Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

75મા સ્થાપના દિને સીએસઆઈઆરના પ્લેટીનમ જ્યુબિલી સમારંભનું પ્રધાનમંત્રીએ ઉદઘાટન કર્યું

75મા સ્થાપના દિને સીએસઆઈઆરના પ્લેટીનમ જ્યુબિલી સમારંભનું  પ્રધાનમંત્રીએ ઉદઘાટન કર્યું

75મા સ્થાપના દિને સીએસઆઈઆરના પ્લેટીનમ જ્યુબિલી સમારંભનું  પ્રધાનમંત્રીએ ઉદઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 75મા સ્થાપના દિન પ્રસંગે સીએસઆઈઆરના પ્લેટીનમ જ્યુબિલી સમારંભનું ઉદઘાટન કર્યું હતું.

સીએસઆઈઆર દ્વારા હાથ ધરાયેલી કેટલીક પહેલ અંગેનું પ્રદર્શન પ્રધાનમંત્રી મોદીએ નિહાળ્યું હતું. તેમણે કેટલીક ઔષધીય અને એરોમેટિક પ્લાન્ટની વેરાયટીઝ દેશને સમર્પિત કરી હતી. તેમણે હૈદરાબાદ, કુડ્ડાલોર, જમ્મુ, જોરહટ અને પાલમપુર જેવા દેશના વિવિધ સ્થળોના ખેડૂતો સાથે પરામર્શ કર્યો હતો.

આ પ્રસંગે વાત કરતા તેમણે આપણી લોકશાહીના વસ્ત્ર પર છાપ સમાન ભૂંસી ન શકાય એવી સાહીથી શરૂઆત કરનાર સીએસઆઈઆરએ જીવનના દરેક પાસામાં ભૂંસી ન શકાય તેવી છાપ છોડી છે. તેમણે સીએસઆઈઆરને અનરોધ કર્યો હતો કે સામાન્ય માનવીને લાભ થાય તેવા ‘ઈઝ ઓફ ડુઈંગ ટેકનોલોજી બિઝનેસ (ટેકનોલોજીના બિઝનેસમાં સરળતા’ પ્લેટફોર્મ ઉપર કામ કરવું જોઈએ, જેથી વિવિધ ટેકનોલોજી લાભાર્થીઓ સુધી પહોંચી શકે. તેમણે છેલ્લા 75 વર્ષમાં સીએસઆઈઆર દ્વારા દેશમાં કરાયેલા પ્રદાનની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે તે ભવિષ્યમાં આ સંસ્થા પાસેથી ઘણી બધી અપેક્ષા રાખે છે. તેમણે કહ્યું કે આ સદી ટેકનોલોજી દ્વારા ચાલતી સદી છે અને તેમાં નાગરિકોને ટેકનોલોજી સાથે જોડવાનું મહત્વ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સીએસઆઈઆરની પ્રયોગશાળાઓમાં વિદ્યાર્થીઓને કામ કરવાની મહત્તમ તક મળે તેવા પ્રયાસો થવા જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે દેશમાં નવા ઉભરતા ઉદ્યોગસાહસિકો બાબતે સીએસઆઈઆર દ્વારા મહત્વની ભૂમિકા બજાવવાની છે. ખેતીની ઉત્પાદકતા અંગે વાત કરતા તેમણે કહ્યું કે દરેક ટીપા દીઠ વધુ પાક ઉપર હંમેશા ભાર મુકાવો જોઈએ. એક અન્ય ઉદ્દેશ જમીનના દરેક ઈંચ દીઠ વિવિધ પાકનો હોવો જોઈએ. સમારંભ બાદ પ્રધાનમંત્રી મંચ ઉપરથી નીચે આવ્યા હતા અને વિજ્ઞાન ભવન ખાતે શ્રોતાઓમાં હાજર શાળાના બાળકો સાથે વાતચીત કરી હતી.

AP/JKhunt/TR/GP