખ કરોડ રૂપિયાના 270 પ્રોજેક્ટ અમે શોધી કાઢ્યાં કે જેમનો કોઇને કોઇ સરકારે શિલાન્યાસ કર્યો હશે, કોઇએ હજાર બે હજાર કરોડ રૂપિયા લગાવી દીધા હતા પરંતુ ત્યાર બાદ તે ધૂળમાં ખોવાઇ ગયા હતા. તેને અમે ફરીથી કામ કરવા માટે તે અટકેલી યોજનાઓને, ભાઇઓ બહેનો, યોજનાઓનું અટકવું, યોજનાઓનું ખોરંભે ચડવું. યોજનાનું મોડું થવું, રૂપિયાની બરબાદી થવી, એક પ્રકારથી ગૂનાખોરીની પ્રવૃત્તિ છે, અને તેને અમે પાર કરવાનો પ્રયાસ કર્યો છે. રેલવે પ્રોજેક્ટની મંજૂરીઓ, બે વર્ષ લાગતા હતા, ટ્રેન જઇ રહી છે, બ્રિજ બનાવવો છે, બે તરફ રસ્તા બની ચૂક્યા છે. બે – બે વર્ષ લાગી જતા હતા, ભાઇઓ અને બહેનો આ જે તે કામ, ત્રણ મહિના, ચાર મહિના વધારેમાં વધારે છ મહિનામાં તે પ્રોજેક્ટને મંજૂરી આપવા સુધીની ગતિ અમે લઇ આવ્યા છીએ. ભાઇઓ અને બહેનો અમે કેટલું પણ કામ કરીએ, કેટલીય યોજનાઓ બનાવીએ, પરંતુ સરકાર સુશાસન માટે છેલ્લા માનવી સુધીની સેવા, છેલ્લા માનવી સુધી તેનો લાભ કેવી રીતે મળે છે તેની પર ભાર આપવાનો હોય છે, ભાઇઓ અને બહેનો જ્યારે નીતિ સાફ હોય, નિયત, સ્પષ્ટ રીતે હોય, સાફ નિતી, સ્પષ્ટ નિતિ, સાફ નિયમ, સ્પષ્ટ નિયત હોય છે. ત્યારે નિર્ણય કરવાનો જુસ્સો પણ કંઇક અલગ હોય છે અને એટલા માટે નિર્ણય વગર સંકોચે થઇ શકે છે. અમારી સરકાર સ્પષ્ટ નિતિના કારણે, સાફ નિયતના કારણે, વગર અટકે, અટક્યા વગર બાબતોને આગળ વધારીને અને છેલ્લા માણસ સુધી તેનો લાભ મળે તે પ્રકારે કાર્ય કરી રહી છે. આપણે જોયું છે કે ઉત્તર પ્રદેશના અખબાર વાંચશો તો, દરેક વર્ષે શેરડીના ખેડૂતોના બાકી નાણાં, તે દરેક વખતે ચર્ચામાં રહેતું હતું, સુગર મીલ આ નથી કરતી, રાજ્ય સરકાર આ નથી કરતી, શેરડીના ખેડૂતોને આ પરેશાની છે, હજારો કરોડ રૂપિયાનું બાકી લેણું હતું. હજારો કરોડ રૂપિયાનું લેણું હતું, અમે તેના માટે એક યોજના બનાવી , તેની પાછળ પડી ગયા, છેલ્લા માણસ સુધી તેનો લાભ, ખેડૂતના ઘર સુધી તેના પૈસા પહોંચવા જોઇએ. જૂનું જે લેણું હતું, જૂનું લેણું હતું, આજે હું ગર્વની સાથે કહી રહ્યો છું ભાઇઓ અને બહેનો કે 95 ટકા દેવું, 95 ટકા લેણું અમે ચૂકતે કરી દીધું છે. આ ઘણા વર્ષો બાદ થયું છે. આ વખતે શેરડીનો જે વેપાર થયો. શેરડી ખરીદવામાં આવી. આજે હું સંતોષ સાથે કહી શકું છું કે અત્યાર સુધી લગભગ 95 ટકા લેણૂં ચૂકતે કરી દેવામાં આવ્યું છે. અને જે પાંચ ટકા પણ બાકી રહ્યું હશે તે આગામી સમયમાં જરૂર વહેંચી દેવામાં આવશે તેવો મને વિશ્વાસ છે. ભાઇઓ અને બહેનો એલપીજીના ગેસ કનેક્શન ગરીબ પરિવારોને આપવાનું અમે બીડું ઝડપ્યું છે. ઉજ્જવળ યોજના અંતર્ગત મારી ગરીબ માતાને ચૂલ્હાથી મુક્તિ આપવાનું અભિયાન અમે ઝડપથી ચલાવ્યું છે. પાંચ કરોડ ગરીબ પરિવારોને જ્યારે ગેસનો ચૂલ્હો મળશે, અને 3 વર્ષમાં કરવાનું બીડું ઝડપ્યું છે. આ કામ ચાલી રહ્યું છે, લગભગ લગભગ 50 લાખ સુધી અમે પહોંચી ગયા છીએ. અને તે પણ તે છેલ્લા 100 દિવસોની અંદર આ કામ થઇ ગયું છે. તમે કલ્પના કરી શકો છો કે અમે ત્રણ વર્ષ પહેલા આ કાર્યને પૂરું કરી દઇએ, છેલ્લા માનવી સુધી તેના લાભ પર અમે ભાર આપવા માગીએ છીએ. આપણી પોસ્ટ ઓફિસ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, વોટ્સ એપ મેસેજીસ,ઓનલાઇન ઇ – મેઇલ, તેમના કારણે ધીર ધીરે પોસ્ટ ઓછી થવા લાગી, પોસ્ટ ઓફિસ, આપણી જે ઓળખ છે, અમે પોસ્ટ ઓફિસને પુર્ન જીવિત બનાવવાનું, ફરીથી તાકાતવાર બનાવવાનું, પોસ્ટ ઓફિસ ગરીબ અને નાના વ્યક્તિ સાથે જોડાયેલું રહે છે.

