Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન

સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન


મહામહિમ, માનનીય રાષ્ટ્રપતિ,

બંને દેશોના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ,

મીડિયાના મિત્રો,

નમસ્કાર!

કાલિમ્મેરા!

સૌ પ્રથમ, હું માનનીય રાષ્ટ્રપતિનો ઉષ્માભર્યું સ્વાગત અને ઉદાર આતિથ્ય માટે હૃદયપૂર્વક આભાર માનું છું. ગઈકાલે સાયપ્રસની ધરતી પર પગ મૂક્યો ત્યારથી, રાષ્ટ્રપતિ અને આ દેશના લોકોએ બતાવેલી ઉષ્મા અને સ્નેહ ખરેખર મારા હૃદયને સ્પર્શી ગયો છે.

થોડા સમય  પહેલા મને સાયપ્રસ દ્વારા પ્રતિષ્ઠિત સન્માનથી નવાજવામાં આવ્યો હતો. આ સન્માન એકલું મારું નથીતે 140 કરોડ ભારતીયોનું સન્માન છે. તે ભારત અને સાયપ્રસ વચ્ચેની સ્થાયી મિત્રતાનું પ્રતીક છે. હું ફરી એકવાર આ સન્માન માટે મારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

મિત્રો,

સાયપ્રસ સાથેના અમારા સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ. લોકશાહી અને કાયદાના શાસન જેવા મૂલ્યો પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતા આપણી ભાગીદારીનો મજબૂત પાયો બનાવે છે. ભારત અને સાયપ્રસ વચ્ચેની મિત્રતા એવી નથી કે જે સંજોગોમાંથી ઉભરી આવી હોય કે નથી સરહદો દ્વારા બંધાયેલી.

તે વારંવાર સમયની કસોટીનો સામનો કરી ચૂકી છે. દરેક સમયમાં, આપણે સહકાર, આદર અને પરસ્પર સમર્થનની ભાવના જાળવી રાખી છે. આપણે એકબીજાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરીએ છીએ.

મિત્રો,

બે દાયકાથી વધુ સમયમાં ભારતીય પ્રધાનમંત્રી દ્વારા સાયપ્રસની આ મુલાકાત પ્રથમ છે. તે આપણા દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય લખવાની સુવર્ણ તક રજૂ કરે છે. આજે, માનનીય રાષ્ટ્રપતિ અને મેં આપણી ભાગીદારીના તમામ પાસાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી.

સાયપ્રસનાવિઝન 2035″ અનેવિકસિત ભારત 2047″ના અમારા વિઝન વચ્ચે ઘણી સમાનતાઓ છે. તેથી, આપણે આપણા સહિયારા ભવિષ્યને આકાર આપવા માટે સાથે મળીને કામ કરીશું. આપણી ભાગીદારીને વ્યૂહાત્મક દિશા આપવા માટે, આપણે આગામી પાંચ વર્ષ માટે એક નક્કર રોડમેપ વિકસાવીશું.

આપણા સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ મજબૂત બનાવવા માટે દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર કાર્યક્રમ સંરક્ષણ ઉદ્યોગ સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સાયબર અને દરિયાઈ સુરક્ષા પર અલગથી સંવાદો શરૂ કરવામાં આવશે.

સરહદ પારનાં આતંકવાદ સામે ભારતની લડાઈને સતત સમર્થન આપવા બદલ અમે સાયપ્રસના ખૂબ આભારી છીએ. આતંકવાદ, ડ્રગ હેરાફેરી અને શસ્ત્રોની દાણચોરીનો સામનો કરવા માટે, આપણી સંબંધિત એજન્સીઓ વચ્ચે વાસ્તવિક સમયની માહિતીના આદાનપ્રદાન માટે એક પદ્ધતિ સ્થાપિત કરવામાં આવશે. બંને રાષ્ટ્ર દ્વિપક્ષીય વેપાર અને રોકાણને વધારવામાં અપાર સંભાવનાઓ માટે સંમત છે.

ગઈકાલે, માનનીય રાષ્ટ્રપતિજીની સાથે મેં, બંને દેશોનાં આર્થિક સંબંધો અંગે વ્યાપારી સમુદાયમાં ખૂબ જ ઉત્સાહ અને તાલમેલ અનુભવ્યો કર્યો છે. અમે વર્ષના અંત સુધીમાં પરસ્પર ફાયદાકારક ભારતયુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર પૂર્ણ કરવા માટે કામ કરી રહ્યા છીએ.

આ વર્ષેભારતસાયપ્રસ અને ગ્રીસ વ્યાપાર અને રોકાણ પરિષદપણ શરૂ કરવામાં આવી છે. આવી પહેલો બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણને વેગ આપશે.

અમે ટેકનોલોજી, નવીનીકરણ, આરોગ્ય, કૃષિ, નવીનીકરણીય ઉર્જા અને આબોહવા ન્યાય જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર પણ વિગતવાર ચર્ચા કરી હતી. સાયપ્રસમાં યોગ અને આયુર્વેદની વધતી જતી લોકપ્રિયતાથી અમે ઉત્સાહિત છીએ.

સાયપ્રસ ભારતીય પ્રવાસીઓ માટે પણ એક પસંદગીનું સ્થળ છે. અમે તેમની મુસાફરીને સરળ બનાવવા માટે સીધું હવાઈ જોડાણ સ્થાપિત કરવા માટે કામ કરીશું. અમે ગતિશીલતા કરારને ઝડપી બનાવવાનો સંકલ્પ કર્યો છે.

મિત્રો,

યુરોપિયન યુનિયનમાં, સાયપ્રસ અમારો વિશ્વસનીય ભાગીદાર છે. અમે આવતા વર્ષે યુરોપિયન યુનિયનના આગામી પ્રમુખપદ માટે સાયપ્રસને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અમને વિશ્વાસ છે કે, તમારા નેતૃત્વ હેઠળ, ભારતયુરોપિયન યુનિયન સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે.

બંને રાષ્ટ્રો સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની જરૂરિયાત પર સમાન મંતવ્યો ધરાવે છે. જેથી તેને વધુ પ્રતિનિધિત્વ મળે. યુએન સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને ટેકો આપવા બદલ અમે સાયપ્રસના આભારી છીએ.

અમે પશ્ચિમ એશિયા અને યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષો પર ચિંતા વ્યક્ત કરી છે. આ સંઘર્ષોની પ્રતિકૂળ અસર ફક્ત તેમના સંબંધિત પ્રદેશો સુધી મર્યાદિત નથી. અમે બંને સંમત છીએ કે આ યુદ્ધનો યુગ નથી.

સંવાદ અને સ્થિરતાની પુનઃસ્થાપના માનવતાની માંગ છે. અમે ભૂમધ્ય પ્રદેશ સાથે જોડાણ વધારવાની પણ ચર્ચા કરી છે. અમે સહમત છીએ કે ભારતમધ્ય પૂર્વયુરોપ આર્થિક કોરિડોર આ ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ મોકળો કરશે.

માનનીય રાષ્ટ્રપતિ,

હું તમને ભારતની મુલાકાત લેવા માટે હાર્દિક આમંત્રણ આપું છું. હું શક્ય તેટલી વહેલી તકે ભારતમાં તમારું સ્વાગત કરવાનાં પ્રસંગની રાહ જોઉં છું.

ફરી એકવાર, હું વિશેષ આતિથ્ય અને સન્માન માટે તમારો હૃદયપૂર્વક આભાર માનું છું.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]