Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દિલ્હીના ભગવાન મહાવીર વનસ્થલી પાર્કમાં એક છોડ રોપ્યો, એક પેડ મા કે નામ પહેલને પ્રોત્સાહન આપ્યું અને અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ દ્વારા અરવલ્લી પર્વતમાળાને ફરી વનીકરણ કરવાનો સંકલ્પ લીધો


વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ભગવાન મહાવીર વનસ્થલી પાર્કમાં વૃક્ષારોપણ ઝુંબેશમાં ભાગ લીધો અને એક પેડ મા કે નામ પહેલને પ્રોત્સાહન આપ્યું હતું.

શ્રી મોદીએ અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ હેઠળ અરવલ્લી પર્વતમાળાઓમાં ફરીથી વનીકરણના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે અરવલ્લી વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે, જે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં વિસ્તરેલી છે.

તેમણે ભાર મૂક્યો કે આ પ્રદેશ સામે અનેક પર્યાવરણીય પડકારો છે, જેનો સામનો કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.

શ્રી મોદીએ કહ્યું કે અરવલ્લી પર્વતમાળા અને તેનાથી આગળના વિસ્તારોમાં પરંપરાગત વાવેતર પદ્ધતિઓ ઉપરાંત અમે નવી તકનીકોને પ્રોત્સાહન આપીશું, ખાસ કરીને શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં જ્યાં જગ્યાની અછત છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું કે માય લાઇફ પોર્ટલ પર વૃક્ષારોપણ પ્રવૃત્તિઓને જીઓ-ટેગ કરવામાં આવશે અને તેનું નિરીક્ષણ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ દેશના યુવાનોને આ ચળવળમાં સક્રિયપણે ભાગ લેવા અને ગ્રહના હરિયાળા આવરણને વધારવામાં યોગદાન આપવા પણ વિનંતી કરી.

X થ્રેડમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“આજે #WorldEnvironmentDay પર અમે #EkPedMaaKeNaam પહેલને એક ખાસ વૃક્ષારોપણ અભિયાન સાથે મજબૂત બનાવી. મેં દિલ્હીના ભગવાન મહાવીર વનસ્થલી પાર્કમાં એક વૃક્ષ વાવ્યું. આ અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટનો પણ એક ભાગ છે. જેનાથી અરવલ્લી પર્વતમાળાને ફરીથી વનીકરણ કરવાનો અમારો પ્રયાસ છે. એ વાત જાણીતી છે કે અરવલ્લી પર્વતમાળા આપણા ગ્રહ પરની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે, જે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીને આવરી લે છે. વર્ષોથી, આ પર્વતમાળા સાથે સંકળાયેલા અનેક પર્યાવરણીય પડકારો ઉભા થયા છે, જેને ઘટાડવા માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. અમારું ધ્યાન આ પર્વતમાળા સાથે જોડાયેલા વિસ્તારોને પુનર્જીવિત કરવા પર છે. અમે સંબંધિત સ્થાનિક વહીવટીતંત્રો સાથે નજીકથી કામ કરવા જઈ રહ્યા છીએ અને પાણીની વ્યવસ્થા સુધારવા, ધૂળના તોફાનોને રોકવા, થાર રણના પૂર્વ તરફના વિસ્તરણને રોકવા અને અન્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીશું.”

“અરવલ્લી પર્વતમાળા અને તેનાથી આગળ, પરંપરાગત વાવેતર પદ્ધતિઓ ઉપરાંત અમે ખાસ કરીને શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં, જ્યાં જગ્યાની મર્યાદા છે ત્યાં નવી તકનીકોને પ્રોત્સાહન આપીશું. વૃક્ષારોપણની પ્રવૃત્તિઓને જીઓ-ટેગ કરવામાં આવશે અને માય લાઇફ પોર્ટલ પર દેખરેખ રાખવામાં આવશે. હું આપણા દેશના યુવાનોને આ ચળવળમાં ભાગ લેવા અને આપણા ગ્રહના હરિત આવરણમાં યોગદાન આપવા માટે આહ્વાન કરું છું.”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]