સરકારનો પ્રતિનિધિ કોઇ હિન્દુસ્તાનના સામાન્ય માનવી સાથે પ્રેમથી જોડાયેલો રહે છે તો એ ટપાલી હોય છે, ટપાલીને દરેક કોઇ પ્રેમ કરે છે, ટપાલી દરેકને પ્રેમ કરે છે. પરંતુ તે ટપાલી તરફ આપણું ક્યારેય ધ્યાન જતું નથી, આપણે બેન્કોને, આપણી પોસ્ટ ઓફિસને પેમેન્ટ બેન્ક બનાવવાની દિશામાં પગલા લીધા છે. આ પેમેન્ટ બેન્ક બનાવાથી એક સાથે દેશના ગામો સુધી બેન્કોની જાળ ફેલાશે, જન ધનનો લાભ મળશે, અને સામાન્ય માનવીના પૈસા સીધા તેના ખાતામાં જાય છે, ભ્રષ્ટાચાર ઓછો થઇ રહ્યો છે. તેમાં આ બેન્કોને પેમેન્ટ બેન્ક બનાવવાનો પોસ્ટ ઓફિસનું અમારું જે કામ છે તેનો લાભ મળશે, ભાઇઓ અને બહેનો , આપણા દેશમાં જે પણ પીએસયુ બને છે, તે પીએસયુ, ખાડામાં જવા બને છે, અટકી જવા બને છે, તાળા વાગી જવા બને છે, કે પછી વેચાવા બને છે આ તેનો ઇતિહાસ રહ્યો છે. એક નવી કાર્ય સંસ્કૃતિ લાવવાનો અમે પ્રયાસ કર્યો છે. અને આજે હું પહેલી વખત સંતોષ સાથે કહી રહ્યો છું. જો આ એર ઇન્ડિયા સમગ્ર રીતે બદનામ થઇ રહ્યું હતું. તે એર ઇન્ડિયાને અમે ગયા વર્ષે ફાયદો કરાવવામાં સફળ થયા છીએ. બીએસએનએલ, આખી દુનિયાની ટેલિકોમ કંપનીઓ કમાઇ રહી છે, બીએસએનએલ ખોટ કરી રહી હતી, પહેલી વખત બીએસએનએલે નફો કરાવવામાં અમે સફળતા મેળવી છે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ક્યારેય ફાયદામાં આવશે તે માનતા નહોતા આજે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ફાયદામાં રહ્યું છે. એક જમાનો હતો વિજળીનું કારખાનું આવતા અઠવાડિયે ચાલશે કે કેમ તે ખબર નહોતી, કોલસો આવશે કે નહીં આવે, કેટલા વિજળીના કારખાના કોલસાના કારણે બંધ પડ્યા તે સમાચારો આવતા હતા, આજે કોલસો, વિજળીના કારખાનાના દરવાજા સુધી ઊભો છે. મહિના સુધી જેટલો જોઇએ એટલો આવીને ઊભો છે, ભાઇઓ અને બહેનો આ કામને અમે કર્યું છે, તમે જોયું હશે, ક્યારેક ક્યારેક આપણા દેશમાં મોટા મોટા ભ્રષ્ટાચારની ચર્ચા થાય છે. પંરતુ ભ્રષ્ટાચાર કેવી રીતે ગરીબ માણસને લૂંટે છે. કેવી રીતે પૈસા બરબાદ થાય છે તે મેં સારી રીતે જોયું છે. અમે આધાર કાર્ડને, આધાર નંબરને સરકારી યોજનાઓ સાથે જોડ્યા છે અને સરકારી યોજનાઓના કારણે ભાઇઓ અને બહેનો એક સમય હતો કે જ્યારે અમે એ જોયું હતું કે વિધવા પેન્શન હોય, સ્કોલરશિપ હોય, દિવ્યાંગો માટે કોઇ વ્યવસ્થા હોય, લઘુમતિ માટે કોઇ વ્યવસ્થા હોય, સરકારી ખજાનાથી પૈસા જતા હતા, લાભાર્થીઓની યાદી પણ આવતી હતી પંરતુ અમે જ્યારે જોયું તો ધ્યાનમાં આવ્યું કે જેમનો જન્મ પણ થયો નથી, જે દુનિયામાં પણ આવ્યા નથી, તેવા લોકો પણ આ યાદીમાં છે. અને આ પ્રકારની .યોજનાઓનો લાભ ઉઠાવી રહ્યા છે, આ વચેટિયાઓ અબજો ખર્વો રૂપિયા સેરવી લેતા હતા, અને ક્યારેય કોઇનું ધ્યાન જતું નહોતું. આ આધાર નંબરના કારણે અમે આ વચેટિયાઓને બહાર કર્યા, પૈસા સીધા આપ્યા, અને અનુભવ આવ્યો કે કરોડો લોકો એવા મળ્યા કે જે છે જ નહીં પરંતુ રૂપિયા જતા હતા, અબજો ખર્વો રૂપિયા

હતા, તે તો બંધ થયા, પૈસા બચી ગયા પરંતુ અમે કહ્યું કે જે જરૂરિયાતવાળા લોકો છે જે બહાર રહી ગયા હતા, તેમને શોધીને લાવો, આ પૈસા તેમના ખજાનામાં જવા જોઇએ અને તેમના હક માટે લડવા માગે છે, છેલ્લા માનવી સુધી લાભ તે દિશામાં અમે કાર્ય કર્યું છે અને આજે તેને અમે પહોંચાડ્યા છે. પારદર્શિતાનું બળ, કોલસાનો ભ્રષ્ટાચાર કોણ જાણતું નથી. આજે કોલસાની હરાજી, કોઇ આરોપ નહીં, કોઇ દાગી નહીં અને આજે હિન્દુસ્તાનમાં, રાજ્યોને આગામી સમયમાં જેમ જેમ કોલસો નીકળતો જશે લાખ્ખો રૂપિયાની કમાણી થતી રહેશે, સ્પ્રેક્ર્ટમની હરાજી, આક્ષેપોમાં સપડાયેલી હતી અમે તેની ઓનલાઇન હરાજી કરી, અને આજે દેશનો ખજાનો પણ ભરાયો, સ્વસ્થ્ય સ્પર્ધા પણ થઇ જેનો દેશને લાભ થયો, ભાઇઓ અને બહેનો આજનું વિશ્વ એક વૈશ્વિક આર્થિક યુગમાંથી પસાર થઇ રહ્યું છે. આજે દરેક દેશ એક સાથે જોડાયેલા છે. એક બીજા પર નિર્ભર છે, આર્થિક વિષયથી વિશ્વ એક પ્રકારથી કોઇને કોઇ સાથે જોડાયેલું છે. આપણે આપણા દેશમાં ગમે તેટલી પ્રગતિ કરીએ , પરંતુ સાથે સાથે આપણે વૈશ્વિક અર્થતંત્રને ધ્યાનમાં રાખતા, વૈશ્વિક ઝુકાવને ધ્યાનમાં રાખતા આપણા દેશને પણ વૈશ્વિક માપદંડોમાં સફળ બનાવવું પડશે, તેની બરાબરી પર લાવવું પડશે, ત્યારે જઇને આપણે તેમાં જોડાઇ શકીશું, ત્યારે જઇને આપણે આપણું યોગદાન આપી શકીશું, અને ત્યારે જ આપણે વિશ્વની અર્થ વ્યવસ્થાનું નેતૃત્વ કરી શકીશું અને એટલા માટે આપણે પોતાને પણ દરેક પળે સજ્જ કરવા પડશે, અને જો આપણે પોતાને સજ્જ કરવા હશે તો વૈશ્વિક માપદંડોની સાથે આપણે તાલ મેળવવો પડશે, તાજેતરમાં તમે જોયું હશે કે વર્લ્ડ બેન્ક હોય, આઇએમએફ હોય, ક્રેડિટ એજન્સી હોય, દુનિયામાં જેટલી પણ સંસ્થાઓ છે, તેમણે ભારતની પ્રગતિની પ્રશંસા કરી છે, ભારતના એક પછી એક નિર્ણયના કારણે, કાયદામાં સુધારો, વ્યવસ્થામાં સુધારો, વલણમાં સુધારો, આ બધી બાબતોને દુનિયા બરાબર જોઇ રહી છે, વેપાર કરવામાં સરળતા આપણે ખૂબ જ ઝડપથી આપણા ક્રમાંકમાં સુધારો કર્યો છે. વિદેશમાં રોકાણના મામલામાં, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના મામલામાં આપણે દેશ આજે દુનિયાની અંદર પસંદગીનો કોઇ દેશ છે તો એ હિન્દુસ્તાન બની ગયો છે, વિકાસ દરમાં દેશની મોટી મોટી અર્થવ્યવસ્થામાં, વૃદ્ધિની દુનિયામાં, જીડીપીમાં આપણે પાછળ રાખી દીધા છે, ભાઇઓ અને બહેનો યુનાઇટેડ નેશન્સની એક સંસ્થાએ એક અનુમાન લગાવ્યું છે કે ભારત આગામી બે વર્ષમાં ક્યાં હશે તેમનું અનુમાન છે કે આ ભારત આજે આ અર્થવ્યવસ્થામાં દસમાં નંબરે ઊભું છે તેમણે યુએનની સંસ્થાએ કહ્યું છે કે ભારત બે વર્ષની અંદર દસમાં ક્રમથી ત્રીજા ક્રમે આવી જશે, ભાઇઓ અને બહેનો વૈશ્વિક માપદંડોમાં સાધન સામગ્રીઓ, મૂળભૂત સુવિધાઓ, આ તમામ બાબતો પર ધ્યાન આપવામાં આવે છે.

