Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આદિવાસી વિદ્યાર્થીઓને સશક્ત બનાવવામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલોની ભૂમિકાને ઉજાગર કરતા ઉપરાષ્ટ્રપતિ થિરુ સી. પી. રાધાકૃષ્ણનનો લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ થિરુ સી. પી. રાધાકૃષ્ણન દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો છે.

આ લેખ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો (EMRS) ના વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ તથા સર્વાંગી વિકાસ દ્વારા આદિવાસી બાળકો માટે નવી તકો ઊભી કરવામાં તેમની ભૂમિકાની રૂપરેખા આપે છે. તે બ્રિજ કોર્સ, દ્વિભાષી શિક્ષણ, તકનીક-સક્ષમ વર્ગખંડો, રમતગમત અને વ્યવસાયિક તાલીમ જેવી મુખ્ય પહેલોની સાથે સાથે આઈઆઈટી (IITs), એમ્સ (AIIMS) અને અન્ય અગ્રણી સંસ્થાઓમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની સિદ્ધિઓને ઉજાગર કરે છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે એક્સ (X) પર પોસ્ટ કર્યું:

“એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા આદિવાસી બાળકો માટે નવી તકો ઊભી કરી રહી છે.

જનજાતીય ગૌરવ દિવસ પર, માનનીય ઉપરાષ્ટ્રપતિ થિરુ સી. પી. રાધાકૃષ્ણન EMRS ના વિકાસ અને આદિવાસી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ તથા સર્વાંગી વિકાસ પૂરો પાડવામાં તેની ભૂમિકા વિશે લખે છે.

તેઓ બ્રિજ કોર્સ, દ્વિભાષી શિક્ષણ, તકનીક-સક્ષમ વર્ગખંડો, રમતગમત અને વ્યવસાયિક તાલીમ જેવી પહેલોની સાથે સાથે આઈઆઈટી, એમ્સ અને અન્ય અગ્રણી સંસ્થાઓમાં પ્રવેશ મેળવી રહેલા વિદ્યાર્થીઓની સિદ્ધિઓને ઉજાગર કરે છે.

અવશ્ય વાંચવા જેવો લેખ!”

SM/IJ/JD