Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુરૂષોની ઊંચી કૂદમાં કાંસ્ય જીતવા બદલ રમતવીર મરિયપ્પન થંગાવેલુને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ચાલી રહેલ પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરૂષોની ઉંચી કૂદમાં T63 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ રમતવીર મરિયપ્પન થંગાવેલુને અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી મોદીએ પેરાલિમ્પિક્સની સતત ત્રણ આવૃત્તિઓમાં જીતનો સિલસિલો જાળવી રાખવાની તેમની કુશળતા અને સાતત્યની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “પુરુષોની ઉંચી કૂદ T63 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મરિયપ્પન થાંગાવેલુને અભિનંદન. પેરાલિમ્પિક્સની સતત ત્રણ આવૃત્તિઓમાં તેઓ મેડલ જીત્યા તે પ્રશંસનીય છે. તેમની કુશળતા, સાતત્ય અને નિશ્ચય અસાધારણ છે.

#Cheer4Bharat”

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]