દુનિયાના સમૃદ્ધ દેશોની સાથે તુલના થાય છે. ભાઇઓ અને બહેનો વર્લ્ડ ઇકોનોમી ફોરમે ભારતની આ સાધન સામગ્રીઓ અંતર્ગત, મૂળભૂત સુવિધાની અંતર્ગત એક અધ્યયન કરીને જણાવ્યું છે કે પહેલાની સરખામણીમાં ભારત 19 ક્રમાંક ઉપર આવી ગયું છે અને ભારત ખૂબ જ ઝડપથી ઉપર આગળ વધી રહ્યું છે. ભાઇઓ અને બહેનો આપણા દેશમાં જે પ્રકારથી આપણે એક વૈશ્વિક સંદર્ભથી, એક ગતિશીલ, એક ચોક્કસ અર્થ વ્યવસ્થા સાથે આગળ વધી રહ્યા છીએ. અત્યારે જીએસટીનો જે કાયદો પસાર થયો એમાં પણ તેણે પણ એમાં એક તાકાત આપવાનું કામ કર્યું છે. અને તેમાં તમામ પક્ષો અભિનંદનના હકદાર છે, ભાઇઓ બહેનો એક અભિયાનના સંદર્ભમાં મેં અહીંથી ચર્ચા કરી હતી. બેટી વચાવો, બેટી પઢાઓ, અમે કોઇ કામ ટૂકડામાં નથી કરતા અમારું એક એકિકૃત વલણ હોય છે. અને બેટી બચાવો , બેટી પઢાવો માટે અમે જે પહેલ કરી છે તેમાં હજી પણ મને સમાજના સહયોગની જરૂર છે. એક એક માતા પિતાએ સજાગ થવાની જરૂર છે, આપણે દિકરીઓનું સન્માન કરીએ, દિકરીઓની રક્ષા કરીએ, સરકારની યોજનાઓનો લાભ લઇએ, અમે સુકન્યા સમૃદ્ધિ યોજનાથી કરોડો પરિવારોને જોડ્યા છે.

જ્યારે દીકરી મોટી થાય છે. ત્યારે તેની ગેરન્ટી આપે છે, અમે મહિલાઓને લાભ થાય તે પ્રકારે વીમા યોજનાને બળ આપ્યું છે, તેના કારણે જે ફાયદો થવાનો છે. અમે ઇન્દ્ર ધનુષ ટીકાકરણ યોજના, કારણ કે માતાઓ અને બહેનોને એક આર્થિક સશક્તિકરણ તથા એક આરોગ્યનું પણ સશક્તિકરણ આ બે કામ કરી લીધા, શિક્ષિત કરી લીધા, તમે માની લો ઘરમાં એક મહિલા પણ જો શિક્ષિત છે, શારીરિક રીતે સશક્ત છે, આર્થિક રીતે સ્વતંત્ર છે, એક મહિલા ગરીબમાં ગરીબ પરિવારને પણ ગરીબીમાંથી બહાર કાઢી શકે છે. અને એટલા માટે ગરીબીની સામે લડાઇ લડવામાં મહિલાઓનું સશક્તિકરણ, મહિલાઓનો સાથ, મહિલાઓની આર્થિક સંપન્નતા, શારિરિક સંપન્નતા, તેની પર ભાર મૂકીને અમે કામ કરી રહ્યા છીએ, અને એના માટે ભાઇઓ અને બહેનો મને આનદ થયો, મુદ્રા યોજનાનો લાભ, સાડા ત્રણ કરોડથી વધારે પરિવારોએ તેનો લાભ લીધો, અને તેમાં મોટાભાગના એવા લોકો હતા કે જેમણે પ્રથમ વખત બેન્ક જોઇ હતી. તેમાં પણ 80 ટકા લોકો એસ.સી, એસ.ટી, ઓબીસીના લોકો હતા અને તેમાં પણ બેન્કમાં મુદ્રા બેન્કમાં લોન લેનારી 80 ટકા મહિલાઓ છે. આ મહિલાઓ પણ કેવી રીતે આર્થિક વિકાસમાં યોગદાન આપશે તે અંગે તમે ધ્યાન આપો છો, ભાઇઓ અને બહેનો તાજેતરમાં અમે નિર્ણય કર્યો હતો કે જે આપણી માતાઓ બહેનો છે, આજે વિકાસયાત્રામાં ભાગીદાર બની છે, પરંતુ પ્રસૂતિ બાદ તેને રજા જોઇએ, પહેલા તે રજા ઓછી મળે છે. પરંતુ અમે તે રજા હવે 26 અઠવાડિયા સુધી કરી દીધી છે જેથી તે માતા પોતાના સંતાનની દેખરેખ સારી રીતે રાખી શકે, આપણે અહીં વણકર, ટેક્સટાઇલમાં કામ કરનારા લોકો, તેઓ જે દોરો બનાવતા, તે દોરાની આંટી બનાવતા, તેમને પહેલા 100 રૂપિયા મળતા હતા, પરંતુ અમે તેના 190 રૂપિયા કરી દીધા. એટલે મારી તે માતા, તે બહેન જે કામ કરે છે, જે વણકર કામે લાગ્યા છે. તેમના મહેનતાણામાં અમે 50 રૂપિયા પ્રતિ મીટર વધારી દીધા છે અને તે નિર્ણય કર્યો છે કે તે 50 રૂપિયા વેપારીને નહીં જાય, દલાલોને નહીં જાય, વચેટિયાઓને નહીં જાય, જે વણકરે તેની પર કામ કર્યું છે, તે હેઠળ 50 રૂપિયા પ્રતિ મીટર તેના ખાતામાં આધાર દ્વારા જમા થઇ જશે. મારો વણકર સ્વતંત્ર બનશે, તે દિશામાં અમે યોજના બનાવી છે. અને તે યોજનાઓ પ્રભાવ દર્શાવી રહી છે. મારા સ્નેહી દેશવાસીઓ, જ્યારે રેલવેને જોઇએ છીએ, પોસ્ટ ઓફિસ જોઇએ છીએ ત્યારે આપણને ભારતની એકતા દેખાય છે, આપણે જેટલું વધારે ભારતને જોડનારા તત્વોને આગળ વધારીશું આપણી વ્યવસ્થામાં ફેરફાર લાવીશું, તો દેશની એકતાને બળ મળશે અને એટલા માટે દેશના ખેડૂતોને માટે મંડી E-નામ ની યોજના કરી છે. આજે ખેડૂત પોતાનો માલ ઓનલાઇન હિન્દુસ્તાનની કોઇ પણ મંડીમાં વેચી શકે છે.

