પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છઠ મહાપર્વના સંધ્યા અર્ઘ્ય નિમિત્તે દેશભરના તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી કે પ્રકૃતિ-પૂજનને સમર્પિત આ પવિત્ર અવસર દરેકના જીવનમાં નવી ચેતના અને સ્ફૂર્તિ લાવે, સાથે જ સમાજમાં સદ્ભાવ અને સમરસતાને વધુ ગાઢ બનાવે. સૂર્યદેવની કૃપાથી સૌનું જીવન આલોકિત થાય તેવી પ્રાર્થના કરતા તેમણે છઠી મૈયાનો જયજયકાર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ એક્સ (X) પર શેર કર્યું:
“સૌ દેશવાસીઓને મહાપર્વ છઠના સંધ્યા અર્ઘ્યની અનેકાનેક શુભકામનાઓ. પ્રકૃતિ-પૂજનને સમર્પિત આ પાવન અવસર દરેક માટે નવી ચેતના અને સ્ફૂર્તિ લઈને આવે, સાથે જ સમાજમાં સદ્ભાવ અને સમરસતાને વધુ પ્રગાઢ બનાવે. સૂર્યદેવની કૃપાથી સૌનું જીવન આલોકિત થાય. જય છઠી મૈયા!“
सभी देशवासियों को महापर्व छठ के संध्या अर्घ्य की अनेकानेक शुभकामनाएं। प्रकृति-पूजन को समर्पित यह पावन अवसर हर किसी के लिए नई चेतना और स्फूर्ति लेकर आए, साथ ही समाज में सद्भाव एवं समरसता को और अधिक प्रगाढ़ करे। सूर्यदेव की कृपा से सभी का जीवन आलोकित हो। जय छठी मइया!
— Narendra Modi (@narendramodi) November 15, 2026
SM/NP/JD