હવે તે મજબૂર નહીં થાય કે પોતાના ખેતરથી 10 કિલોમીટરના અંતરે મંડીમાં મજબૂર થઇને માલ વેચે, સસ્તામાં વેચવો પડે, અને તેની મહેનતનું વળતર ન મળે, હવે દેશભરમાં E-નામની મંડી દ્વારા એક જ પ્રકારની મંડીનું નેટવર્ક ઊભું થઇ રહ્યું છે.
જીએસટી દ્વારા, ટેક્સેશનનો એક પ્રકારથી, એક સમાનતાની સમાન વ્યવસ્થાનું પરિણામ આવવાનું છે. જે ભારતને જોડવાનું પણ એક કામ કરશે, અમે વિજળીમાં, તમને આશ્ચર્ય થશે, એક વિસ્તારમાં વિજળી આવતી હતી, કોઇ લેનારું નહોતું, બીજો વિસ્તાર વિજળી માટે વલખા મારતો હતો, અંધારામાં જીવતો હતો, કારખાના બંધ થઇ જતા હતા, અને તેમાં ફેરફાર લાવવા માટે વન નેશન, વન ગ્રીડ, વન પ્રાઇસ તેમાં સફળતા મેળવી છે અને ખૂબ જ ઝડપથી જે ક્યારેક ગરમીમાં 10 રૂપિયા યુનિટની કિંમત આપવી પડતી હતી, હું તાજેતરમાં તેલંગાણા ગયો હતો, તે દિવસે 1 રૂપિયા 10 પૈસા કિંમત હતી, જે ક્યારેક 10 રૂપિયા કિંમત હતી, આ વન પ્રાઇસનું પરિણામ દેશને જોડવાનું કાર્ય કરે છે, આપણા દેશનો મજૂર એક સ્થાને કામ કરે છે, ત્યાર બાદ એક બે વર્ષ રહીને બીજા સ્થળે નોકરી બદલે છે, પીપીએફમાં તેના પૈસા કપાય છે, પરંતુ પૈસા ટ્રાન્સફર નહોતા થતા, તમને જાણીને હેરાની થશે કે હું જ્યારે સરકારમાં આવ્યો ત્યારે મારા દેશના મજૂરોના 27 હજાર કરોડ રૂપિયા ઇપીએફમાં પડ્યા હતા, કોઇ ગરીબ મજૂર તે લેવા માટે નહોતો આવતો કારણ કે તેને એની કોઇ પદ્ધતિ ખબર નહોતી, અમે તે સમસ્યાનું સમાધાન કરવા માટે આપણા મજૂરોને એક યુનિવર્સલ એકાઉન્ટ નંબર આપ્યો અને તેના કારણે હવે તે જ્યાં જશે તેના પીપીએફનું ફંડ ટ્રાન્સફર થશે, મજૂર જ્યારે નિવૃત્ત થશે, તો એના રૂપિયા એના હાથમાં જશે, કોઇ સરકારી ખજાનામાં સડશે નહીં, તે કામને અમે કર્યું છે. ભારત માળા હોય, સેતૂ ભારતમાં હોય, ભારત બેટ હોય એવા અનેક પ્રકલ્પોને અમે બળ આપ્યું છે. આ તમામ પ્રકલ્પોનો અમારો ઉદ્દેશ ભારતને જોડવાની દિશામાં હોય, ભારતની આર્થિક વિકાસની દિશામાં પણ હોય, તે દિશામાં કામ કરી રહ્યા છીએ, ભાઇઓ બહેનો , આ વર્ષ અનેક પ્રકારથી મહત્વપૂર્ણ છે, દેશ, દક્ષિણના સંત, શ્રીમાન રામાનુજાચાર્યજીની હજારમી જયંતિ ઉજવી રહ્યો છે, દેશ મહાત્મા ગાંધીના ગુરુ શ્રીમદ રાજચંદ્રજીની દોઢસોમી જયંતિ મનાવી રહ્યો છે, દેશ ગુરુ ગોવિંદ સિંહજીના સાડા ત્રણ સો વર્ષની જયંતિ મનાવી રહ્યો છે. દેશ, પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની શતાબ્દીનું વર્ષ મનાવી રહ્યો છે. આજે જ્યારે હું રામાનુજાચાર્યજીને યાદ કરું છું તો એક વાત હું કહેવા માગું છું કે હજાર વર્ષ પહેલા તમે જ્યારે સામાજિક તનાવ જુઓ છો, રામાનુજાચાર્ય સંત પુરુષ તેમણે દેશને શું સંદેશ આપ્યો હતો, રામાનુજાચાર્યજી કહેતા હતા કે ભગવાનના તમામ ભક્તોની ભેદભાવ અને ઊંચનીચનો ખ્યાલ કર્યા વગર સેવા કરો, ઉંમર , જાતિના કારણોથી કોઇનો અનાદર ન કરો, દરેક કોઇનું સન્માન કરો, જે વાત ગાંધીએ કહી, જે વાત આંબેડકરે કહી, જે વાત રામાનુજાચાર્યએ કહી, જો ભગવાન બુદ્ધે કહી, જે આપણા શાસ્ત્રોએ કહી, જે વાત આપણા તમામ આચાર્યો, મહંતો, ગુરુઓ અને શિક્ષકોએ કહી, તે છે આપણી સામાજિક એકતા, સમાજ જો તૂટે છે, સમાજ જો વિખેરાય છે, ઊંચનીચમાં વહેંચાઇ જાય છે. પૃશ અશ્પૃશ્યમાં વહેંચાઇ જાય છે તો તો ભાઇઓ બહેનો તો તે સમાજ ક્યારેય બચી શકતો નથી, ખરાબી છે, સદીઓ જૂની ખરાબી છે, પરંતુ ખરાબી જો જૂની છે તો ઉપચાર પણ વધારે કઠોરતાથી કરવા પડશે, વધારે સંવેદનશીલતાથી કરવા પડશે, હોતી હૈ – ચલતી હૈથી સામાજિક સમસ્યાનું સમાધાન ન થઇ શકે, અને આ જવાબદારી સવાસો કરોડ દેશવાસીઓની છે. સમાજે અને સરકારે મળીને સમાજમાં જે ટકરાવની સ્થિતિ પેદા થાય છે તેમાંથી આપણે નીકળવું પડશે, અને ભાઇઓ બહેનો આપણે બધાએ, આપણે બધાએ સામાજિક ખરાબીઓની સામે લડવું પડશે, આપણે બધાએ પોતાના વ્યવહારથી સામાજિક ખરાબીઓની ઉપર જવું પડશે, દરેક નાગરિકે ઉઠવું પડશે અને ત્યારે જઇને આપણે સશક્ત હિન્દુસ્તાન બનાવી શકીશું, સશક્ત હિન્દુસ્તાન સશક્ત સમાજ વગર ન બની શકે. ફક્ત આર્થિક પ્રગતિ સશક્ત હિન્દુસ્તાનની ગેરન્ટી નથી, સશક્ત સમાજ સશક્ત હિન્દુસ્તાનની ગેરન્ટી છે અને સશક્ત સમાજ બને છે સામાજિક ન્યાયના અધિષ્ઠાન પર, સામાજિક ન્યાયના અધિષ્ઠાનથી જ સશક્ત સમાજનું નિર્માણ થાય છે, અને એટલા માટે આપણા બધાની જવાબદારી છે કે સામાજિક ન્યાય પર આપણે ભાર મૂકીએ, દલિત હોય, પીડિત હોય, શોષિત હોય, વંચિત હોય, મારા આદિવાસી ભાઇ હોય, ગામવાસી હોય કે શહેરવાસી હોય, ભણેલો ગણેલો હોય કે અભણ હોય, નાનો હોય કે મોટો હોય, સવા સો કરોડ દેશવાસીઓ આપણો પરિવાર છે, આપણે સહુ મળીને દેશને આગળ વધારીએ, અને તે જ દિશામાં આપણે મળીને કામ કરવાનું છે. ભાઇઓ બહેનો આજે સમગ્ર વિશ્વનું ધ્યાન ભારતની તે વાત પર જાય છે કે ભારત એક યુવા દેશ છે 800 મિલિયન જનસંખ્યા, 65 ટકા જનસંખ્યા જે દેશની પાસે 35 વર્ષથી ઓછી ઉંમરની હોય તે દેશ પોતાની યુવા શક્તિ દ્વારા શું ન કરી શકે, અને એટલા માટે મારા ભાઇઓ અને બહેનો, યુવાનોને અવસર મળે, યુવાનોને રોજગાર મળે, એ આપણા માટે સમયની માંગ છે.

આજે આપણે જ્યારે પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મશથી તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે પંડિત દિનદયાલ ઉપાધ્યાયજી કહી રહ્યા હતા કે, જે મહાત્મા ગાંધીજીના વિચારો હતો, કે છેલ્લા માણસનું કલ્યાણ. પંડિત દિનદયાલ અંત્યોદયના વિચાર લઇને આગળ ચાલીએ. છેલ્લા માણસનું કલ્યાણ, આ પંડિત દિન દયાલ ઉપાધ્યાયજીની રાજકિય સિદ્ધાંતોનો મુખ્ય વિચાર હતો, છેલ્લી વ્યક્તિના વિચારમાં તે કહેતા હતા કે દરેક યુવાનને શિક્ષા ઉપલબ્ધ થવી જોઇએ. દરેક યુવાનના હાથમાં પ્રતિભા હોવી

જોઇએ, દરેક યુવાનને પોતાના સપના સાકાર કરવાની તક મળવી જોઇએ. પંડિત દિનદયાલજીના તે સપનાઓને પૂરા કરવા માટે દેશના 800 મિલિયન યુવાનોએ આશા – આકાંક્ષાઓની પૂર્તિ કરવા માટે અમે અનેક પહેલ કરી છે. જે પ્રકારથી રસ્તા વધી રહ્યા છે, દેશમાં સૌથી વધારે ગાડીઓનું ઉત્પાદન થઇ રહ્યું છે. દેશમાં વધારે, સૌથી વધારે સોફ્ટવેર નિર્યાત થઇ રહ્યા છે. દેશમાં 50થી વધારે મોબાઇલની નવી ફેક્ટરીઓ લાગી છે, આ તમામ બાબતો યુવાનોને અવસર પ્રદાન કરે છે. જો બે કરોડ ડોર ટોઇલેટ બને છે તો તેનાથી કોઇને રોજગાર મળે છે. ક્યાંકથી સિમેન્ટ લીધો છે, ક્યાંકથી લોખંડ લીધું છે, ક્યાંકથી લાકડાનું કામ થયું છે, કામનો વ્યાપ જેટલો વધશે, રોજગારની સંભાવનાઓ પણ વધશે.

તે જ રીતે તમામ યુવાનના હાથમાં પ્રતિભા હોય, સ્કીલ ડેવલોપમેન્ટના ધ્યેયના રૂપમાં કામ કરી રહ્યા છે. અમે એક એવો કાયદો બદલ્યો. દેખાવમાં ખૂબ જ નાનો છે, મોડલ શોપ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ, અમે રાજ્યોને સલાહ મોકલી છે કે શું કારણ છે કે મોટા મોટા મોલ તો 365 દિવસ ચાલે છે રાત્રે 12 વાગ્યા સુધી ચાલે છે પરંતુ ગામમાં એક નાનામાં નાની દુકાન ચલાવનારો સાંજે દુકાન બંધ કરવા મજબૂર થાય છે. જો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ દુકાન ચલાવે છે તો તેને 365 દિવસ તક મળવી જોઇએ. શું કારણ છે કે આપણી બહેનોને રાત્રે કામ કરવાની તક ન મળે ? અમે કાયદાકીય વ્યવસ્થા કરી છે રાત્રે પણ આપણી બહેનો કામે જઇ શકે છે. તેમની સુરક્ષા વ્યવસ્થા થવી જોઇએ પરંતુ કામની તક મળવી જોઇએ. આ ચીજો છે કે રોજગાર વધારનારી ચીજો છે અને ભાઇઓ તથા બહેનો અમારો તે દિશામાં પ્રયત્ન છે કે અમે તે કરવા માટે તૈયાર છીએ.ભાઇઓ અને બહેનો, અમે તે માણસ છીએ, તે સરકાર છીએ, અમે ચીજોને ટાળવામાં વિશ્વાસ રાખતા નથી, અમારે ટાળવું નથી, ટકરાવવા માગીએ છીએ અને એટલા માટે જ્યાં સુધી આપણે સમસ્યાઓની સામે થઇને લડીશું નહીં, કંઇ નહીં થાય.

આપણા દેશમાં, મારા દેશ માટે જીવનારા મરનારા સેનાના જવાનો, આજે જ્યારે આપણે આઝાદીની ઉજવણી કરીએ છીએ, કોઇ મારો જવાન સીમા પર ગોળીઓ ખાવા માટે ઊભો હશે, કોઇ બંકરોમાં બેસ્યો હશે, કોઇ ક્યારેક રક્ષા બંધને પોતાની બહેનને પણ મળી શકતો નહીં હોય, ફોજમાં, સેનામાં કેટલા જવાનો કામ કરી રહ્યા છે. આઝાદી બાદ 33 હજારથી વધારે, આપણા પોલીસ જવાનોનું બલિદાન થયું છે. આપણે કે કેમ ભૂલી જઇએ તેમને ? આપણે તેમને કેવી રીતે ભૂલી શકીએ. આજ તો લોકો છે કે જેમના કારણે આપણે સુખ ચેનની જિંદગી જીવી શકીએ છીએ. એટલા માટે આ પર્વે તેમને પણ નમન કરવાનું છે, અને ઘણા વર્ષોથી વન રેન્ક, વન પેન્શનનો મુદ્દો અટકેલો પડ્યો હતો, અમે ટાળનારા લોકો નથી, અમે સામનો કરનારા લોકો છીએ, અમે તેને પૂરું કર્યું. વન રેન્ક, વન પેન્શન, દરેક હિન્દુસ્તાનીના ઘરમાં આનંદ પહોંચાડી દીધો, આ કામને કર્યું. આપણા દેશના લોકોની ભાવના હતી કે નેતાજી સુભાષ બાબૂની ફાઇલો, લોકોની સામે ખુલે, આજે હું માથું ઝુકાવીને કહી શકું છું કે જે કામ અસંભવ હતું, ટાળવામાં, ટાળી રહ્યા હતા, જે પણ થશે. અમે તે ફાઇલોને ખોલવાનો નિર્ણય લીધો. પરિવારને બોલાવીને તે ફાઇલો રાખી દીધી અને તે નિરંતર પ્રક્રિયા આજે પણ જારી છે. દુનિયાના દેશોને પણ મેં કહ્યું છે કે તમારા ત્યાં જે ફાઇલો છે, તમે એને ખોલો, હિન્દુસ્તાનને સુભાષ બાબૂ તથા ભારતના ઇતિહાસને જાણવાનો હક છે. તે દિશામાં અમે કામ કર્યું છે.

બાંગ્લાદેશ, જે દિવસે હિન્દુસ્તાનનું વિભાજન થયું, ત્યારથી લઇને સીમા વિવાદ ચાલ્યા કરે છે. બાંગ્લાદેશ બન્યું , ત્યારથી આપણો સીમા વિવાદ ચાલતો રહ્યો છે. ઘણા દશક વિતી ગયા. ભાઇઓ અને બહેનો તમામ પક્ષોએ મળીને બાંગ્લાદેશની સીમાનો વિવાદ ખતમ કરી દીધો. સંવિધાનમાં પણ અમે ભાર મૂક્યો હતો. ભાઇઓ અને બહેનો, મધ્યમ વર્ગની વ્યક્તિ પોતાનું મકાન બનાવવા માગે છે, ફ્લેટ બનાવવા માગે છે પરંતુ બિલ્ડરોની જમાત, તે સારી એવી મોટી પ્રિન્ટ થયેલી બુક દર્શાવે છે. તે પણ બિચારો તેમાં જોડાઇ જાય છે. ટેક્નિકલ જ્ઞાન નથી હોતું, પૈસા આપતો રહે છે, સમયની અંદર મકાન મળતું નથી. જે કહેવામાં આવ્યું છે તે મકાન નથી મળતું. મધ્યમવર્ગના વ્યક્તિએ જીવનમાં એક વખત જ મકાન બનાવવાનું હોય છે. આખી મૂડી લગાવી દે છે. ભાઇઓ અને બહેનો અમે રિયલ એસ્ટેટ બીલ લાવી દીધું છે, જેથી મધ્યમ વર્ગનો પરિવારના જે પણ વ્યક્તિ પોતાનું ઘર બનાવવા માગે છે, આજે તેને કોઇ અડચણ નહીં આવે . તે દિશામાં અમે કામ કર્યું છે.

ભાઇઓ અને બહેનો, મેં પહેલા જ કહ્યું હતું શ્રીમદ રાજચંદ્ર જી, તેમની 150મી જયંતિ છે, મહાત્મા ગાંધી તેમને પોતાના ગુરુ માનતા હતા અને શ્રીમદ રાજચંદ્ર જીની સાથે જ્યારે તે સાઉથ આફ્રિકામાં હતા, ત્યારથી શ્રીમદ રાજચંદ્રજીની સાથે પત્ર વ્યવહાર કરતા હતા. એક પત્રમાં શ્રીમદ રાજચંદ્રજીએ ગાંધીજીની સાથે હિંસા તથા અહિંસાની ચર્ચા કરી હતી અને રાજચંદ્રજી કહી રહ્યા હતા કે જે સમયે હિંસાનું અસ્તિત્વ રહ્યું છે. તે સમયથી જ અહિંસાનો સિદ્ધાંત પણ આવ્યો છે. બંનેમાં આ મહત્વનું છે કે આપણે કોને મહત્વ આપીએ છીએ કે પછી તેમાં કોનો ઉપયોગ માનવ હિતમાં થઇ રહ્યો છે.

ભાઇઓ અને બહેનો, હિંસા – અહિંસાની ચર્ચા આપણા દેશમાં ખૂબ જ સ્વભાવિક છે, માનવતા આપણી નસોમાં છે, આપણે એક મહાન વિરાટ સંસ્કૃતિના લોકો છીએ. આ દેશ વિવિધતાઓથી ભરેલો છે, રંગ રૂપથી ભરેલો છે, આ ભારતમાતાનો ગુલદસ્તો એવો છે, જેમાં દરેક પ્રકારની સુગંધ છે. દરેક પ્રકારના રંગો છે, દરેક પ્રકારના સપનાઓ છે. ભાઇઓ અને બહેનો, વિવિધતામાં એકતા, આ આપણી સૌથી મોટી તાકાત છે, એકતાના મંત્ર આપણા મૂળ સાથે જોડાયેલા છે. ભાઇઓ અને બહેનો, જે દેશની 100થી વધારે ભાષા હોય, સેંકડો બોલીઓ હોય, અગણિત પહેરવેશ હોય, અગણિત જીવન પદ્ધતિઓ હોય, તેમ છતાં પણ આ દેશ સદીઓથી એક રહ્યો છે, તેનું મૂળ કારણ આપણી સાંસ્કૃતિક વિરાસત છે. આપણે સન્માન આપવાનું જાણીએ છીએ. આપણે સત્કાર કરવાનું જાણીએ છીએ. આપણે સમાવેશ કરવાનું જાણીએ છીએ, આ મહાન પરંપરાને લઇને આપણે ચાલ્યા છીએ એ એટલા માટે હિંસા તથા અત્યાચારનું આપણા દેશમાં કોઇ સ્થાન નથી. જો ભારતના લોકતંત્રને મજબૂત બનાવવું છે, ભારતના સપનાઓને પૂરા કરવા છે તો આપણે માટે હિંસાનો માર્ગ ક્યારેય સફળ થશે નહીં. આજે ક્યાંક જંગલોમાં માઓવાદના નામ પર, સીમા પર ઉગ્રવાદના નામ પર, પહાડોમાં આતંકવાદના નામ પર, ખભા પર બંદૂક લઇને નિર્દોષોને મારવાની રમત રમાઇ રહી છે, ત્રાહી ત્રાહી થઇ રહ્યું છે, આ ધરતી પર માતા રક્ત રંજિત થઇ રહી છે. પરંતુ આ આતંકવાદના રસ્તા પર જનારા લોકોએ કંઇ મેળવ્યું નથી. હું તે યુવાનોને કહેવા માગુ છું કે આ દેશ હિંસાને ક્યારેય સહન કરશે નહીં, આ દેશ આતંકવાદને ક્યારેય સહન કરશે નહીં. આ દેશ આંતકવાદની સામે ક્યારેય ઝુકશે નહીં. માઓવાદની સામે ક્યારેય ઝુક્યો નથી. પરંતુ હું આજે યુવાનોને કહું છું કે અત્યારે સમય છે પરત ફરો, પોતાના માતા પિતાના સપના તરફ જુઓ, પોતાના માતા પિતાની આશા તથા આકાંક્ષાઓની તરફ જુઓ, મુખ્યધારામાં આવો, એક સુખ ચેનની જિંદગી જીવો. હિંસાનો રસ્તો ક્યારેય કોઇનું ભલું કરતો નથી.

ભાઇઓ અને બહેનો જ્યારે અમે વિદેશ નીતિની વાતો કરીએ છીએ તો હું તેનો લાંબો ઉલ્લેખ કરવા માગતો નથી, પરંતુ જે દિવસે અમે શપથ લીધા . સાર્ક દેશોના નેતાઓને બોલાવ્યા હતા . અમારો સંદેશ સ્પષ્ટ હતો કે આપણે તમામ દેશ, અડોશ પડોશના તમામ દેશ, આપણા બધાની સામાન્ય મુશ્કેલી છે તો તે ગરીબી છે. આવો આપણે સાથે મળીને ગરીબી સામે લડીએ. પોતાની સામે લડાઇ લડીને તબાહ થઇ ગયા છે. પરંતુ જો ગરીબી સામે લડીશું તો આપણે બરબાદીમાંથી બહાર નીકળીને સમૃદ્ધિ તરફ ચાલી પડીશું અને એટલા માટે હું તમામ પડોશીઓને ગરીબી સામે લડવા માટે આમંત્રણ પાઠવું છું. આપણા દેશના નાગરિકોએ દરેક દેશના નાગરિકોને ગરીબીમાંથી મુક્તિ અપાવવી, તેનાથી બીજી કોઇ આઝાદી ન હોઇ શકે. ગરીબીમાંથી આઝાદી, તેનાથી મોટી આઝાદી બીજી કોઇ ન હોઇ શકે. આપણો કોઇ પણ પડોશી દેશનો નાગરિક જ્યારે ગરીબીમાંથી આઝાદ થશે, ત્યારે હિન્દુસ્તાન કેટલો આનંદ વ્યક્ત કરશે, ભલે તે આપણો પડોશી દેશનો ગરીબ, ગરીબીમાંથી આઝાદી મેળવે.
ભાઇઓ અને બહેનો, માનવતાની પ્રેરણામાંથી મોટા થયેલા લોકો કેવા હોય છે અને આંતકવાદને પુરસ્કાર આપવાવાળા લોકો કેવા હોય છે. હું વિશ્વની સામે બે ચિત્ર રાખવા માગું છું. બે ઘટનાઓ તેમની સામે રાખવા માગું છું. અને હું વિશ્વને કહેવા માગું છું, માનવતામાં વિશ્વાસ રાખનારા લોકોને કહેવા માગું છું કે જરા ત્રાજવામાં તોલીને જુઓ. તે એક ઘટના જ્યારે પેશાવરમાં આતંકવાદીઓએ નિર્દોષ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા, ઘટના પેશાવરમાં બની હતી, ઘટના આંતકવાદની હતી, નિર્દોષ – નિર્દોષ બાળકોનું લોહી વહ્યું હતું, જ્ઞાનના મંદિરને રક્ત રંજિત કરી દેવામાં આવ્યું હતું, નિર્દોષ બાળકોને મારવામાં આવ્યા હતા.

આ હિન્દુસ્તાનની સંસદની આંખોમાં આંસૂ હતા. ભારતની દરેક સ્કૂલ રોઇ રહી હતી, ભારતનો દરેક બાળક પેશાવરના બાળકોના મોતના આઘાતનો અનુભવ કરી રહ્યો હતો, તેની આંખોમાંના આંસૂ સુકાઇ રહ્યા નહોતા. આતંકવાદથી મરનારા પેશાવરના બાળકો પણ આપણને દર્દ આપતા હતા, દુઃખ થતું હતું. આ છે આપણી માનવતામાં ઉછરેલી સંસ્કૃતિની પ્રેરણા, આ જ છે આપણી માનવતા પરંતુ બીજી તરફ જોઇ લો જ્યારે આતંકવાદીઓને ઓળખવાનું કામ થઇ રહ્યું હતું. જ્યાં આંતકવાદી ઘટનામાં નિર્દોષ લોકો મરી જાય તો ઉજવણી મનાવવવામાં આવે છે. આ કેવું આતંકવાદ પ્રેરિત જીવન છે. કેવા આતંકવાદથી પ્રેરિત સરકારની રચાનાઓ છે. આ બે ભેદ દુનિયા સારી રીતે સમજી લેશે. એટલું મારા માટે ઘણું છે.

હું આજે લાલકિલ્લાથી અમુક લોકોનું વિશેષ અભિનંદન તથા આભાર વ્યક્ત કરવા માગું છું. છેલ્લા અમુક દિવસોથી બલૂચિસ્તાનના લોકોએ, ગિલગિટના લોકોએ, પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરના લોકોએ, ત્યાંના નાગરિકોએ જે પ્રકારથી મને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા છે, જે પ્રકારથી મારો આભાર વ્યક્ત કર્યો છે. મારા પ્રત્યે તેમણે જે સદભાવના દર્શાવી છે, દૂર – દૂર બેસેલા લોકોએ જે ધરતીને મેં ક્યારેય જોઇ નથી, જે લોકોના વિષયમાં મારી ક્યારે મુલાકાત થઇ નથી, પરંતુ એવા દૂર બેસેલા લોકો હિન્દુસ્તાનના પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવે છે. તેમનો આદર કરે છે. તો મારા સવા સો કરોડ દેશવાસીઓનો આદર છે, તે મારા સવા સો દેશવાસીઓનું સન્માન છે. અને એટલા માટે આ સન્માનનો ભાવ, ધન્યવાદ કરવાનો ભાવ કરનારા બલૂચિસ્તાનના લોકોનું ,ગિલગીટના લોકોનું, પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરના લોકોનો આજે હ્દય પૂર્વક આભાર પ્રગટ કરવા માગું છું. ભાઇઓ અને બહેનો, આજે જ્યારે આપણે આઝાદીના 70 વર્ષ મનાવી રહ્યા છીએ ત્યારે દેશમાં સ્વતંત્રતા સૈનિકોનું મોટું યોગદાન રહ્યું છે. આ સ્વતંત્રતા સૈનિકોનું યોગદાન રહ્યું છે તો, આજે હું આ તમામ મારા શ્રદ્ધૈય સ્વતંત્રતા સૈનિક પરિવારજનોને, જે તેમને સન્માન રકમ મળે છે, જે પેન્શન મળે છે. તે પેન્શનમાં 20 ટકાની વૃદ્ધિ કરવાનો નિર્ણય સરકાર કરી રહી છે. જે સ્વતંત્રતા સેનાનીને જો પહેલા 25 હજાર મળતા હતા, તો તેને હવે 30 હજાર રૂપિયા મળશે, અને આપણા તે સ્વતંત્રતા સેનાનીઓના ત્યાગ, તથા બલિદાનને એક નાની મારી પૂજા અર્ચનાનો પ્રયાસ છે.

ભાઇઓ અને બહેનો આપણા દેશમાં આઝાદીના ઇતિહાસની વાતો થાય છે, તો અમુક લોકોની ચર્ચા તો ખૂબ જ થાય છે, અમુક લોકોની આવશક્યતાથી પણ વધારે થાય છે. પરંતુ આઝાદીમાં જંગલોમાં રહેનારા આપણા આદિવાસીઓનું યોગદાન અપ્રતિમ હતું. તે જંગલોમાં રહેતા હતા, બિરસા મુંડાનું નામ તો કદાચ આપણા કાનોમાં પડે છે પરંતુ કદાચ કોઇ આદિવાસી જિલ્લો એવો નહીં હોય કે જ્યાં 1857થી લઇને આઝાદી આવવા સુધી આદિવાસીઓએ જંગ ન કરી હોય, બલિદાન ન આપ્યું હોય. આઝાદી

શું હોય છે ? ગુલામીની સામે જંગ શું હોય છે ? તેમણે પોતાના બલિદાનથી દર્શાવી દીધું હતું. પરંતુ આપણી આગામી પેઢીઓને આ ઇતિહાસનો પરિચય નથી. સરકારની ઇચ્છા છે , યોજના છે. આગામી દિવસોમાં તે રાજ્યોમાં આ સ્વતંત્ર સેનાની જે આદિવાસી હતા, જંગલોમાં રહેતા હતા, અંગ્રેજો સામે લડતા હતા. ઝુકવા માટે તૈયાર નહોતા, તેમના પૂરા ઇતિહાસનો સમાવેશ કરતા, તે વિર આદિવાસીઓને યાદ કરતા એક સ્થાયી રૂપથી મ્યુઝિયમ બનાવવા માટે જ્યાં – જ્યાં રાજ્યની અંદર કોઇ એકાદ જગ્યા હોઇ શકે છે. જ્યાં તમામને સમેટીને એક મોટું મ્યુઝિયમ બનાવી શકાય. અને એવા અલગ અલગ રાજ્યોમાં મ્યુઝિયમ બનાવવાની દિશામાં સરકાર કામ કરશે, જેથી આગામી પેઢીને આપણા દેશ માટે મરનારાઓમાં આદિવાસી કેટલા આગળ આવ્યા હતા, તેનો લાભ મળે.

ભાઇઓ અને બહેનો , મોંઘવારીમાં અમુક ચીજોની ચર્ચાઓ તો ખૂબ જ થાય છે, પરંતુ આપણે અનુભવ કરી રહ્યા છીએ કે ગરીબથી ગરીબના ઘરમાં જો બીમારી આવી જાય તો તેની આખી અર્થ રચના સમાપ્ત થઇ જાય છે. દીકરીના લગ્ન સુધી રોકાઇ જાય છે. બાળકોનો અભ્યાસ અટકી પડે છે. ક્યારેક સાંજે ખાવાનું પણ મળતું નથી. આરોગ્ય સેવાઓ મોંઘી થતી જઇ રહી છે અને એટલા માટે હું આજે લાલ કિલ્લા પરથી ગરીબીની રેખા નીચે જીવનારા મારા તે પરિવારોના આરોગ્ય માટે સરકાર એક મહત્વનું પગલું લેવા જઇ રહી છે. અમે એક યોજના લઇને આવ્યા છીએ કે આગામી દિવસોમાં એવા ગરીબ પરિવારને આરોગ્યની સેવાનો લાભ લેવો છે તો વર્ષમાં એક લાખ રૂપિયા સુધીનો ખર્ચો સરકાર ઉઠાવશે, જેથી મારા ગરીબ ભાઇઓને, આ આરોગ્યની સેવાઓના કારણે વંચિત ન રહેવું પડે. તેમના બધા સપના ચકનાચૂર ન થઇ જાય. અને એટલા માટે જ મારા ભાઇઓ તથા બહેનો આઝાદીના આ પાવન પર્વમાં એક નવો સંકલ્પ , નવી ઉર્જા, નવો ઉમંગ લઇને આવો આપણે ચાલી પડીએ. આપણા માટે જેમણે આઝાદી માટે બલિદાન આપ્યું, તેમની પાસેથી પ્રેરણા મેળવી શકીએ, આઝાદી માટે જીવનારા માટે પ્રેરણા મેળવી શકીએ. દેશ માટે મરવાની તો તક મળી નથી, પરંતુ દેશ માટે જીવવાની તક તો જરૂર મળી રહી છે. આપણે દેશ માટે જીવીને દેખાડીએ, દેશ માટે કંઇક કરીને દેખાડીએ, પોતાની જવાબદારીઓ સંભાળીએ, બીજાને પણ જવાબદારી માટે પ્રેરિત કરીએ. એક સમાજ, એક સપનું, એક સંકલ્પ, એક દિશા, એક મંજિલ. આ વાતને લઇને આપણે આગળ વધીએ. એવી જ એક ભાવનાની સાથે હું ફરીથી એક વખત મહાપુરુષોને નમન કરતા જળ, થલ, નભમાં આપણી રક્ષા માટે જીવની બાજી લગાવી દેનારા, આપણા પોલીસના યુવાન, 33 હજાર શહીદોને નમન કરતાં, હું દેશના ભવિષ્ય તરફના સપનાને જોતા, પોતાને સમર્પિત કરતા આજે લાલ કિલ્લા પરથી તમને સમગ્ર તાકાત સાથે મારી સાથે બોલવા માટે કહી રહ્યો છું

ભારત માતા કી જય….

અવાજ દુનિયાના દરે ખૂણામાં જવો જોઇએ —

ભારત માતા કી જય, ભારત માતા કી જય.

વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ.

જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ

ખૂબ – ખૂબ ધન્યવાદ.

AP/TR/GP